ATUL N. CHOTAI

a writer – since 2014


રાજકોટની યેશા રૂઘાણી અભિનય ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહી છે..

muskan tv serial

muskan tv serial

ઝી ટીવીમાં આવેલી જીત ગઇ તો પિયા મોરે નામની ટીવી સીરીયલથી અભિનયની દુનીયામાં પગ માંડનાર ગુજરાતી ટીવી અભિનેત્રી યેશા રૂઘાણીએ આજે દર્શકોમાં લોકપ્રીય થઈને પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. યેશા રૂઘાણીનું બાળપણ રાજકોટ શહેરમાં વિત્યુ છે અને રાજકોટની એસએનકે સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ સીમ બાયોસીઝ-પુના ખાતેથી બેચલર ઓફ ડીઝાઇન (ફેશન કોમ્યુનીકેશન) નો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ફેશન જગતનું પેરીસ ગણાતા મુંબઇ ખાતે તેમણે ફીલાન્સીંગ ડીઝાઇનીંગ કન્સલટન્ટ ક્ષેત્રે પણ કામ કર્યું છે. યેશા પોતાના અભિનય માટે સતત ૧૪ – ૧૪ કલાક કામ કરે છે. તેનો અભિનય માત્ર ભારતમાં જ નહી પણ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ લોકપ્રીય બનેલ છે.

લોહાણા સમાજમાંથી આવતી યેશા રૂઘાણી રાજકોટના શ્રી કેતનભાઇ રૂઘાણી અને શ્રીમતી ફાલ્ગુનીબેન રૂઘાણીની એકમાત્ર દિકરી છે. શ્રી કેતનભાઇનાં જણાવ્યા મુજબ યેશા બાળપણથી જ તેજસ્વી હતી. અભ્યાસની બાબત હોય કે આપણા ભાતીગળ ગરબા હોય, યેશા હરહંમેશ અવ્વલ જ રહેતી હતી. ઘરનાં સભ્યોનાં પૂર્ણ સહકારથીજ આજે યેશાએ આજે અભિનય ક્ષેત્રે સફળતા મેળવી છે અને હજી પણ આવનારા દિવસોમાં યેશા પોતાની આગવી એક ઓળખ ઉભી કરશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી.

રાજકોટમાં ઢેબર રોડ વન-વેમાં ૧૯૭૦ થી કેતુ ઝેરોક્ષના નામથી ખુબ જાણીતા રઘુવંશી વેપારી અગ્રણીશ્રી કેતનભાઇ રૂઘાણીની સુપુત્રી યેશા રૂઘાણીએ ઝી ટીવીની જીત ગઇ તો પિયા મોરે સીરીયલમાં ખુબજ સારો દેખાવ કર્યાં બાદ અત્યારે યેશાની નવી સીરીયલ મુસ્કાન માં મહત્વના રોલમાં તે અભિનય કરી રહી છે. જે સીરીયલ સ્ટાર ભારત ચેનલ ઉપર સોમવાર થી શનિવાર દરરોજ રાત્રે ૦૯:૩૦ થી ૧૦:૦૦ દરમિયાન જોઈ શકાશે. યેશા રૂઘાણીની આ સફળતા બદલ તેમના પિતા કેતનભાઇ રૂઘાણીને મિત્રો, સ્નેહીઓ, સ્વજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

yesha rughani television actor actress zee tv show jeet gayi toh piya more serial biography from rajkot gujarat india mumbai bachelors of design and fashion communication from symbiosis  pune which ketan rughani falguni ketu zerox dhebar road one way parents lohana raghuvanshi TV serial Muskaan.

Advertisements


મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે આજના નેટિઝન માટે એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે..

Miss India Manushi Chhillar

Miss India Manushi Chhillar

નાની નાની વાતમાં દુ:ખી થઈ જતા અને માઠું લાગી આવતા સોશિયલ મીડિયા પર ઘૂરકતા આજના નેટિઝન માટે તાજેતરમાં જ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી આવેલી માનુષી છિલ્લરે એક ઉદાહરણીય દાખલો બેસાડ્યો છે. પોતાની અટકને લઈને કૉંગ્રેસી નેતા શશી થરૂરે સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીને મન પર ન લગાડતા છિલ્લરે ટ્વિટ કરી આ મામલે કોઈ વધારે ઊહાપોહ ન કરવા જણાવ્યું હતું. થરૂરે નરેન્દ્ર મોદી દ્વારા લાદવામાં આવેલી નૉટબંધીની ટીકા કરવા લખ્યું હતું કે ચલણી નૉટો પર પ્રતિબંધ મૂકી કેટલી મોટી ભૂલ કરી છે. ભાજપને ખબર હોવી જોઈએ કે ભારતનું નાણું વિશ્વમાં ચાલે છે. જૂઓ.. આપણી છિલ્લર (ચિલ્લર) પણ મિસ વર્લ્ડ બની છે. તેના જવાબમાં માનુષીએ લખ્યું હતું કે જે છોકરી હમાણાં જ વિશ્વ જીતીને આવી છે તે આવી ટિપ્પણીથી દુ:ખી થાય તેમ નથી. ચિલ્લર બહુ સામાન્ય વાત છે. એ છોકરીની અંદરની ચિલ (ખુશમિજાજી) ભૂલશો નહીં.

