ATUL N. CHOTAI

a Writer


બેનર ગમે તેનું હોય અમને તો બસ છાંયડો મળવો જોઇએ

banner in house

banner in house

નીચે ધરતી અને ઉપર આકાશની સ્થિતિમાં રહેનારા પરિવારની સંખ્યા પણ ગુજરાતમાં ઓછી નથી. જો કે તેમને છાપરા બાંધવામાં કે આડશ ઉભી કરવા માટે મિણીયા ખરીદવાની વાતે મોટો ખર્ચ કરવો પડતો નથી. છાશવારે યોજાતા વિવિધ સરકારી કાર્યક્રમો પૂર્ણ થયા પછી તેની જાહેરાત માટે છાપવામાં આવેલા ફ્લેક્સ બેનર સાવ નકામા બની જાય છે અને કચરામાં જાય છે. પછી તે ભલે તેમાં મુખ્યમંત્રીના ફોટો કેમ ના હોય આ બેનરના પ્લાસ્ટિક ઝુંપડાવાસી માટે તો દિવાલ કે પડદાની ગરજ સારે છે. આ પરિવારને પણ બેનર ગમે તેનું હોય તેનાથી કોઈપણ ફેર પડતો નથી, બસ તેમને છાંયડાથી મતલબ છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક વિસ્તારમાં આ પ્રકારની વાસ્તવિકતા નજરે ચડી હતી જેને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. (તસવીર : કલ્પેશ ભટ્ટ – ગાંધીનગર)

 

Advertisements


ગુજરાતની જમિયતપૂરા ગામની સરકારી શાળા રાજ્યની મોડલ શાળા છે,

Gandhinagar Government School

Gandhinagar Government School

રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ માટે છેલ્લા ઘણા સમયથી બાળકોના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેમકે ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, સર્વ શિક્ષા અભિયાન વગેરે. આ બધા કાર્યક્રમોનો ઉદ્દેશ માત્ર એક છે કે બાળકોનો નિરંતર વિકાસ. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં બાળકોને ટેકનોલોજીથી જ શિક્ષણ અપાય અને બાળકો નાનપણથી જ ટેકનોસાવી બને એવા ઉદ્દેશથી ગામના જ એક માણસ દ્વારા આખી સ્કૂલને અધત્તન ટેકનોલોજીથી સજ્જ કરી દેવાય અને એ પણ ગામલોકોના સહયોગથી તો..!!  જ્યાં બાળકો કમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરતા હોય, બાળકો જ પરીક્ષાના પેપર તપાસતા હોય, અને જો શિક્ષક ના હોય તો ટેકનોલોજીના ઉપયોગથી પહેલા ધોરણના બાળકો પણ અન્ય વર્ગમાં ભણાવે એવી સંપૂર્ણ ફિલ્મી લાગે એવી આ કહાની ગુજરાતના પાટનગરથી એકદમ નજીકની શાળામાં સાર્થક થઈ છે. ગાંધીનગરથી નજીક આવેલા જમિયતપૂરા ગામની શાળા રાજ્યની તો મોડલ શાળા છે, પરંતુ દેશની પણ પ્રથમ અને એકમાત્ર મોડલ સ્કૂલ છે એવું આ શાળાને રાજ્ય અને દેશ સમક્ષ મોડલ સ્કૂલ તરીકે મુકનાર ગોવિંદભાઈ પટેલનું માનવું છે.

આ શાળામાં  વાઈ-ફાઈ દ્વારા કોઈ પણ બાળક પોતાના લેપટોપ, ટેબલેટ કે મોબાઈલથી પોતાની જાતે કોઈ પણ એકમ ભણી શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા લોકોને સરકારી શાળાઓમાં દાન કરવા પ્રેરી ગામડાની સરકારી શાળાઓને અધ્યતન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આખી શાળામાં માત્ર એકજ કમ્પ્યુટરનો ઉપયોગ કરી થીન ક્લાયંટ ટેક્નોલૉજી દ્વારા ઓછા ખર્ચે અને ઓછામાં ઓછો જાળવણી ખર્ચ આવે તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. શાળામાં એક અદ્યતન કમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે જેમાં ૧૨ થીન ક્લાયંટ લગાવી તેને લોકલ એરીયા નેટવર્કથી સરવર સાથે જોડવામાં આવ્યા છે.  શાળાના તમામ વર્ગોમાં ૪૨ ઈન્ચના LCD લગાવવામાં આવ્યા છે અને તેને થીન ક્લાયંટ દ્વારા લોકલ એરીયા નેટવર્કથી સરવર સાથે જોડવામાં આવ્યા છે. સર્વરમાં ગુરૂજી ઑનલાઈન સોફ્ટ્વેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અને તેમાં દરેક ધોરણનું ગુણવત્તાસભર અને રસપ્રદ શૈક્ષણિક સાહિત્ય મૂકી, શિક્ષકો પોતાના વર્ગખંડમાં જ બાળકોને જુદા-જુદા વિષયોનું વાંચન સાહિત્ય, આકૃતિ, ફોટોગ્રાફ, શ્રાવ્ય સાહિત્ય અને દ્રશ્ય-શ્રાવ્ય સાહિત્ય સરળતા થી બતાવી જેતે એકમનું ઉંડાણ પૂર્વકનું જ્ઞાન આપી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. શિક્ષક વર્ગખંડમાં કોઈ પણ એકમનું જુદા જુદા ચાર પ્રકારના પ્રશ્નો દ્વારા વારંવાર પુનરાવર્તન કરાવી પોતાના બાળકોને હાજર-જવાબી બનાવી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આનંદીબેને મુખ્યમંત્રી બન્યા બાદ સૌથી પ્રથમ મુલાકાત આ મોડલ સ્કૂલની લીધી હતી. આનંદીબેન પટેલે ” સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ ” ની મુલાકાત લઈ આ પ્રોજેક્ટ રાજ્યની વધુમાં વધુ શાળાઓમાં શરૂ કરવાનો આદેશ કરી આ અનુકરણીય કાર્ય માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ શાળાને રાજ્યની મોડલ સ્કૂલ તરીકે અપનાવીને આખા રાજ્યમાં આવી શાળાઓ સ્થાપવાનો અનુરોધ કર્યો હતો.જેમાં આ શાળાને મોડલ તરીકે અપનાવીને વિદ્યાર્થીઓને અધત્તન ટેકનોલોજીથી ગુણવત્તા લાવવાની વાત કરી હતી.


