ATUL N. CHOTAI

a Writer


The most memorable meeting with Indian voice over artist Harishbhai Bhimani

Harish Bhimani

Harish Bhimani

Harishbhai Bhimani is a Gujarati person, native of kutch. We all know him as a voice of Time, of very famous serial Mahabharat. His voice as a Time is much loved by the people of India and abroad.

A memorable meeting with Harishbhai was transmitted on TV in Rajyasabha before some time. The video of this detailed meeting is available in three parts on you tube. The link is as below.

Part – 1

https://www.youtube.com/watch?v=Th_qBlweG2U


Part – 2

https://www.youtube.com/watch?v=cJwdaaxQNj0


Part – 3

https://www.youtube.com/watch?v=BHYLx-MQLbI

Advertisements


કોલકતામાં રહેતા મૂળ ગુજરાતી બિપીનભાઈ ગણાત્રા પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત થયા છે

bipin ganatra kolkata

bipin ganatra kolkata

સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ મૂળ ગુજરાતી બિપીનભાઈ ગણાત્રાને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા છે બિપીનભાઈ ના દાદા વેપાર ધંધા માટે ગુજરાતથી જઈ પશ્ચિમ બંગાળમાં વસ્યા હતા. જીવનની અનેક તડકી છાંયડી જોયેલા બિપીનભાઈ ગુજરાતી માધ્યમમાં છ ધોરણ સુધી ભણેલા છે અને ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બિપીનભાઈની નજર ટીવી પર આગને લગતાં સમાચારો પર જ હોય છે. જ્યારે તેમને કોલકતામાં આગના સમાચાર મળે એટલે તેઓ ફોન કરીને ત્યાં દોડી જાય છે. ઘણી વખત એવું બનેલું છે કે ફાયર ફાઈટર્સ પહોંચે તે પહેલાજ બિપીનભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હોય. પોતાના જીવનમાં બનેલી એક કરુણ ઘટનામાં સ્વજનને ન બચાવી શકવાની લાચારીએ બિપીનભાઈને અગ્નિરક્ષક બનાવા પ્રેરણા આપી હતી. વર્ષ ૧૯૯૪માં હાર્ટની બાયપાસ સર્જરી કરવી પડી છતાંય આગ સામે ઝઝૂમવાનું જોખમી કામ તેમણે ચાલુ જ રાખ્યું છે. અનેક વખત અગ્નિશમનની કામગીરી કરતી વખતે બિપીનભાઈને નાની મોટી ઈજાઓ થઈ છે અને દાઝ્યાં પણ છે છતાં પણ આવી ઘટનાઓ બિપીનભાઈનો જુસ્સો તોડી શકી નથી. સ્થાનિકોમાં બિપીનદા ના હુલામણા નામથી વિખ્યાત બિપીનભાઈ અપરિણીત છે. તેમણે સમગ્ર જીવન સેવાકાર્યોને સમર્પિત કરી દીધું છે. તેઓ કોલકતાના મોહમ્મદ અલી પાર્ક ફાયર સ્ટેશનની સામે નાનકડી ઓરડીમાં સરળ જીવન જીવે છે. બિપીનભાઈએ જણાવેલ કે કોઈપણ પ્રકારનું સેવાકાર્ય નાનું હોતું નથી આપણને જે માધ્યમ ઠીક લાગે તેના દ્વારા સેવા કરતા રહેવું જોઈએ મગજમાં નકારાત્મક વિચારો સ્થાન આપ્યા વગર થાય એટલું બીજાને ઉપયોગી અને મદદરૂપ થવાનો પ્રયાસ કરતા રહેવો જોઈએ બિપીનભાઈનું સેવાકાર્ય આપણા સહુ માટે પ્રેરણારૂપ છે.


બાળક મુળશંકરમાં થી મહર્ષિ દયાનંદ સરસ્વતી બનાવનારી પવિત્ર તપોભૂમિ એટલે મોરબી જિલ્લાનું ટંકારા ગામ

: સંકલન : :
જગદીશ ડી. ત્રિવેદી- સહાયક માહિતી નિયામક
પ્રાદેશિક માહિતી કચેરી, જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

