ATUL N. CHOTAI

a writer – since 2014


હોસ્પિટલના કામ માટે રાજકોટ આવતા વ્યક્તીઓને રહેવા – જમવાની સગવડતા

(નિલેષ ઠક્કર- મુંબઈ) કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિને રાજકોટ સીવીલ હોસ્પિટલ જવુ પડે તેમ હોય અને હોસ્પીટલના કામથી ત્યા રોકાવુ પડે તેમ હોય તો આપને સિવિલ હોસ્પિટલની નજીકમાં જ સાવ નજીવા દર થી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા રહેવા તેમજ જમવાની સેવા આપી રહી છે. તો આ સેવાનો લાભ દરેક જરૂરીયાતમંદ અવશ્ય લઈ શકો છે. માત્ર ૧૦ રૂપીયામાં પ્રતિ એક વ્યકતિને જમવાનુ મળશે અને માત્ર ૧૦ રૂપીયામાં પ્રતિ બે વ્યકતિને રહેવા મળશે. ઉપરોકત તમામ સેવાઓનો લાભ લેવા માટે પથીકાશ્રમ, હોટલ ધ ગ્રાન્ડ ઠાકરની સામે, જયુબેલી ચોક, રાજકોટ ફોન નંબર ૦૨૮૧-૨૨૪૩૦૦૦ તથા ૦૨૮૧-૨૨૩૭૦૦૦ ઉપર સંપર્ક કરવો. (૧) દર્દી સાથે રહેનાર વ્યક્તિઓના નામો (૨ ) ડૉક્ટરનો ભલામણ પત્ર (૩) દર્દીનું તેમજ સાથે રહેનારનું આધાર કાર્ડ ઓરીજીનલ અને ઝેરોક્ષ સાથે રાખવું હિતાવહ છે.

તો આપ સહુ આ મેસેજ શકય હોય એટલો બીજા લોકોને પહોંચાડો કદાચ તમારા હાથથી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવાનો લાભ લઈ શકે અને એ સેવાનો લાભ તમને મળે એટલે તેમના અંતરના આશિર્વાદ પણ તમને મળી જાય… medial patient residence and food facility in very reasonable rate. this social activities in rajkot near civil hospital


Doctor meghani’s free medical treatment and medicine can get free of cost..

a famous and well known Gujarat’s Dr. N. J. Meghani he has a Degree of M.D and ph.d in homeopathy. he is providing a free of cost medicine and treatment with the help of different social trust in rajkot for last 32 years so getting any kind of incurable disease’s treatment with medicine totally free of cost only for rajkot city please contact time and address detail is given below .

(1) every Monday evening 4 to 5 pm, krishna chikitshalay, behind bus stand, kanak road (2) every Wednesday and Friday evening 4 to 5 pm, divya jivan sangh, 6-junction plot (3) every Saturday evening 4 to 5 pm, bajrang mitra mandal, 4 – raghuvirpara, lakhagiraj road (4) For the drying the veins of the eyes every 1st tuesday morning 8 am, shivanand eyes hospital, mavdi plot (5) for the white spot (leukoderma), every second Wednesday on 1 pm, sargam club dispensary, near amprapali railway crossing (6) for the glaucoma (eye zamar) every 3rd Thursday morning, 8 am, shivanand eyes hospital, mavdi plot (7) for the knee pain every 1st Wednesday morning 9 am, kamnath mahadev temple, near soni bajar corner of bavajiraj school, near darbargadh, all of these places you have to get treatment and medicine of Doctor meghani’s totaly free of cost.


જેનરિક એટલે સસ્તી અને ગુણવતા સભર અપનાવવા જેવી મેડિકલ સિસ્ટમ..

Generic Medicine

Generic Medicine

લેખન – સંકલન
રાજકુમાર
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

જીવન અમૂલ્ય છે. સમયાન્તરે આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો પ્રત્યે આપણું શરીર પ્રતિક્રિયા આપે છે. વિવિધ અંગો તેમના કાર્યથી જુદું વર્તન કરે ત્યારે તેને મુળ સીસ્ટમમાં પરત લાવવા રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે જેના માટે નિયત તબીબી વિજ્ઞાન અને તબીબો છે. વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ પૈકી એલોપેથી હાલ સૌથી વધુ પ્રચલિત અને ચલણમાં રહેલી પદ્ધતિ છે. એલોપેથી વિજ્ઞાનમાં રીસર્ચ દ્વારા વિવિધ રાસાયણિક તત્વો થકી દવાઓ બનાવવામાં આવે છે. દવા બનાવનાર કંપનીઓ વિવિધ ખર્ચ અને નફાના આધાર પર આ દવાઓની કિંમત નક્કી કરે છે. છેલ્લા કેટલાક સમયથી રોગના પ્રકાર, માત્રા અને અસરકારકતામાં ધરખમ ફેરફાર આવ્યા છે. હાલના સમયમાં સામાન્ય મધ્યમ પરિવાર માટે સારવાર કરવી અત્યંત ખર્ચાળ બનતી જાય છે ત્યારે આવા પરિવારોને તબીબી ખર્ચમાં સહાય રૂપ બનવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે વર્ષ પહેલા મૂળભૂત તત્વો આધારિત દવાના ઔષધિ કેન્દ્રો પુરા ભારતમાં શરુ કરવા એક યોજના બનાવી જેને નામ આપ્યું ’પ્રધાન મંત્રી જનઔષધિ કેન્દ્ર’ . સરકાર દ્વારા સંચાલિત અને ઉત્પાદિત ગુણવતા-યુક્ત જેનરિક દવાઓ જન ઔષધિ કેન્દ્રમાં વેચવાની શરૂઆત કરી. આગામી સમયમાં ગુજરાતમાં ૧૦૦૦ જેટલા જનઔષધિ કેન્દ્ર શરુ કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ જાહેરાત કરી હતી. ત્યારે જેનરિક એટલે કે દવાનું મુળ તત્વ અને સ્ટોર્સની કેટલીક મહત્વની વાત અહી રજુ કરવામાં આવી છે.

