ATUL N. CHOTAI

a writer – since 2014


શાંતિના દૂત માટેની ભગવાને કરેલી ભોજન વ્યવસ્થા

pigeon eating food

pigeon eating food

કહેવાય છે કે ભગવાન દરેક જીવને સવારે ભૂખ્યા જરૂર જગાડે છે પરંતુ કયારેય ભૂખ્યા સુવડાવતો નથી. દરેક જીવના ગુજારા માટે ભગવાન કોઇ ને કોઇ વ્યવસ્થા કરીજ રાખી હોય છે. શાંતિના દૂત તરીકે ઓળખતા કબૂતરોને પણ સવારમાં જ તેનો નાસ્તો મળી રહે તેના માટે કેટલાયે પ્રકૃતિપ્રેમી લોકો સક્રિય રહેતા હોય છે. જામનગર પાસે આવેલા ભાણવડના માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારમાં શાંતિના દૂત મોટી સંખ્‍યામાં પોતાનું ભોજન લેવા માટે આવતા હોય છે.  શાંતિના દૂત માટેની ભગવાન ઘ્વારા કરવામાં આવેલ ભોજનની વ્યવસ્થા આ તસવીરમાં જોઈ શકાય છે. (તસવીર : રવિ પરમાર- ભાણવડ)


વેબ ડેવલોપમેન્ટ ક્ષેત્રે હવે તો વર્ડપ્રેસ નો પણ જમાનો છે : અલ્પેશ શાપરીયા

Alpesh Shaparia

Alpesh Shaparia

ટેકનોલોજીના આ જમાનામાં વેબ ડેવલોપમેન્ટ લગભગ હવે દરેક જગ્યાએ મહત્વનું બનીગયું છે. અત્યારે તો વેબ ડેવલોપમેન્ટ પહેલા કરતા પણ ઘણું આધુનિક અને સરળ બની ગયું છે. વેબ ડેવલોપમેન્ટ ના ક્ષેત્રમાં હવે દિવસે ને દિવસે વર્ડપ્રેસની બોલબાલા વધી રહી છે.

વર્ડપ્રેસ એ CMS બેઇઝ એક બ્લોગ છે. બદલાતા ટેકનોલોજીનાં યુગમાં વર્ડપ્રેસ એ હવે ફફ્ત બ્લોગ જ નથી રહ્યો પરંતુ વર્ડપ્રેસ દ્વારા આપણે  ઈ-કોમર્સ, વેબ ડીરેકટરી, વેબસાઈટ જેવી ઘણી બધી સેવાઓનો લાભ લઈ શકીએ છીએ તથા આપણી જરૂરીયાત મુજબની તમામ એપ્લીકેશન વર્ડપ્રેસ દ્ધારા બનાવી શકાય છે. વર્ડપ્રેસ નું પ્રોગ્રામીગ સ્ટ્રક્ચર આંતરરાષ્ટ્રીય ક્ક્ષાનું ગુગલ ફ્રેન્ડલી અને યુઝર ફ્રેન્ડલી છે. એક સર્વે મુજબ વિશ્વની ૩૦ ટકા જેટલી વેબસાઈટો ને વર્ડપ્રેસ દ્ધારા બનાવવામાં આવી રહી છે અને આ ટકાવારીમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. વર્ડપ્રેસ ની ઘણી સર્વિસો નો ફ્રી માં પણ લાભ લઈ શકાય છે.

