ATUL N. CHOTAI

a writer – since 2014


પરફેકટ ફિટિંગ અને સારી સર્વિસ માટે એકવાર ટોપસન ટેઇલરની મુલાકાત લેવી જોઇએ..

ramesh naresh kamothi

ramesh naresh kamothi

રાજકોટના ભીલવાસ ચોકમાં રોકડીયા હનુમાન મંદિર પાસે સન ૧૯૮૦ થી ટોપસન ટેઇલર કાર્યરત છે. ઓકટોબર – ૨૦૧૮ થી તેઓએ ટોપસન કલોથ એન્ડ સ્ટીચના નામથી તેમના નવા શો-રૂમનો શુભારંભ કરેલ છે. ટોપસન કલોથ એન્ડ સ્ટીચમાં ગ્રાહકોને શુટીંગ, શર્ટીંગ, જીન્સ, કુર્તા, પાયજામા, શુટ, શેરવાની, પઠાણી, સફારી સહિતની જેન્ટસ વેરાયટીમાં એકલકલુઝિવ રેન્જ જોવા મળી શકે છે.

રાજકોના ભીલવાસ ચોકમાં રોકડીયા હનુમાનના મંદિર પાસે આજથી ૪૧ વર્ષ પહેલા મુળ જુનાગઢ જીલ્લાના બીલખાના વતની કેશવલાલ કામોઠીએ એક નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી. આજે તેમના બે પુત્રો નરેશભાઇ અને રમેશભાઇએ પોતાની મહેનતથી ટોપસન ટેઇલરનો પ્રથમ શો-રૂમ સન ૨૦૧૫ ની સાલમાં આ જ ચોકમાં અંબિકા આર્કેડમાં શરૂ કર્યો હતો. પોતાના મળતાવડા સ્વભાવ અને સારી સર્વિસને લીધે આજે તેઓ બહોળો ગ્રાહકવર્ગ અને મિત્રવર્તુળ ધરાવે છે. તો પરફેકટ ફિટિંગ અને સારી સર્વિસ માટે એકવાર ટોપસન ટેઇલરની મુલાકાત જરુર લેવી જોઇએ. વધુ વિગતો માટે ટોપસન કલોથ એન્ડ સ્ટીચ, પ્રથમ – બીજો માળ, અંબિકા આર્કેડ, નકલંક ડેરીની સામે, રોકડીયા હનુમાન-ભીલવાસ ચોક, રાજકોટ – ૩૬૦ ૦૦૧ ખાતે નરેશભાઇ અને રમેશભાઇ કામોઠીને તેમના મોબાઇલ નંબર ૯૩૭૪૧ ૬૪૫૭૦ અને ૯૪૨૭૧ ૬૬૫૮૫ તથા ઇ-મેઇલ kamothiramesh@yahoo.com ઉપર સંપર્ક કરી શકાય છે.

 

 

Topson Tailors & Selection for variety of Gents Suiting, Shirting, Jeans, Kurta, Pajama, Suit, Sherwani Pathani, Safari, etc.

Shri Nareshbhai and Rameshbhai Kamothi of Bilkha of Junagadh District has made Rajkot there Karmabhumi. They have established Topson Tailors & Selection in 1980 in Rajkot near Jansatta Press Chowk. They have earned name & fame in stiching of Suit, Sherwani, Pathani etc. They have developed huge clientale & Friend circle with their stiching skill & wonderful clothing style.They have very friendly customer committed timely delivery and approach. There motto is customer satisfaction and mission is to provide latest and famous clothing to their customer.

So Hurry… and take a visit….

Contact for Topson Tailors and Selection, 1st Floor, Jay Ambica Arcade, Opp. Naklank Dairy, Near Rokadiya Hanuman Temple, Bhilvas Chowk, Rajkot – 360 001 (Gujarat) Cell No : 93741 64570, 94271 66585 email :  kamothiramesh@yahoo.com


કોઇપણ અગત્યના ડોકયુમેન્ટનું લેમીનેશન ખોલાવવા માટે જય ઝેરોક્ષનો સંપર્ક થઇ શકે છે..

રાજકોટમાં લીમડા ચોક પાસે જય ઝેરોક્ષ એન્ડ લેમીનેશન આ વ્યવસાયમાં ૪૦ વર્ષથી જાણીતુ નામ છે. જે દરેક જાતના અગત્યના ડોકયુમેન્ટ કોઇપણ જાતની કેમીકલ પ્રોસેસ વગર આધુનીક ટેકનોલોજીના માધ્યમથી ગેરંટીપૂર્વક ખોલવાનું કામ છેલ્લા ૧૫ વર્ષથી કરે છે.

જય ઝેરોક્ષના સંચાલક જયેશભાઇ કિંગરના જણાવ્યા મુજબ ઘણીવાર કોઇપણ વ્યકિત પોતાનું ડોકયુમેન્ટ કાયમી સચવાઇ રહે તેવા હેતુથી લેમીનેશન કરાવી નાખે છે પણ જયારે સરકારી કામકાજો, બેન્ક લોન, સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ, રાષ્ટ્રીય બચતપત્રો, બેન્ક એફ.ડી., કિશાન વિકાસ પત્ર વગેરે ડોકયુમેન્ટને જો લેમીનેશન થઇ ગયા હોય તો તે જે તે ઓફીસો દ્વારા ચલાવાતા નથી. આવા સમયે આવા પ્રકારના ડોકયુમેન્ટનું લેમીનેશન ખોલાવવું ખુબજ જરૂરી તેમજ અનીવાર્ય બની જાય છે.