જેનરિક ઔષધિની એબીસીડી…

જેનરિક એટલે મુળ તત્વ અથવા રાસાયણિક બંધારણ. દવાનું નામ કોઈ કંપની કે બ્રાંડના નામ પરથી નહિ પરંતુ માત્ર તેની રચનામાં ઉપયોગમાં લેવાયેલા તત્વોના નામ પરથી રજુ કરતી વ્યવસ્થા એટેલે જેનરિક ઔષધિ. વિકસિત દેશોમાં જેનરિક દવા જ ડોક્ટર દ્વારા લખી આપવાનો કાયદો વર્ષોથી અમલમાં છે, જયારે આપણા દેશમાં મેડિકલ કાઉન્સીલે ડોક્ટરો દ્વારા જેનરિક દવા માત્ર કેપિટલ લેટરમાં લખવાનો કાયદો બનાવ્યો છે. જેનરિક દવાનું નિર્માણ ૧૯૬૦ બાદ શરુ થયું. ૧૯૬૦ પહેલા માત્ર સંશોધન યુક્ત દવાઓ વેચાતી જેના સામે સિપ્લા કમ્પનીએ ચળવળ ચલાવી, જેના પરિણામે સરકાર દ્વારા કાયદાકીય રીતે જેનરિક દવાના નિર્માણના દ્વારા ખુલ્યા, પરંતુ તેને લોકભોગ્ય બનાવવાનું શ્રેય જાય છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને. સામાન્ય ગરીબ પરિવારના લોકોને કેન્દ્ર સરકારની અમુલ્ય ભેટ સ્વરૂપે પુરા ભારત દેશમાં જનઔષધિ કેન્દ્રની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી. જેનો લાભ જન જન સુધી આજે પહોંચી રહ્યો છે. હાલ મળતી બ્રાન્ડેડ દવાઓ જે-તે કંપની દ્વારા ખર્ચાળ પધ્ધતિ થકી શોધ સંશોધન કરી તૈયાર કરાતી હોય છે. ત્યાર બાદ તેના માર્કેટીગ માટે વિવિધ રીત અપનાવી, મોટા પાયે તેમની જ દવા ડોક્ટર્સ દ્વારા લખાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. જયારે જેનરિક દવા માત્ર જરૂરિયાત મુજબના રાસાયણિક કોમ્બીનેસન હોઈ તેમજ તેના વેચાણ માટે કોઈ માર્કેટિંગ ખર્ચ ના થતો હોઈ માત્ર ઉત્પાદિત ખર્ચે કિંમતે વેચી શકાય છે.

જેનરિક દવા કેટલી અસરકારક..??