વર્ડપ્રેસ વિષે આવી સરસ અને ઉપયોગી માહિતી આપનાર અલ્પેશભાઈ શાપરીયા પોતે પણ વેબ ડેવલોપમેન્ટ ક્ષેત્રે સંકળાયેલા છે. તેઓ ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતીમાંથી આવે છે અને જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનું કેશીયા ગામ તેમનું મૂળ વતન છે હાલમાં રાજકોટમાં છેલ્લા ૪૦ વર્ષથી સ્થાયી થયા છે. અલ્પેશભાઈ નો આપણે વધુ પરીચય મેળવીએ તો તેમણે સામાન્ય અભ્યાસ કરેલા હોવા છતાં પણ વેબડેવલોપમેન્ટ ક્ષેત્રે ઘણી પ્રગતી કરી છે. ગુર્જરી ડોટ નેટ, ઇન્ડીયન કલ્ચર ઓનલાઈન ડોટ કોમ જેવી પોપ્યુલર વેબસાઈટોનું વેબ ડેવલોપમેન્ટ કામ પણ તેઓએ કર્યું છે. અલ્પેશભાઈ વેબ ડેવલોપમેન્ટના ક્ષેત્રનો ૧૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને હાલમાં રાજકોટ ખાતે પોતાનું કામકાજ કરી રહ્યા છે. આપણા મીડિયા પરિવાર સાથે તેઓ જોડાયેલ છે. વર્ડપ્રેસ કે વેબ ડેવલોપમેન્ટ ને લગતા કામકાજ માટે અલ્પેશભાઈ શાપરીયા નો તેના ઈ-મેઈલ alpeshshaparia@gmail.com ઉપર  સંપર્ક કરી શકાય છે.


ભાટીયા નજીક પીંડતારક ક્ષેત્ર પીંડારા પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્‍ઠ તિર્થ

Pitru Tirth

Pitru Tirth

:: આલેખન ::
નેહુલ લાલ – ભાટીયા

અતિ પુરાણુ ક્ષેત્ર એક તિર્થસ્‍થાન તરીકે જેનો પુરાણોમાં ઉલ્લેખ છે. તેમજ જ્‍યાં શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના રાજ્‍યમાં સમયમાં તેમજ તે પહેલાનાથી આજ સુધી અહીં પિતૃના મોક્ષ માટે અહીંના કુંડમાં પીંડ તારાવા આવે છે મહાભારતના યુદ્ધ પછી મૃતાત્‍માઓના મોક્ષ માટે હરિવંશ પુરાણણમાં લાખ્‍યા મુજબ લોઢાના પીંડ તારવ્‍યા હતા ભગવાન શ્રીકૃષ્‍ણ તથા યાદવોના સમયનું મહાતીર્થ સ્‍થાન છે.

આ તીર્થસ્‍થાને આસપાસ જૂના આશ્રમોના અવશેષો છે કહે છે કે આ આશ્રમો મહામુની દુર્વાસા તથા અગસ્‍તમુનીના આશ્રમોની પુરાણી જગ્‍યા છે વળી યાદવો દરીયા કિનારે મલ્લકુસ્‍તી કરવા આવતા તે યાદવ સેનાની સ્‍કૂલોનું સ્‍થાન પણ સમુદ્ર કિનારે છે વળી આ સ્‍થળે જન્‍મ સમયમાં કોઈપણ શાપિત ગ્રહયોગ જેવા કે કાલસર્પયોગ, રહં, ગુરૂ, ચાંડાલયોગ, ચંદ્ર રહું કે સૂર્યગ્રહણયોગ જેવા અને તેથી થતા અનિસ્‍ટાન નિવારવા માટે આ મહાકુંડ તથા પીંડતારક ક્ષેત્રમાં કરેલા તર્પણ વિધિ વિગેરે શુભફળદાયક પુરાણોમાં કહી છે.

