ATUL N. CHOTAI

a writer – since 2014


સીઝનલ ફ્લુ રોગોથી બચવા થોડી સાવચેતી રાખવી જરૂરી છે..

ukalo

ukalo

સીઝનલ ફ્લુ રોગોથી સાવચેત રહેવા માટેનો સહેલો ઉપાય આપવાની સાથે ગુજરાત સરકારની જીલ્લા આરોગ્ય શાખા દ્રારા થોડી સાવચેતી રાખવાની ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો, પાણીમાં નિમક નાખી પાણીના કોગળા કરવા, ગરમ પાણીની વરાળ લેવી, મસાલાવાળી ચા પીવી, હર્બલ અથવા કાળા મરીને ઉકાળી ઉકાળો પીવો જોઈએ. આ ઉકાળો નીચે મુજબ બનાવી શકાય છે.

ઉકાળો બનાવવાની સામગ્રીમાં ગળો-૧૦ ગ્રામ, મરી તીખા-૫ ગ્રામ, ત્રિફળા-૧૦ ગ્રામ, સુંઠ-૫ ગ્રામ, અરડુસીના પાન -૩ નંગ, તુલસી પાન-૧૦ નંગ અને અજમા પાઉડર ૫ ગ્રામ, ઉપરોક્ત સામગ્રીને ૨ લીટર પાણીમાં પલાળી ઉકાળવું અડધો લીટર પાણી જેટલું વધે ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ નીચે મુજબના માત્રામાં ગાળીને ઉકાળો પીવો. પ થી ૧૦ વર્ષના વ્યક્તિએ ૨૦ એમ.એલ, ૧૦ થી ૫૦ વર્ષના વ્યક્તિએ ૪૦ એમ.એલ તથા ૫૦ વર્ષની ઉપરના વ્યક્તિઓએ ૫૦ એમ.એલ. ઉકાળો પીવો જોઈએ.

સીઝનલ ફ્લુથી સાવચેત રહેવા માટે ખાંસી કે છીંક આવે તો મો પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવું, નાક, મો અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેકન્ડ સુધી) અથવા આલ્કોહોલ યુક્ત હેન્ડવોશ થી હાથ ધોવા, નાક અને મો ને ઢાંકતો માસ્ક કે બુકાની પહેરવી, હસ્તધૂનન કે અન્ય શારીરિક સંપર્ક ટાળવો અને થાય તો હાથ ધોવા, જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું. દા.ત. શોપિંગ મોલ, થીયેટર વિગેરે… માંદા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું, બીમાર હોય તો ઘરમાં જ રહેવું, સાર્વજનિક જગ્યા જેવી કે નળ, ઘરનો દરવાજો, કોમ્યુટર માઉસ કે કિ બોર્ડ વગેરે વાપર્યા પછી સાબુથી હાથ ધોવા, તંદુરસ્ત જીવન જીવવું જેવું કે પુરતો આરામ, સાત્વિક આહાર, પાણી વધારે પીવું, કસરત કરવી, તણાવમુક્ત રહેવું, પાંચ વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રી, ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, લાંબી બીમારીથી પીડાતા વ્યક્તિ, આ ઉપરાંત દમ, શ્વવસનતંત્રના રોગો, ડાયાબિટીસ, હદય રોગ, કીડની, રક્તવિકાર, મગજ અને મજ્જાતંતુના રોગીઓ તેમજ એચ.આઈ.વી ના દર્દીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે. જેથી સીઝનલ ફ્લુ રોગોથી સાવચેત રહેવા અને તાત્કાલિક સારવાર લેવા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની યાદીમાં જણાવાયું છે.  people care by seasonal flu advice and ayurvedic treatment by district health officer gujarat


We Can Get Best Result in any kind of diseases by taking Naturopathy Treatment..

Chetanbhai Doshi

Chetanbhai Doshi

Since last 10 years shree Chetanbhai Doshi is actively treat Patient with Physical and Psychological ailment. shree Chetanbhai firmly believe that Naturopathy can cure any Physical or Psychological diseases. Naturopathy has one big advantage of no drug and no side effects.