સામાન્ય જનમાનસમાં એવી ગેરસમજણ છે કે સસ્તી દવા બિનઅસરકારક હોઈ શકે, પરંતુ સરકાર દ્વારા જનઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ તમામ દવા કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રમાણિત અને માત્ર સિંગલ ડ્રગ કોમ્બીનેશન આધારિત તૈયાર કરાતી હોઈ સ્વાસ્થ્ય માટે વધુ અસરકારક રહે છે, જયારે કેટલીક બ્રાન્ડેડ દવાઓમાં ટ્રીપલ ડ્રગ કોમ્બીનેશન રહેતું હોઈ આડ અસર થઈ શકે છે. આપણા રાજ્યમાં મહદ અંશે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, કાર્ડિયાક, ગેસ્ટ્રો, વિટામિન્સ, તેમજ શરદી, ઉધરસ અને તાવમાં જરૂરી એન્ટીબાયોટીક્સ તેમજ દુઃખાવા જેવા મહત્વના રોગોની ૫૦૦ થી વધુ જેનરિક દવાઓ મળે છે. તેમજ કેન્સર જેવા જીવલેણ રોગ માટે સરકાર દ્વારા એક્સ્લુઝીવ સ્ટોર શરુ કરાશે. રોજબરોજમાં જરૂરી દવાઓ તેમજ લાંબા ગાળાની બીમારીઓ માટે જેનરિક દવા અત્યંત લાભદાયી થઈ શકે છે જે અહી આપેલ દવાની કિંમતની સરખામણી પરથી જોઈ શકાશે. એન્ટીબાયોટીક ઔષધિ સેફયુરોકઝીમ એકસીટીલ – ૫૦૦ MG બ્રાન્ડેડ ૧ ટેબ્લેટ ૬૦ થી ૭૦ રૂ. બજાર કિંમત છે તેની સામે જેનરિક ટેબ્લેટની કિંમત માત્ર ૧૮ રૂ. છે. દુઃખાવા માટેની પ્રીગ્બાઈન – ૭૫ MG અને મિથાઇલ કોબ્લામાઇન- ૭૫૦ MG ૧૦ ટેબ્લેટ ૧૩૦ થી ૨૦૦ રૂ. બજાર કિંમત છે તેની સામે જેનરિક ટેબ્લેટની કિંમત માત્ર ૩૦ રૂ. છે. સાંધાના દુઃખાવા માટે ટ્યુબ ૯૦ થી ૧૫૦ રૂ. છે ત્યારે ડાઇકલોફીનાક લીન્સીડ ઓઇલ મીથાઇલ સેલીસીલેટના કોમ્બીનેસન ની જેલ માત્ર ૪૮ રૂ. માં મળે છે. ડાયાબીટીસ માટે ગ્લિમીપ્રાઇડ – ૪ MG ૧૦ ગોળીની બજાર કિંમત ૧૫૦ થી ૨૦૦ છે જે જેનરિક દવા માત્ર રૂ. ૪.૫૦ છે. મલ્ટી વિટામીન A, B, C, D અને E તેમજ બી કોમ્પલેક્ષ સિરપ બ્રાન્ડેડ ૧૦૦ થી ૧૫૦ રૂ. ની સામે જેનરિક સીરપ માત્ર ૪૩ રૂ. માં ઉપલબ્ધ છે. પેરાસીટામોલ ૫૦૦ અને ૬૫૦ MG ૧૫ ટેબ્લેટ બજાર કિંમત ૨૦ થી ૩૦ રૂ. છે જયારે જેનરિક સ્ટોર્સ પર માત્ર રૂ. ૮.૫૦ માં ૧૫ ટેબ્લેટ મળે છે. કફ માટે ટર્બીટાલીનસિરપ ૧૦૦ ML બજાર કિંમત ૩૦ થી ૫૦ રૂ. છે જેની સામે જેનરિક સ્ટોર્સમાં માત્ર રૂ. ૧૧.૫૦ મળે છે. એન્ટી ફંગલ ટ્યુબ ફલુકાન્ઝો નું મુલ્ય માત્ર રૂ. ૨૬ છે જેની બજાર કિંમત ૬૦ થી વધારે છે. ઝાડા માટે લોપેરમાંઈડ બ્રાન્ડેડ ગોળી ૨૦ થી ૨૫ રૂ માં ૧૦ ગોળી મળે છે જેની સામે જેનરિક દવા માત્ર ૬ રૂ. માં મળે છે. શરદી, ઉધરસ, તાવ માટે ફિનાઇલલેફિન કલોરોફીનેરામાન્ડ પેરાસીટામોલ ની બ્રાન્ડેડ ૩૦ થી ૪૦ રૂ. માં જયારે જેનરિક સ્ટોર્સ પર માત્ર રૂ. ૭.૫૦ માં મળે છે. થાઈરોઈડના રોગ માટે થાઇરોકઝીન ૧૦૦ MG ની ટેબ્લેટ્સ બ્રાન્ડેડ ૧૫૦ થી ૧૭૦ રૂ. ના ભાવે મળે છે જેની સામે અહી માત્ર ૬૫ રૂ. માં મળે છે. એલર્જી માટે સેટ્રીજીન ૧૦ MG માત્ર રૂ. ૪ માં ૧૦ ગોળી મળે છે. આજ રીતે એમ્પ્લોડીપાઈન ૧૦ ગોળી રૂ. ૧.૯૨, એટિનોલોલ ૧૪ ગોળી માત્ર રૂ. ૩.૫૮, રેમીપ્રિલ ૧૦ ગોળી રૂ. ૬.૯૩, મિટોપ્રોલોલ ૧૦ ગોળી રૂ. ૪.૭૬, એટોરવસ્ટાટીન ૧૦ MG માત્ર રૂ. ૪.૭૬ માં મળે છે જેના ભાવ બજારમાં મળતી બ્રાન્ડેડ કંપનીની સાપેક્ષમાં ૨૦૦ થી ૩૦૦% નીચા દર છે.

