ATUL N. CHOTAI

a writer – since 2014


ગુજરાતના એક માત્ર કોમ્યુનિટી રેડિયો દ્વારા કચ્છના ગામડાના બહેનોને શિક્ષણ અપાય છે..

kutchh radio

kutchh radio

રેડિયો શબ્દ આજની યુવા પેઢી માટે માત્ર એફએમ પુરતો જ સિમિત રહી ગયો છે. એક સૈકા પહેલા જ્યારે શોધ થઈ ત્યારે ભારે દબદબો ભોગવનાર રેડિયો હવે ભંગારની રેકડીઓમાં જોવા મળે છે. જો કે ક્યારેક કોઈક મોટી ઉંમરના વડિલોના હાથમાં રેડિયો દેખાઈ જાય છે. સમયની રફતારમાં ફેંકાઈ ગયેલા આ રેડિયોના માધ્યમાથી જ કચ્છના અતિ પછાત અને અશિક્ષિત વિસ્તારના બહેનોને ઉંચા લાવવા મહિલાઓનું સંગઠન માથામણ કરી રહ્યું છે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ કચ્છના ભીમસર પંથકમાં ચાલતો આખા ગુજરાતનો એક માત્ર કોમ્યુનિટી રેડિયો આસપાસના ર૬ ગામની ૬૦૦૦ થી વધુ બહેનોને શિક્ષિત અને દિક્ષિત કરી રહ્યો છે.

મુળભુત રીતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો રણ પ્રદેશ કચ્છ આખો જિલ્લો આમ તો શૈક્ષણિક રીતે પછાત ગણાય છે. પરંતુ કચ્છના ભીમસર પંથકના કેટલાક ગામડાની હાલત ખુબ જ પછાત છે. લખતા-વાંચતા જ ન આવડતું હોય ત્યાં શિક્ષણ આપવા માટેના માધ્યમો પણ સિમિત બની જાય છે. તેવી સિૃથતિ વચ્ચે અહી વર્ષ ર૦૧ર ની બીજી જૂનના રોજ સૌથી સસ્તુ અને સરળ માધ્યમ એવા ગુજરાતના સૌપ્રથમ કોમ્યુનિટી રેડિયોની શરૃઆત કરવામાં આવી. ખાસ કરીને ઘર-પરિવારના આાધાર સ્તંભ એવા બહેનોમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને તેને મુંજવતા અંગત જીવનના પ્રશ્નો ઉકેલાય તો સમગ્ર વિસ્તારનો એકંદર ઉત્કર્ષ ઝડપાથી થાય છે માટે અહી બહેનોને શિક્ષિત અને દિક્ષિત કરવા માટે શરૃ કરાયેલા કોમ્યુનિટી રેડિયોનું નામ સહિયર જો રેડિયો એવું આપવામાં આવ્યું તથા તેના સંચાલનમાં પણ મહિલા સંસ્થાની રચના કરવામાં આવી. આજે આ સંસ્થા સહિયર જો સંગઠનમાં છ હજારથી વધુ બહેનો જોડાયેલી છે. સંચાલન કમિટીમાં ૧૧ સભ્યો છે.

સંગઠન અને રેડિયોના સંચાલક કહે છે કે ૯૦.૪ ચેનલ ઉપરથી રેડિયો સ્ટેશનની આસપાસની પ૦ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા આશરે ર૬ જેટલા ગામડામાં નિયમીત પ્રસારણ કરવામાં આવે છે. મહિલાઓના ઉત્કર્ષ માટેના તથા રોજીંદા પ્રશ્નોનું નિરાકરણ આપતા કાર્યક્રમોનું કચ્છની પરંપરાગત લોકબોલીમાં પ્રસારણ થાય છે. હાલ જેડલેનું જતન નામનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેનો મતલબ, બહેનપણીનું ધ્યાન રાખવું તેવો થાય છે. આ કાર્યક્રમ થકી મહિલાઓના આરોગ્યને લગતા પ્રશ્નો હલ કરવામાં આવે છે.