Dayanand Sarashvati House - Tanakara

Dayanand Sarashvati House – Tanakara

મુળશંકર નામના તેજસ્વી યુવાનને મહર્ષિ દયાનંદ સરસ્વૂતી બનાવનારી ટંકારાની પવિત્ર તપોભુમિ આજે સમગ્ર વિશ્વને વેદો અને આર્યધર્મનો સંદેશો આપી રહી છે. એક સમયે જે સ્થળે રાજા અને રાણીના આનંદ પ્રમોદના સ્થળો હતા ત્યાંઆ આજે વિદ્યાર્થીઓ વેદોનું ગાન કરે છે. જયાં રાજવીના મનોરંજન માટેના નૃત્યો  થતા ત્યાં આજે હવનની પવિત્ર જવાળાઓ વચ્ચે મંત્રોચ્ચારનો ધ્વની ગુંજે છે.  ટંકારા સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ માત્ર સ્વાંમીજીના જન્મસ્થ્ળની સ્મૃતિઓ સાચવીને જ નથી બેઠું પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીની વેદો તરફ પાછા વળવાના સંદેશ, અધ્યાત્મ અને સેવાની સુવાસને વિશ્વભરમાં પ્રસરાવી રહ્યું છે. વેદોની પરંપરાની જાળવણી આજે સેવાના સ્વરૂપે વિશ્વભરમાં આ સંસ્થાના માધ્યમથી વિસ્તરી રહી છે. મોરબીથી ૨૨ કિ.મી અને રાજકોટથી માત્ર ૪૫ કિ.મી દુર આવેલું આ પવિત્ર સ્થળ ડેમી નદીના તટે સાત એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૧૯૫૯માં થઇ હતી. પોરબંદરના સખાવતી શેઠ નાનજી કાલીદાસ મહેતાએ ૧.પ0 લાખ રૂપિયાનું દાન આપ્યું અને મોરબી સ્ટેટ પાસેથી રાજા – રાણીનો આવાસ અને અન્ય પરિસર ખરીદાયા અને મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ બનાવ્યુ રાજાનું નિવાસસ્થાન આજે ડીસ્પેન્સરી અને ૧૦ હજારથી વધુ પુસ્તકો ધરાવતી વેદદર્શન, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, સ્મૃતિઓ, સંસ્કૃત સાહિત્ય , સંસ્કૃત વ્યાકરણના પુસ્તકોથી સમૃધ્ધ પુસ્તકાલયમાં તબદીલ થયું છે. અગાઉના રાણીવાસમાં હવે વિદ્યાર્થીઓનું છાત્રાલય છે જયારે નૃત્યશાળામાં યજ્ઞશાળા બનાવાઇ હતી જેના ચારે પ્રવેશદ્વારોને ચારે વેદોના નામો અપાયા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વરતી સ્માયક ટ્રસ્ટની મહાવિદ્યાલયમાં ધોરણ ૭ થી એમ.એ સુધીનો અભ્યાસક્રમ ચલાવાય છે. જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હાલમાં અહી ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વેદ આધારિત શિક્ષણ અને ૧૬ સંસ્કા્રોનું જ્ઞાન વિદ્યાર્થીઓને અપાય છે. યજ્ઞવિધિ,મંત્રોનું જ્ઞાન એ વિદ્યાર્થી જીવનનું અહી અભિન્ન અંગ છે. અહીંથી શિક્ષણ લઇને બહાર પડતો વિદ્યાર્થી અનુસ્નાતક કક્ષાની આચાર્યની પદવી પ્રાપ્ત  કરે છે. આ માટેની પરીક્ષા મહર્ષિ દયાનંદ વિશ્વ વિદ્યાલય રોહતક (હરિયાણા) દ્વારા લેવાય છે.  આ વિદ્યાલયમાં ગુજરાત સહિતના આશરે ૧૩ રાજયો, નેપાળ તથા મોરેશ્યસના બાળકો વેદજ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે. ગત વર્ષે મોરેશ્યસના બે વિદ્યાર્થીઓએ અહી પદવી પ્રાપ્ત કરી હતી. અહી પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે પણ સમૃધ્ધ પુસ્તકાલય હોવાથી વિદ્યાર્થીઓ આવે છે. આ વિદ્યાલયમાં ચોમાસા સિવાયના સમયમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિના સાન્નિ યે વૃક્ષો નીચે બેસી ગુરૂકુળ પરંપરાથી વેદોનું જ્ઞાન મેળવે છે.

આ સંસ્થાનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. આ પરિસરમાં ૧૦૦ જેટલા યાત્રિકોને એક સાથે સમાવી શકે તેવું સુંદર અતિથિગૃહ વિવિધ દાતાઓના સહયોગથી બનાવાયું છે જેમાં કેટલાક ઓરડાઓમાં રસોડાની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિશાળ ભોજનાલયમાં યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ થઇ શકે છે. ટ્રસ્ટના પરિસરથી નજીક આવેલું છે મહર્ષિ દયાનંદ સરસ્વાતીનું જન્માસ્થળ, મુળશંકરનો જન્મ થયો તે ઘર હવે ટ્રસ્ટના હસ્તક છે. જેને આધુનિક બનાવી ત્યાં મહર્ષિના જન્મ સ્થાન પર યજ્ઞવેદી અને વાસણોને સ્મૃરતિરૂપ રાખવામાં આવ્યા છે. આ ઘરમાં હાલ ટ્રસ્ટ  દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના ટંકારામા જન્મ થી માંડીને તેમની સમગ્ર જીવનયાત્રા અને મહાનિર્વાણ સુધીના સમયગાળાને સુંદર ચિત્રો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. અહી સ્વામીજી દ્વારા આર્ય ધર્મ અને વેદોના પ્રચાર અર્થે સમગ્ર આર્યવર્તમાં કરાયેલી યાત્રાનો સુંદર નકશો પ્રદર્શિત કરાયો છે. જબલપુરમાં ૧૮૭૪ ના વર્ષમાં આસી. કમિશ્નરશ્રી કૃષ્ણકુમારના ઘરે લેવાયેલી મહર્ષિની મૂળ તસવીર જેવી અલભ્ય તસવીર સહિતની સાત તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન ખંડમાં ચારે વેદોનો એક જ ગ્રંથમાં સમાવેશ થયો હોય તેવું પુસ્તક તથા મહર્ષિ દયાનંદ સરસ્વ્તીના હસ્તલિખિત પત્રોની પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરાયા છે.

મુળશંકરને જે શિવાલયમાં શિવલીંગ પર ઉંદરડા ફરતા જોઇ બોધ થયો હતો તે બોધશિવરાત્રી શિવમંદિર આજે પણ દર્શનાર્થે ખુલ્લુ઼ છે. આ મંદિર તેમના પિતાશ્રી કરસનભાઇએ બનાવ્યું  હતું. શ્રી કુબેરનાથ મહાદેવના આ મંદિરમાં નિયમીત પુજા અર્ચન થાય છે અને આ પવિત્ર સ્થળ બોધ શિવરાત્રી શિવમંદિર પરિસર તરીકે સુખ્યાત છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ટંકારામાં બોધમંદિર નજીક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓ માટે વિદ્યાલય પણ ચલાવાઇ રહ્યું છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રી સમયે ઋષિ બોધોત્સવ ઉજવાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ટંકારાને સમગ્ર વિશ્વમાં આર્યધર્મ અને વેદોનો પ્રચાર પ્રસાર કરી પવિત્ર તિર્થધામ બનાવનારા મહર્ષિ દયાનંદ સરસ્વતી, પૂર્વાશ્રમના મુળશંકર (મુળજી) નો જન્મ શ્રી કરસનભાઇ ત્રિવેદીના ઘરે માતા અમૃતબાઇની કુખે તા. ૨૪ – ૦૨- ૧૮૨૪ના રોજ થયો હતો. બાળપણથી જ આધ્યાત્મિિક સંસ્કારો ધરાવતા મૂળશંકરે ૨૧ વર્ષની વયે ટંકારા છોડયા બાદ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને વેદોનું જ્ઞાન મેળવી સત્યાર્થપ્રકાશ મહાગ્રંથની રચના કરી અને વિશ્વને વેદો તરફ વળવાનો સંદેશો આપ્યોે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું તા.૩૦ – ૧૦ – ૧૮૮૩ ના રોજ દિવાળીના સમયે દેહાવસાન થયું હતું


અમરેલીના સલડી ગામના યુવકે ૫૨૦ જેટલા પક્ષીઓનાં અવાજ રેકોર્ડ કર્યા છે

Viral Joshi - Amreli

Viral Joshi – Amreli

અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. પોતાના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ – ૨૦૧૫ થી સન્માન કરાયુ છે. નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા તેમ છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક સાવ સસ્તું ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું છે  વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ ૨૦૧૫’ મા ભારતમા સૌથી નાની ઉંમરના ૨૨ વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને યંગ નેચરાલીસ્ટ એવોર્ડ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે. ભારતમા અત્યાર સુધીમાં આશરે ૧૨૦૦ જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.