તો આવા અગત્યના ડોકયુમેન્ટનું લેમીનેશન ખોલાવવા માટે સૌરાષ્ટ્ર – કચ્છમાં એકમાત્ર જય ઝેરોક્ષ એન્ડ લેમીનેશન, કચ્છ ખાવડાવાળાની સામે, પંચનાથ મંદીર ચોક, લીમડા ચોક પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૧ , મો. ૯૪૨૭૨ ૫૪૩૪૨ (વોટસઅપ) તેમજ મો. ૯૨૬૫૭ ૪૫૨૭૧ અને ઈ-મેઈલ kingerjayesh2@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.

Removing of lamination (Delamination) of legal documents and other documents which are useful in our day to day life has become easy..

lamination in the documents like Bank’s fix deposit, Kishan Vikas Patra, national saving certificate during withdraw.

Shri Jayeshbhai Kinger, Jay Zerox & Laminations, Opp. Kutchh Khavdawada, Near Panchnath Temple, Limda Chowk, Rajkot -360 001(Gujarat) Mobile No : 94272 54342 and 98256 77787.


જુના લૂગડાંમાંથી કાપડની થેલી બનાવી સખી મંડળની બહેનો રોજગારી મેળવે છે..

sakhi mandal

sakhi mandal

પ્લાસ્ટિક મુક્ત ભારત અર્થે મિશન મંગલમ યોજના અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ સખી મંડળનું પ્રશસ્ય અભિયાન

 

 

પ્રધાનમંત્રીશ્રી નરેદ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન બાદ પર્યાવરણની જાગૃતિ અર્થે પ્લાસ્ટિક મુક્ત ભારતનું સ્વપ્ન સેવ્યું છે, જેને પૂર્ણ કરવા રાજકોટ જિલ્લા સખી મંડળે જુના લૂગડાંમાંથી થેલી બનાવી વેપારીઓ અને ગ્રાહકોને આપવાનું મિશન ઉપાડ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ દ્વારા જસદણ તાલુકાના જીવાપર ગામે નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને જુના લૂગડાં એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ કપડાંમાંથી ભવાની સખી મંડળની બહેનોએ લૂગડાંની થેલી બનવવાનું શરુ કરેલ છે.

બિનઉપયોગી જુના કપડાંનું જિલ્લાની તમામ ૩૬ સખી મંડળ દ્વારા એકત્રીકરણ કરી તેમાંથી થેલી બનાવવાના નવતર અભિયાનના પ્રણેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયાએ જણાવ્યું કે, સખીમંડળની બહેનોને એક થેલી દીઠ ૮ થી ૧૦ રૂ. મજૂરી લેખે થેલીના કટિંગ અને સીવણ થકી રોજની રૂ. ૧૦૦ થી ૨૦૦ ની રોજગારી સખી મંડળની બહેનોને થશે. આ થેલીઓ વેપારીઓને આપવામાં આવશે અને વેપારીઓ ગ્રાહકને આ થેલી આપશે, પરિણામે પ્લાસ્ટિકની બેગનો વિકલ્પ લોકોને મળી શકશે.

આ મંડળમાં ૧૦ મહિલાઓ છે જેઓ કાપડની થેલી તૈયાર કરશે અને મંડળની બહેનો રોજ ૨૦ જેટલી થેલીઓ સરળતાથી બનાવી શકે છે, જેથી રોજનું રૂ. ૨૦૦ સુધીનું વળતર મળી રહેશે. આ અભિયાન માટે તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટનો આભાર માન્યો હતો. (માહિતી બ્યુરો – રાજકોટ)


Shri Anilbhai J. Pandya – Ahemdabad

Anilbhai Pandya

Anilbhai Pandya

Anilbhai J. Pandya is a native of Rajkot (Gujarat) and he made Ahemdabad his place of work and settled there. After Getting diploma of civil engineering from Rajkot he joined as an engineer in Government’s Road and Building department in 1972.  He retired as a deputy engineer from Sachivalaya Gandhinagar in 2003 . At the age of 58 he entered into the field of different computer classes like M.S.office, Hardware etc.

He  entered into the field of Astrology at the age of 20 and passed the Jyotish Visharad exam through a registered institute. His articles regarding astrology has been published in Panchang’s of Sandesh and Gujarat Samachar since 25 years, many times his articles are published in astrological magazines too. This talented personality is family related with us. He is giving services related to marriage bureau and engaged in social activities too.