મહિલાઓ રેડિયો સ્ટેશનના ફોન નંબર ઉપર ફોન કરીને પોતાની સમસ્યાઓ વર્ણવે છે. કેટલીક મહિલાઓ રૃબરૃ રેડિયો સ્ટેશન સુધી પહોંચે છે. ઘણી વખત રેડિયોની ટીમ ગામડાઓમાં જઈને સમજણ આપે છે. દરરોજ સવાર-સાંજ સાત વાગ્યે અને બપોરે બાર વાગ્યે એમ ત્રણ વખત કાર્યક્રમનું પ્રસારણ થાય છે. તેઓ કહે છે કે અમે ફક્ત માહિતી અને મનોરંજન જ નથી આપતા પરંતુ સહિયર બનીને બહેનોની સમસ્યા હલ કરીએ છીએ. માટે આ વિસ્તારમાં આ કોમ્યુનિટી રેડિયોની ખુબ લોકપ્રિયતા છે. અત્યારે રેડિયો દ્વારા કુંજલ પાંજે કચ્છજી, બાંધણીનીજી ગાલ, તુ જીયરો આઈ, કચ્છ લોકજી વાણી, ધરીયા ઘેર, લીકબુચાણી, સજીવનો સાદ, જેવા કાર્યક્રમો અપાય છે. ઈન્દુબા જાડેજા, હકીમાબેન ઠેબા, કેસરબેન બદરૃ, અમીનાબેન ઈસ્માઈલ વગેરે કમિટીના બહેનો હાલ સ્ટેશનનું સંચાલન કરે છે.

હાલ આકાશવાણી શબ્દ ઓલ ઈન્ડિયા રેડિયોનો પર્યાય બની ગયો છે પરંતુ આકાશમાંથી સંભળાતી અદ્રશ્ય વાણીના રૃપમાં આ રેડિયો સ્ટેશન દરરોજ છ હજારથી વધુ બહેનોના જીવનમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરી રહી છે. ગુજરાતના એક માત્ર આ કોમ્યુનિટી રેડિયો થકી મળેલા હકારાત્મક પરિણામો અંગે સંચાલક ટીમ જણાવે છે કે, એક સમયે આ વિસ્તારમાં દારૃના નશાનું વ્યાપક દુષણ હતું. આજે અનેક પરિવારોને દારૃની બદીથી બચાવવામાં આવ્યા છે. દીકરીઓ તો ઠીક દિકરાઓને પણ શાળાએ મોકલવાનું ચલણ નહોતું. આજે દીકરીઓ પણ શાળાએ જતી થઈ છે. બહેનોને આરોગ્યને લગતી રોજીંદી અનેક સમસ્યાઓ દૂર થઈ છે. kutchh all india radio program for teaching and education for rural people and women in gujarat kutch india


ગુજરાતના આ ગામમાં કોઇ પણ ગુટખા વેચતું નથી કે ખાતું નથી

Balashar Village

Balashar Village

ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૧૩ માં ગુજરાતમાં ગુટખા બંદી લાદી હતી પણ કચ્છના રાપર તાલુકાના બાલાસર ગામમાં છેલ્લા ૧૯ વર્ષથી ગુટકાની પડીકી જેવા વ્યસનોને તિલાંજલિ અપાઇ ચૂકી છે. અહીં કોઈ પણ વ્યક્તી ગુટખા વેંચાતી પણ નથી અને ખાતી પણ નથી. મૂળ કચ્છીઓ સાથે જોડાયેલી માનવ સંસ્થા દ્વારા કરાયેલા સંકલ્પના લીધે ગામના લોકોને કૃત્રિમ રીતે આરોગ્યને થતી અસરો સામે રક્ષણ મેળવી શકાઇ રહ્યું છે. માનવ સંસ્થાના કાર્યકરો ની અથાગ મહેનત ને લીધે આજે આ સંકલ્પની સારી અસર જોવા મળી રહી છે