ગુજરાતી શોર્ટહેન્ડ લિપીની રચના સુરતના એક પારસીએ કરી હતી

નૌશીરવાન બાપુજી કરંજીયાએ ઇંગ્લીશ શોર્ટહેન્ડમાં લંડનની ઇન્સીટીટયુટમાંથી મેડલ મેળવ્યા બાદ માતૃભાષાનું શોર્ટહેન્ડ બનાવ્યું

Nausirvan Bapuji Karanjiya

Nausirvan Bapuji Karanjiya

સુરત:  હાલમાં નવી જનરેશન ખાસ કરીને ઇંગ્લીશ ભાષા શબ્દો શોર્ટમાં લખતી થઇ ગઇ છે. સોશિયલ મીડિયા તેમજ પર્સનલ મેસેજ ચેટમાં આ ટુંકા શબ્દોવાળી ભાષાનો ઉપયોગ થાય છે આ ભાષા અનઓફિશીયલી ‘નેટ લેંગ્વેજ’ તરીકે જાણીતી છે પણ સીધી સરળ ભાષાનું શોર્ટહેન્ડ નજર સામે હોય તો કરોળીયાનું જાળું વિખેરાઇ ગયેલું પડયું હોય તેમ લાગે છે  જ્યારે ઇન્ટરનેટ નહોતું, ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો ત્યારે શોર્ટહેન્ડની ડિમાન્ડ હતી અને ગુજરાતી શોર્ટહેન્ડની રચના તો સુરતના એક પારસીએ કરી હતી. નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી કે અન્ય રાજનેતા અથવા ધર્મગુરુઓના વ્યાખ્યાનોના શબ્દ – શબ્દ વાક્ય રચનાની ભૂલ વિના વર્તમાન પત્રો કે સામાયિકોમાં આપણે વાંચી શકીએ છીએ. જેનું કારણ ટેકનોલોજી છે. પ્રવચનના રેકોર્ડિંગ બાદ આખું પ્રવચન સાંભળી કે વાંચી શકાય છે. પરંતુ આજથી ત્રણ ચાર દાયકા અગાઉ જ્યારે રેકોર્ડીંગની સુવિધા ન હતી ત્યારે પણ રાજનેતાઓના પ્રવચનોનો સમગ્ર ચિતાર વર્તમાનપત્રોમાં અહેવાલરૃપે જોવા મળતો. જે માટે ખાસ બનાવાયેલી લિપીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે લિપી એટલે  શોર્ટહેન્ડ લિપી તેમાંયે ગુજરાતી શોર્ટહેન્ડનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. આ લિપીની રચના કરનાર સુરતના રહીશ હતા. વર્ણાક્ષરોને રેખા ચિહ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલી લિપીને શોર્ટહેન્ડ એટલે કે લઘુલિપી કહેવામાં આવે છે. સૌપ્રથમ ગુજરાતી શોર્ટહેેન્ડની રચના નૌશીરવાન બાપુજી કરંજીયાએ કરી હતી. તેમનો જન્મ ૧૮ – ૯ – ૧૯૧૨ના રોજ વલસાડમાં એક ગરીબ પરંતુ ઉમદા અને ખાનદાન દસ્તૂરજીને ત્યાં થયો હતો. તેમના પિતા બાપુજી કરંજીયા ખંભાતની અગિયારીના વડા ધર્મગુરુ હતા. તેઓ પાંચ ભાઇઓ હતા. ખંભાતમાં ધોરણ ૪ પછીનું શિક્ષણ ઉપલબ્ધ ન હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે નૌશીરભાઇ સુરત આવીને વસ્યા અને ઇ.સ. ૧૯૨૧માં ઓર્ફનેજ (અનાથાલય)માં દાખલ થયા. નૌશીરભાઇએ તેમના ગુરુ સાવકશા બહેરામજી અમરોલીયા પાસેથી શોર્ટહેન્ડની શ્રેષ્ઠ તાલીમ મેળવી હતી. શોર્ટહેન્ડ શિખવાની તેમની ધગશ એટલી બધી હતી કે, મોડીરાત સુધી કેરોસીનના દિવાના અજવાળામાં ભોજનાલયના ટેબલ પર બેસીને તેઓ અંગ્રેજી શોર્ટહેન્ડ લખતા હતા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે અંગ્રેજી શોર્ટહેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને લંડનની પીટ્સમેન ઇન્સ્ટીટયુટ તરફથી શોર્ટહેન્ડના વિષય માટે તેમને તામ્રચંદ્રકો (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત એનાયત થયા હતા. આઠ વર્ષ ઓર્ફનેજમાં રહીને શોર્ટહેન્ડ ટાઇપ રાઇટીંગ અને ટીચર્સ ડિપ્લોમાનો અભ્યાસ કરીને ૧૮ વર્ષની વયે તેમાં ખંભાત ગયા અને ત્યારબાદ ફરી ૧૯૪૦માં સુરત આવ્યા અને સુરત આવ્યા બાદ તેમણે ગુજરાતી શોર્ટહેન્ડના મુળાક્ષરો લખવાની શરૃઆત કરી હતી. સદ્ગત નૌશીરવાન કરરંજીયાના પુત્ર રોહિતભાઇ કહે છે કે, ”મારા પિતાજીએ સુરત આવ્યા પછી ગુજરાતી શોર્ટહેન્ડના સર્જન માટે ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. ૨૦મી જુને ૧૯૬૧ના દિવસે તેમણે ગુજરાતી શોર્ટહેન્ડ લખવાની શરૃઆત કરી હતી. જેમાં અમારા પરિવારના તમામ સભ્યોએ સહકાર આપ્યો હતો. મે તેમના બ્લોક માટેની ડિઝાઇન તૈયાર કરી અને ત્યારબાદ પુસ્તક તૈયાર થયું અને સરકારે ગુજરાતી લઘુલીપીને માન્યતા આપી હતી. જાતે આ લિપીની કરી હોવા છતાં આ લિપીને ”નૌશિરવાન લઘુલિપી” અથવા ”કરંજીયા લઘુલિપી” એવું નામ આપી શકાયું હોત. પણ પ્રભુની મહેરબાનીથી આ ભગીરથ કાર્ય પાર પડયું હોવાથી તેને ”મહેર લઘુલિપી” નામ આપવામાં આવ્યું અને આ રીતે ગુજરાતી શોર્ટહેન્ડની શરૃઆત થઇ હતી.


સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પ.પુ. શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) સાથે મુલાકાત

Meet Atul Chotai With Rameshbhai Oza

Meet Atul Chotai With Rameshbhai Oza ( Pujya Bhaishree)

ભણતર એટલે જીવન ઘડતર આ ઉક્તિને ખરા અર્થમાં સાકાર કરવા માટે આપણે એક સારા શિક્ષક અને સારા શિક્ષણની જરૂર પડે છે. આજના શિક્ષણનાં જમાનામાં સારું અને જરૂરી શિક્ષણ આપતી સંસ્થા બહુ જ જવલ્લે  હોય છે. આવી જ એક સંસ્થાનું નામ છે  સાંદીપની વિદ્યા નિકેતન.

મહાત્મા ગાંધી અને કૃષ્ણના પરમ મિત્ર સુદામા તથા અરબી સમુદ્રના રળીયામણે કિનારે વસેલું ગામ એટલે પોરબંદર અને આ ગામની ભાગોળે આ સંસ્થા આવેલી છે અને  સુદામા જે  ભગવાન કૃષ્ણના નિકટ મિત્ર  હતા તેમણેં તથા કૃષ્ણ સાંદિપની ઋષિ પાસેથી શિક્ષણ મેળવેલ હતું એટલે જ  કદાચ આ સંસ્થાનું નામ સાંદિપની વિદ્યા નિકેતન  રાખેલ હશે એવું માની શકાય..

સાંદિપની  વિદ્યા નિકેતનની શરૂઆત તારીખ ૬ ફેબ્રુઆરી ૧૯૯૨ ના રોજ કરવામાં આવી હતી. ભારતમાં શેક્ષણિક, આધ્યાત્મિક અને માનવીય પ્રવૃતિઓને આધાર આપવા એક સુવ્યવસ્થિત હેતુથી સાંદિપની વિદ્યા નિકેતનની સ્થાપના કરવામાં આવી છે. પૂ. ભાઈશ્રી એ વ્યકતિગત રસ લઈને આ સંસ્થાનો વિકાસ કર્યો છે. જ્ઞાનાથઁ પ્રવેશ, સેવાર્થ પ્રસ્થાન એ આ વિદ્યા નિકેતનનું મૂળસુત્ર છે. વિદ્યા નિકેતન એ ઋષિકુળની પરંપરા અનુસાર ચાલે છે. જેના વિદ્યાર્થીઓ ઋષિકુમાર તરીકે ઓળખાય છે. સાંદિપની વિદ્યા નિકેતનની મુખ્ય ઓફીસ પોરબંદર છે. આ સીવાય મુંબઈ અને દેશ વિદેશમાં પણ આ સંસ્થા કાર્યરત છે. ૧૯૯૧ માં ગુજરાત સરકાર દ્ધારા સાંદિપની  વિદ્યા નિકેતનને  ૧૫ એકર જેટલી જમીન પણ ફાળવવામાં આવેલ છે.

આ સાંદિપની  વિદ્યા નિકેતન પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા જે પૂ. ભાઈશ્રીના નામે ઓળખાય છે તેઓ ચલાવે છે. અને પૂ. ભાઈશ્રી સૌરાષ્ટ્રના દેવકા ગામના વતની છે. જેઓએ પ્રાથમિક શિક્ષણ રાજુલામાં લઈ ત્યાર પછીનું શિક્ષણ તથા કોલેજ મુંબઈમાં પૂર્ણ કરેલ છે. અને પૂ. ભાઈશ્રીના કાકા શ્રી જીવરાજભાઈ ઓઝા ખુબ જ પ્રખર વ્યાખાનકાર હતા તેમણે ભાઈશ્રીના વ્યકિતત્વમાં આધ્યાત્મિક બુદ્ધિમતાનો ચમકારો જોયો અને ભાઈશ્રીને પ્રોત્સાહિત કર્યા. ૧૩ વર્ષની નાની ઉમરે ભાઈશ્રીએ પ્રથમ વખત ભગવત કથાનું ગાન કર્યું અને તે પછી ૧૮ વર્ષની ઉમરે મુંબઈમાં અને તે પછી ભાઈશ્રીએ યુ.એસ.એસ., યુ.કે., કેનેડા, પોર્ટુગલ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ સહિત દેશ વિદેશમાં ભાગવત આખ્યાનો કરી ભાગવતાચાર્ય તરીકે લોકહદયમાં સ્થાન મેળવ્યું છે.

પૂ. ભાઈશ્રી શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી રામચરિત માનસ, શ્રીમદ ભગવત ગીતા અન્ય ભક્તિભાવપૂર્ણ કાવ્યો અને આધ્યાત્મિક લખાણો જેવા કે ઉપનિષદો અને સુભાષિતોમાંથી ઉદાહરણો ટાંકીને પોતાની આગવી શૈલીમાં એક આદર્શ જીવન કેમ જીવવું..?? ની સાથે આધ્યાત્મિક કાયદાઓની સમજણ આપીને સત્ય અને ધર્મનો માર્ગ ચિંધે છે. પૂ. ભાઈશ્રી પોતાના વ્યાખ્યાનમાં દ્વેત – દ્વૈતાદ્વૈત અને અદ્ધૈતની વિવિધ શાળાઓના તત્વજ્ઞાનની સાથે શ્રીમદ વલ્લભાચાર્ય અને આદિ શંકરાચાર્યજી ના શબ્દોને  ટાંકીને ખુબ જ સરળતાથી લોકોને સમજાવે છે.

સાંદિપની વિદ્યા નિકેતનની આધ્યાત્મિક ભૂમિમાં એક ખુબ જ સરસ હરિમંદિર આવેલું છે. જ્યાં દરરોજ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૧ વાગ્યે તેમજ સાંજે ૭ વાગ્યે એમ દરરોજ ત્રણ વખત આરતી થાય છે અને મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે બપોરે પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. દર વર્ષે નવરાત્રીમાં અહીં રામચરિત માનસ પઠન અનુષ્ઠાન થાય છે.અને આ પ્રસંગે ભાઈશ્રી ખુદ અહીં હાજર રહી આ અનુષ્ઠાન તથા રામચરિત માનસનું પઠન કરે છે.

રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ એ  વર્ષ ૨૦૧૧ ના દીપાવલી પર્વ નિમિતે  સુપ્રસિદ્ધ ભાગવતચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) ને રૂબરૂ મળી પ્રગતી તથા સફળતા માટે પૂ. ભાઈશ્રીના આશીવર્ચન મેળવ્યા હતા. પૂ. ભાઈશ્રીએ અતુલભાઈ ચોટાઈની કાર્યપદ્ધતિ ને બિરદાવી અને પ્રગતી કરવા માટે આશીવર્ચન આપેલ હતા. આ ઉમદા ક્ષણોને અમારા મીડિયા પરિવારના ફોટોગ્રાફર વિપુલભાઈ પડાળિયાએ પોતાના કચકડે કંડારી લીધી હતી. તથા આ મુલાકાત બાબતે સાંદિપની આશ્રમના શ્રી મનોજભાઈ મોઢા તથા આશાપુરા ડીવાઈન શોપના શ્રી હસમુખભાઈ થાનકીનો સંપૂર્ણ  સહયોગ અમને મળેલ હતો. સાંદિપની વિદ્યા નિકેતન વિષે વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

::સંપર્ક :: 
પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી) 
સાંદિપની વિદ્યા નિકેતન, મહર્ષિ સાંદિપની માર્ગ, 
પોરબંદર એરપોર્ટની સામે, છાંયા – પોરબંદર – ૩૬૦ ૫૭૮
મોબાઇલ : ૯૦૯૯૯ ૬૬૨૫૩ ઇ-મેઈલ : bsstpbr@sandipani.org
વેબસાઈટ  : www.sandipani.org


ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એક ખાસ મુલાકાત

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

Meet Atul Chotai With Bhikhudan Gadahvi

શબ્દની સાધના અને ચિંતનની આરાધના થકી સ્વરસિધ્ધિ પ્રાપ્ત કરીને લોકપ્રિયતાના ડુંગરા સર કરનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ ને વર્ષ ૨૦૧૩ ના દીપાવલીના પર્વ નિમિત્તે એક નાની એવી શુભેચ્છા મુલાકાત લેવાની ઉત્તમ તક મળી હતી.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી વિષે આપણે આછેરો પરિચય મેળવીએ તો તેમનો જન્મ જૂનાગઢ જીલ્લાના કુતિયાણા તાલુકાના ખીજ્દળ ગામે તા.૧૯-૦૯-૧૯૪૮ ના રોજ થયો અને તેમનુ મૂળ વતન જૂનાગઢ જીલ્લાના કેશોદ પાસેનું માણેકવાડા ગામ છે અને તેઓએ અભ્યાસમાં ઓલ્ડ એસ. એસ. સી પાસ કરેલ છે. તેઓ ખેતી કરવાનું પણ જાણે છે અને સાથે સાથે રેડીયો – ટીવી તેમજ જાહેર પ્રોગ્રામો દ્રારા ગુજરાતી લોકોના હદયના તેમણે એક અનેરૂં સ્થાન મેળવ્યું છે.

ભીખુદાનભાઈના જાહેર પ્રોગ્રામોની આજ સુધી ૪૫૦ જેટલી ઓડિયો સીડી તથા ગુજરાતી લોકસાહિત્યની તથા ગ્રામ્ય સંસ્કારનું જતન કરતી ઘણી વિડીયો કેસેટો પણ બહાર પાડેલ છે અને ભીખુદાનભાઈએ દુબઇ, અબુઘાબી, શારજહા, બહેરીન, મસ્કત, સિંગાપુર, લંડન, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઈન્ડોનેશીયા, મોરેશીયસ સહિતના ઘણા દેશોમાં તથા ભારતભરમાં મુંબઈ, દીલ્હી, કલકતા, ચેન્નઈ અને બેંગ્લોર જેવા મહાનગરોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા લોકપ્રીયતા મેળવી છે.

ભીખુદાનભાઈ એ સમાજ અને રાષ્ટ્ર માટે પણ ઘણા નિ:શુલ્ક કાર્યક્રમો કર્યા છે. વૈભવથી ઝગમગતા અમેરિકા જેવા દેશો  સુધી પોતાની ૪૩ વર્ષની સફરમાં દસેક હજાર જેટલા કાર્યક્રમો દ્ધારા ગુજરાતી લોક સાહિત્યની સુવાસ ભીખુદાનભાઈએ ફેલાવી છે. ભીખુદાનભાઈને લોકસાહિત્યની આ શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતીના હસ્તે વર્ષ – ૨૦૧૦માં સંગીત નાટક અકાદમી એવોર્ડ થી સન્માનીત પણ કરેલ છે. આ સિવાય ભારત સરકાર – ગુજરાત અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્ધારા પણ તેમને માન સન્માન અને એવોર્ડ મળેલા છે. ભીખુદાનભાઈ નિરાંતના સમયમાં પોતાના ફાર્મહાઉસ  ભરતવન ખાતે સમય પસાર કરે છે. સવાર સાંજે  નિયમિત પુજા કરે છે અને  વાંચન પણ કરે છે. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ તેઓ ખુબ જ સરળ અને નિખાલસ છે.