Contact Information

Shri Anilbhai J. Pandya
2- Praduman park,
Ahmedabad – 380 015

Mobile  : 91061 43382
Email : anilpandya_45@yahoo.co.in
Note : Please do not contact during 12 to 4 pm

 


પાંજરાપોળના મુલાકાતીઓ ઘોડાગાડીની સફર પણ કરી શકશે..

ghoda gadi

આજથી લગભગ ૪૦ થી ૫૦ વર્ષ પહેલા ઘોડાગાડી મુખ્ય ટ્રાન્સપોર્ટનું સાધન હતુ. આ યાદોને તાજી કરવા રાજકોટની આજી નદીના કાંઠે સ્મશાન સામે, ભાવનગર રોડ પાસે આવેલા પાંજરાપોળ ખાતે આવતા મુલાકાતીઓ અને તેમના બાળકોને ઘોડાગાડીમાં ચકકર મરાવવાનું નવતર અભિયાન શરૂ કરાયું છે.

પાંજરાપોળમાં ખાસ કરીને રવિવારે સવારે આવનાર મુલાકાતીઓ આસપાસના વિસ્તારોમાં ઘોડાગાડીમાં ચકકર મારી અલગ જ મજા માણી શકે છે. આ ઉપરાંત રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ દ્વારા મોરબી રોડ ઉપર આવેલા બેડી ગામ પાસેની જગ્યામાં ભવિષ્યમાં બાલ ક્રિડાંગણ પણ ઉભુ કરવાનું આયોજન છે. જેમાં ઘોડાગાડી ઉપરાંત બાળકો માટે હિંચકા – લપસીયા પણ રાખવામાં આવશે.


ભક્તિનાં સંગે પ્રકૃતિનાં ખોળે મહાલવાનો અનોખો અવસર એટલે ગરવા ગીરનારની પાવનકારી લીલી પરક્મા..

Girnar Parikma

Girnar Parikma

આલેખન : અશ્વિન પટેલ
(માહિતી બ્યુરો – જૂનાગઢ)

ગ્રીક માઇથોલોજીમાં જે સ્‍થાન સૈાદર્ય અને સંપતિની દેવી એફ્રોડાઇડનું છે એ ભારતીય પુરાણકથામાં ઐશ્‍વર્યની અધિષ્‍ઠત્રી દેવી પ્રકૃતિનું છે. આજનાં શિક્ષીત બુધ્ધીવાદી એરકન્‍ડીનમાં બેસીને સૈાદર્યસભર સારી સારી વાતો ભલે કરે,પણ ભારતીય ભાતિગળ ગ્રામીણ અને અર્ધ કે અશિક્ષીત કોઠાસુઝ વાળી(ગામઠી) જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે અને પ્રકૃતિ સાથે જીવે છે અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો, ઉત્‍સવોમાંપ્રકૃતિને સંસ્‍કૃતિ સાથે જોડીને ઈશ્વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે.

ભારતવર્ષમાં નગાધિરાજ હિમાલય પર્વત આમ જોઇએ તો સૈાથી ઉંચો પર્વત છે. જ્યાં કૈલાસ, શિખર, સમેત અનેક દેવ-દેવીનાં ઉલ્‍લેખ સાથે સાંસ્‍કૃતીક અને ધાર્મિક અસ્‍મિતાનાં બીજ જોડાયેલા છે પણ કહે છે હિમાલય જેનો આદર કરે તેવા પર્વત ગિરનાર આપણાં ગરવા ગુજરાતને પોતાનાં ખોળે રમાડી રહ્યા છે. આમ પણ હમેંશા સાંભળતા આવ્‍યા છીએ કે ગિરનાર એ જોગી, રોગી, ભોગી, ત્‍યાગી, અને રાગીથી વૈરાગી, અનુરાગી સહું કોઇને પોતાની તળેટીમાં આશિષ આપે છે. ઈચ્‍છે છે તેવુ પામે અને પામે તેવુ ભોગવે તેવી વાત ભવનાથ તિર્થ ક્ષેત્રે અનુભવાતી રહે છે. અનેક ઋષિ કુળનાં મહાત્‍માઓ પોત-પોતાનાં સિધ્ધ આશ્રમ સાથે સંસ્‍કૃતિનાં રખોપા કરતા પ્રકૃતિની ગોદમાં લોકોને સદાય આવકારે છે. પુજ્યપાદ સંતો અને મહંતોની પાવન ભુમિ એટલે ગિરીવર ગિરનારજીની ભુમિ, ગિરનાર પર્વત એટલે નવનાથ અને ચોસઠ જોગણીનાં બેસણાનો પર્વત, પરબ વાવડી, સતાધાર, વિરપુર અને કનકાઇ, બાણેજ જેવા યાત્રાધામો અને અરબ સાગરનાં તટે ભોળા સોમનાથ અને ભગવાન દ્વારિકાનાં નાથ શ્રીકૃષ્‍ણનાં મંદિરોની ધ્વજા પરથી પરસાર થતી હવાની લહેરખી ગિરનારનાં ગુરૂ દતાત્રેયથી ભવનાથ સુધી અમી આશિષ આપતિ અનુભવાય એવી આ દેવલોક ભુમિમાં પ્રતીવર્ષ કાર્તીકી અગિયારસથી ત્રિ-દિવસયીય જટાળા જોગીની પ્રદિક્ષણા(પરિક્રમા) પ્રવાહીત મેળાનાં રૂપે યોજાય છે. જેને સોરઠવાસીઓ લીલી પરકમા તરીકે ઓળખે છે. ભક્તિનાં સંગે અને પ્રકૃતિનાં ખોળે મહાલવાનો મહામુલો અવસર એટલે જ પરિક્રમાંનો પથપ્રવાસ.

