ATUL N. CHOTAI

a writer – since 2014


દક્ષિણ પશ્ચિમી મોન્સૂનનું દેશમાં આગમન આ રીતે થાય છે

monson

monson

મોન્સુન શબ્દની ઉત્પતી અરબી શબ્દ મોસિન પરથી થઇ છે. જેનો અર્થ મૌસમ થાય છે. જો કે સામાન્ય રીતે ચોમાસાના આગમનને મોન્સુન કહેવાનું પ્રચલિત થયું છે. જો કે દેશના અર્થતંત્રથી માંડીને જીવ માત્રને જીવાડનાર મોન્સુનનું ભારતમાં આગમન જાણવું એટલું જ રસપ્રદ છે. પૃથ્વી સુર્યની આસપાસ ફરતી હોવાના કારણે તેનો કેટલોક ભાગ અમુક સમય માટે સુર્યથી દૂર જતો રહે છે. જેને સુર્યનું ઉતરાયણ અને દક્ષિણાયન કહેવામાં આવે છે. પૃથ્વી પર બે કાલ્પનિક રેખાઓ કર્કવૃત અને મકરવૃત છે. સુર્ય ઉતરાયન વખતે કર્ક વૃત અને દક્ષિણાયન સમયે મકર વૃત રેખા પર હોય છે. પૃથ્વી પરના આ ફેરફારના કારણે જ શિયાળો અને ઉનાળાનો અનુભવ થાય છે. ઉનાળાનો સમય માર્ચથી જુન જયારે જુન થી સપ્ટેમ્બર સુધીનો સમય વરસાદનો છે.મોસમમાં આવતા પરિવર્તન મુજબ હવા પણ બદલાતી રહે છે. જયા વધારે ગરમી પડે છે ત્યાં હવા ગરમ થઇને ઉપર જાય છે. આથી સમ્રગ વિસ્તારમાં હવાનું લો પ્રેશર ઉભું થાય છે. આથી હવાના આ ખાલિપાને ભરવા માટે ભારે દબાણવાળી ઠંડી હવા ધસી આવે છે. આ ઠંડી હવા દરિયામાંથી પસાર થઇને આવેલી હોવાથી તે ભેજવાળી હોય છે જે વરસાદ લાવે છે. શિયાળામાં સૂકી હવા જમીનથી દરિયા તરફ વહેતી હોવાથી ઠંડી પડે છે. ઉનાળામાં ૨૪ માર્ચથી સુર્ય ઉતરાયણ થઇને ૨૧ જુનના રોજ કર્કવૃત રેખા પર આવે છે આથી મધ્ય એશિયાનો ભાગ ખૂબજ ગરમ થાય છે. આથી હવા ગરમ થઇને આકાશમાં જે વરસાદ સ્વરૃપે જમીન પર આવે છે. વિષુવવૃતને પાર કરીને પૃથ્વીની ગતિના કારણે ડાબી બાજુ ઝુકતી હવા ભારત, બર્મા, દક્ષિણ પુર્વી એશિયા, ઉતરી ઓસ્ટ્રેલિયા, પશ્ચિમ આફિકાના ગીનીના દરિયાકાંઠા તથા કોલંબિયાના પ્રશાંત મહાસાગર તટ સુધી મોન્સૂન લાવે છે. ૨૩ સપ્ટેમ્બર પછી સુર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરતો હોવાથી મોન્સૂન પ્રદેશોમાં હવાનું દબાણ વધી જાય છે. આ હવા ઠંડી હોવાથી ઉતર પૂર્વી પવનો શિયાળો લાવે છે. કાતિલ ઠંડી આપતા આ પવનો જે દરિયા તરફ પાછા ફરે છે. ભારતમાં વિશાળ હિમાલય પર્વતની શ્રેણીના કારણે આ ઠંડા પવનો ભારતમાં પ્રવેશી શકતા નથી. જયારે આ હવા બંગાળની ખાડી પાર કરે ત્યારે ભેજવાળી બનતી હોવાથી તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં શિયાળામાં વરસાદ પડે છે જેને લોકો ચોમાસુ પાછુ ફર્યુ એમ પણ કહે છે.