માંડવીના ધોકડા ગામે ૫૦૦ વર્ષથી કોઈ દૂધ વેચતું નથી

Dhokda Village - Kutchh

Dhokda Village – Kutchh

માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં અવારનવાર ઓચિંતો ભાવવધારો થાય છે ને ત્યારે મોંઘવારીથી કંટાળેલા લોકો વધુ મૂંઝાઈ જાય છે ત્યારે ડેરીઓવાળા પણ નફો રળવા ડીઝલ – પેટ્રોલની જેમ ભાવ વધારતા જ જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ધોકડા ગામમાં ૨૫૦ જેટલા પશુઓ છે છતાં ૫૦૦ વર્ષથી અહીં કોઈ દૂધ વેચતું નથી એટલું જ નહીં જેમને ત્યાં ઢોર – ઢાંખર ન હોય એમને મફત દૂધ અપાય છે. ધોકડા ગામના ઈતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળે છે કે આ ગામના પૂર્વજો સેદાણી નામના એક ઓલિયાના વચને બંધાયેલા છે તેથી ગામમાં કોઈ એમનું વચન તોડવાની હિંમત નથી કરતું કારણ કે અગાઉ જ્યારે પણ કોઈએ પૂર્વજોએ આપેલું વચન તોડવાની કોશિશ કરી છે ત્યારે નુકસાન ભોગવવું પડયું છે ૫૦૦ લોકોની વસતિ ધરાવતા આ ગામમાં ૨૫૦ જેટલાં પશુઓ છે છતાં દૂધ ન વેચવા ઉપરાંત બીજી પણ કેટલીક વિચિત્ર શરતો છે જેનું ગામ લોકો ચુસ્તપણે પાલન કરે છે. દૂધ ન વેચવા ઉપરાંત ગામની બીજી પણ ખાસિયતો છે જેમાં ડબલ માળનું કે છતવાળું મકાન કોઈ બનાવતું નથી કોઇ કયારેય પશુઓનો શિકાર કરતું નથી ઢોલિયાનો એટલે કે ખાટલાનો ઉપયોગ કોઈ કરતું નથી અને ઓલિયાના પરિવારનું પાલન પણ કર્યું. ગામના સરપંચ અને ગ્રામવાસીઓના જણાવ્યા પ્રમાણે વર્ષો પૂર્વે તેમના ગામની બાજુમાં સિંધથી આવેલા એક ઓલિયા ફકીરને લોકોએ ધોકડા, વાંઢ અને અન્ય ગામોના લોકોએ પોતાના ગામમાં રહેવા માટે વિનંતી કરેલી ને તે વખતે તેમણે કહેલું કે મારી પાંચ શરતો સ્વીકારો તો ગામમાં રહું  પરંતુ ગામ લોકોએ શરતો સ્વીકારી નહીં પરંતુ ધોકડા ગામના પૂર્વજોએ શરત સ્વીકારી તેથી તે ફકીર ધોકડા ગામમાં રોકાઈ ગયા આ વાતને આજે તો વર્ષો વીતી ગયા છે હવે એ ઓલિયા પણ નથી છતાં એમને આપેલું વચન આજે પણ ધોકડા ગામના લોકો પાળે છે.


સલાયાનો ૫૦ જણનો પરિવાર એક રસોડે જમે છે

Joint Family -  Salaya

Joint Family – Salaya

માંડવી: આજના સમયમાં સૌને સ્વતંત્રતા જોઇએ છે  તેમાં પણ પરણ્યા બાદ તરત જ યુગલો અલગ થઇ જવા થનગનતા હોય છે પણ માંડવીના સલાયાનો ભટ્ટી પરીવાર આ બધામાં અનોખો છે  એક નહીં, બે નહીં પણ ત્રણ – ત્રણ પેઢીને એક્તાની દોરીમાં પરોવીને આ પરીવાર આજના બટકણા સંબંધોમાં પણ સંયુક્ત રહી રહ્યો છે. અહીં રોજ ૫૦ સભ્યની રસોઇ એક જ રસોડે બને છે અને તમામ એક પંગતે બેસીને જમે છે જે ખરેખર અનોખી નહીં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રેરણાદાયી ઘટના છે. માંડવી શહેરના સામાકાંઠે વસેલા સલાયાના વાઘેરચોકમાં ભટ્ટીમંઝિલમાં આ પરીવાર રહે છે જેમાં 13 પુરુષ અને 13 મહિલા સાથે નાના – મોટા 26 બાળક સાથે  કુલ ૫૦  સભ્ય હળીમળીને એક સાથે રહે છે. તમામની રસોઇ એક રસોડે બને છે, જેમાં વપરાતી સામગ્રી પર નજર નાખીએ તો દૈનિક 5 કિલો ચોખા, 8 કિલો ઘઉં, 7 કિલો બાજરો, 3 કિલો મગફાડા, 8 કિલો શાકભાજી, 2 કિલો ખાંડ, દૈનિક 6  લિટર દૂધ, ૫૦ ગ્રામ ચા તેમજ 400 ગ્રામ વાટેલો મસાલાનો વપરાશ છે. ડાઇનિંગ રૂમ નાનો હોવાથી  એક સાથે પંગતમાં ૫૦ લોકો સાથે બેસી શકે અેમ ન હોઇ, પહેલાં પુરુષો તથા બાદમાં મહિલા – બાળકો જમે છે. ભોજન સાથે પરીવારના સભ્યો વિચારોનું આદાન પ્રદાન પણ કરે છે. વડીલો દરેકના વિચારોને જાણે છે.