જૂનાગઢ જિલ્‍લાને ગુજરાતનાં બીજા જિલ્‍લાઓની તુલનાએ કુદરતે લાડકવાયો ગણ્યો હશે. અહીં વિશાળ દરિયાકાંઠો, ગીર અને ગીરનારની વન્‍ય સૃષ્‍ટી અને વિશ્વને ધ્યાન ખેંચે તેવા એશિયેટીક લાયન (સીંહ) અને તાલાળાની જગમશહુર કેસર કેરી, આ ઉપરાંત દ્વાદશ જ્યોતિલીંગ પૈકી પ્રથમ એવા સોમનાથ મહાદેવ, શ્રીકૃષ્‍ણનું દેહોત્‍સર્ગ, ભાલકાતિર્થ, તુલશીશ્‍યામ યાત્રીકોને યાત્રા પ્રવાસ માટે કાયમ આવકારે છે. જિલ્‍લાઓમાં અનેક નાના-મોટા મેળાઓ યોજાય છે. જેમાં જગ મશહુર શિવરાત્રીનો મેળો પણ ગિરનારની ગોદમાં જ ઉજવાય છે. તે જ ગિરનારજીને નવલા વર્ષની અગીયારસે પ્રદિક્ષણા રૂપે પ્રતી વર્ષ લીલી પરિક્રમા યોજાય છે. જેમાં લાખોની સંખ્‍યામાં ભાવીક ભક્તો લીલી વનરાજી વચ્ચેથી પર્વત અને ખીણની વચ્ચેથી ભક્તિભાવથી મહાલતા ત્રિદીવસીય મેળા રૂપે આ પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધ્યાનો અહેસાસ કરે છે. અગાઉનાં સમયમાં દિવસભર પરિક્રમા પથ પર પદ યાત્રા થતી, સાંજ ઢળ્યે પડાવ નંખાતા, બહેનો ભાવતા ભોજનીયા બનાવતી, પુરૂષો ભજનની સરવાણી વહેવડાવે અને વૃધ્ધો અને માતાઓ લોક સંગીતનાં ઢાળે ધોળ કે લોકગીતોનાં સુરોથી વનને વૃંદાવનમાં તબદીલ થયાની અનુભતી કરતા જંગલ મધ્યે ત્રણ દિવસ રહે પણ કોઇ જ ભય નહીં, કોઇ જ ચિંતા નહીં મારા તમારાનાં કોઇ જ ભાવ નહીં, કોઇ નાનો નહી કે કોઇ મોટો નહીં સહુના સથવારે સહુના સહકારથી એકબીજાનાં પુરક બનીને પ્રકૃતિ દેવીનાં ખોળે રૂડા અવસરે મહાલતા હોય છે.

આ મેળામાં જૂનાગઢનાં ગામે ગામથી જેમ કે પોરબંદરથી મેર સમાજનાં ભાઇ બહેનો, ઘેડમાંથી આહીર અને કોળી સમાજ, નાઘેરમાંથી કારડીયા રાજપુત સમાજ, હાલારેથી કણબી-વાણીયા, વેપારી સમાજ, બાબરીયાવાડ, ભાલ, ઝાલાવાડ, ગોહીલવાડ, કચ્‍છ, વાગડ, બરડો, કાઠીયાવાડ વગેરે પ્રાંતોમાંથી અઢારેય વરણનાં ભાઇ-બહેનો કોઇ જ નાત જાતનાં ભેદભાવ વિના કે કોઇ ધનવાન કે ગરીબનાં વાદ વગર સૈા કોઇ આવે છે. અને આવનારને કોઇ જ સુવિધાની જરૂરત નહીં. આજે વખત વિતતો ચાલ્‍યો, જમાનાની અસર અને વાહન વ્‍યવહારોની સગવડ વધતા આ પરિક્રમામાં રાજ્યભરમાંથી તો ઠીક પણ દેશ-વિદેશમાંથી યાત્રીકો ભાવિકો આવવા લાગ્‍યા છે. દરેક વર્ષે યાત્રીકો વધતા જ જાય છે. હજારોની સંખ્‍યામાં અને લાખોમાં આંકડો તબદીલ થયો હોવા છતા ઈશ્વરનાં આશિર્વાદ અને રાજ્ય સરકારનાં વહીવટી તંત્ર તેમજ સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થાઓ એસ.ટી નિગમ, પોલીસતંત્ર, મહાનગરપાલીકા, જિલ્‍લાપંચાયત, આરોગ્‍ય અને આયુર્વેદ શાખા, માહિતી વિભાગ સહિત જૂદા-જૂદા જિલ્‍લાઓમાંથી આવી સેવા કરતા સેવાભાવી મંડળો, યાત્રીકોને કોઇજ અગવડતા ના પડે તેની તકેદારી રાખે છે. સહુને આત્‍મિયતાનાં ઓજસે પ્રકાશનાં પુંજથી રોશન કરતો આ રૂડો અવસર સારા વરસાદથી વધુ નિખરશે. સંસ્‍કૃતિ અને પ્રકૃતિનાં મિલાપ સમા આ લીલી પરિક્રમાંનાં પ્રત્‍યેક યાત્રીકને યાત્રા શુભ બની રહે તેવી શુભકામનાં. . . girnar lili parikama parikma in junagadh in gujarat india