જેનરિક દવા ઉપલબ્ધ છે કે નહિ તે ઓનલાઈન જોઈ શકાય છે જેના માટે www.1mg.com પરથી જે તે કંપનીની દવાનું નામ આપતા જ તેના જેનરિક તત્વો તેમજ જન ઔષધિ કેન્દ્રમાં મળે છે કે નહિ તેની માહિતી મળી શકે છે. તેમજ નવો જન ઔષધિ સ્ટોર ખોલવા માટે janaushadhi.gov.in પર માહિતી ઉપલબ્ધ છે. રાજકોટ ખાતે પ્રથમ જેનરિક ઔષધિ સ્ટોર શરુ કરનાર અનિલભાઈ તેમજ પાર્થભાઈ લોકોને અપીલ કરતા જણાવે છે કે, ડોક્ટર જયારે દવા લખે ત્યારે નિઃસંકોચ તેમની પાસે જેનરિક દવા આધારિત પ્રિસ્ક્રીપ્શન લખાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હાલ લોકોમાં ધિમે ધિમે જેનરિક દવા વિષે જાગૃતિ આવી રહી છે, સરકાર દ્વારા પણ પ્રચાર પ્રસારનું કાર્ય થઈ રહ્યું હોઈ આવનારો સમય જન ઔષધિનો છે. લોકોને અન્ય દેશની જેમ જ સસ્તી અને ગુણવતા યુક્ત દવા મળી રહે તે માટે સરકાર તેમજ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો આ કાર્યને એક અભિયાન સ્વરૂપે ઉપાડે તો લોકોની સારવારનાં ખર્ચની ચિંતા ચોકકસ દુર થઈ જશે… generic medicine, rajkumar sapra, , chemist and druggist, medical store, information department rajkot, 


રાજકોટમાં માનસિક અસ્થિર દર્દીઓની કાયાપલટ માટે અનોખી સેવા થાય છે

Mental Person Help

Mental Person Help

રાજકોટમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ થતી હોય છે પરંતુ માનસિક બિમાર દર્દીઓની કાયાપલટ કરવા માટે અહી જે સેવાયજ્ઞા ચાલતો રહ્યો છે જે આ તમામ સેવા પ્રવૃતિઓમાં મુઠ્ઠી ઉંચેરુ સ્થાન ધરાવે છે. રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં માનસિક અસ્થિર દર્દીઓ નિરાધાર અવસ્થામાં પડયા હોય છે કોઈ મંદિરે તો કોઈ એસ.ટી. ડેપો કે રેલ્વે સ્ટેશનમાં જાહેર માર્ગો ઉપર મેલા ઘેલા કપડા પહેરી રસ્તે રઝળતા આ માનસિક અસ્થિર દર્દીઓની કાયાપલટ માટે રાજકોટના રાજેન્દ્રભાઈ શાહે હરતી ફરતી રીક્ષા શરૃ કરાવી છે. ‘ગાંડાની મોજ’ ના નામે શહેરમાં ફરતી આ રીક્ષા જુદા જુદા વિસ્તારમાં જઈને માનસિક અસ્થિર દર્દીઓએ શોધી તેઓને દાઢી બાલ કાપી હજામત કરી ભરપેટ ભોજન જમાડી નવા કપડા પહેરાવવામાં આવે છે. આ સેવાના સુત્રધાર એવા હસમુખભાઈ શાહ કહે છે કે સમાજમાં માનસિક અસ્થિર દર્દીઓ હંમેશા તિરસ્કૃત થતા હોય છે. આ નિરાધાર પાગલને મદદરૃપ થવા અનોખો સેવાયજ્ઞ શરૃ કરવામાં આવ્યો છે. શહેરનાં કોઈપણ ખુણે આ પ્રકારનાં માનસિક દર્દીઓ જોવા મળે તો ફોન નં. ૦૨૮૧ – ૨૪૩૧૭૭૬ ઉપર સંપર્ક કરજો જેથી તેની સેવા માટે રીક્ષા ઝડપભેર પહોંચી શકે.


રાજકોટ સિવિલ હોસ્‍પિટલના બાલ સંજીવની કેન્‍દ્ર માં અતિકુપોષિત બાળકોનો કાયાકલ્‍પ થાય છે

રાજકોટની સિવિલ હોસ્‍પિટલના વિવિધ વિભાગો થતા એક… બે… કે ત્રણ નંબરના એવી રીતે નંબરથી વોર્ડ ઓળખાય છે ત્‍યાં આવું ‘‘બાળ સંજીવની કેન્‍દ્ર” નામ ધરાવતો વોર્ડ કંઇક અલગ પડે એટલે સહજ આશ્ચર્ય થાય સામાન્‍ય રીતે સિવિલ હોસ્‍પિટલના કોઇ પણ વોર્ડમાં દર્દીઓના કણસવાના અવાજ કે તેના સગાસંબંધીઓની ચહલ પહલથી વિશેષ કશું સાંભળવા જોવા મળે નહીં તેવા માહોલ વચ્‍ચે તમને આ વોર્ડ બાળકોના મજ્‍જાના કિલ્લોલ સિવાય કશું સાંભળવા મળે નહીં. બાળ સંજીવની કેન્‍દ્ર એટલે જયાં કુપોષણથી પીડાતા બાળકોના પોષણક્ષમ આહારથી કાયાકલ્‍પ થાય છે રાજકોટ ના સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડ સ્‍થિત કે.ટી.ચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં રાજય સરકારના ‘‘મિશન બલમ સુખમ” હેઠળ ૨૦ પથારીની સુવિધા ધરાવતું ‘‘બાલ સંજીવની કેન્‍દ્ર” શરૂ કરવામાં આવ્‍યું છે. તેની અંદર તમે એક લટાર લગાવો તો ત્‍યાંની ચોખ્‍ખાઇ ઉડીને આંખે વળગે ને વળી ખાનગી દવાખાનાને પણ ટક્કર મારે એવો વોર્ડ બાળકોને ત્‍યાં રહેવું ગમે એવો માહોલ દિવાલ પર કાર્ટુન, છત પર શણગાર, આંગણવાડીમાં હોય તેવા બાળકોને રમવા માટેના રમકડાં વળી બાળકની માતાને પણ સાથે રહેવાની સુવિધા ને દરેક માતાને દૈનિક રૂ.૧૦૦ મળે એ તો લટકામાં.. એક માં અને બીજા રમકડાં બાળકોને રાજી રાખવા આથી વિશેષ જોઇએ પણ શું..!!

