વિદેશના વકીલ કે કાયદા કંપનીઓ ભારતમાં કાયદાની પ્રેક્ટિસ ન કરી શકે એ પ્રકારના માર્ચ – ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની લાંબાગાળાની અસર થઈ શકે છે. અમેરિકા, યુકે, ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયાથી આવેલી ૩૦ જેટલી કંપનીઓને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિદેશી વકીલ અને કંપનીઓને ભારતમાં કાયદાકીય સેવા પૂરી પાડવાની પરવાનગી આપતા મદ્રાસ હાઇ કોર્ટના ચુકાદામાં સુધારો કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા કે પછી કેન્દ્ર સરકાર આ મામલે યોગ્ય નિયમો કે કાયદો ઘડી કાઢવા મુક્ત છે.
કોર્ટે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપારી કરારો કે અન્ય મામલે ઊભા થતા વિવાદને મામલે લવાદની ભૂમિકા ભજવવાનો વિદેશી વકીલ કે કાયદાકીય કંપનીઓને કોઈ અધિકાર નથી. આંતરરાષ્ટ્રીય લવાદની ભૂમિકા ભજવતા વકીલો કે કાયદાકીય કંપનીઓને કાયદાકીય વ્યવસાય અંગેના ભારતના કાયદા લાગુ પડશે, એમ કોર્ટે કહ્યું હતું. (પીટીઆઇ)