દશેરામાં દસ નકારાત્મકતાનો અંત જરૂરી..

ravan

ravan

– કાજલ રામપરિયા

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પત્ની સીતાને દશાવતાર રાવણની ચુંગાલમાંથી બચાવીને લાવ્યા તો ખરાં.. પણ તમને ખબર છે..?? રાવણમાં જેટલી નકારાત્મકતા હતી તેટલી સકારાત્મકતાનો પણ વાસ હતો પણ કહેવાય છે કે ૧૦૦ સારા કામ ભલે કરો પણ એક ખરાબ કામ તમારી છબીને ફેરવવાની તાકાત ધરાવે છે. હવે તમે વિચારતા હશો કે વિજયા દશમી ઉર્ફે દશેરાના પાવન પર્વના દિવસે તો ભગવાન શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને પત્ની સીતાને તેમની સાથે ફરીથી અયોધ્યા નગરી લઇ ગયા હતા તેથી આ પર્વ મનાવવામાં આવે છે અને દર વર્ષે આ પૂતળાને બાળીને રામના વિજયનો જશ્ન ઉજવાય છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. રાવણની અંદર રહેલી નકારાત્મકતાઓને કારણે તે રામનો દુશ્મન બન્યો હતો.

રાવણના જીવન વિશે અમુક વાતો ગણ્યા ગાંઠ્યાં લોકો જ જાણે છે. વાસ્તવિકરૂપે રાવણ ભગવાન બ્રહ્માના દસ પુત્રો પૈકી પ્રજાપતિ પુલસ્ત્યના પુત્ર હતા. તેમ જ રાવણ શંકર ભગવાનનો પરમ ભક્તમાંનો એક વિદ્વાન ભક્ત ગણાતો હતો. હજુ એક ખાસ વાત એ છે કે સીતા તેના ભરથાર રામને જીવંત અને સુરક્ષિત મળી હતી તે રામનો સીતા પ્રત્યેનો પ્રેમ હતો અને સીતા રામને પવિત્ર મળી તે રાવણની મર્યાદા હતી. રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો એ તેની સકારાત્મકતા હતી, પણ તેનામાં અહંકાર, ક્રોધ, લાલચ અને લોભ હતાં તેથી તે રામના હાથે મોક્ષ પામ્યો હતો. દશમીનો અર્થ એ નથી કે તમે રાવણના પૂતળાનું દહન કરો. રાવણ દહન કરવા કરતાં પોતાની અંદર રહેલા રાવણને ખતમ કરવાની જરૂર છે. ચાલો જોઈએ આપણી અંદર રહેલાં દશાનન રાવણને…

અહંકાર : દુનિયાની કોઇપણ વ્યક્તિ ગમે તેટલી સારી હોય, છતાંય ક્યાંક ને ક્યાંક અહંકાર સેવતી હોય છે. જીવનમાં એવો તબક્કો પણ આવે છે જ્યાં અમુક કારણોસર ઇગો એટલે કે હુંપદપણું આવી જાય છે. વ્યક્તિ ગમે તેટલી સારી કેમ ન હોય તેની અંદર અમુક નકારાત્મકપણું આવી જ જાય છે. જીવનમાં ક્યાંક આપણે પણ ખરાબ હોઇએ છીએ. એ આપણને ખબર નથી પડતી પણ હા મોટા ભાગે જ્યારે આપણે પોતાની મનગમતી ચીજ હાંસલ કરીએ છીએ ત્યારે આપણી અંદર આપમેળે અહમ પ્રવેશે છે. અમુક નકારાત્મક વસ્તુને તો આપણે ક્યારેય કાઢી શકતાં નથી પણ ક્રોધ, લોભ, અહંકાર, અસહિષ્ણુતા, ઇર્ષ્યા, નિંદા, અસત્ય, ભય, અસુરક્ષા અને આળસ જેવી અમુક નકારાત્મક વાતોને નિયંત્રણમાં લાવવાની કોશિશ તો કરી જ શકીએ છીએ. આજના કળયુગમાં પોતાની જાતને આ નકારાત્મકભરી દુનિયાથી કેવી રીતે બચાવવી જોઇએ એ અંગે થોડી વાતો કરીશું.