ગુજરાતમાં ૩ રાજકોટ અને ૩ વડોદરા આવેલા છે

આપણુ ગુજરાત ગૌરવવંતુ ગુજરાત, રંગીલુ અને અન્‍ય રાજ્‍યોથી અલગ જ ભાત પાડનારૂ રાજ્‍ય છે. ગરવા ગુજરાતની છાપ કાંઈક અલગ પ્રકારની છે ત્‍યારે ઘણા લોકો એ નહી જાણતા હોય કે ગુજરાતમાં વિદેશી નામો ઉપરાંત ભૂત -પ્રેત, ફળો, અટક, જીવ -જંતુ, ફરસાણ તથા મીઠાઈઓના નામના ગામડાઓ પણ આવેલા છે. આ ઉપરાંત રાજ્‍યમાં ત્રણ ત્રણ રાજકોટ અને ત્રણ ત્રણ વડોદરા પણ આવેલા છે. રાજ્‍યમાં ઈલાહાબાદ, સિંગાપોર, અજમેર, મણીપુર ઉપરાંત કેનેડા, ઈટાલી, કિસ્‍તોનીયા જેવા નામના પણ ગામડાઓ આવેલા છે તો બીજી તરફ શાહ, ડાભી, રાવલ જેવી જાણીતી અટકોના નામના પણ ગામડાઓ છે. આ ઉપરાંત માત્ર એક અક્ષર ધરાવતા પણ ગામડાઓ જેવા કે પે, મે, પા નામ ધરાવતા પણ ગામડાઓ આવેલા છે.

વિદેશી નામો ધરાવતા ગામડાઓ જોઈએ તો આહવામાં ગોલાસ્‍ટા, સુત્રાપાડામાં બોસન, દેત્રોજમાં બોસ્‍કા, માંગરોળમા ઈન્‍ટરપુર, ડેડીયાપાળામાં નિવાલ્‍દા, મેડયુસણ, માંડલમાં ટેન્‍ટ, જંબુસરમાં વ્‍હેલમ, રાજુલામાં વિકટર, વાગરામાં ગ્‍લેન્‍ડા, દાહોદમાં ફિલેન્‍ડગંજ, કપરાડામાં કિસ્‍તોનીયા, વાંકાનેરમાં એનાન્‍સડી, જસદણમાં કાન્‍સલોલીયા, રાજકોટમાં હલેન્‍ડા અને લીમખેડામા સિંગાપુર નામનુ ગામ આવેલ છે. અન્‍ય રાજ્‍યો કે રાજ્‍યોના મુખ્‍ય શહેરો જેવા નામો જોઈએ તો વ્‍યારામાં મીરપુર, કડી-સાણંદમાં મણીપુર, રાધનપુરમાં ઈલ્‍હાબાદ, જસદણમાં અજમેર, પોરબંદરમાં શ્રીનગર, કેશોદમાં ચાંદીગઢ, પાલીતાણામાં ડુંગરપુર, રાધનપુરમાં કોલ્‍હાપુર, કલોલમાં ઉસ્‍માનાબાદ, જગડીયામાં ઈન્‍દોર, કેશોદમાં જોનપુર, માંડવી-મહુવામાં પૂના, હિંમતનગરમાં રામપુર, વિસાવદર-જામકંડોરણામાં દાદર, જાંબુઘોડામા મલબાર તથા ગોંડલમાં બાંદરા ગામ આવેલ છે.

ભૂત પ્રેત અને પશુઓના નામવાળા ગામડાઓ જોઈએ તો વાલીયામાં ભેંસખેતર, વિસાવદરમાં ભૂતડી, માંડવી-પાવી જેતપુરમાં ચૂડેલ, ડાંગ સોનગઢમાં ડોન, તાલાલામાં ગંગાજળ, નિજરમાં અક્કલઉતાર, માંડવીમા ખતરાદેવી વિગેરે આવેલ છે. ફળ-ઝાડના નામોમાં જાંબુડી, જંગલીબેર (ચોરડી) નામના આઠ ગામ છે. ઈમલી, પીપળ જેવા છ ગામો છે. જાંબુન નામના પણ છ ગામ છે. ગુંદા-ગુંદી નામના પાંચ ગામો છે. ચાર પીપરડી છે. વડના નામના ચાર ગામ છે. ખજુર કે ખજુરડા નામના ત્રણ ગામો છે. મોગરા નામના ૨ ગામ છે. બબૂલ (બાવળ)ના નામે કે કેલકીના નામના ગામો છે.