Shree chetanbhai treats Patients from his Residence.He wants to share and spread his knowledge of Naturopathy treatment. He conducts training class of Naturopathy treatment. Chetanbhai Doshi belongs to village Shitla of Kalawad, Jamnagar district. He has done Law degree from Gondal but his passion for Naturopathy has drawn him to Naturopathy Treatment.You can know more about shree Chetanbhai Doshi by getting in touch with him on email chetando@gmail.com and mobile number 93741 93615, 96645 03658


ભારતના ૫૦ ટકા નાગરિકોના દાંત શા કારણે સડી ગયા છે..?

 – સંજય વોરા

Dental Treatment

Dental Treatment

એક બહુ જાણીતી ટૂથપેસ્ટના ઉત્પાદકો તાજેતરમાં ગાઇવગાડીને જાહેરાત કરે છે કે ભારતમાં દર બીજા માણસના દાંત સડેલા છે. આજે તો ગામડાના લોકો પણ મોટાપાયે ટૂથપેસ્ટ વાપરી રહ્યા છે. તેમ છતાં જો ભારતના ૫૦ ટકા નાગરિકોના દાંત સડી જતા હોય તો તે માટે આજકાલ બજારમાં વેચાતી ટૂથપેસ્ટો જ જવાબદાર હોવી જોઇએ. આજનો ટૂથપેસ્ટનો ધંધો કેવળ નફો રળવા માટે ખોટા દાવાઓ કરી આપણને ગુમરાહ કરતી મલ્ટિનેશનલ કંપનીઓના હાથમાં છે. આ ટૂથપેસ્ટને સ્વાદિષ્ટ, સુગંધી અને આકર્ષક બનાવવા માટે તેમાં અનેક ઝેરી રસાયણો વાપરવામાં આવે છે, જેની કદાચ આપણા ડેન્ટિસ્ટને પણ જાણ નથી હોતી. આપણા ડેન્ટિસ્ટ પણ ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ પાસેથી કમિશન મેળવીને ટૂથપેસ્ટોના દલાલો બનીને દાંતના આરોગ્ય બાબતમાં આપણને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે. આ કારણે જે આજે વિદેશોમાં હોલિસ્ટિક ડેન્ટિસ્ટ્રીની અને નેચરલ ટૂથપેસ્ટોની ડિમાન્ડ વધી ગઇ છે. આપણા વડવાઓ બાવળ, લીમડો, દાડમ કે કરંજનાં દાતણ કરતા હતા અને ૧૦૦ વર્ષની ઉંમર સુધી તેમના દાંત મજબૂત રહેતા હતા. આપણા ૭૦ વર્ષના વૃદ્ધો પણ પોતાના દાંત વડે શેરડીનો સાંઠો તોડીને ખાઇ શકતા હતા. આપણાં બાળકો નાનાં હોય ત્યારથી તેમના દાંત સડવા લાગે છે અને ડેન્ટિસ્ટને ત્યાં આપણાં ચક્કર ચાલુ થઇ જાય છે. આપણે બાળકોને નાનપણથી રોજ સવારે અને રાત્રે સૂતી વખતે ટૂથપેસ્ટ ઘસવાની આદત પાડીએ છીએ, છતાં આવું કેમ થાય છે? આપણા વડવાઓ કુદરતી દાતણ કરતા હતા, તેને બદલે આપણે મોટી મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી ટૂથપેસ્ટ વાપરવાનું શરૂ કર્યું ત્યારે શું આપણને ખબર હતી કે આ ટૂથપેસ્ટમાં કયાં કયાં કેમિકલ્સ વાપરવામાં આવે છે અને તેની આપણા દાંત તેમ જ શરીર ઉપર શી અસર થાય છે? હવે પશ્ર્ચિમના વિજ્ઞાનીઓ આપણને ચેતવી રહ્યા છે કે ટૂથપેસ્ટને મીઠી બનાવવા માટે, તેમાં ફીણ પેદા કરવા માટે અને તેને આકર્ષક બનાવવા માટે અનેક હાનિકારક રસાયણો ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઇ શકે છે.