દશેરાના પર્વ નિમિત્તે દસ નકારાત્મક શક્તિનું દહન કરવું જોઇએ. અહંકાર એ માનવીય પ્રવૃત્તિ છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માણસને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો એવું માને છે કે જીવનમાં આગળ વધવા માટે પ્રતિસ્પર્ધા હોવી જરૂરી બની જાય છે. હંમેશાં બીજી વ્યક્તિ કરતાં સારો દેખાવાની ઇચ્છા રાખે છે એને જ અહંકાર અથવા અહમ કહેવાય છે. બીજા કરતાં સારો દેખાવ કરવાની કોશિશમાં મોટા ભાગના લોકો પોતાનું જીવન નષ્ટ કરી નાખે છે. કોઇ સ્પર્ધામાં તે જીતે ત્યારે તેની ખુશી ક્ષણિક હોય છે, કારણ કે બીજી જ પળમાં તેને ખ્યાલ આવે છે કે બીજા કોઇ તેની આગળ ન નીકળી જાય.. વ્યક્તિના જીવનનો મોટા ભાગનો અનુભવ ફક્ત તેની ભૌતિક સુવિધાઓ સુધી જ સીમિત રહે છે, પણ એવી વસ્તુઓ ફળના છોતરાં સમાન હોય છે, જે ખાલી તેને સુરક્ષિત રાખે છે. તેવી જ રીતે આપણું શરીર પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે તે શરીરની ભીતર આપણા આત્માનો વાસ હોય છે અને આત્મા તો અમર હોય છે. શરીર જૂનું થયાં બાદ તે બીજું શરીર ધારણ કરે છે.

ઇર્ષ્યા : મીઠા ઝઘડા ક્યારે ઇર્ષ્યામાં પરિવર્તિત થઇ જાય છે તેની લોકોને ત્યારે ખબર પડે છે જ્યારે સંબંધો લાગણીહીન થઇ ચૂક્યા હોય છે. ઇર્ષ્યા તો કોઇથી પણ થઇ શકે.. તે પછી ભાઇ હોય, સગા સ્નેહી હોય, મિત્રો હોય કે પછી સહ કર્મચારી હોય.. મીઠી નોંક ઝોંકને લીધે ઇર્ષ્યાનો વિકાસ થાય છે, જે શરીર અને સંબંધોને બીમાર પાડી દે છે. આવું ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. જે વસ્તુને હાંસલ કરવાની તમારી ઇચ્છા હોય અને એ વસ્તુ જ્યારે અન્ય વ્યક્તિ હાંસલ કરી લે ત્યારે ઇર્ષ્યાનું પ્રમાણ ક્રોધનું રૂપ લઇ લે છે અને તેના કરતાં વધુ વસ્તુઓ હાંસલ કરવાની ઇચ્છા રાખવાના ચક્કરમાં બધુ ગુમાવી બેસે છે.

ક્રોધ : ક્રોધને નિયંત્રણમાં રાખવો એ સૌથી મોટો પડકાર હોય છે દરેક વ્યક્તિ માટે.. ગુસ્સો ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પણ આપણા સ્નેહીજનોના જીવન પર પણ ગંભીર અસર કરે છે. તેને કારણે મોટા ભાગના લોકો માનસિક તણાવનો અનુભવ કરે છે. ક્રોધ પર કાબૂ મેળવવા માટે સમજદારી દાખવવી ખૂબ જરૂરી બની જાય છે નહીં તો આવા સ્વભાવને કારણે વ્યાવસાયિક જીવનની સાથે અંગત જીવનનો પણ નાશ થઇ જાય છે. દશેરાના દિવસે રાવણના પૂતળાની સાથે ગુસ્સો પણ સ્વાહા કરી નાખવો જોઇએ. જેથી મન શાંત રહે અને જીવનના તમામ નિર્ણય શાંત મનથી લઇ શકો.

લાલચ : અતિ લોભ એ પાપનું મૂળ તમે આ કહેવતને ખરાં અર્થમાં સમજશો તો કોઇપણ વસ્તુ જ્યારે અતિ થઇ જાય ત્યારે તે તમને ખતમ કરી નાખે છે. બાળકનો ઉછેર કરતી વખતે તેમના માતા-પિતાને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જ્યારે તેમનું સંતાન બોલવાનું શીખે ત્યારે તેમની ખોટી અને બિનજરૂરી ચીજોની માંગને પૂરી ન કરવી જોઇએ. આવી ખોટી જીદ ન કરવી જોઇએ એ બાબતે પ્રેમથી તેને સમજાવવું જોઇએ. બાળકો તેમના માતા-પિતાના વર્તનનું નિરીક્ષણ ખૂબ સારી રીતે કરે છે. તેથી બાળકો સમક્ષ તેમની વાણી અને જરૂરતો પર મર્યાદા અને જે છે તેમાં સંતુષ્ટિ રાખવી જોઇએ.

આળસ : આળસ પણ એક જાતનો નકારાત્મક અવગુણ છે. જે વ્યક્તિને દરેક રીતે નુકસાનકારક છે. આજના લોકોમાં દુનિયાભરની આળસ ભરેલી હોય છે અને કહેવાય છે કે આળસ માનવનો શત્રુ છે પણ વેપારીઓ માટે માણસોની આળસ ફાયદો કરાવી રહી છે. હવે ઘરના કામ માટે વૉશીંગ મશીન, મિક્સર, ડિશ વૉશર, રોટી મેકર જેવા મશીનથી તેમની જરૂરિયાતો પૂરી થતી હોવાથી શારીરિક રીતે વધુ કામ લોકો નથી કરી શકતાં પરિણામે દરેક કામ કરતાં પહેલા આળસ આવે છે. આળસના પણ ઘણા પ્રકાર હોય છે. વ્યાવસાયિક જીવનમાં તેમ જ ભણતરમાં કામને ટાળવાની આદત થઇ જાય છે. મોટા ભાગના મધ્યમવર્ગીય લોકોના ઘરે ઇલેક્ટ્રોનિક ગેજેટ આવી ગયાં હોવાથી આળસનું પ્રમાણ વધી ગયું છે અને વધુ પડતાં લોકો સુસ્તી આવવાને લીધે બીજા પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં આળસનું વધવું પણ સ્વાભાવિક હોય છે. તેને ટાળવા માટે કોઇપણ કામમાં બિઝી રહેવું વધુ જરૂરી છે. જેથી આપણી અંદરની આળસ ઘટી જાય છે અને આપણે દરેક કામમાં સ્ફૂર્તિલા અને સક્રિય રહીએ છીએ.