રાજ્‍યમાં ગોધરામાં ભાલોડીયા, પોરબંદરમા બોરીયા, લખતરમાં ભલાણા, માંગરોળમાં શાહ, જંબુસરમા ગજેરા, ભાણવડ-વિસાવદરમા ઢેબર, પાટણમાં વાઘેલા, સંખેડામાં કાપડીયા, સાયલામાં નિનામા, જામનગરમાં ચાવડા, આહવામાં શિંગાળા, કલ્‍યાણપુરમાં રાવલ, ધાનેરામાં મેવાળા અને તિલકવાડામાં વોરા અટકધારી ગામ છે. ખેડબ્રહ્મામાં મેઢક (દેડકા), જલાલપુરમાં એર, પાલીતાણામાં ભેડ, બાબરામાં ચીંટી, હળવદમાં કીડી, મૂળીમાં મુર્ગા, ઉના-જાલોદમાં પરીંદા, સાગબારામાં પાડી, સંતરામપુરમાં વાઘણ, જલાલપુરમાં જેલમૂર્ગી, બિલાડી, આહવામાં બાજ, ખેડબ્રહ્મામા બીચ્‍છુ, કવાટમાં ચીંટા વિગેરે ગામો છે.

ગુજરાતમાં ત્રણ રાજકોટ અને ત્રણ વડોદરા છે જેમા લુણાવાડા અને ગાંધીનગરમા વડોદરા છે. દાંતીવાડામાં રાજકોટ છે. જામજોધપુરમાં પાટણ છે. પડધરીમાં અમરેલી છે. ઈડર અને કાંકરેજમાં ભાવનગર, જંબુસરમાં નડીયાદ ગામો છે. રાજ્‍યમાં ૫૫ નવાગામ, ૩૯ રામપુરા, ૩૬ કોટડા, ૨૯ બાવળી, ૨૯ પીપળીયા, ૨૮ વાસણા, ૨૫ વિરપુર, ૨૫ હરીપુર, ૨૪ રાજપુર, ૨૨ હડમતીયા, ૨૧ લાલપુર, ૧૯ રતનપર, ૧૯ રામપરા, ૧૯ સમઢીયાળી કે સમઢીયાળા અને ૧૯ રામપુર છે.


ગુજરાત રાજયની રાજકીય તવારીખ

આલેખન:-  ડી. પી. નાકરાણી (માહિતી બ્યુરો – રાજકોટ)

૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થઇ ત્યારથી ગુજરાતની રાજકીય તવારીખ જોઇએ તો કુલ – ૨૪ રાજય પાલ, ૨૮ મુખ્યમંત્રીશ્રી તેમજ ૧૯ વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ રહી ચુકયા છે.

રાજયપાલશ્રીઓ.

