ATUL N. CHOTAI

a Writer


અમરનાથ યાત્રામાં શિવભકતોએ કઈ – કઈ વસ્તુઓ સાથે લઈ જવી..?? ત્યાં શું કરવું..??

:: સંકલન  ::
જયંતભાઈ ટાંક, મો. ૯૮૨૪૮ ૦૩૦૮૦
 માધવ પંડયા, મો. ૯૪૨૮૨ ૧૧૪૪૧

Amarnath

Amarnath

આગામી સમયમાં અમરનાથજી યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. ઓમ શિવ શકિત સેવા મંડળ – દિલ્હી દ્વારા બાલતાલ અને પંચતરણી ખાતે ભંડારામાં શિવભકતોએ પ્રસાદ લેવા અનુરોધ કરાયો છે. અમરનાથજી યાત્રામાં કંઈ – કંઈ વસ્તુઓ સાથે લઈ જવી. તેના વિશે સંકલિત માહિતી નીચે મુજબ છે.

➽ શ્રી અમરનાથની યાત્રામાં જતી વખતે જરૂરી એવી ધ્યાનમાં લેવા જેવી બાબતો જે આપને અનુકૂળ રહેશે યાત્રા દરમ્યાન સૌ પ્રથમ તો જરૂર પૂરતો જ સામાન લેવો.
➽  વોટરપ્રૂફ બેગ – (સ્કુલબેગ / કોલેજ બેગ જેવી) પાછળ ટીંગાળી શકાય તેવીલેવી
➽  રેઈનકોટ, ગરમ કપડા, ત્રણથી ચાર જોડી જ કપડા રાખવા અને  બેટરી (ટોર્ચ સાથે રાખવી.)
➽  જરૂરી દવાઓ તાસીર પ્રમાણે શરદી, તાવ, ઉધરસ, ઝાડા – ઉલ્ટી પેટની, બેન્ડેડ, રૂ, પાટો,  વીકસ, બામ સૂંઠની ગોળી, ઠંડીમાં રાહત માટે સાથે રાખવી
➽  શ્વાસની તકલીફ પડે તો રૂમાલમાં કપૂરની ગોળી રાખી સુંઘવાથી ફેર પડે છે. તકલીફ ઓછી પડે છે.
➽ યાત્રા વખતે ઉપડે તેટલો જ સામાન સાથે લેવો.
➽  ઘોડા અથવા પીઠુ રાખશો તો તેમનું આઈકાર્ડ લઈ લેવું અને  યાત્રા પૂરી થાય પછી જ તેઓને આપવું તથા  પહેલેથી ભાવ નક્કી કરી લેવો.
➽ ચાલીને જતાં યાત્રિકો માટે રસ્તામાં જયાં ત્યાં પાણી ન પીવું, પહાડી પાણી પચવામાં ભારે પડે છે. તેથી જરૂરી સમાન સાથે રાખવો.
➽  રેઈનકોટ ગરમ કપડા સાથે જ રાખવા પીઠુને ન આપવા.
➽ પોતાનું આઈ કાર્ડ અને શ્રી અમરનાથજી યાત્રાનું રજીસ્ટ્રેશન સાથે રાખવું
➽  યાત્રા દરમ્યાન ભંડારાઓમાં રહેવા – જમવાની સગવડતાઓ તેમજ પ્રાઈવેટ ટેન્ટમાં સુવિધાઓ મળી હોઈ તો વધારાનો સામાન લેવો નહીં.
➽  ગમે ત્યારે વાતાવરણમાં ફેરફાર થાય ને યાત્રાને રોકવામાં આવે તો ઉપરી અધિકારીઓ અને આર્મીનાં નિયમો અનુસાર પાલન કરવું જેથી આપની યાત્રા સરળ રહેશે.