તેઓએ અમારી તથા અમારા મિડિયા પરીવાર ના સભ્યો સાથે ખુબજ સરળતાથી ઘણી બધી વાતો કરી હતી અને સારું વાંચીને, સારું સંભાળીને, સારા લોકોનો સંગ કરીને સમાજ કઈક સારું આપવું જોઈએ. જો કે આમ કરવાથી તેની સારી અસરો મોડી જરૂર થશે પણ ઈશ્વર દરેક માણસની તેની સાચી મહેનત અને નિષ્ઠાનો બદલો જરૂર આપે છે તેવું જણાવેલ હતું તથા મીડિયા ક્ષેત્રની આ કામગીરીમાં પણ સાચી જવાબદારી નિભાવવી લોકોને સાચા અને સારા સમાચારો આપી સમાજ અને દેશ માટે નિષ્ઠાથી કામ કરવાની શીખ પણ આપી હતી અને અમારા મિડિયા પરીવાર ના તમામ સભ્યને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથેની શુભેચ્છા મુલાકાતમાં અતુલભાઈ ચોટાઈની સાથે રાજકોટના ફોટોગ્રાફર શ્રી વિપુલભાઇ પડાળીયા અને શિક્ષણક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર શિક્ષણ વિભાગના વહીવટી કર્મચારી શ્રી બ્રીજેનભાઈ પાંઊ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો પત્ર વ્યવહારથી નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી ભીખુદાનભાઈ ગઢવી, બી – ૪૪,  રાધાકૃષ્ણ નગર,
મોતીબાગ પાસે, જૂનાગઢ – ૩૬૨ ૦૦૧


વડોદરાના ગિરીશભાઈ ભટ્ટને ચાર હજાર થી પણ વધુ લોકોની બર્થ ડે યાદ છે

Girish Bhatt - Vadodra

Girish Bhatt – Vadodra

પોતાના ફેમિલી મેમ્બર્સના બર્થ ડે યાદ રાખવા અને તેમને વીશ કરવાની ઇચ્છા ઘણા લોકો કાયમ પૂરી શકતા નથી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય ગિરિશભાઇ  ભટ્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ તો ઠીક પણ એકવાર મળ્યાં હોય તેવા લોકોની બર્થ ડે પણ આસાનીથી યાદ રાખી શકે છે. તેઓ અત્યાર સુધી ૪૦૦૦  થી વધુ વ્યક્તિના બર્થ ડે યાદ રાખી શક્યા છે.

પોતાની આ ખાસિયત માટે તેમને ઘણા યુવાનો તારીખવાળા ભટ્ટકાકાના નામે જ ઓળખે છે. ગિરિશભાઇ ઘર બહાર નિકળે અને રસ્તામાં મળનાર જાણીતી વ્યક્તિની બર્થ ડે હોય તો તેને વીશ કરવાનું ચૂક્તા નથી અને સાથે જ આગામી દિવસોમાં જાણ હોય તો તેના પરિવારજનોની બર્થડે નો પણ ઉલ્લેખ કરવાનું ચૂક્તા નથી. તેમની બીજી ખાસિયત મહાનુભાવોના બર્થ ડે યાદ રાખવાની પણ છે. ફિલ્મોનો શોખ વધુ હોવાથી તેઓ બોલિવૂડના અનેક એક્ટર-એક્ટ્રેસની બર્થ ડે પણ તેમને મોઢે છે. તેથી ખૂબ નાના બાળકો મળે તો તેમની બર્થ ડે ની સાથે સંબંધિત બોલિવૂડ હસ્તીનું નામ પણ કહે છે.

બર્થ ડે જ નહીં તેઅો ઘટનાઓની તારીખો પણ આસાનીથી યાદ રાખે છે. દેશ, રાજ્ય અને વડોદરામાં બનતી ઘણી ઘટનાઓ તેમને યાદ છે. તેઓ કહે છે કે  ૧૯૯૧ થી મારી આ ક્ષમતા વિશેની સભાનતા આવી આ ખાસિયતને લીધે લોકો મને હંમેશાં યાદ કરતાં રહેતા તેથી હું વધુને વધુ યાદ રાખતો થયો હતો. જો કે આ ખાસિયતનો કોઇ આર્થિક ઉપયોગ ન થયો તેનો કોઇ અફસોસ નથી. તે કહે છે કે  ભગવાને ખાસિયત આપી છે પણ સાથે કિસ્મત પણ આપી છે. આપણું કામ કામ કરવાનું છે.. બાકી ઉપરવાળા પર છોડવું જોઇએ


ભારતની બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં પરીમલભાઈ નથવાણી એક આગવું સ્થાન ઘરાવે છે

Parimal Nathwani - Reliance

Parimal Nathwani – Reliance

રિલાયન્સ જૂથના ગ્રુપ પ્રેસીડન્ટ અને રાજ્ય સભાના સાંસદ શ્રી પરીમલભાઈ નથવાણી આપણા ગુજરાતી છે. જે આપણા સહુ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ઇન પોસીબલ કેન બી મેડ પોસીબલ.. અશક્ય પણ બની શકે છે તેનો જીવન મંત્ર અપનાવનાર પરિમલભાઈનો જન્મ ૧ લી ફેબ્રુઆરી ૧૯૫૬ ના રોજ થયો હતો તેમના  પિતાનું નામ ધીરજલાલ નથવાણી અને માતાનું નામ શ્રીમતી પુષ્પાબેન છે ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યા બાદ પ્રોફેશનલ ડોક્ટરેટ ઈન મેનેજમેન્ટ નો કોર્ષ અમદાવાદની નેશનલ માં પૂર્ણ કર્યો.

દેવભૂમી દ્વારકા જીલ્લાના જામખંભાળીયા જેવા ખોબા જેવડા ગામડાથી તેમણે કારકિર્દી ની સફર શરૂ કરેલી પરિમલભાઈની કારર્કીદીની શરૂઆત ઘણી સંઘર્ષભરી રહી તેમણે એક કંપનીમાં નોકરી કરી, સાબુની એજન્સી લીધી, મેન્યુફેક્ચરિંગ શરુ કર્યું,  સ્ટોક માર્કેટમાં ઝંપલાવ્યું પરંતુ ક્યાય ખાસ જામ્યું નહિ પરંતુ ૧૯૯૫નું વર્ષ પરિમલભાઈ માટે જીવનના વળાંક સમાન બની રહ્યું. તેઓ ધીરુભાઈ અંબાણીને મળ્યા અને મુકેશ અંબાણી ત્યારે રિલાયન્સ જામનગરના મોટી ખાવડીમાં દેશની સૌથી મોટી રીફાઈનરી નાખવાના પ્લાનીગમાં હતા  બસ પરિમલભાઈને પોતાની કાર્યક્ષમતા પુરવાર કરવાનો સોનેરી મોકો મળી ગયો તેમણે મોટી ખાવડીમાં આ રીફાઈનરી શરુ કરવા માટે તનતોડ મહેનત શરુ કરી ઘડીયાળના કાંટાને જોયા વગર ૨૪ કલાક સખત મહેનત કરી પોતાની કુનેહ અને આવડતથી મોટી ખાવડીના અનેક ખેડૂતોને સમજાવી રિલાયન્સના સ્વપ્નસમી આ રીફાઈનરીમાટે ૧૦૦૦૦ એકર જેટલી જમીન એકઠી કરી લીધી આટલુ જ નહી અનેક વીટબંણાઓ મુશ્કેલીઓમાંથી પણ પરીમલભાઈએ રસ્તો કાઢી ખુબજ ઓછા સમયમાં રીફાઈનરી શરુ કરાવી રિલાયન્સમાં પોતાનું એક આગવું સ્થાન ઉભું કર્યું બસ પછી તો જોવું જ શું હતું..