પરીવારના મોભી ઉમર હાજી ઇલ્યાસે કહ્યું હતું કે  અમારી ત્રણ પેઢીમાં કાકાઇ ભાઇઓ સહીતનો પરીવાર સાથે રહે છે  તેથી રસાલો એટલો મોટો છે કે, બાળકોના ક્યારેક નામ યાદ રહેતા નથી તેથી ઘણીવાર કોઇપણ નામના સંબોધન કરીને બોલાવીએ છીએ. 24 નાના – મોટા બાળક માટે પ્રસંગો પર ચંપલથી કરીને કપડાની ખરીદી દરેક માટે એક સાથે કરવામાં આવે છે. પરીવારની આવક મુજબ ખર્ચ કરીને બચત કરાય છે  જેથી પુત્ર – પુત્રીના નિકાહ કરવા હોય ત્યારે બચાવેલી પુંજી કામ આવી શકે રસોડાનો હવાલો સંભાળતા હાજિયાણી જીલુબાઇના માર્ગદર્શન મુજબ રસોઇ બનાવવા અને કપડાં ધોવા માટે દરેકનો ક્રમ મુજબ વારો આવતો હોય છે જેથી છુટ્ટીના અને બાકીના સમયમાં મહિલાઓ ભરત ગુંથણ જેવા કામો કરી શકે તેમજ ઘરકામનો ભાર પણ કોઇ એક પર ન આવી જાય  આટલા મોટા પરીવાર માટે જો પાતળી અને નાની રોટલી મહિલાઓ બનાવવા જાય તો પહોંચી શકે નહીં તેથી બપોરે અને રાત્રે સામાન્ય કદની રોટલીના સ્થાને બાજરાના રોટલા જેમ ઘઉંના જાડા રોટલા બનાવાય છે જેથી જલ્દીથી કામ થઇ શકે. 50 લોકોની રસોઇ માટે કાયમ લાકડા અને છાણાનો ઉપયોગ કરીને ચુલા પર જ રસોઇ બનાવાય છે. ગેસનો વપરાશ માત્ર ચા – દૂધ માટે કરાય છે મસાલો પીસવા પણ મિક્સર ગ્રાઇન્ડરની જગ્યાએ પથ્થર પર જ વલોણાથી બનાવાય છે. આ પરીવારની જેમ ભટ્ટી મંઝિલમાં રહેતા 20થી 25 બિલાડાનું જૂથ પણ જમવાના સમયે એક સાથે આવીને પોતાનો ખોરાક લે છે. જે ખરેખર નવાઇ પમાડે તેવી વાત છે.


કચ્છમાં સાધુએ એકલે હાથે ડુંગર કોતરીને શિવમંદિર સ્થાપ્યું

Shiv Temple

Shiv Temple

કચ્છ અને સૌરાષ્ટ્રની ધરા સાથે સંત અને શૂરાની સાથે માનવીની અદ્દભુત શક્તિઓ સાથે ઇશ્રરીય શક્તિનો સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ ઇતિહાસમાં અંકાયેલી છે. કચ્છમાં એક કાળા માથાનો માનવી અકલ્પનીય હામ અને શિવભક્તિથી અચંબિત કરી દે તેવી સાધના કરી રહ્યો છે.

કચ્છના લખપત તાલુકામાં આવેલા ગુનેરી ગામે નમય નારાયણના નામે ઓળખાતા એક અલગારી સાધુ જીવે એકલા હાથે ડુંગર કોતરી નાખ્યો છે અને ડુંગર ખોદીને બનાવેલી ગુફામાં શિવમંદિરની સ્થાપના કરી છે. આ શિવમંદિરનું માહાત્મ્ય દિન પ્રતિદિન વધી રહ્યું છે. સ્થાનિક લોકોને એક સાધુએ એકલા હાથે નિર્માણ કરેલા શિવમંદિર પર અતૂટ આસ્થા બંધાઇ રહી છે.