(૧) શ્રી મહેદી નવાઝ જંગ-૧-૫-૬૦ થી ૩૧-૭-૬૫ સુધી (૨) શ્રી નિત્યાનંદ કાંનૂનગો ૧-૮-૬૫ થી ૬-૧૨-૬૭ (૩) શ્રી પી. એન. ભગવતી ૭-૧૨-૬૭ થી ૨૫-૧૨-૬૭ (કાર્યકારી) (૪) શ્રી મન્નારાયણ ૨૬-૧૨-૬૭ થી ૧૬-૩-૭૩ (૫) શ્રીપી. એન. ભગવતી (કાર્યકારી) ૧૭-૩-૭૩ થી ૩-૪-૭૩ (૬) શ્રી કે. કે. વિશ્વનાથન ૪-૪-૭૩ થી ૧૩-૮-૭૮ (૭) શ્રીમતી શારદા મુખરજી ૧૪/૮/૭૮ થી ૫/૮/૮૩ (૮) પ્રો.કે. એમ. ચાંડી ૬/૮/૮૩ થી ૨૫/૪/૮૪ (૯) શ્રી બી. કે. નહેરૂ ૨૬/૪/૮૪ થી ૨૫/૨/૮૬ (૧૦) શ્રી આર. કે. ત્રિવેદી ૨૬/૨/૮૬ થી ૨/૫/૯૦ (૧૧) શ્રી મહિપાલસિંહ શાસ્ત્રી ૨/૫/૯૦ થી ૨૦/૧૨/૯૦ (૧૨) ર્ડો. સ્વરૂપસિંહ ૨૧/૧૨/૯૦ થી ૩૦/૬/૯૫ (૧૩) શ્રીનરેશચંદ્ર સક્સેના ૧/૭/૯૫ થી ૨૯/૨/૯૬ (૧૪) શ્રી કૃષ્ણપાલ સિંધ ૧/૩/૯૬ થી ૨૪/૪/૯૮ (૧૫) શ્રીઅંશુમાન સિંધ ૨૫/૪/૯૮ થી ૧૫/૧/૯૯(૧૬) શ્રી કે. જી. બાલકૃષ્ણન (કાર્યકારી) ૧૬/૧/૯૯ થી ૧૭/૩/૯૯ (૧૭) શ્રી સુંદરસિંહ ભંડારી ૧૮/૩/૯૯ થી ૬/૫/૨૦૦૩ (૧૮) શ્રી કૈલાસપતિ મિશ્રા ૭/૫/૦૩ થી ૨/૭/૨૦૦૪ (૧૯) શ્રી બલરામ જાખડ (કાર્યકારી) ૩/૭/૦૪ થી ૨૩/૭/૨૦૦૪ (૨૦) શ્રી નવલકિશોર શર્મા ૨૪/૭/૦૪ થી ૨૯/૭/૨૦૦૯ (૨૧) શ્રી એસ. સી. ઝમીર (કાર્યકારી) ૩૦/૭/૦૯ થી ૨૬/૧૧/૨૦૦૯ (૨૨) ર્ડો. શ્રીમતી કમલાજી ૨૭/૧૧/૦૯ થી ૭/૭/૨૦૧૪ (૨૩) શ્રીમતી માર્ગારેટ આલ્વા (કાર્યકારી) ૭/૭/૧૪ થી ૧૬/૭/૨૦૧૪ (૨૪) શ્રી ઓમપ્રકાશ કોહલીજી ૧૬/૭/૧૪ થી …

મુખ્યમંત્રીશ્રીઓ

(૧) ર્ડો. જીવરાજ મહેતા ૧/૫/૬૦ થી ૧૮/૯/૬૩ (૨) શ્રી બળવંતરાય મહેતા ૧૯/૯/૬૩ થી ૨૦/૯/૬૫ (૩) શ્રી હિતેન્દ્ર દેસાઇ ૨૦/૯/૬૫ થી ૧૨/૫/૭૧ રાષ્ટ્રપતિ શાસન ૧૨/૫/૭૧ થી ૧૭/૩/૭૨ (૫) શ્રી ઘનશ્યામ ઓઝા ૧૭/૩/૭૨ થી ૧૭/૭/૭૩ (૬) શ્રી ચીમનભાઇ પટેલ ૧૮/૭/૭૩ થી ૯/૨/૭૪ (૭) રાષ્ટ્રપતિ શાસન ૯/૨/૭૪ થી ૧૮/૬/૭૫ (૮) શ્રી બાબુભાઇ પટેલ ૧૮/૬/૭૫ થી ૧૨/૩/૭૬ (૯) રાષ્ટ્રપતિ શાસન ૧૨/૩/૭૬ થી ૨૪/૧૨/૭૬ (૧૦) શ્રી માધવસિંહ સોલંકી ૨૪/૧૨/૭૬ થી ૧૦/૪/૭૭ (૧૧) શ્રી બાબુભાઇ પટેલ ૧૧/૪/૭૭ થી ૧૭/૨/૮૦ (૧૨) રાષ્ટ્રપતિ શાસન ૧૭/૨/૮૦ થી ૬/૬/૮૦ (૧૩) શ્રી માધવસિંહ સોલંકી ૭/૬/૮૦ થી ૬/૭/૮૫ (૧૪) અમરસિંહ ચૌધરી ૬/૭/૮૫ થી ૯/૧૨/૮૯ (૧૫) શ્રી માધવસિંહ સોલંકી ૧૦/૧૨/૮૯ થી ૪/૩/૯૦ (૧૬) શ્રી ચીમનભાઇ પટેલ ૪/૩/૯૦ થી ૧૭/૨/૯૪ (૧૭) શ્રી છબીલદાસ મહેતા ૧૭/૨/૯૪ થી ૧૪/૩/૯૫ (૧૮) શ્રી કેશુભાઇ પટેલ ૧૪/૩/૯૫ થી ૨૧/૧૦/૯૫ (૧૯) શ્રી સુરેશચંદ્ર પટેલ ૨૧/૧૦/૯૫ થી ૧૯/૯/૯૬ (૨૦) રાષ્ટ્રપતિ શાસન ૧૯/૯/૯૬ થી ૨૩/૧૦/૯૬ (૨૧) શ્રી શંકરસિંહ વાધેલા ૨૩/૧૦/૯૬ થી ૨૭/૧૦/૯૭ (૨૨) શ્રી દિલીપભાઇ પરીખ ૨૮/૧૦/૯૭ થી ૪/૩/૯૮ (૨૩) શ્રી કેશુભાઇ પટેલ ૪/૩/૯૮ થી ૭/૧૦/૨૦૦૧ (૨૪) શ્રી નરેન્દ્રભાઇ મોદી ૭/૧૦/૦૧ થી ૨૧/૧૨/૨૦૦૨ (૨૫) શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૨/૧૨/૦૨ થી ૨૪/૧૨/૨૦૦૭ (૨૬) શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૫/૧૨/૦૭ થી ૨૬/૧૨/૨૦૧૨ (૨૭) શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૬/૧૨/૧૨ થી ૨૧/૫/૨૦૧૪ (૨૮) શ્રીમતી આનંદીબેન પટેલ ૨૨/૫/૧૪ થી…..

વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ

(૧) શ્રી કલ્યાણજી મહેતા ૧/૫/૬૦ થી ૧૯/૮/૬૦ (૨) શ્રી માનસિંહ રાણા ૧૮/૮/૬૦ થી ૧૯/૩/૬૨ (૩) શ્રી ફતેહઅલી પાલેજવાળા ૧૯/૩/૬૨ થી ૧૭/૩/૬૭ (૪) રાધવજી લેઉઆ ૧૭/૩/૬૭ થી ૨૮/૬/૭૫ (૫) શ્રી કુંદનલાલ ધોળકીયા ૨૮/૬/૭૫ થી ૨૮/૩/૭૭ અને ૨૧/૪/૭૭ થી ૨૦/૬/૮૦ (૬) શ્રી નટવરલાલ શાહ ૨૦/૬/૮૦ થી ૮/૧/૯૦ (૭) શ્રી બરજોરજી પારડીવાલા ૧૯/૧/૯૦ થી ૧૬/૩/૯૦ (૮) શ્રી શશીકાંત લાખાણી ૧૬/૩/૯૦ થી ૧૨/૧૧/૯૦ (૯) શ્રી હિમતલાલ મુલાણી ૧૧/૨/૯૧ થી ૨૧/૩/૯૫  (૧૦) શ્રી હરિશચંદ્ર પટેલ ૨૧/૩/૯૫ થી ૧૬/૯/૯૬ (૧૧) શ્રી ગુમાનસિંહ વાધેલા ૨૯/૧૦/૯૬ થી ૧૯/૩/૯૮ (૧૨) શ્રી ધીરૂભાઇ શાહ ૧૯/૩/૯૮ થી ૨૭/૧૨/૨૦૦૨ (૧૩) પ્રો. મંગળભાઇ પટેલ ૨૭/૧૨/૨૦૦૨ થી ૧૭/૧/૨૦૦૮ (૧૪) શ્રી અશોકભાઇ ભટ્ટ ૧૮/૧/૨૦૦૮ થી ૨૯/૯/૨૦૧૦ (૧૫) પ્રો. મંગળભાઇ પટેલ (કાર્યકારી) ૩૦/૯/૨૦૧૦ થી ૨૪/૨/૨૦૧૧ (૧૬) શ્રી ગણપતસિંહ વસાવા ૨૪/૨/૨૦૧૧ થી ૨૬/૧૨/૨૦૧૨ (૧૭) શ્રી વજુભાઇ વાળા ૨૬/૧૨/૨૦૧૨ થી ૩૦/૮/૨૦૧૪ (૧૮) શ્રી મંગુભાઇ પટેલ (કાર્યકારી) ૩૦/૮/૨૦૧૪ થી ૧૦/૧૧/૨૦૧૪ (૧૯) શ્રી ગણપતસિંહ વસાવા ૧૦/૧૧/૨૦૧૪ થી …


ગુજરાત ની આ બાબતો તમે જાણો છો..??