ગાંધીનગર ની આ ગુજરાતણે એરફોર્સની મહિલા પાંખનું નેતૃત્વ કર્યું

Sneha Shekhavat - Gandhinagar

Sneha Shekhavat – Gandhinagar

અમદાવાદ : રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હાજરીના કારણે દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઐતિહાસિક બની રહી હતી. અતિથી ઓબામાની ઉપસ્થિતિમાં યોજાયેલ એરફોર્સની પરેડની એક એવી ક્ષણ જે ગુજરાતીઓ માટે ઐતિહાસિક બની રહી હતી. વાયુસેનાની પરેડ દરમિયાન જ્યારે મહિલા પાંખની ટુકડી શિસ્તબદ્ધ પરેડ કરતી પસાર થઇ ત્યારે ખુદ વડાપ્રધાન મોદીની પણ છાતી એક ગુજરાતી તરીકે ગજ ગજ ફૂલી,. કારણ હતું કે, એરફોર્સની એ મહિલા પાંખનું નેતૃત્વ કરી રહી હતી એક ગૌરવવંતી ગુજરાતણ, આ ગુજરાતણ છે ગાંધીનગરની દિકરી સ્નેહા શેખાવત. ક્ષત્રિય સમાજમાંથી આવતા એરફોર્સનાં ફલાઇટ લેફ્ટનન્ટ સ્નેહા શેખાવતનાં પિતાનો પરીવાર મુળ રાજસ્થાન સિકર જિલ્લાનાં હરીદાસ ગામનો વતની છે. પિતા મહાવિરસિંહ શેખાવત સચિવાલયનાં સંવર્ગનાં અધિકાર તરીકે રહ્યા બાદ રાજયપાલનાં ૧૦ વર્ષ સુધી ઉપસચિવ રહ્યા બાદ વર્ષ  ૨૦૧૩  માં નિવૃત થયા છે.  નાનપણમાં જ સ્નેહાએ ૧૫ જેટલા કેમ્પ કર્યા હતા. પોતાનાં ક્ષાત્ર ધર્મ તથા દેશપ્રેમથી તેણીએ એરફોર્સનાં પાઇલોટ બનવાની મનોમન નક્કી કરી લીધું હતું. સ્નેહાએ ધાર્યુ હોત તો પ્રોફેસનલ પાઇલટ પણ બની શકી હોત. પરંતુ દેશ સેવાની તેણીની ધગસ તેણીને આટલા ઉંચા મુકામ સુધી લઇ ગઇ. ગાંધીનગરની રહેવાસી  સ્નેહા શેખાવતે આ પહેલા પણ  ૨૦૧૨ ની પરેડમાં એરફોર્સની ૧૪૪  પુરુષો અને ૪  મહિલાઓના સંયુક્ત દળનું નેતૃત્વ કરીને ભારતના ઈતિહાસમાં સ્વાતંત્રય  દિનની પરેડમાં સરંક્ષણ દળનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. સ્નેહા શેખાવત હાલ વડોદરા એરફોર્સમાં ફરજ બજાવે છે. સ્નેહાનાં પતિ સૌરભસિંહ પણ વડોદરા ખાતે એરફોર્સમાં જ સ્કોડ્રન લીડરનાં પદે નિયુક્ત છે. સ્નેહાનાં પિતા મહાવીરસિંહ, માતા જાગૃતિબા તથા ભાઇ અજીતસિંહ (સીએ) સહિતનો પરીવાર ગાંધીનગરના રાયસણ પાસે રહે છે. દેશદાઝની પ્રબળ ભાવના સાથે પ્રગતિના પંથો સર કરનાર સ્નેહાએ અત્યારસુધીમાં અનેક મેડેલો પણ જીત્યા છે. પરંતુ સ્નેહાની આ સિધ્ધિએ તેની સાથે જ ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું હતું. ગુજરાતની દિકરી વિશ્વના બે શક્તિશાળી નેતાઓ સામે એરફોર્સની મહિલા પાંખનુ નેતૃત્વ કરતી જોવા મળી હતી. તેમજ ગુજરાતીઓ માટે આ ક્ષણ ઇતિહાસના પાને કંડેરાઇ ગઇ હતી.


Shri Dilip J. Shahi (Police Inspector)

Shree Dilip J. Shahi - Police Inspector - Gujarat

Shree Dilip J. Shahi – Police Inspector – Gujarat

Shree Dilip J. Shahi has been working as a Police Sub Inspector (Wireless) in Gujarat Police since 1983. He took the training of Diploma in Hardware in Computer from private institute. Because of additional skill and experience he has to perform his duty in the computer sections of the Police Department. He performed his duties in Police Department – Gandhinagar . Now-a-days he performs his remarkable duty in various offices of the police dept. He helps to solve the technical problems of the department. At last he retired from SCRB Gandhinagar in December 2016 as a police inspector. Now he is retire and associated with many Social, Educational and Technical activities