‘‘બાલ સંજીવની કેન્‍દ્ર” માં કુપોષણ ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવે છે સારવાર એટલે પોષણયુકત જમાડીને સિવિલ હોસ્‍પિટલના બાળકોના રોગના વિભાગમાં કોઇ બાળક માંદગી લઇને આવે તે તબીબને એમ થાય કે રોગનું મૂળ કુપોષણમાં છે એટલે તુરંત વજન કરી તેને ઉંમર સાથે સરખાવી એમને બાલ સંજીવની કેન્‍દ્રમાં દાખલ કરી દેવામાં આવે અહીંથી શરૂથી થાય બાળકોની તંદુરસ્‍તીની સફર બાળકને સવારે સાત વાગ્‍યાથી દર બે કલાકે દૂધ આપવામાં આવે એ ઉપરાંત ૧૦ વાગ્‍યે એનર્જી પ્રોટીન પાવડર આપવામાં આવે આ પાવડર શિંગના દાણાનો ભૂકો, ખાંડ, મિલ્‍ક પાવડર અને ટોપરાના તેલનું મિશ્રણ હોય છે જે બાળકોને ભરપૂર પ્રોટીન પુરૂ પાડે છે. વોર્ડની બાજુમાં જ રસોડું છે ત્‍યાં બાળક માટે આરોગ્‍યપ્રદ વિવિધ પ્રકારના વ્‍યંજનો બને તે પણ લો – કોસ્‍ટ અને બાળકની માતાને આ વ્‍યંજનો કેવી રીતે બને તેનું જ્ઞાન પણ પ્રશિક્ષિત કરવામાં આવે છે દરેક બાળકના વજનનો વ્‍યકિતગત રેકોર્ડ રાખવામાં આવે છે દરરોજ તેની તબિયત ચકાસવામાં આવે છે  સામાન્‍ય રીતે એકવીસ દિવસ સુધી બાળકને રોજ આરોગ્‍યપ્રદ ખોરાક આપવામાં આવે એટલે તેનું વજન ચોક્કસ વધે છે  આટલા દિવસ સુધી માતા પણ તેની સાથે રહે એટલે તેની રોજગારીનું શું..?? એ બાબતનો ખ્‍યાલ રાખીને તેના ગામ સુધી આવવાનું ભાડુ અને રોજના રૂપિયા સો બાળકની માતાને આપવામાં આવે છે ઉપરાંત તેને પણ ભોજન હોસ્‍પિટલમાંથી જ અપાય છે અહીયા બાજુમાં બગીચો બનાવવામાં આવ્‍યો છે અને એમાં વાવેલા સરગવાનો પણ ભોજનમાં ઉપયોગ કરાય છે.