દાંતના આરોગ્ય માટે મીઠો સ્વાદ હાનિકારક માનવામાં આવ્યો છે. મીઠા પદાર્થમાં બેક્ટેરિયા વધુ થાય છે અને દાંત ઝડપથી સડે છે. તેમ છતાં ટૂથપેસ્ટના ઉત્પાદકો બાળકોને અને પુખ્ત વયના લોકોને પણ લલચાવવા માટે તેમાં સેકેરીન જેવા કેમિકલ્સ ઉમેરે છે અને પિપરમિન્ટનો સ્વાદ ધરાવતાં કૃત્રિમ રસાયણો પણ તેમાં નાખે છે. હકીકતમાં દાંતની અને પેઢાંની રક્ષા કરવી હોય તો તેને કડવો તેમ જ તૂરો રસ આપવો જોઇએ, પણ આવો સ્વાદ હોય તો બાળકો ટૂથપેસ્ટ વાપરે નહીં અને ધંધામાં ખોટ જાય, માટે દાંતના આરોગ્યની ઉપેક્ષા કરીને પણ ટૂથપેસ્ટમાં સેકેરીન ભેળવવામાં આવે છે. વિજ્ઞાનીઓના મતે સેકેરીન કેન્સરજનક પદાર્થ છે. બાળકો ટૂથપેસ્ટ કરતાં તેને ગળી જાય છે. તેના વાટે સેકેરીન તેમના પેટમાં જાય છે અને તેમને બ્લેડરનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. કોઇ વ્યક્તિ ટૂથપેસ્ટ ગળે નહીં પણ થૂંકી કાઢે તો પણ તેના મોંઢાની મ્યુકસ મેમ્બ્રેન વાટે સેકેરીન લોહીમાં ભળે છે અને કેન્સર પેદા કરે છે. દાંત સાફ કરવા માટે મોંઢામાં ફીણ પેદા કરવા બિલકુલ જરૂરી નથી. તો પણ લોકો પરંપરાગત રીતે દાતણ કરવાનું છોડીને ટૂથપેસ્ટ વાપરવા લોભાય તે માટે તેમાં ફીણ પેદા કરે તેવાં કેમિકલ્સ ભેળવવામાં આવે છે. જાણીને આંચકો લાગશે પણ કપડાં ધોવા માટેના સાબુ, ડિટર્જન્ટ અને શેમ્પૂમાં ફીણ પેદા કરવા માટે જે સોડિયમ લોરીલ સલ્ફેટ નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો જ ઉપયોગ આપણાં મોંઢામાં બિનજરૂરી અને હાનિકારક ફીણ પેદા કરવા માટે કરવામાં આવે છે. સોડિયમ લોરીલ સલ્ફેટ આપણી આંખોને અને મગજને પણ નુકસાન કરે છે. તેના કારણે વાળ પણ ખરવા લાગે છે.