મુકેશભાઈએ પણ સાચા હીરાની કિંમત કરી અને વધુ ને વધુ જવાબદારી પરીમલભાઈને સોંપતા ગયા ત્યારબાદ ૧૯૯૭માંપરિમલભાઈ અમદાવાદ આવ્યા અને અહીંથી કંપનીના રાહબર બન્યા કામ કઢાવવામાં અને કામ કરાવવામાં માહેર પરિમલભાઈ સંબધોમાં વધુ વિશ્વાસ કરે છે. ગામડાનો ગરીબ હોય કે હોય શહેરનો મોટી લીડર કંપનીનો કલાર્ક હોય કે વહીવટી તંત્રનો ઉચ્ચ અધિકારી હોય તેઓ દરેક પાસેથી સારી રીતે કામ લઇ શકતા આ રીતે પરિમલભાઈ જોતજોતામાં તો મુકેશભાઈ અંબાણીના ટ્રબલ  શુટર તરીકે પણ ઓળખવા લાગ્યા. રિલાયન્સની કોઈ પણ વહીવટી ગુચ હોય કે કોઈ કાનૂની અડચણ હોય પરિમલભાઈ તેને સુપેરે પાર પાડી શક્તા..

પરિમલ નથવાણી વિષે એમ પણ કહેવાયું છે કે જામનગર પાસે મોટી ખાવડીમાં રિલાયન્સની રિફાઈનરી નું કામકાજ શરૂ  થયું તે પહેલાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવાના કામમાં પરિમલભાઈએ મહત્ત્વની ભુમિકા ભજવી હતી. તે વખતે તેઓ વડોદરામાં શેર બજારનું કામકાજ  કરતા હતા. ત્યારે ધીરુભાઈએ પરિમલભાઈને રિલાયન્સમાં જોડાઈ જવાની ઓફર આપતા કહ્યું હતું કે ભાઈ આ સ્ટોક એક્સચેન્જ છોડ એમાં કંઈ નહીં વળે. પરિમલભાઈએ તે સમયે ધીરુભાઈને કહયું હતું કે પણ મારે નોકરી નથી કરવી. આ મિટીંગ વખતે મુકેશ અંબાણી પણ ત્યાં હાજર હતા તેમણે પણ કહયું કે આમાં નોકરીની ક્યાં વાત આવી..?? હવેથી તું મારો શેઠ…  હું તને પરિમલ શેઠ કરીને બોલાવીશ બસ.. ધીરુભાઈ કહ્યું કે તું હવેથી રિલાયન્સ પરિવારનો એક મેમ્બર છો માટે જામનગરમાં ઓફિસરોને રહેવા માટે મકાન, ફ્લેટ, વાહનો જોઇશે તો  આ બધું કોણ કરશે…?? તે તારે જ  કરવાનું છે. આ પછી પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) બન્યા.

પરિમલભાઈનું માનવું છે કે માણસ જેમ મોટો થાતો જાય તેમ તેના સંબધો પણ લાંબા થતા હોય છે. પરિમલભાઈની પારિવારિક જીવનની થોડી વાત કરીએ તો ૨૫મી એપ્રીલ ૧૯૮૪ના રોજ તેઓ વર્ષાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અત્રે એ કહેવું અતિ આવશ્યક છે કે પરિમલભાઈની અધધ પ્રગતિમાં વર્ષાબેનનો પણ સિંહ ફાળો રહ્યો છે. મુકેશભાઈ ના સંકટમોચક બન્યા બાદ એપ્રિલ ૨૦૦૮ માં ઝારખંડમાં તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે રાજય સભાના સભ્ય બન્યા પણ નેતા જ નહી પરંતુ ત્યાં પોતાની ઓફિસ  ખોલી ત્યાની પ્રજાના પ્રશ્નોને વાચા આપી ખરા અર્થ માં નેતા પણ રહ્યા છે. ધીરુભાઈ અંબાણી ને પોતાના જીવનના રોલ મોડલ માનનાર પરિમલભાઈએ રશિયા, સ્વીઝરલેન્ડ, સાઉથ કોરિયા, જાપાન, યુગાન્ડા, કેન્યા સહિતના અનેક દેશોમાં પ્રવાસ ખેડ્યો છે. એટલુ જ નહી ગુજરાત સરકારના ડેલિગેશનના ભાગરૂપે ફ્રાન્સ, યુએસએ, યુંએઈ અને થાઈલેન્ડ સહિતના દેશોમાં પણ વ્યાપારિક પ્રવાસ ખેડ્યો છે.

પરિમલભાઈ ઝારખંડના રાજ્યસભાના સભ્ય ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ રિલાયન્સ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન તેમજ કેન્દ્ર સરકારની કેટલીક કમિટીઓમાં સભ્ય ઉપરાંત તેઓ દ્ધારકાધીશ  મંદિરના ઉપાધ્યક્ષ, નાથદ્ધારા ટેમ્પલ ટ્રસ્ટના સભ્ય તેમજ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના ચાન્સલર સહિતના અનેક મહત્વના પદો ઉપર તેઓ જવાબદારી સંભાળી રહયા છે  જામનગરથી ઝારખંડ કે પછી દ્ધારકા થી દિલ્હી સુધીનો કોઇપણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા પરિમલભાઈ નથવાણી હમેશા તત્પર જ હોય.ઘણા લોકોએ તો પરિમલભાઈ માટે ત્યાં સુધી  કહ્યું છે કે સંબંધો બાંધવામાં બાદશાહ અને સંબધો જાળવવામાં પરીમલ ભાઈ શહેનશાહ છે. તો આવા નમ્ર અને પ્રેમાળ એવા પરિમલભાઈ આપણા ગુજરાતી છે તે આપણા ગુજરાત અને ગુજરાતીઓ નું ગૌરવ જરૂર થી કહેવાય… પરીમલ ભાઈનો નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