બાળકોના રોગના વિભાગના ડો. યોગેશ પરીખ કહે છે કે આ ‘‘બાલ સંજીવની કેન્‍દ્ર”માં એક પણ દિવસ એવો નથી રહ્યો કે એક બેડ ખાલી હોય બાળકોની સેવા કરવાનું આ અનોખુ માધ્‍યમ છે સપ્‍ટેમ્‍બર – ૨૦૧૨ થી આ કેન્‍દ્ર શરૂ કરવામાં આવ્‍યું છે. તે વર્ષે ૩૮ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવામાં આવ્‍યા હતા વર્ષ ૨૦૧૩ માં ૨૬૬, ૨૦૧૪ માં ૩૬૩, ૨૦૧૫ માં અત્‍યાર સુધીમાં ૧૧૮ બાળકોને અતિકુપોષીત હાલતમાંથી બહાર લાવવામાં આવ્‍યા છે  આ આંકડા રાજય સરકારના લક્ષ્યાંક કરતા બે ગણા છે. સમગ્ર ભારતમાં ગુજરાત કુપોષિત બાળકોની સારવાર કરવામાં નંબર વન છે. કુપોષણની દૃષ્‍ટિએ ગુજરાત નોન હાઇફોકસ કેટેગરીમાં આવે છે. આ કેટેગરીમાં અન્‍ય રાજયો જેવા કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, કર્ણાટક, કેરાલા, મહારાષ્‍ટ્ર, તમીલનાડુ અને બંગાળનો સમાવેશ થાય છે તેમાં ગુજરાતે ૨૦૧૨માં ૧૬૫૮૦, ૨૦૧૩માં ૯૨૩૬ અને ૨૦૧૪માં ૯૯૭૧ બાળકોને કુપોષણમાંથી મુકિત અપાવી હતી. આ ત્રણેય વર્ષોમાં ગુજરાત નંબર વન પર રહ્યું છે. રાજકોટની જ વાત કરીએ તો અહીં સારવાર લેવા આવનાર બાળકો પૈકી મોટા ભાગના વંચિત પરિવારના હોય છે. ત્રણ વર્ષ દરમિયાન અનુસૂચિત જાતિના ૨૮૨ અને અનુસૂચિત જનજાતિના ૧૯૪ બાળકોને કુપોષણમાંથી મુકિત અપાવવામાં આવી છે. આ વર્ષોમાં ૪૮ બાળકો તો એવા છે જેમને ૨૧ દિવસ કરતાં વધુ સમય બાલ સંજીવની કેન્‍દ્રમાં રખાયા હતાં એમાંથી કેટલાક તો ભિક્ષુક પરિવારના પણ હતા તેમની ઉતમોતમ સારવાર કરાઇ ઉંમર અને કુપોષણને દૂર – દૂરનો પણ નાતો નથી પરંતુ એક કેસ પરથી આ વાત ખોટી સાબિત થઇ છે. જેમકે એક કેસમાં પાંચ વર્ષના બાળકનું વજન માત્ર ચાર કિલો હતું અને અહીં સારવાર અપાયા બાદ તે અલમસ્‍ત બની ગયું  આ રાજકોટનું ‘‘બાલ સંજીવની કેન્‍દ્ર” કુપોષિત બાળકોનો કાયાકલ્‍પ કરી સમર્થ ભારતના નિર્માણમાં થયા યોગ્‍ય યોગદાન આપી રહ્યું છે.


દર્દીઓને નિ:શુલ્ક ભોજનની સેવાની સરવાણી વર્ષોથી ચાલી રહી છે

Anarji Thakor

Anarji Thakor

સિદ્ધપુરના ૬૫ વર્ષના સેવાધારી વૃદ્ધ સિદ્ધપુરના સિવિલના દર્દીઓ અને સગાને છેલ્લા ૩૭ વર્ષથી નિરંતર દિવસમાં બે ટાઇમ નિ:શુલ્ક ભોજન પહોંચાડવાનું પૂણ્યકાર્ય કરી રહ્યાં છે તેમજ જનસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરુ પાડી રહ્યાં છે.

રામજન સેવા ટ્રસ્ટ રામજી મંદિર દ્વારા સિદ્ધપુરના સરકારી જનરલ દવાખાનામાં તેમજ આંખ વિભાગ તેમજ પ્રસુતિગૃહમાં તેમજ ગોકુળ હોસ્પિટલમાં દાખલ થનાર તમામ દર્દીઓને નિ:શુલ્ક મફત ભોજન આપવામાં આવે છે. જેમાં છેલ્લા ૩૭ વર્ષથી એટલે કે ૧ જુલાઇ ૧૯૭૭ થી સિદ્ધપુરના ૬૫ વર્ષના અનારજી સામાજી ઠાકોર દરરોજ સવાર સાંજ કોઇપણ સ્થિતીમાં શહેરમાં કરફ્યુ હોય કે અનારાધાર વરસાદ પડ્યો હોય આજ સુધી તમામ દર્દીઓને દરરોજ બે ટાઇમ ગરમાગરમ ભોજન પીરસીને સેવા કરી રહ્યાં છે.

રામજન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ડો. ચેતનભાઇ ઠક્કરે દર્દીઓનું રજિસ્ટર બતાવતાં જણાવ્યું હતું કે સરેરાશ મહિનામાં ૨૦૦૦ દર્દીઓને ભોજન ટ્રસ્ટ દ્વારા અનારજીની સેવા થકી પહોંચાડાય છે. જે સેવાયજ્ઞ આજપર્યત ચાલુ રહ્યો છે. રામજી મંદિરના બ્રહ્મલીન સંત કાન્તીદાસજી મહારાજની પ્રેરણા છેલ્લા ૩૭ વર્ષથી રોજ સવારે દાળ, ભાત, શાક, રોટલી તેમજ સાંજે ખીચડી, દૂધ, રોટલી, શાક દર્દીને ગરમાગરમ ખવડાવું છું. ભૂકંપ વખતે રોજમાં ૨૦૦ દર્દીને સવાર સાંજ ભોજન કરાવવાનો આનંદ આજે પણ યાદ છે. કરફ્યુમાં પણ દર્દીને ભોજન કરાવ્યું છે. કોઇ દર્દી ભૂખ્યો નથી સૂઇ ગયો જે બધાના આશીર્વાદથી આજે ૬૫ વર્ષે પણ આ સેવા ચાલુ રાખી શક્યો છે..