ટૂથપેસ્ટના ઉત્પાદકો આપણને ગાઇવગાડીને કહે છે કે તેમાં ફ્લોરાઇડ ભેળવવામાં આવ્યું છે, જેનાથી દાંતની રક્ષા થાય છે. આ ફ્લોરાઇડના વપરાશ બાબતમાં અમેરિકામાં જબ્બર વિવાદ ચાલી રહ્યો છે. ઘણા વિજ્ઞાનીઓ કહે છે કે ફ્લોરાઇડથી દાંતને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો બાળકો પેસ્ટની સાથે ફ્લોરાઇડ ગળી જાય તો તેમનાં મરણ પણ થઈ શકે છે, એમ અમેરિકાનું રિવોલ્યુશન હેલ્થ નામનું મેગેઝિન કહે છે. ફ્લોરાઇડનો ઉપયોગ ટૂથપેસ્ટમાં મર્યાદિત પ્રમાણમાં જ કરવાનાં ધારાધોરણો છે, પણ ફ્લોરાઇડ હવામાં ઊડી જતું હોવાથી ઉત્પાદકો તેમાં જરૂર કરતાં વધુ માત્રામાં ફ્લોરાઇડ ઠપકારે છે, જે હકીકતમાં દાંતને નુકસાન કરે છે. ફ્લોરાઇડના વધુ પડતાં ઉપયોગથી દાંતનું ઇનેમલ ઘસાઇ જાય છે અને દાંતનાં હાડકાં નબળાં પડે છે. આ ઉપરાંત ટૂથપેસ્ટમાં ટ્રિક્લોઝોન, ટિટેનિયમ ડાયોક્સાઇડ અને હ્યુમકંટ નામનાં કેમિકલ્સ વપરાય છે, જેનાથી આરોગ્યને ફાયદો થાય છે કે નુકસાન તેની આપણને કોઇ ચોક્કસ માહિતી નથી. તમે કોઇ ઇમાનદાર અને ટૂથપેસ્ટ બનાવતી કંપનીએ જેને ભ્રષ્ટ ન બનાવ્યો હોય તેવા કેમિસ્ટને જઇને પૂછશો તો તે સાચી વાત કરશે કે દાંતને સાફ કરવા માટે મહત્ત્વની વસ્તુ પેસ્ટ નથી પણ બ્રશ છે. દાંતને સાફ કરવાનું, તેમાંનો કચરો બહાર કાઢવાનું અને તેને ઝગમગતા બનાવવાનું બધું કાર્ય હકીકતમાં બ્રશ કરે છે. પરંતુ કોરું બ્રશ દાંત ઉપર ઘસી શકાય નહીં. તેને ઘસવા માટે કોઇ પ્રવાહી કે ચીકણા માધ્યમની જરૂર પડે. આ કામ પાણી કરી શકે છે અને પેસ્ટ પણ કરી શકે છે. કોઇ પણ બ્રશને પાણીમાં પલાળીને દાંત ઉપર ઘસો તેનાથી જેટલા દાંત સાફ થાય છે, તેટલી જ સફાઇ ટૂથપેસ્ટથી થાય છે, જરાય વધુ નહીં. પાણી તદ્દન નિર્દોષ છે, જ્યારે ટૂથપેસ્ટમાં અનેક ઝેરી રસાયણોનો ઉપયોગ થતો હોવાથી તે હાનિકારક છે. પાણી મફતમાં મળે છે, જ્યારે ટૂથપેસ્ટના રૂપિયા ખર્ચવા પડે છે. આ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે, જેનો કોઇ ડેન્ટિસ્ટ પણ ઇનકાર કરી શકશે નહીં. આજે આપણા ઘરોમાં ટૂથપેસ્ટનો જે વપરાશ જોવા મળે છે તે એના ગુણધર્મને કારણે નથી પણ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા પ્રચારને કારણે અને આપણા મગજના થયેલાં ધોવાણને કારણે છે.

ઇમાનદાર ડેન્ટિસ્ટો તમને કહેશે કે તમારે દર મહિને નવું બ્રશ લેવું જોઇએ. તેનું કારણ એ છે કે આ બ્રશમાં જ બેક્ટેરિયા પોતાનું ઘર બનાવે છે. બાળકો બ્રશ ઉપર મીઠી મીઠી ટૂથપેસ્ટ લઇને, દાંતે બ્રશ ઘસીને પછી આ બ્રશ સરખું ધોયા વિના કબાટમાં પાછું મૂકી દે છે. આ કારણે બ્રશમાં બેક્ટેરિયા પેદા થાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. કોઇ પણ બ્રશને બીજી વખત વાપરવું હોય તો તેને ઓછામાં ઓછી દસ મિનિટ માટે ગરમ પાણીમાં ડૂબાડી રાખવું જોઇએ. જો આમ ન કરવામાં આવે તો બ્રશમાં પેદા થયેલાં બેક્ટેરિયા આપણા મોં વાટે શરીરમાં પ્રવેશ કરી જાય છે. જો બ્રશના દાંતા મુલાયમ અને ગોળાકાર છેડા ધરાવતા ન હોય તો તેનાથી દાંતનું ઇનેમલ ઘસાઇ જાય છે. યોગ્ય બ્રશ પસંદ કર્યા પછી, તેને યોગ્ય રીતે સાફ કરીને લીધા પછી પણ જો બ્રશનો ઉપયોગ દાંત ઉપર કેવી રીતે કરવો તે ન આવડતું હોય તો દાંતના ઇનેમલને અને અવાળાંને નુકસાન થઇ શકે છે. આ બધું કર્યા પછી પણ દર મહિને નવું બ્રશ લેવું અનિવાર્ય માનવામાં આવે છે. આપણા લોકો તો બ્રશને ગરમ પાણીથી કદી સાફ કરતાં નથી, એક બ્રશ એક વર્ષ સુધી ચલાવે છે અને કેવી રીતે બ્રશ કરવું તે પણ જાણતા નથી. આ સંયોગોમાં બ્રશથી દાંતને નુકસાન થયા વગર રહે જ નહીં.

