:: સંકલન ::
અશ્વિન પટેલ
માહિતી બ્યુરો – જુનાગઢ
કોઈપણ ચુંટણી જાહેર થાય છે ત્યારથી અખબારો અને ન્યુઝ ચેનલોના માધ્યમથી આપણા આંખ અને કાન પર કેટલાક શબ્દો અથડાતા હોય છે જેમ કે મતદાર વર્ગ, ચૂંટણી ક્ષેત્ર, ચૂંટણીં પંચ વગેરે… આ શબ્દો માત્ર ગુજરાતીમાં જ નહીં દેશની અન્ય ભાષાઓમાં આવા ચૂંટણીલક્ષી શબ્દોને તે આવો જાણીએ..
ચૂંટણી : ગુજરાતીમાં ચૂંટણી કે મતદાનને હિંદી, બંગલા, અસમિયા અને ઉડિયા ભાષામાં નિર્વાચન, પંજાબીમાં ચોણ, ઉર્દુમાં ઇન્તિખાબ, કશ્મીરીમાં ચુનાવ, સિંધીમાં નિર્વાચનુ કે ચૂડ, મરાઠીમાં નિવણૂંક કે મતદાન, તેલુગુમાં એન્નિક, તમિળમાં તેર્દલ, મલયાલમમાં તિરત્રટુપ્પુ અને કન્નડમાં ચુનાવણ કહે છે.
મતદાર વર્ગ : મતદાર વર્ગ માટે હિંદી, બંગાળી, અસમિયા, ઉડીયા અને મલયાલમ ભાષામાં નિર્વાચક વર્ગ, પંજાબીમાં ચોણકાર વરગ, ઉર્દુમાં તબકા-એ-ઇન્તિખાબ, સિંધીમાં નિર્વાચક વર્ગુ, મરાઠીમાં મતદાર સંદ્ય, તેલુગુમાં વોટરૂ વર્ગમુ, તમિળમાં કક્કલરુકુલ અને કન્નડમાં ચુનાયક ગણ શબ્દ વપરાય છે.
ચૂંટણી ક્ષેત્ર : ચૂંટણી ક્ષેત્ર કે મત વિસ્તાર માટે હિંદી, સિંધી અને બંગાળી ભાષામાં નિર્વાચન ક્ષેત્ર, પંજાબીમાં ચોણ-ખેતર, ઉર્દુમાં હલકા-એ-ઇન્તિખાબ, કાશ્મીરીમાં ઇન્તિખાબુક હલકુ, મરાઠીમાં મતદાન ક્ષેત્ર, અસમિયામાં નિર્વાચન ક્ષેત્ર, ઉડિયામાં વોટીંગ ક્ષેત્ર, તુલુગુમાં તેર્દલ ક્ષેત્રમ, તમિળમાં તેર્દલ તાગુદિ, મલયાલમમાં તિરત્રટુપ્પુમંડલ અને કન્નડમાં ચુનાવણા ક્ષેત્ર શબ્દો ઉપયોગમાં છે.
ચૂંટણી પંચ : ચૂંટણી પંચને હિંદી, મરાઠી, બંગાળી અને ઉડિયા ભાષામાં નિર્વાચન આયોગ, પંજાબીમાં ચોણ કમિશન, કશ્મીરીમાં ચુનાવ કમિશન, સિંધીમાં ચૂડ કમિશન અથવા નિર્વાચન આયોગ, અસમિયામાં નિર્વાચની આયોગ, તેલુગુમાં વોટિંગ કમિશણુ, તમિલમાં તેર્દલ આણૈક્કુલુ, મલયાલમમાં તિરત્રટુપ્પુ કમિશન અને કન્નડમાં ચુનાવણા આયોગ કહે છે.
મતદાર મંડળ : મતદાતાઓના સમૂહ માટે ગુજરાતીમાં મતદાર મંડળ શબ્દ છે તેમ હિન્દી તથા ઉડિયામાં નિર્વાચક મંડળ છે. પંજાબીમાં ચોણકર મંડલ, ઉર્દુમાં હલકા-એ-ઇન્તિખાબ, કશ્મીરીમાં ચુનાવુક હલકુ, સિંધીમાં નિર્વાચક મંડલુ, મરાઠીમાં નિવણૂક મંડલ, બંગાળીમાં નિર્વાચક મંડલો, અસમિયામાં નિર્વાચક મંડલ, તેલુગુમાં વોટર્સ મંડલી, તમિળમાં તેર્દલ મનરમ, મલયાલમમાં નિર્વાચક મંડલમ અને કન્નડમાં ચુનાયક મંડલી શબ્દો પ્રયોજાય છે.
ચૂંટણી આયુકત : ચૂંટણી આયુકત પ્રમાણમાં ઓછો જાણીતો શબ્દ છે, કારણ કે આયુકતનો અંગ્રેજી સમાનાર્થી શબ્દ કમિશ્નર વધુ ચલણમાં છે. હિંદીમાં એને ચુનાવ આયુકત, પંજાબીમાં ચોણ કમિશ્નર, કશ્મીરીમાં ચુનાવ કમિશ્નર, સિંધીમાં ચુંડ કમિશ્નરૂ, મરાઠીમાં નિવણૂક અધિકારી, બંગાળીમાં નિર્વાચન મહાધ્યક્ષ, અસમિયા અને ઉડિયામાં નિર્વાચન આયુકત, તેલુગુમાં એન્નિકલ કમિશ્નરુ, તમિળમાં તેર્દલ આણૈયર, મલયાલમમાં તિરૂત્રટુપ્પુ કમિશ્નર અને કન્નડમાં ચુનાવણા આયુકત શબ્દ છે.,