નમય નારાયણ નામના સાધુએ ૨૦૦૯ થી ગુનેરી ગામે એક ડુંગર પર પડાવ નાખ્યો. દિવસે શિવભક્તિ અને અઘોર સાધનામાં મસ્ત રહેતા નમય નારાયણ મોડી રાત બાદ હાથમાં રૂદ્રાક્ષની માળા છોડીને હથોળી અને છીણું પકડી લેતા હતા. કોઇની પણ મદદ માગ્યા વિના નમય નારાયણ આખી રાત ડુંગર કોતરતા રહેતા હતા. પાંચ વર્ષના અથાગ પરિશ્રમ બાદ નમય નારાયણે એકલા હાથે ગુફા કોતરી નાખી અને અંદર શિવમંદિરની સ્થાપના કરી, જે આજે સ્થાનિક લોકોની પ્રબળ આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. એકલા નમય નારાયણની મહેનતથી આજે ગુનેરી ગામનું શિવ ગુફા મંદિર એ કક્ષાએ પહોંચી ચૂક્યું છે કે પ્રસિદ્ધિ માટે કરોડોના ખર્ચે જાતભાતના તાયફા કરતી રાજય સરકાર આ ગુફા મંદિરની નોંધ લઇ તેને પ્રમોટ કરે તો તો તેની વિશ્ર કક્ષાએ નોંધ લેવાય એવી સ્થિતિ છે. એક માણસ એકલપંડે શું કરી શકે તેનો બોલતો પુરાવો ઉપરોક્ત તસવીર છે. નમય નારાયણ કોઇ દિવસ ખાવાં પીવાની પરવા નથી કરતા. તેમનું કહેવું છે, ઉપરવાળો કીડીને કણ અને હાથીને મણ આપી જ દે છે. અહીં વગડામાંય જીવતા રહેવાય એટલું શિવશંભુની દયાથી મળી જાય છે.


Shri Hitesh K. Zala – Left Handers Association of Gujarat

Hitesh Kamalkant Zala - Bhuj - Kutchh

Hitesh Kamalkant Zala – Bhuj – Kutchh

Some people feel that the Left- handers are more intelligent. Right- handers might disprove but there are theories which indicate that the hand you use determines your intelligence too. The brain is divided into two halves, right and left. When the left hemisphere of the brain is dominant the person becomes right handed, and vice versa for the right hand.

The dominant hemisphere perceives the perceptions of the opposite side of the body. That means when there is pain in the right hand it is perceived in the left hemisphere and similar reaction happens in the right hemisphere. In right-handed people an area called the Wernicke’s area, which lies on the left side of the brain, is highly developed. In case of a left-handed person, it develops on right side of the brain. Wernicke’s area can actually be called “interpretive area”.

This area is also known as general interpretive area, the Gnostic area, the knowing area, and so on. However, it is best known as Wernicke’s area in honor of the neurologist who first described its special significance in intellectual process. In about 95% of all individuals the left hemisphere is dominant one. The reason is, in more than one half of the babies Wernicke’s area of the brain is as much as 50% larger in the left hemisphere than in right. Being larger at one side it develops further. The part of Wernicke’s area present on the right side becomes inactive and becomes recessive.

Most of the times, right from the time of birth the interpretive area is in left hemisphere it explains why more than half of the population is right handed. In strongly left-handed and strongly right-handed persons the Wernicke’s area becomes recessive. However, in ambidextrous (using both the hands) the Wernicke’s area in both the hemisphere is active. The capability of performing complex functions depends on the Wernick’s area, as it plays vital role in interpretive functions.

As a result, ambidextrous people possess more intellectual capacities. Therefore the reason left-handers are intelligent is because in a world which is geared towards right-handers, left-handers tend to become ambidextrous. Since they use all kinds of products and utilities made for right handers. So the keyword is — If you wish to be more intelligent you would have to remove the block for left and use both the hands. Written by Dr. Ashutosh Pradhan (Mumbai Co-Ordinator and web admin.)

Introduction of Hitesh Zala

Shri Hiteshbhai Zala is originally a Naagar Gentleman of Porbandar, who is serving in the Police Force at Kutchh since many years. As a Left hander himself, he can understand difficulties of left handers himself and he arranges seminars, lectures for the awareness of the problems of the left handers. He is the co-ordinator of the association of left handers India. He is fond of writing. His articles about left handers are published in many newspapers of Gujarat. He is related as a family member with us. So, to know more about left handers or their activities anyone can contact Hiteshbhai at this address.

Hitesh Kamalkant Zala
324 – New Umednagar Colony,
Bhuj (Kutchh) 370 001 (Gujarat)

blog : https://cybersamvad.wordpress.com