જે રીતે ઇન્જેક્શનની સિરિન્જથી લાગતા ચેપથી બચવા માટે તબીબો ડિસ્પોસેબલ (એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી) સિરિન્જનો ઉપયોગ કરવા લાગ્યા છે, તે રીતે બ્રશ પણ એક વખત વાપરીને ફેંકી દેવું જોઇએ, જેથી બેક્ટેરિયાથી બચી શકાય. તમે દલીલ કરશો કે દરરોજ નવું બ્રશ ખરીદવાનું કેમ પરવડે..? જેઓ દાતણ કરે છે તેઓ હકીકતમાં ડિસ્પોસેબલ બ્રશનો જ ઉપયોગ કરે છે. દાતણ એક વખત કરીને ફેંકી દેવાનું હોય છે, જેથી તેમાં કોઇ બેક્ટેરિયા પેદા થવાની સંભાવના જ રહેતી નથી. દાતણ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બંનેનું કામ કરે છે. દાતણમાં જે કડવો અને તૂરો રસ હોય છે તે દાંતને સડાથી બચાવે છે. આ રસ  ૧૦૦%  નેચરલ હોય છે અને તેમાં કોઇ હાનિકારક રસાયણો નથી હોતાં. આયુર્વેદના મતે કરંજનું દાતણ શ્રેષ્ઠ છે; પછી લીમડાના અને બાવળના દાતણનો વારો આવે છે. હવે ઘણી કંપનીઓ હર્બલ ટૂથપેસ્ટો કાઢવા લાગી છે. તેમાં પણ ફીણ ઉત્પન્ન કરવા માટે કેમિકલ્સ તો વાપરવામાં આવે જ છે. દાતણ જ એકમાત્ર ૧૦૦%  હર્બલ ટૂથપેસ્ટ છે અને સાથે ડિસ્પોસેબલ ટૂથબ્રશ પણ છે. દાંતના આરોગ્ય માટે દાતણ શ્રેષ્ઠ છે. આ વાત તમને કોઇ ડેન્ટિસ્ટ નહીં કહે કારણ કે દાતણ વેચનારા ફેરિયાઓ દાંતના ડોક્ટરને કોઇ કમિશન આપતા નથી પણ ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી મલ્ટિનેશનલ કંપનીઓ આપે છે. દાંતમાં બેક્ટેરિયા અને સડો પેદા કરતા આહારવિહારનો ત્યાગ કરવામાં નહીં આવે ત્યાં સુધી દુનિયાની કોઇ દવા દાંતના રોગોથી બચાવી શકે તેમ નથી. આજે દાંતના રોગો વધ્યા છે, તેનું કારણ દાંતને નુકસાન કરે તેવાં ઠંડાં પીણાં, આઇસક્રીમ, ચોકલેટ, પિપરમિન્ટ, ચ્યુંઇગમ, ચા, કોફી વિગેરે પદાર્થોનું વધી રહેલું સેવન છે. લોકો ટીવી ઉપરની જાહેરખબરો જોઇને એવું માનવાને પ્રેરાય છે કે આ બધું ખાધા પછી પણ જો ફલાણી ટૂથપેસ્ટથી દાંત સાફ કરી લેશું તો દાંતને કોઇ નુકસાન નહીં થાય. આ હડહડતું જૂઠાણું છે. દુનિયાની કોઇ ટૂથપેસ્ટ કિટાણુઓ સામે ૨૪ કલાકની સુરક્ષા આપી શકતી નથી. જો કોઇ ટૂથપેસ્ટમાં જંતુનાશક દવાઓ ઉમેરવામાં આવી હોય તો તે બેક્ટેરિયાને મારવા ઉપરાંત આપણા શરીરને પણ નુકસાન કરે છે.