મનસુખભાઈની લાંબી મૂછો પાછળ માનવસેવાનું અનોખું ઝરણું પણ વહે છે

Mansukhbhai Chavda

Mansukhbhai Chavda

મૂછનું નામ સાંભળતા પુરુષ સમાજ પોતાના પૌરૂષત્વ નો અનુભવ કરવા લાગે છે. મૂછ વિના મરદ અધુરો લાગે. એટલે જ તો દરેક પુરુષ પોતાની વિશીષ્ટ ઓળખ માટે મૂછોનો વિશિષ્ટ આકાર પણ જાળવતો જોવામળે છે. સામાન્ય આકાર અને બે થી ત્રણ ઇંચ લંબાઈથી માંડીને અણીદાર મૂછો પુરુષો રાખતા હોય છે અને કેટલાક તો આ મૂછોને શોખથી સાથે સાથે લાંબી પણ કરે જ છે ને.. પણ લાંબી કરીને કેટલી કરે..?? વિચારો..

ગુજરાતના રાજકોટ શહેરના પોલીસમેન મનસુખભાઈ ચાવડાની મૂછો બે ઇંચ નહીં ખાસ્સી  ૩૧ ઇંચ લાંબી છે એને જોતા જ બોલી જવાય કે મનસુખભાઈ  જૈસી…વર્ના…  હાલ અઢી ફૂટ જેટલી લાંબી અને તેર વર્ષ  જેટલી આયુષ્ય ધરાવતી આ મનસુખભાઈની મૂછો પાછળ અનેક રહસ્યમયી વાતો રહેલી છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામના વતની મનસુખભાઈએ બાળપણમાં દાદા અને પિતાની લાંબી લાંબી મૂછો જોયેલી અને વાર્તા સાંભળી કે એક મૂછધારી યુવાન પાસે ગિરવે મુકવા કશું જ નહીં ત્યારે મુછના એક વાળ પર તેને ધિરાણ મળેલું. સાત આઠ વર્ષની ઉમરે આહીર બાળકે સાંભળેલી આ વાર્તા પછી તો તેમને મૂછો વધારવાનું ઘેલું લાગ્યું ને પછી તો તાવડીની મેશ અને પેન્સિલની મૂછો બનાવવાનું શરુ થયું ને ૧૭ વર્ષે યુવાનની મૂછનો દોરો ફૂંટતા મૂંછ વધારવાનું સ્વપ્ન સાકાર થયું. ૨૨ વર્ષ પહેલા પત્ની વનીતાબેનને ઘેર ગયા ત્યારે પણ મૂંછો લાંબી એટલે દાદાજી સાસુએ તો પહેલા રિજેક્ટ કરેલા ને બે દાયકા પછી હમણા મોટી પુત્રીને જોવા આવેલા વેવાઈ પણ મનસુખભાઈની મૂંછો જોઇને ઘડીભર તો હેબતાઈ ગયેલા આમ અનેક ખટ્ટ મીઠા અનુભવ કરાવેલ મૂંછો વિષે મનસુખભાઈનાં પત્ની કહે છે કે એમની મૂંછો અમારી ઓળખાણ છે. ગમે ત્યાં જઈએ તુરંત મુંછવાળા મનસુખભાઈનાં ઘરના તરીકે માન મળે છે. આજથી નવ વર્ષ પહેલા એમના કાકાના દીકરા દેવ થયા ત્યારે મૂંછો કઢાવેલી ઘરે આવ્યા ત્યારે હું કે મારા છોકરા, છોકરીઓ ઘડીભર ઓળખી શક્યા નહોતા એની મુછ તો અમારો વટ છે.. અમારી શાખ છે..

નિત્ય એક કલાક જેટલો સમય મૂંછની સારસંભાળ લેતા મનસુખભાઈ મૂંછની જાળવણી ખાસ ક્રીમ દ્વારા કરે છે અને નેટમાં બાંધીને જતન કરે છે. મૂંછને બહાદુરી નું પ્રતિક માનતા મનસુખભાઈ ચાવડાને પોલીસ ખાતા તરફથી પણ મૂંછને લીધે વિશિષ્ટ માન સન્માન મળે છે. પોતાના અધિકારીઓ તરફથી ખાસ મૂંછો માટે ઇનામ પણ મળ્યા છે અને મુંછને લીધે ગુજરાતી ફિલ્મોમાં ચમકવાની તક પણ મળી છે. રાજુ ભટ્ટ નિર્મિત માં બાપને ભૂલશો નહિ અને બાલાભાઈ પટેલ નિર્મિત ખોડીયાર છે જોગમાયા નામની ફિલ્મોમાં મૂંછો માટે તેમની ખાસ પસંદગી થઇ છે. એ ઉપરાંત નાટક જનની જોડ જેવી ગુજરાતી સીરીયલ અને આઠ જેટલી પ્રાઇવેટ સીડીમાં પણ તેઓ મુંછોને લીધે અભિનય કરી ચુક્યા છે.

