ATUL N. CHOTAI

a writer – since 2014


મોબાઈલનો સમજદારી અને વિવેકથી ઉપયોગ કરવો આપણા ફાયદામાં જ છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ

મોબાઈલ.. આ ચાર અક્ષરનો શબ્દ આજે ભારતના દરેક નાગરિકની લોકજીભ ઉપર જોવા મળે છે. કોમ્યુનીકેશન ક્ષેત્રે આવેલી જબરજસ્ત ક્રાંતિનો લાભ આપણે મેળવીએ છીએ આપણને કદાચ એ દિવસો જરૂર યાદ હશે..!!  જ્યારે આપણે આપણા સગા – સંબધીઓનો એક અવાજ સાભળવા માટે ટ્રન્કકોલ કરતા અને કલાકો સુધી રાહ જોતા અને આજે ફક્ત બટન દબાવતા જ આપણે દુનિયા ના કોઈપણ ખૂણેથી ગમે તેનો સંપર્ક કરી શકીએ છીએ છે ને અદભુત વાત..!!

મોબાઈલથી વાતચીત સિવાયના ઘણા ઉપયોગી કામો કરી શકાય છે પણ આપણે સાચી સમજણના અભાવે બિનઉપયોગી કામ વધારે કરી રહ્યા છીએ જેથી આ બધી વસ્તુના મનફાવે તેવા અતિરેકથી ઘણીવાર બીજા લોકોને પણ માનસિક ત્રાસ પહોચે છે જે આપણે સમજી શકતા નથી કે કદાચ સમજવા માંગતા નથી.. આજે મોબાઈલનો જરૂર પુરતો ઉપયોગ જ કરવાનો હોય તેની બદલે આપણે આપણી ઈચ્છા મુજબ મનફાવે તેમ દુરપયોગ ચાલુ કરીએ છીએ મોંધવારીનાં આ જમાનામાં મોબાઈલમાં વાત કરવી સસ્તી થઇ ગઈ છે અને એટલો જ બીજા લોકો માટે ત્રાસ પણ વધ્યો છે મોબાઈલનાં ટાવરોનાં વ્યાપને લીધે આપણી ઘરે આપણા સ્વજનો સમાં પંખીઓ આવતા બંધ થઇ ગયા છે. પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોચી રહ્યું છે જે લીમડાની મીઠી ડાળની છાંયડી આપણને મળતી તેની જગ્યાએ આપણને હવે મોબાઈલનાં તરંગો મળે છે.

મોબાઈલ ના ઉપયોગની જ્યાં વાત છે ત્યાં આજે સામાન્ય વાતચીતમાં પણ લોકો જોરજોર થી બરાડા પાડીને પોતાના બાપુજીનું  ઘર હોય તેમ વર્તન કરતા જાહેરમાં જોવા મળે છે આ ઉપરાંત ટ્રેનમાં, બસમાં, સ્કુલો, હોસ્પિટલો જેવી જાહેર જગ્યાઓ ઉપર પણ લોકો આ પ્રકારે કોઈપણ જાતની શરમ વગર પોતાનું  વર્તન ચાલુ રાખીને બીજાને નડતરરૂપ થતા જોવા મળે છે ચાલુ વાહને મોબાઈલ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાડી વાતો કરવાથી કે મ્યુઝીક સાંભળવાથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે છતાં પણ આપણે સુધરવા માંગતા નથી ગમે તે જગ્યાએ જરાક પણ આપણો મોબાઈલ નવરો થયો એટલે મ્યુઝીક, ગીતો કે ગેમો ચાલુ કરી દઈએ છીએ આપણા મોબાઈલ થી થતો ઘોંઘાટ કે આપણું વર્તન બીજાને ગમતું હોય કે ન ગમતું હોય તો પણ આપણે બીજાની તકલીફ વિષે જરાપણ વીચાર કર્યા વગર બેશરમ બનીને આપણી હરકતો ચાલુ રાખીએ છીએ.. મોબાઈલનાં ઉપયોગમાં ઘણીવાર આપણે કોઈને મિસકોલ મારીએ છીએ ત્યારે બીજાના પૈસે આપણા કામની મફત વાત કરવાની આપણી મનોવૃત્તિ અહિયાં છતી થઈ જાય છે અથવા તો કોઈનો મોબાઈલ નંબર મળ્યે તરત જ આપણા ધંધાનું માર્કેટિંગ કે એસ.એમ.એસ. ચાલુ કરી દઈએ છીએ ઘણીવાર સમય અને સ્થળ જોવા વગર પણ આપણે ફ્રી છીએ એટલે સામેવાળા પણ ફ્રી હશે તેવું માની ગમે ત્યારે ફોન કરીએ છીએ આવું કરવાથી આપણી અક્કલ અને  સંસ્કારોનું જાહેરમાં પ્રદર્શન કરીએ છીએ જે ખેદજનક બાબત ગણાય…