જો કે સોશિયલ મીડિયામાં થરુરની ટિપ્પણીથી ભારે નારાજગી વર્તાઈ હતી. આ જોતા થરુરે માફી પણ માગી હતી. જો કે તેમની માફી પણ એક કટાક્ષ જ હતી. તેમણે લખ્યું હતું કે માની લઈએ કે આ વિનોદ બહુ નીચા સ્તરનો હતો. જે લોકોને આવા હળવા વિનોદથી દુ:ખ થયું હોય તેમની હું માફી માગું છું. જે છોકરીના જવાબને મેં ખાસ વખાણ્યું હતું તેને અપમાનિત કરવાનો મારો ચોક્કસ કોઈ ઈરાદો ન હતો. આજકાલ એક સામાન્ય વાક્ય કે રમૂજમાં કરેલી ટિપ્પણી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. સોશિયલ મીડિયાને લીધે વાત બહુ પ્રસરી જાય છે અને નાનકડી વાત પણ મોટી બની જાય છે. લોકો રમૂજ અને અપમાનમાં ફરક સમજી શકતા નથી કે સમજવા ઈચ્છતા નથી.. ત્યારે આ યુવાન મિસ વર્લ્ડની આ પરિપક્વતા દાદ માગી લે તેવી છે.. (પીટીઆઈ)


લીમડાના ઝાડ પર લટકતી નાની દેખાતી અને નકામી ગણાતી એવી લીંબોળી હજ્જારોની કમાણી કરાવે છે

limboli

limboli

આપણા આંગણે લીમડાનું વૃક્ષ હોય તો તેના પર લટકેલી લીંબોળી પાકે કે નીચે પડે તેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી. પરંતુ લીમડાના વૃક્ષ પર લાગતી લીંબોળી કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બન્યું છે. વર્ષના બે મહિનામાં લીંબોળીઓ થકી મહિલાઓ લાખો રૂપિયા કમાતી થઈ છે. અને આ લીંબોળીઓ વીણીને તેને ખાતર બનાવતી કંપનીઓને આપવામાં આવે છે. ગુજરાત ના ભરૂચ જિલ્લામાં આ ઉદ્યોગ મોટા પાયે ફાલ્યો છે. લીમડાના વૃક્ષ પર આવતી લીંબોળીઓ ભરૂચ જિલ્લાની કેટલીય મહિલાઓ માટે આજીવિકાનું સાધન બની છે. સામાન્ય રીતે રોડ પર વેસ્ટ જતી લીંબોળીઓ વીણીને મહિલાઓ તેનો ઉપયોગ કરતી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતર બનાવતી કંપનીઓને આહવાન કર્યું હતું કે હવેથી ખાતરને નીમ કોટેડ બનાવવું. જેનાથી ખાતરના ઉદ્યોગો દ્વારા જે દુરુપયોગ થતો હતો અને ખાતરની અછત ઉભી થતી હતી તે અટકશે. અને નીમ કોટેડ ખાતરથી ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બનશે. ખાતર બનાવતી કંપનીઓએ આ વાતને સ્વીકારી છેલ્લાં બે વર્ષથી સંપૂર્ણ ખાતર નીમ કોટેડ બનાવવાની શરૂઆત કરી છે. ભરૂચ ખાતે આવેલ જી.એન.એફ.સી. કંપની દ્વારા પણ 100 ટકા નીમ કોટેડ ખાતર બનાવવામાં આવે છે. અને તેના માટે વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને લીંબોળીઓ વીણી કેવી રીતે કમાણી કરી શકાય તે માટેની તાલીમ આપવામાં આવે છે. ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ એકત્રિત થઈ લીંબોળીઓ વીણી કમાણી કરી રહી છે. કંપની અને મહિલાઓ વચ્ચે કોઈ દલાલ નથી હોતો. મહિલાઓ સીધી કંપનીને જ લીંબોળીઓ વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સ્વનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે લીંબોળીઓ એ માત્ર કચરો હોય છે. પરંતુ આ કચરામાંથી પણ મહિલાઓ આજીવિકા ઉભી કરી શકે છે અને સારામાં સારું વળતર મેળવી શકે જે આ મહિલાઓ એ સાબિત કરેલ છે


1 Comment

કન્યાઓને પણ યજ્ઞોપવિત આપવાની પરંપરા..

Aryakanya Gurukul Janoi

Aryakanya Gurukul Janoi

યજ્ઞોપવિત એ આપણા એક પવિત્ર સંસ્કાર છે આ સંસ્કાર આજે અમુક જ્ઞાતિમાં જ લેવામાં આવે છે અને  એમાં પુરુષોએ જ આ સંસ્કાર ધારણા કરવાની હોય છે.પણ પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળની સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે  બળેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા ૭૫ વર્ષોથી ચાલતી આવે છે