મલ્ટિનેશનલ કંપનીઓ, તેમના એજન્ટ જેવા ડેન્ટિસ્ટો અને માર્કેટિંગના નિષ્ણાતો ભેગા મળીને કોઇ બોગસ અને હાનિકારક પદાર્થને ક્યાં સુધી આપણા ઘરમાં અને જીવનમાં ઘૂસાડી શકે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ટૂથપેસ્ટ છે. આપણા દેશના બુદ્ધિજીવીઓ, વિજ્ઞાનીઓ, વિદ્વાનો અને ઇન્ટેલિજન્ટ કહેવાતા લોકો પણ આજે વગર વિચાર્યે ટૂથપેસ્ટ અને બ્રશ વાપરી રહ્યા છે. આજે મોટાં શહેરોમાં તો ટૂથપેસ્ટનો પ્રચાર એટલી હદે વધી ગયો છે કે દાતણનાં દર્શન પણ દુર્લભ બની ગયાં છે. ગામડાના લોકોના ઘરઆંગણે લીમડાનું ઝાડ હોય તો પણ તેમને દાંતે ફીણવાળી ટૂથપેસ્ટ ઘસતા જોઇને મલ્ટિનેશનલ કંપનીઓની માયાજાળ કેટલી વ્યાપક હોય છે, તેનો ખ્યાલ આવે છે. કમ સે કમ જેઓ પોતાની જાતને બુદ્ધિશાળી ગણતા હોય તેમણે તો આ લેખમાં આપેલી હકીકતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી જોઇએ અને પછી પોતાના દાંતના આરોગ્ય માટે જે વિકલ્પ શ્રેષ્ઠ જણાય તે અપનાવી લેવો જોઇએ. (Courtesy : Mumbai Samachar)


લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ ગણાય છે

Neem Tree

Neem Tree

ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં૫નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ૫ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. (૧) લીમડા અથવા કડવો લીમડો (૨) બકમ લીમડો અને (૩) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો ૧૦૦ થી ૧૨૫ જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું, વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છે. ચૈત્ર માસમાં લીમડાના સેવન થકી રોગો શાંત થાય છે, એમ શાસ્ત્રોમાં ૫ણ કહેવાયુ છે. લીમડો કફ-પિત્તના રોગો મટાડનાર, લોહીનું શોધન કરનાર, પિત્તને શાંત કરીને ઠંડક આ૫નાર અને જંતુધ્‍ન છે. આયુર્વેદ મુજબ લીમડો બધા રોગોને દૂર કરનાર છે. લીમડાના સેવનથી શરીર સ્‍વસ્‍થ નીરોગી રહે છે. ચૈત્રમાં અનુકુળતા મુજબ લીમડાનું સેવન ૧૫ કે ૩૦ દિવસ સુધી કરી શકાય છે. તેમ આયુર્વદના જાણકારો કહે છે.