➽  યાત્રા વખતે ગ્રુપમાં રસ્તામાં ગમે ત્યાં ભુલા પડી જાવ તો ભંડારામાં કે કોઈ ચોક્કસ જગ્યાએ નક્કી કરી સૌને ત્યાં જ મળવાનું નક્કી કરો જેથી ભુલા પડો તો તે જ જગ્યાએ આવીને રાહ જોવોને જગ્યા અગાઉથી જ નક્કી કરી લેવી. ગ્રુપથી ભુલા પડી જાવ તો નક્કી કરેલ જગ્યાએ આવી જવું બધા આવે પછી જ જવું.
➽  ગમે ત્યારે વાતાવરણથી કે કોઈપણ જાતનો અકસ્માત થાય તો નજીકના આર્મી ટેન્ટમાં પ્રાથમિક સગવડતાઓ મળે છે તો તરત જ સંપર્ક કરવો. જે આપને મદદરૂપ નીવડશે.
➽  જમ્મુથી પહેલગામ અને શ્રીનગરથી બાલતાલ ચોક્કસ નક્કી કરેલ જગ્યાએ પણ ભંડારાઓની સેવાઓ ચાલતી હોય છે.
➽  પહેલગામ તેમજ બાલતાલ, પંચતરણી, શેષનાગ, જગ્યાએ પણ ઘણા બધા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભંડારાઓ ચાલુ રહેશે. યાત્રા દરમ્યાન તો સૌને ત્યાં જરૂર પૂરતો લાભ લેવો પ્રસાદનો બગાડ ન કરવો.
➽ શ્રી અમરનાથજી યાત્રા દરમ્યાન જમ્મુ – કાશ્મીર ગર્વમેન્ટ દ્વારા બસની સગવડતા મળે છે. જમ્મુથી પહેલગામ સુધી અને જમ્મુથી બાલતાલ સુધી. પ્રાઈવેટ વાહનો કરતી વખતે ભાવ – તાલ પહેલેથી નક્કી કરી લેવો જેથી આપને અને તેઓને પાછળ થી મુશ્કેલી ન પડે.
➽ યાત્રા દરમ્યાન રસ્તો એક માર્ગીય હોવાથી એકબીજા યાત્રીઓને સાથ સહકાર આપવો. ઘોડા – પીઠુ આગળ – પાછળ આવતા – જતાં હોય છે, તેઓ હોશ – હોશ જેવી બુમો પાડે છે. એટલે કે રસ્તો આપો, ચાલતા યાત્રીકોને હંમેશા પહાડની બાજુએ જ ચાલવુ હિતાવહ છે, જેથી કોઈ મુશ્કેલી ન નડે.
➽ યાત્રા વખતે જરૂરી વધારાનો સામાન લોકરરૂમમાં રાખી દેવો પહેલ ગામ તેમજ બાલતાલ ખાતે તેમજ પ્રાઈવેટ ટેન્ટમાં લોકર રૂમ, ટેન્ટ ભાડે રાખી વધારાનો સામાન રાખી દેવો અને જરૂર પૂરતો જ સામાન સાથે રાખવો જેથી યાત્રા સરળ રીતે થાય.
➽  ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી ગરમ કપડા, તેમજ રાત્રે સૂતી વખતે સૂંઠની ગોળી ખાઈ લેવી. ઠંડીમાં રાહત રહેશે. વધુ પડતી ઠંડી લાગે તો ઈનરવેર ગરમ કપડા લઈ લેવા.
➽ ગુંઠામાં ઠંડી હોવાથી ઉઘાડા પગે દર્શને જતા પહેલા પ્લાસ્ટીકનાં જબલા પગમાં પહેરવા, જેથી ઠંડી ઓછી લાગશે.
➽ શ્રી અમરનાથ ગુંફામાં દર્શને જતાં પહેલા મોબાઈલ – કેમેરાની પરમિશન લઈ લેવી. આમ તો લઈ જવા દેતા નથી પણ પૂછીને લઈ જવું.

Advertisements