મહેસાણાના ગોરીવાસમાં રહેતા અને ફેબ્રીકેશનના વ્યવસાય સાથે જોડાયેલા ૪૩ વર્ષના યાસીનભાઇ બેલીમ પાસે રાજા રજવાડાના સમયના જ નહી પરંતુ અંગ્રેજોના શાસનથી અત્યાર સુધીમા અમલમા આવેલા સિક્કાઓ નો અમૂલ્ય સંગ્રહ છે પોતાના જીવની જેમ સિક્કાઓ નું જતન કરનાર યાસીનભાઇ માટે ૭૯ દેશના અને ૫૬ સ્ટેટના ઐતિહાસિક સિક્કા તેમના જીવનનુ યાદગાર સંભારણુ બની રહ્યા છે. પોતાના જીવનની કમાણીનો ૫૦ ટકા ભાગ તેમણે આ ઐતિહાસિક સિક્કા ખરીદવામાં પાછળ ખર્ચ કરેલ છે આજના યુવા વર્ગને પૌરાણીક સિક્કાઓનુ જ્ઞાન મળી રહે તે માટે ભવિષ્યમાં રાષ્ટ્રીયકક્ષાએ ઐતિહાસિક સિક્કાઓનુ પ્રદર્શન યોજવાની મહેચ્છા ધરાવતા યાસીનભાઇએ જણાવ્યુ હતુ કે રાજા મહારાજાઓના સમયમાં સ્ટેટ જીતનાર રાજા ટંકશાળામા પોતાના નામના સિક્કા પડાવતા હતા જેમા ભોપાલમા શાહજહા, જુનાગઢમા મહંમ્મદ બેગડો, ખંભાતમા મફતઅલી, રાધનપુરમા જોરાવરબાબી અને બિસમિલ્લાહ બાબી, દિલ્હીમા અલાઉદીન ખિલજી સહિતના સ્ટેટમા બહાર પડેલા સિક્કા આજે પણ પોતાની મહામુલ્ય પૂંજી બની રહેલ છે