ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગર રેલવે સ્ટેશન પર જે ચાની દુકાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાનપણમાં ચા વેચતાં હતા એ દુકાનને હવે કેન્દ્ર સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક નાનકડી ચાની દુકાન છે. નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની શરૂઆત આ ચાની દુકાનથી કરી હતી. વડનગરને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે આ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. સરકારની ઈચ્છા છે કે ચાની દુકાનને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરને દુનિયાના નકશા પર લાવવાની એક વ્યાપક યોજના હેઠળ ચાની દુકાનને પ્રવાસન સ્થળમાં તબદિલ કરવામાં આવશે. મહેશ શર્માએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનને ડેવલપ કરવાનો પ્લાન છે પરંતુ ખાસ કરીને તેનું અસલ સૌંદર્ય જાળવી રાખવામાં આવશે. મહેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વડનગર નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ હોવા ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ પણ છે અહીં શર્મિષ્ઠા સરોવર અને એક સ્ટેપવેલ પણ છે. એએસઆઈને તાજેતરમાં તેના ખનન દરમિયાન બૌદ્ધમઠના અવશેષો મળ્યા હતા.
Tag Archives: Mahesana
ગુજરાતની એકમાત્ર સૈનિક ગર્લ્સ સ્કૂલ મહેસાણા જિલ્લામાં આવેલી છે
મહેસાણા જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષથી એક સૈનિક કન્યાશાળા ચાલે છે. આ સ્કુલમાં છોકરીઓને અભ્યાસની સાથે સાથે સેનામાં અપાતી ટ્રેનિંગ પણ અપાય છે. જેનાથી આગળ જઇને આમાં કેરિયર બનાવી શકાય છે. ખેરવામાં આવેલી ગણપત યુનિવર્સીટી કેમ્પસમાં શ્રીમતી એમ. જી. પટેલ સૈનિક સ્કુલ ફોર ગર્લ્સમાં ધો ૬ થી પ્રવેશ લઇ શકાય છે. આમતો આ સ્કુલ સામાન્ય શાળાઓ જેવી છે જ્યાં રૂટિન સ્ટડીની સાથે સાથે ક્રિકેટ, બેડમિંટન, ટેનિસ જેવી રમતોમાં પણ છોકરીઓ ભાગ લે છે પણ જે અભ્યાસ આ શાળાને બીજી સ્કુલોથી જુદી પાડે છે. ટ્રેકિંગ, રોક ક્લાયમ્બિંગ અને પર્વતારોહણ જેવી ગતિવિધિઓ જે આર્મીમાં જવા માટે જરૂરી છે તેની તાલીમ અપાય છે. ગણપત યુનિવર્સીટી ટ્રસ્ટ દ્વારા ૧૯૯૯માં આ સ્કુલ શરૂ કરવા આવી છે. સરકાર તરફથી આ સ્કુલ માટે ફુડ બિલ અને આર્મી ટ્રેનિંગ માટે સહાય આપવામાં આવે છે. અત્યારે ધોરણ ૬ થી ૧૦ સુધીમાં ૨૪૮ જેટલી વિદ્યાર્થીનીઓ અહિંયા શિક્ષણ લઇ રહી છે. વેરાવળ, મહેસાણા, સુરત, નવસારી, જુનાગઢથી પણ અહિંયા છોકરીઓ ભણી રહી છે. સ્કૂલનાં પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર સરકારના નિયમ પ્રમાણે અત્યારે યુવતીઓ ગ્રેજ્યુએશન પછીજ સેનામાં જોડાઇ શકે છે એટલે અહિંયા આર્મીની ટ્રેનિંગ પ્રમાણેજ તમામ ટ્રેનિંગ અપાય છે.
મહેસાણાના યાસીનભાઇ બેલીમ પાસે દુર્લભ ઐતિહાસિક સિક્કાનો અનોખો સંગ્રહ છે
મહેસાણાના ગોરીવાસમાં રહેતા અને ફેબ્રીકેશનના વ્યવસાય સાથે જોડાયેલા ૪૩ વર્ષના યાસીનભાઇ બેલીમ પાસે રાજા રજવાડાના સમયના જ નહી પરંતુ અંગ્રેજોના શાસનથી અત્યાર સુધીમા અમલમા આવેલા સિક્કાઓ નો અમૂલ્ય સંગ્રહ છે પોતાના જીવની જેમ સિક્કાઓ નું જતન કરનાર યાસીનભાઇ માટે ૭૯ દેશના અને ૫૬ સ્ટેટના ઐતિહાસિક સિક્કા તેમના જીવનનુ યાદગાર સંભારણુ બની રહ્યા છે. પોતાના જીવનની કમાણીનો ૫૦ ટકા ભાગ તેમણે આ ઐતિહાસિક સિક્કા ખરીદવામાં પાછળ ખર્ચ કરેલ છે આજના યુવા વર્ગને પૌરાણીક સિક્કાઓનુ જ્ઞાન મળી રહે તે માટે ભવિષ્યમાં રાષ્ટ્રીયકક્ષાએ ઐતિહાસિક સિક્કાઓનુ પ્રદર્શન યોજવાની મહેચ્છા ધરાવતા યાસીનભાઇએ જણાવ્યુ હતુ કે રાજા મહારાજાઓના સમયમાં સ્ટેટ જીતનાર રાજા ટંકશાળામા પોતાના નામના સિક્કા પડાવતા હતા જેમા ભોપાલમા શાહજહા, જુનાગઢમા મહંમ્મદ બેગડો, ખંભાતમા મફતઅલી, રાધનપુરમા જોરાવરબાબી અને બિસમિલ્લાહ બાબી, દિલ્હીમા અલાઉદીન ખિલજી સહિતના સ્ટેટમા બહાર પડેલા સિક્કા આજે પણ પોતાની મહામુલ્ય પૂંજી બની રહેલ છે