આ પીંડતાર ક્ષેત્રનો મહિમા અતિ વિશેષ હોવાના કારણો અનેક છે અહીંથી સમુદ્રમાં અસરે ૪ કિ.મી. દૂર જૂના સમયનો એક તાંબાનો કુંડ છે જે કોઈ અમાસે સમુદ્રના પાછા પાણી હઠાતા તેના દર્શન થાય છે, પરંતુ હવે તે સમુદ્રની મધ્‍યે આવી જતા ત્‍યાં વિધિ થઈ શકે નહિ. આજ સમયના સમુદ્ર કિનારા પરનો આ પીંડતારાવા માટેનો મહાકુંડ સમયના પ્રવાહમાં જર્જરીત થઈ સમુદ્રના મોજાઓથી ખંડિત થયો હતો અને અતિશય દુર્ગંધયુકત પાણીના ભરાવાથી આ તીર્થરાજની હાલત ખરાબ થવા પામેલ. પરંતુ ઈ.સ. ૨૦૦૫ના સમયે બી.એલ. જોશીએ અતિ ભારી ખર્ચે જીર્ણોધાર કર્યો છે પહેલા ત્‍યાં માત્ર એક છાપરૂ તથા અતિપુરાણુ શિવાયલ હતું પરંતુ આજ અહીં મહાકુંડ નવારૂપે બનાવી આપેલ છે તેમજ લોક શ્રધ્‍ધા તેમજ ભુદેવોની માંગણીને અનુલક્ષીને લોકો જે મૃતદેહો ત્‍યાં લઈ આવી મહાકુંડને પ્રદીક્ષણા કરાવે તેવી કુંડની ચારે બાજુ સમુદ્રમાં અસરે ૨૦ કુટ ચારે તરફ બાંધકામ કરાવી આપેલ છે.

આ સ્‍થળે શાસ્‍ત્રોકતમાં જણાવ્‍યા પ્રમાણે અસ્‍થિ પધરાવી શકાય છે જેનો મહિમા પ્રાંચી, ચાણોદ, પર્યાગ કર્તા પણ વિશેષ છે પિતૃ તર્પણ માટેનું આ મહાતીર્થ કહેવાય છે ચૈત્ર માસ, કારતક માસ, માગશર, ભાદરવે તથા શ્રાવણી અમાસે અહીં મોટી સંખ્‍યામાં લોકો પિતૃ તર્પણ વિધિ હોમ, હવન પીંડતરવા આવે છે આ પીંડ તારક ક્ષેત્રનો પુરાણો ઉકત મહિમા અતિ વિશેષ છે જે મહિમા અહી લખવા જતા કાગળો ટૂંકા પડે જેના માટે તો પુરાણો જોવા પડે હિન્‍દુ ધર્મમાં શ્રાધ્‍ધ વિધિનું આગવું મહત્‍વ છે. પિતૃઓના આત્‍માના કલ્‍યાણ માટે, પિતૃઓને મોક્ષ મળે તેમજ તેના ઋણમાંથી મુકત થવા માટે પુત્રો દ્વારા કારતક, ચૈત્ર, ભાદરવાના દિવસો દરમ્‍યાન શ્રાધ્‍ધ ક્રિયા કરવામાં આવે છે.

આ વિધિના મૂળમાં પિતૃઓને યાદ કરવાની અને તેઓના પ્રત્‍યે આભાર વ્‍યકત કરવાની ભાવના રહેલી છે આપણી પરંપરામાં પિતૃશ્રાદ્ધ માટે વિશેષ મહિમા ધરાવતા સ્‍થળો નક્કી કરાયા છે જ્‍યાં શ્રધ્‍ધાળુઓ ભાવપૂર્વક પિતૃતર્પણ કરીને પિતૃ ઋણમાંથી મુકત થવાના પ્રયાસો કરે છે આપણે ત્‍યાં પિતૃતર્પણ માટે વિશેષ મહત્‍વ ધરાવતા દેશના વિવિધ સ્‍થળોમાં પીંડતારક ક્ષેત્ર પીંડારાને શ્રેષ્‍ઠ પિતૃતીર્થ ગણવામાં આવે છે.