શ્રી પરીમલભાઈ  નથવાણી – ગ્રુપ પ્રેસિડેન્ટ  (કોર્પોરેટ અફેર્સ),
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ,  ૧૦૧ – વ્હાઈટ હાઉસ, બેડી રોડ,
જામનગર –  ૩૬૧ ૦૦૮, ફોન  : ૦૨૮૮ – ૨૬૬૫૪૦૪
વેબસાઈટ :  www.parimalnathwani.com


રાતી પાઈની પણ સરકારી સહાય લીધા વગર પોરબંદરનો વિકલાંગ યુવાન પગભર બન્યો

Pravinchandra Hindocha

Pravinchandra Hindocha

ગાંધીભૂમિ પોરબંદરમાં એક એવો વિકલાંગ યુવાન છે જે રાતીપાઈની પણ સરકારી સહાય લીધા વગર પગભર બન્યો છે એટલું જ નહીં પોતાનાં હાથ નીચે અડધો ડઝન જેટલા કારીગરો પણ તૈયાર કર્યાં છે. તંદુરસ્ત યુવતી સાથે ઘરસંસાર પણ માંડી ગૃહસ્થ જીવનની ગાડી પણ ચલાવી રહ્યો છે.  મળવા જેવા આ ૨૮ વર્ષનાં અનોખા વિકલાંગ યુવાનનો જીવનમંત્ર છે  શારીરિક ખામીથી હિંમત હારી જવાને બદલે ઝઝૂમો.. ઈશ્વર તમારી સાથે જ હશે..

પોરબંદરનાં પેરેડાઈઝ સીનેમા પાછળ આવેલા હર્ષદ પ્લોટમાં રહેતા અને મંડપ સર્વિસનાં વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણચંદ્ર હીન્ડોચાના પરિવારમાં યતીન નામના માત્ર છ માસનાં બાળકને ૨૮ વર્ષ પૂર્વે તાવ આવે છે. પરીવારજનો ડોકટર પાસે દવાની સાથે તાવનું ઈન્જેકશન પણ લેવડાવે છે. પરંતુ બે ઈન્જેકશન તાવ મટાડવાને બદલે એ માસુમ બાળકનાં જીવન સાથે ખેલ ખેલીને આડ અસર આપતું ગયું અને માત્ર છ મહીનાનાં યતીનને પગમાં પોલીયોની અસર થઈ અને જોતજોતામાં તો તેનો એક પણ સંપૂર્ણપણે ખોટો પડી ગયો આખા પરિવાર ઉપર આભ તુટી પડયું. કેટકેટલી દવા સારવાર કરાવ્યા છતાં પણ કશોજ હરફ નહીં પડતાં અંતે જેમ જેમ એ બાળક મોટો થવા લાગ્યો તેમ તેમ એક પણ ગુમાવવાને કારણે હેરાન પરેશાન બની ગયો.

વિકલાંગતાની સીધી જ અસર યતીનનાં અભ્યાસ ઉપર થઈ અને તેની આડઅસરના કારણે તે માત્ર ૧૦ ધોરણ સુધી જ ભણી શકયો અને તેમાં પણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છતાં તેના પરિવારજનોએ સતત તેને સધિયારો આપ્યો. યતિન ધો.૧૦માં નાપાસ થયા બાદ ઘરે જ પડયો રહેતો હતો પરંતુ તેને વાંચનનો શોખ હોવાથી ઘરનાં લોકો પુસ્તકો લાવી આપતા હતા. એ દરમ્યાન એક દિવસ તેના ઘરે ટી.વી. બગડી ગયું. આથી ઘરનાં સભ્યો કામમાં વધુ વ્યસ્ત હોવાને લીધે રિપેરીંગ કરાવી શકતા ન હતાં દરમ્યાન તેણે પોતાનાં પાયાને વિનંતી કરી કે, ઉપકરણોના રિપેરીંગ માટેનું કોઈ પુસ્તક બજારમાં મળે તો લાવી દો. પિતા પ્રવીણચંદ્રએ પણ પુત્રની વાત માનીને બજારમાંથી પુસ્તક લાવી આપ્યું અને એ પૂસ્તક વાંચતા વાંચતા યતીનને ટેકનીકલ ક્ષેત્રે વધુ રસ પડયો પછીતો ઘરમાં રહેતા ડીસમીસ, ટેસ્ટર વડે ટીવી ખોલી નાખ્યું અને સાંજ સુધીમાં તો ટીવીનાં જે છેડો લુઝ થઈ ગયો હતો તે તપાશીને રિપેરીંગ કરી ટેલીવીઝન ચાલુ પણ કરી દીધું ધીમે ધીમે અડોશ પડોશમાં ટીવી, સહીતના પંખા, ટેપ, જેવા ઉપકરણોનું સમારકામ કરવા લાગ્યાં.

પોરબંદરના છાંયાચોકી નજીક પ્રીય ઈલેકટ્રોનીકસ નામની ઉપકરણ સમારકામની દુકાન શરૃ કરી તે પણ ધમધમવા લાગી. આજે મહીને હજ્જારો રૃપીયાની કમાણી કરીને માત્ર પગભર જ નથી બન્યો. પરંતુ પિતાનાં નિધન પછી ઘર પણ ચલાવે છે. પોતાની આવડત અને કાબેલીયતનાં જોરે આ વિકલાંગ યુવાને ટેકનીકલ ક્ષેત્રમાં પોતાની માસ્ટરી સાબીત કરી બતાવ્યા બાદ હવે તે બેટરીથી સંચાલીત રીક્ષાઓ પણ બનાવે છે. કાર પણ બનાવી રહ્યો છે.

પોરબંદરનાં આ યુવાને પોતાનાં જીવનમાં એક જ મંત્રને ઉતાર્યો છે તે અંગે વાત કરતા તે કહે છે કે, જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતી સર્જાય ગમે તેવા દુઃખના પહાડો તુટી પડે તો પણ કયારેય હીમ્મત હારવી નહીં. વિકલાંગોને પણ પ્રેરણા આપતા તે કહે છે કે આપણને કુદરતે ભલે કોઈ એક અંગમાં ખામી આપી પરંતુ તેનાથી લાચાર કે નિઃસહાય બની જવાની જરૃર નથી. જીંદગી સામે ઝઝુમતા રહીશું તો ઈશ્વર જરૃર આપણી સાથે રહેશે.