આજે ભારતમાં જેટલા શૌચાલય નથી એટલા મોબાઈલ છે પણ મોબાઈલ વાપરવાની રીતભાત અને સભ્યતા આપણામાં નથી જે બાબત ને આપણે સ્વીકારવી જોઈએ અને મોબાઈલ વાપરવાની રીતભાત અને સભ્યતા કેળવવી પણ જોઈએ કેમ કે આની માટેના કાયદામાં પણ નિયમો તો છે જ.. પણ નિયમનું કડક પાલન થાય કે આપણને નુકશાન થાય ત્યારે સુધરવું તે પહેલા જ આપણે મોબાઈલ નો સંયમિત અને વિવેકપૂવર્ક ઉપયોગ કરી આપણને અને ખાસ કરીને બીજાને તકલીફ ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..!! આપણી મુઠ્ઠીમાં ફોન શોભે પણ ફોનની મુઠ્ઠીમાં આખી માનવજાત હોય તે થોડુક હાસ્યાસ્પદ દ્રશ્ય ગણાય ફોન માણસે વાપરવાનો હોય છે પણ અત્યારે સ્થિતિ એવી રહી છે કે ફોન માણસને વાપરવા લાગ્યો છે. અહિયાં સવાલ એ છે કે ફોન સ્માર્ટ બન્યા પણ માણસ..??  ખેર, વિવેકપૂર્ણ ઉપયોગ એ વ્યકિતગત બાબત છે મોબાઇલ ફોન સિવાયની પણ મોટી સરસ મજાની દુનિયા છે એ આપણે ભૂલવું ન જોઇએ…


બે હાથ વડે સ્ટંટ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરતો વિકલાંગ ડાન્સર

Kamlesh Patel

Kamlesh Patel

પોતાના જીવનમાં જન્મજાત અથવા આકસ્મીક રીતે શરીરના અંગો ગૂમાવી વિકલાંગ બનેલો માણસ માનસિક રીતે પડી ભાંગે છે. ત્યારે તેનું જીવન તેના માટે બોજરૂપ બની જાય છે પરંતુ વિકલાંગતા આવવા છતાં આત્મ વિશ્વાસથી અને હિંમતભેર તેનો સામનો કરવાથી જીવનમાં જરૂર સફળતા મળે છે. આવું જ કંઈ કમલેશ પટેલના જીવનમાં થતા તેણે પોતાની વિકલાંગતાને જીવનનો પ્લસપોઈન્ટ બનાવી દેશનો નં ૧ વિકલાંગ ડાન્સર બનવાનું બિરદ મેળવ્યું છે. બંને પગે વિકલાંગ આ યુવાન સમાજના વિકલાંગો માટે મોટું ઉદાહરણ છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો રહેવાસી કમલેશ પટેલ એ પોતાની પાંચ વર્ષની નાની વયે બંને પગે લકવાનો શીકાર બનતાં તેના બંને પગ હંમેશા માટે કામ કરતાં બંધ થઈ ગયા હતાં. ત્યારે પોતાના પગોથી વિકલાંગ બનેલો કમલેશ પટેલ તેના જીવનમાં પોતાનો પરિવાર, સમાજ અને દેશ માટે કંઈક  કરવાનું વિચારી તેણે પોતાના શરીર પર આવી પડેલી ખામીને સ્વીકારી લઈ વિકલાંગતાને જીવનનો પ્લસ પોઈન્ટ બનાવી એક મહાન ડાન્સર બનવા માટે તેણે પોતાના જીવનમાં તમામ મહેતનતો કરી છે. ઓલપાડ તાલુકા ખાતે એક પ્રસંગમાં સ્ટેજ શો કરવા આવેલ કમલેશ પટેલે દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં તેણે પોતાની સફળતા વિશે આપેલી કેટલીક જીવનમાં નોંધવા જેવી બાબત મુજબ નથીંગ ઈસ ઈન પોસીબલ એન્ડ એવરીથીંગ ઈસ પોસીબલને તેણે પોતાનો જીવનમંત્રી બનાવી જિંદગી પર આવતી તમામ મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કર્યો છે.

એક ડાન્સરને ડાન્સ કરવા માટે પગ બંને પગ જોઈએ  છે પણ કમલેશ પટેલ પાસે તો પગ જ નથી. તો શું થયું ભગવાને તેને મનુષ્ય જન્મ આપી મોટો ઉપકાર કર્યા બદલનું ભગવાનનો ઋણી હોવાનું માની તેણે જીવનમાં આગળને આગળ વધવા મહેનત કરી છે.  કમલેશે આત્મવિશ્વાસ થકી આજે જીવનમાં કંઈક બની ચૂક્યો છે. અત્યાર સુધીમાં તે ૨૦૦૦ થી વધુ ડાન્સના પ્રોગ્રામ કરી ચૂક્યો છે. વિકલાંગ ડાન્સર તરીકે ભારત અને વિદેશમાં પોતાનો ડાન્સ થકી તેણે મોટી નામના કમાવવા સાથે તેને રાષ્ટ્રપતિ ચંદ્રક અને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનીત કરાયો છે.