પ્રથમ ગુજરાતી તરીકે જાણીતાં લોકો ની માહિતી

પ્રથમ ગુજરાતી મુદ્રક – ભીમજી પારેખ, સુરત ૧૬૭૪
પ્રથમ ગુજરાતી નાટકલેખક – પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
પ્રથમ ગુજરાતી મુદ્રણાલય સ્થાપક – દુર્ગારામ મહેતા ૧૮૪૨
પ્રથમ ગુજરાતી કવિ – દલપતરામ કવિ ૧૮૫૧
પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
પ્રથમ ગુજરાતી નવલકથાકાર – નંદશંકર મહેતા ૧૮૬૮
પ્રથમ ગુજરાતી કોશકાર – નર્મદાશંકર દવે ૧૮૭૩
પ્રથમ ગુજરાતી નટી – રાધા અને સોના સુરત ૧૮૭૫
પ્રથમ ગુજરાતી બિ્રટિશ સાંસદના સભ્ય – દાદાભાઇ નવરોજી ૧૮૯૧
પ્રથમ ગુજરાતી ટેસ્ટ ક્રિકેટ ખેલાડી – રણજિતસિંહજી ૧૮૯૫
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
પ્રથમ ગુજરાતી રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
પ્રથમ ગુજરાતી બંધારણ સભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૪૬
પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ ૧૯૪૭
પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણિયા ૧૯૪૭
પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૫૨
પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ -રાજેન્દ્રસિંહજી ૧૯૫૩
પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન – ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્ત કરનાર – શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ ૧૯૭૪
પ્રથમ ગુજરાતી કોસ્ટ એકાઉન્ટન્ટ – દર્શના પટેલ ૧૯૭૫
પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર – ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
પ્રથમ ગુજરાતી રાષ્ટ્રીય પ્રાધ્યાપક – સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
પ્રથમ ગુજરાતી લોકાયુકત – ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ – નાનાભાઇ હરિદાસ
પ્રથમ ગુજરાતી મહિલા મેયર – સુલોચના મોદી, મુંબઇ
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ
પ્રથમ ગુજરાતી મહિલા શૅરદલાલ – હીના વોરા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સત્રન્યાયાધીશ – સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી હિમાલયના કારયાત્રાના વિજેતા – જયંત શાહ

ગુજરાત માં સહુથી મોટી બાબતો ની માહિતી

ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વિસ્તારમાં) – કચ્છ ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો. કિમી.
ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વસ્તીમાં) – અમદાવાદ વસ્તી ૫૮,૦૮,૩૭૮
ગુજરાત માં સહુથી મોટો પુલ – ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું વિમાની મથક – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું શહેર (વસ્તી દૃષ્ટિએ) – અમદાવાદ (વસ્તી – ૩૫,૦૪,૮૬૦)
ગુજરાત માં સહુથી મોટું સરોવર – નળ સરોવર, ક્ષેત્રફળ ૧૮૬ ચો. કિમી
ગુજરાત માં સહુથી મોટું સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિક એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટું પુસ્તકાલય – સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટો દરિયાકિનારો – જામનગર જિલ્લામાં, લંબાઈ ૩૫૪ કિમી
ગુજરાત માં સહુથી લાંબી નદી – સાબરમતી, લંબાઈ ૩૨૦ કિમી
ગુજરાત માં સહુથી ઊંચુ પર્વત શિખર – ગોરખનાથ (દત્તાત્રેય) – ગિરનાર, ઉંચાઈ ૧,૧૧૭ મિટર
ગુજરાત માં સહુથી ઊંચો બંધ – સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર, ઉંચાઈ ૧૩૭.૧૬ મીટર
ગુજરાત માં સહુથી પહોળો પુલ – નહેરુ પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર, પહોળાઈ ૨૪ મીટર
ગુજરાત માં સહુથી સૌથી વધુ મંદિરોનું શહેર – પાલીતાણા (જિ. ભાવનગર), ૮૬૩ જૈન મંદિરો
ગુજરાત માં સહુથી મોટી પ્રકાશન સંસ્થા – નવનીત પબ્લિકેશન (ઇન્ડિયા) લિમિટેડ, અમદાવાદ.

(લોકોની જાણકારી માટે વિશ્વ ગુજરાતી વિકાસમાં થી સાભાર)