અસુરક્ષા : અસુરક્ષા એ વ્યક્તિના આત્મ વિશ્વાસને ડગમગાવી નાખે છે. અસુરક્ષાથી જોડાયેલી દરેક સમસ્યા નકારાત્મક જ હોય છે. કોઇ ભવિષ્ય માટે અસુરક્ષિતતાનો અનુભવ કરતા હોય છે, તો કોઇ તેમના અંગત જીવનમાં લેવાઇ રહેલા નિર્ણયોથી અસુરક્ષિત રહે છે. આવા વિચાર ધરાવતી વ્યક્તિ ક્યારેય પોતાના અને તેના પરિવારના હિતમાં નિર્ણય લઇ શકતી નથી.

નિંદા : ખાસ કરીને વ્યાવસાયિક જીવનમાં નિંદાની આદત પોતાના અને બીજાના વિકાસમાં બાધારૂપ થઇ પડે છે. જો તમને કોઇની પ્રશંસા ન કરવી હોય તો નિંદા પણ ન કરવી જોઇએ. ભગવાને આપેલી વાણી ખૂબ જ કિંમતી હોવાથી તેનો સદુપયોગ કરવો જોઇએ. શક્ય હોય તેમ ઓછું પણ સારું અને સકારાત્મક શબ્દોનો વપરાશ કરીને બોલવું જોઇએ.

ભય : આપણી અંદર અમુક વસ્તુને લઇને ભય હોય છે જે આપણને આગળ વધવા માટે બાધારૂપ બને છે. તે ભય કોઇપણ પ્રકારનો હોઇ શકે છે. ભણતર બાદ નોકરી મળવાનો ડર, કંઇક નવી પહેલ કરતાં પહેલા નકારાત્મક વિચારીને ત્યાં જ અટકી રહેવાનો ડર, કોઇ વાતને વ્યક્ત કરતાં પહેલાનો ડર વગેરે. જીવનમાં કંઇક કરવા માટે ડરનો સામનો કરવો જ પડે છે. ડરને પછાડીને અને હિંમત દાખવીને જો તમે તમારા મનની વાત માનશો તો જીવનમાં કંઇક તોફાની કરી શકશો.

અસહિષ્ણુતા : સમાજમાં ખૂબ જ ઝડપથી અસહિષ્ણુતા વધી રહી છે. મોટા ભાગના લોકો કોઇ વાત પર અસહેમતી દાખવે છે તો અન્ય લોકો તેનાથી નારાજ થઇ જાય છે. આજની પેઢીમાં ના સાંભળવાની જરાય સહનશક્તિ નથી. તેમ જ લોકો પોતાને રાજા માનીને પરિવાર સંબંધી નિર્ણય પણ લેતા હોય છે તેમાંથી અમુક નિર્ણય તેમના હિતમાં નથી હોતા, જ્યારે પરિવારજનો આ વાત સમજાવે છે ત્યારે તેમને ના સાંભળવી બિલકુલ પસંદ નથી હોતી. તેથી સંવેદનશીલતા રાખવી જરૂરી થઇ જાય છે. બાળકનો ઉછેર કરતી વખતે જ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ખોટું બોલવું : નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જુઠ્ઠું બોલવું જોઇએ નહીં, પણ હંમેશાં એવું નથી થતું. જો કોઇની ભલાઇ માટે ખોટું બોલવામાં આવે તો તેને સ્વીકારવામાં માણસ અચકાતો નથી, પણ મોટાભાગના લોકો પોતાની જાતને ખોટાં કામોથી બચાવવા માટે ખોટું બોલવાનો સહારો લેતા હોય છે. જે તદન ખોટું છે.

જો દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણના પૂતળાની સાથે આપણી અંદર રહેલી આ દસ નકારાત્મકતાઓ પણ બાળી દઇએ તો દુનિયામાં ઘણો બદલાવ આવી જશે અને સર્વસ્વ રામરાજ્ય ફેલાઇ જશે. કોઇપણ જાતના રાજકારણ નહીં, હિંસક પ્રવૃત્તિઓ બંધ થઇ જશે અને ઘણી નાની મોટી વસ્તુ છે. આ દુનિયામાં જેનો અંત લાવવો અતિ આવશ્યક થઇ ચૂક્યું છે. દુનિયાને સુધારવા કરતાં સૌથી પહેલા આપણી જાતને સુધારીશું તો દુનિયા પણ આપોઆપ સુધરી જશે.. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


ઓછા અક્ષરના પાસવર્ડ માત્ર ગણતરીની સેકંડમાં હેક થઇ શકે છે..