વિશિષ્ટ શોખ ધરાવતા લાંબી મુંછોવાલા મનસુખભાઈની કરડાકીવાળી મુંછોની પાછળ એક માનવસેવાનું અનોખું ઝરણું પણ વહે છે. ધન નહિ પણ અમુલ્ય રક્તદાતા મનસુખભાઈને ૧૭ વર્ષની ઉમરે ઉપલેટાથી રાજકોટ આવીને એક વ્યક્તિને રક્તદાન કર્યું. ને હાલ સુધીમાં તેઓએ ૧૮૯ થી પણ વધુ વખત રક્તદાન કર્યું છે. સગા પિતાએ લોહી આપવાની નાં પાડેલ દીકરીને આ મનસુખભાઈએ મામા બનીને આઠ વર્ષ પહેલા લોહી આપેલું તેની યાદમાં આ દીકરીના માતા ફાતમાબેન એક પણ રક્ષાબંધન ચુક્યા વિના મનસુખભાઈને રક્ષા બાંધ્યા વિના રહ્યા નથી. આવા મનસુખભાઈનું સન્માન કરવાનું શહેરની એક પણ સંસ્થા ચુકી નથી.

મનસુખભાઈ નાની વયથી જ ગામડામાં ખેત મજુરીએ લાગી ગયા હતા તે અરસામા  તેમને રાજકોટ આવવાનું થયું ત્યારે સાધનોની ખરીદી કરતી વખતે એક ભાઈ આવ્યા કે ઓ – પોઝીટીવ લોહી મળી જાય તો મારા પત્નીની જિંદગી બચી જાય. આમ કહીતે ભાઈ રડવા લાગ્યા હું તો ભાઈ સાથે હોસ્પિટલ પહોચી ગયો અને રક્તદાન કર્યું ત્યારે એમ થયું કે થોડા લોહીથી કોઈનું જીવન બચતું હોય તો આ કામ ચાલુ જ રાખીશ. અત્યાર સુધીમાં  ૧૮૯ વખત રક્તદાન કર્યું છે પરંતુ હજુ સુધી મને નબળાઈ લાગી નથી દર ત્રણ મહીને રક્દાન કરું છુ. કોઈવાર ઈમરજન્સીમાં અઢી મહીને પણ કરું છુ. કોઈની જીંદગી સામે નીતિનિયમો ન જોવાય.  શરૂઆતમાં બીડી પીતો ત્યારે ડોક્ટર રક્તદાન પહેલા અને અને પછી બે કલાક વ્યસન ન કરવાનું કહ્યું. હતું  આજે પણ તે શરતનું પાલન કરું છુ. મારા ફોન નંબર ખાનગી બ્લડ બેંક અને સીવીલ હોસ્પીટલના લોકો પાસે હોય છે  ફોન આવે ત્યારે હું  ઓન ડ્યુટી હોઉં તો પણ નીકળી જાઉં છું આ કાર્યમાં ક્યારેય સીનીયર પોલીસ અધિકારીઓ મને કોઈ દિવસ ના નથી પાડતા. આવો સહકાર આપવા બદલ હું આખા પોલીસખાતાનો આભાર માનું છું. હું હજુ પણ આ કામ ચાલુ રાખીશ અને તેમાં બેવડી સદી ફટકારવી છે.

વિશ્વ રક્તદાન દિને અમદાવાદ ખાતે તા. ૧૪/૬/૧૧નાં રોજ ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત સ્ટેટ કાઉન્સીલર ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન તેમજ ગુજરાત એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી અને રેડ ક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના રક્તદાન પ્રવૃત્તિનાં ૫૦ માં વર્ષની ઉજવણી નિમિતે ગુજરાતના ૧૨૫ એટલા સેન્ચ્યુરી રક્તદાતાઓને શેર દિલ ગુજરાત એવોર્ડનાં સન્માન કાર્યક્રમ નિમિતે રાજકોટ શહેર પોલીસના શ્રી મનસુખભાઈ નાથાલાલ આહિરે ૧૬૯ વખત રક્તદાન કરવા બદલ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ડો.કમલાજી ના હસ્તે તથા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ તથા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી વાસણભાઈ આહીર તથા પરબતભાઈ પટેલ સહિતનાઓ ની હાજરીમાં શેર દિલ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.

લાંબી મૂછોને માનવતારુપી મીણનું હૈયું ધરાવનાર મનસુખભાઈને મૂછો માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધવાનું સ્વપ્ન છે. અને ઈ. સ. ૧૯૫૦ મી. શોધાયેલ લોહીનું અનોખું  ગ્રુપ બોમ્બે બ્લડ ગ્રુપ વિષે પુરતી જાણકારી મેળવીને લોકો સુધી પહોચાડવાની તેમની તમન્ના છે. રાજકોટના ખરા મુછધારી મનસુખભાઈની સર્વે તમન્ના પૂરી થાય એવી અમારા સૌની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ તમારી સાથે છે મનસુખભાઈ આહીરનો તેમના મોબાઈલ નંબર ૯૨૨૮૧ ૮૪૨૨૦ ઉપર સંપર્ક કરી શકાય છે.