સર્વે તીર્થ તરીકે ઓળખાતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ કલ્‍યાણપુર તાલુકાના ભાટીયા પટે આવેલ આ તીર્થ પીંડતારક ક્ષેત્ર પીંડારા તરીકે આપણા પાંચ મહાતીર્થમાં ગણના થાય છે. અહીં જૂનો પુરાણો મહાકુંડ અંદર પોતાના સ્‍વભાવ પ્રમાણે લોખંડના પીંડપિતૃ મોક્ષાર્થે તર્પણ કરેલ અને જે લોખંડના પીંડ પણ તે સમયે પાણીમાં તરેલ જેથી પિતૃ શ્રાધ્‍ધ કરવાનું સ્‍થળનું આગવુ મહત્‍વ છે ઉપરાંત ગુજરાતમાં કચ્‍છ ખાતે નારાયણ સરોવર, પ્રાચી તીર્થ પ્રભાસપાટણ-ત્રિવેણી સંગમ, નર્મદા કિનારે આવેલું ચણોદ, પાંડવોએ જ્‍યાં તર્પણ કર્યુ હતુ તેવા કુરૂક્ષેત્રમાં આવેલ સ્‍થમત, પંચક સરોવર સહીત જ્‍યાં જ્‍યાં પૌરાણિક જળ તીર્થો છે, ત્‍યાં શ્રાધ્‍ધ કરવાનો મહિમા જોવા મળે છે તો કાંચીપુરમને પણ સર્વતીર્થ સરોવરને કારણે પિતૃશ્રાધ્‍ધ માટેનું તીર્થ ગણવામાં આવે છે. જ્‍યારે પુરાણોમાં પિતૃક્ષેત્રના પાંચ વિભાગો શિરક્ષેત્ર તરીકે ગયાજી, નભીક્ષેત્ર તરીકે વેતરણી, પાદક્ષેત્ર તરીકે પીંડતારક ક્ષેત્ર પીંડારા બ્રહ્મપાલી ક્ષેત્ર તરીકે બદ્રીનાથ અને માતૃક્ષેત્ર તરીકે સિદ્ધપુરનું મહત્‍વ દર્શાવવામાં આવ્‍યુ છે કહે છે કે જે પુરૂષ માતૃઋણ માથે રાખીને મૃત્‍યુ પામે છે તેનો મનુષ્‍ય અવતાર એળે જાય છે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં સરસ્‍વતી નદીને કિનારે આવેલ અતિ પ્રાચીન સ્‍થળ બિન્‍દુ સરોવરને માતૃ શ્રાદ્ધની કરવા માટે વિશ્વનુ એક માત્ર સ્‍થળ ગણવામાં આવે છે.

આ તીર્થ પાછળ સંકળાયેલી કથા અનુસાર પ્રાચીનકાળમાં દુર્વાશા ઋષિ એ આ સ્‍થળ નજીક તપસ્‍યા કરીને પોતાનો આશ્રમ સ્‍થાપિત કરેલ જેના પુરાણોકત અવશેષો પણ હાલની તકે પીંડતારકક્ષેત્ર પીંડારા નજીક જોવા મળે છે પીંડતારક ક્ષેત્ર પીંડારા કે જે સમુદ્ર કિનારે આવેલ છે પરંતુ જુના સમયમાં દરીયાની અંદર ત્રાંબાનો એક મહાકુંડ કે જે ભીમદેવ દ્વારા સ્‍થાપિત કરાયેલ છે અંદાજે દોઢેક કિ.મી. સમુદ્રની અંદર આવેલ આ મહાકુંડના દર્શન ભાદરવા મહિનાની અમાસના દિવસે થાય છે અને આ જગ્‍યા ઉપર પિતૃઓનું શ્રાધ્‍ધ કરવાનું મહત્‍વ છે એ છે કોઈ મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય મૃતાત્‍મા અકાળે અવસાન પામેલ હોય અને જેની શ્રાદ્ધવિધિ આ સ્‍થળ ઉપર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા લોકવાયકા છે.  દુઃખની વાત એ છે કે આટલુ પુરાત્‍વ સ્‍થળ કે જેનુ પુરાણોમાં વર્ણન છે તેવા સ્‍થળ પીંડતારક ક્ષેત્ર પીંડારાની સામે આજ સુધી પુરાત્‍વ ખાતું તેમજ સરકારની નજરે ચડેલ નથી ત્‍યારે બી.એલ. જોષી ટ્રસ્‍ટે તેમજ સંસ્‍કૃતિને ઉજાગર કરનારા સમજનારા લોકો દ્વારા તેની જાળવણી કરી રહ્યા છે.