રાજકોટ શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને મહિલા સલામતી વિષય ઉપર થોડા સમય પહેલા યોજવામાં આવેલા સેમિનારમાં મેંગલોરના તજજ્ઞ ડો. અનંત પ્રભુએ જણાવ્યું કે, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં મહિલાઓની હેરાન કરવાના રસ્તા બદલાય છે. પણ જો થોડી સાવચેતી તથા સલામતી રાખવામાં આવે તો ડિઝીટલ જમાનો સારો અને સવલતભર્યો છે. ઇન્ટરનેટ વર્લ્ડમાં એવા પણ હેકર કાર્યરત છે, ત્રણ મિટર દૂરથી લેવામાં આવેલી તમારી તસવીરના આધારે તમારા ફિંગર પ્રિન્ટ લઇ શકે છે. આવો કિસ્સો જર્મનીમાં બન્યો હતો. એટલે આપણે આપણી તસવીરો લેવામાં કે તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં તકેદારી રાખવી જોઇએ.

કેટલીક એપ્લિકેશન એવી છે કે જે કેમેરા એક્સેસ માંગી લે છે અને તેના થકી તમારા મોબાઇલ ફોનના કેમેરા યુઝર્સને ખબર ના પડે એમ ચાલું કરી શકે છે. સ્ટેગ્નોગ્રાફિક મેસેજ આજે બહુ વાયરલ થાય છે. એટલે કે, કોઇ તસવીરમાં એવી રીતે શેર થાય કે, તે તસવીર શેર નહીં કરો તો પાપ લાગશે કે કોઇ નુકસાન થશે. આવી તસવીરોમાં ટ્રોઝન માલવેર છૂપાયેલા હોય છે. જે તમારા ફોનના કેમેરા ઓનઓફ કરી શકે છે. ફોન ગેલેરી હેક કરી શકે છે. આવા કિસ્સામાં મહિલાઓના અંગત ફોટાઓ લઇ લેવામાં આવે અને તેને વિકૃત રીતે સરક્યુલર કરી દેવામાં આવે છે. આવી બાબતોથી બચવા કેમેરા કવરનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેથી ભૂલથી પણ કોઇ માલવેર મોબાઇલમાં આવી જાય તો કેમેરાથી કશું કેપ્ચર ના થઇ શકે.

શ્રી પ્રભુએ રિચાર્જ ફ્રોડ અંગે માહિતી આપતા કહ્યું કે, કોઇ મહિલા જ્યારે, પોતાના મોબાઇલ ફોનનું રિચાર્જ કરાવવા માટે જાય ત્યારે, રિચાર્જ કરાવવા વાળી વ્યક્તિ તેનો મોબાઇલ નંબર લઇ લે છે અને બાદમાં તેને પરેશાન કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન રિપેર કરાવવા વાળા પણ મોબાઇલ ડેટા ચોરી લે છે અને તેનો વિકૃત ઉપયોગ કરે છે. આનાથી બચાવા બને ત્યાં સુધી ઓનલાઇન રિચાર્જ કરાવી લેવાય અને વિશ્વાસપાત્ર, ઓથોરાઇઝ્ડ કંપની પાસે જ મોબાઇલ રિપેર કરાવવા જોઇએ. વિડીઓ ચોરાવાના બનાવમાં ડીપ ફેકિંગ થતું હોય છે. એટલે કે, વિડીઓ એવી રીતે એડિટ કરવામાં આવે છે કે તેમાં બીજી જ કોઇ વ્યક્તિનો ચહેરો મૂકી દેવામાં આવે છે અને આવા વિડીઓ વિકૃત વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે. અથવા તો ભોગ બનનારી મહિલાનું ઉત્પીડન કરવામાં આવે છે. તેમણે ઓનલાઇન ડેટિંગથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે એક મહત્વપૂર્ણ વાત જણાવતા કહ્યું કે, જેમ પાસવર્ડ નાનો એમ તે ઓછા સમયમાં હેક કરી શકાય છે. ઓછા અક્ષરના પાસવર્ડ માત્ર ગણતરીની સેકંડમાં હેક થઇ શકે છે. સલામતી માટે લોઅરકેસ અપરકેસ વાળા શબ્દો સાથે દસ શબ્દોનો પાસવર્ડ રાખવો જોઇએ.

ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધિક નિયામક શ્રી હિતેશ સંઘવીએ કહ્યું કે, ઇવ ટિઝિંગ, છેડતી, ભૃણહત્યા, અપહરણ, જાતીય હુમલા, એસીડ ફેંકવા, દહેજ સંબંધી ગુનાઓનો ભોગ મહિલાઓ બને છે. હવે, ડિઝીટલ યુગમાં મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. ફેકઆઇડી બનાવી મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. વિકૃત તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી દેવામાં આવે છે. તેની સામે ગુજરાત રાજ્ય સરકારે હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે. વિવિધ પદ્ધતિઓના ઉપયોગ થકી અપરાધીઓને પકડી લેવામાં આવે છે. આ વેળાએ રાજકોટ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. (માહિતી બ્યુરો -રાજકોટ)