લીમડો જન આરોગ્‍ય માટે ઉમદા વૃક્ષ છે. દાંતના રોગથી બચવા માટે લીમડાનું દાતણ ઉત્તમ છે. ચૈત્ર માસના પ્રારંભે જ ગ્રીષ્‍મ ઋતુ એટલે ઉનાળાની ગરમીથી પેટનાં અનેક રોગો જેવા કે અજીર્ણ, મરડો, કોલેરા, ટાઇફોઇડ વગેરે તથા પિત્તપ્રકો૫થી લોહી વિકારનાં દર્દો ઉત્‍પન્ન થતા હોય છે. કડવો અને તુરો રસ પિત્તનું શોધન અને શમન કરનારો હોવાથી ચૈત્રમાં લીમડાનું સેવન ઉ૫યોગી માનવામાં આવ્‍યુ છે. ઉનાળામાં આરોગ્‍યની સાવચેતીરૂપે લીમડાનું મહત્‍વ સ્‍વીકારાયું છે. લીમડો કડવો હોવાથી તેનું સેવન સહજ રીતે થઇ શકે તે માટે કેટલીક સરળ ૫ધ્‍ધતિઓ છે. લીમડાનું સરબત, ચટણી બનાવીને તેનું સેવન થઇ શકે છે. લીમડાનાં ફુલ-કોર સહિત કુણાં – કુણાં પાન લઇને તેના સમાન વજને મરી, હીંગ સિંધવ, જીરૂ, અજમો મેળવીને ચટણી બનાવી શકાય છે. તે જ રીતે લીમડાનો રસ કાઢીને તેમાં સહેજ ખાંડ કે સાકર વગેરે ભેળવીને સરબત બનાવી શકાય છે. ચૈત્ર માસમાં આ રીતે તેનું નિયમિત સેવન કરી શકાય. લીમડાનો રસ અડધાથી એક તોલો (૫ તી ૧૦ ગ્રામ) નરણા કોઠે સવારે પીવો જોઇએ. લીમડાનું વૃક્ષ ઘટા ટો૫ હોય છે અને શીતળ છાંયડો ૫ણ આપે છે. ઘરના ફળીયામાં, મહોલ્લામાં, સીમમાં, માર્ગોની બાજુઓ ૫ર, ખેતર-વાડીમાં, ફાર્મ હાઉસમાં કે ઔદ્યોગિક સંકુલોમાં લીમડાનાં વૃક્ષોનું વાવેતર વધુમાં વધુ કરી શકાય. આથી પર્યાવરણીય સુરક્ષા ૫ણ વધે છે અને જાહેર આરોગ્‍ય માટે ૫ણ લાભદાયી નિવડે છે. આથી આ૫ણે સહુ નિરોગી રહેવા વધુમાં વધુ લીમડાના વૃક્ષો વાવીએ, ઉછેરીએ, જતન કરીએ અને અનુકૂળ જણાય તો તેનું ખાસ કરીને ચૈત્ર માસમાં સેવન કરીએ અને કરાવીએ.


શુ સ્વાઇન ફ્લુથી આટલુ ડરવાની જરૂર છે..??

Swine Flu Treatment

Swine Flu Treatment

:: માહિતી ::
રાજ્વૈદ્ય દિનેશચંદ્ર એચ. પંડ્યા
(મેડિકલ સુપ્રિંન્ટેન્ડ્ન્ટ)
અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલ,
ભદ્ર, અમદાવાદ

આજના દિવસમાં સ્વાઇન ફ્લુ થી કોણ અજાણ છે..?? સમગ્ર હિંદુસ્તાન આજે સ્વાઇન ફ્લુના ભયના ઓથારમાં છે. પરંતુ શુ સ્વાઇન ફ્લુથી આટલુ ડરવાની જરૂર છે..??  શુ સ્વાઇન ફ્લુ અત્યંત ઘાતક છે..?? જવાબ છે ના તો ચાલો આધુનિક અને આયુર્વેદ એમ બન્ને દ્રષ્ટિકોણથી સ્વાઇન ફ્લુને સમજવાનો પ્રયાસ કરીએ.

વીકીપીડીયામાં આપેલી માહિતિ અનુસાર ડુક્કર દ્વારા માણસોમાં પ્રસરેલા સ્વાઇન ફ્લુ સૌ પ્રથમ ૨૦૦૯માં અમેરિકામાં નોધાયો. ૨૦૧૫માં હિંદુસ્તાનમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના ૧૦૦૦૦ કેસ નોધાયા છે અને તેમાંથી ૬૬૦ ના મૃત્યુ થયા છે અને ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણામાં વધુ ફેલાયેલ છે. (જમવાનાં શોખીન વ્યક્તિઓ વાળા રાજ્યો )

સ્વાઇન ફ્લુનાં લક્ષણો સામાન્ય રીતે જેને આપણે ઇનફ્લુએંઝા- ફ્લુનાં તાવ  તરીકે ઓળખીએ છીએ તે જ પ્રકારનાં હોય છે. આમાં તાવ, ખાંસી, ગળુ છોલાંવુ, શરીર તુટવું, દુખવું, માંથુ દુખવું, ઠંડી લાગવી, શરીરમાં શારીરિક અને માનસિક થાક વરતાવો, ભુખ ના લાગવી, આળસ, સુસ્તી વગેરે લક્ષણો ફ્લુ અને સ્વાઇન ફ્લુનાં હોય છે. પરંતુ સ્વાઇન ફ્લુમાં ક્યારેક શ્વાસ-દમ ચડવો તો ક્યારેક ઝાડા અને ઉલટી વગેરે લક્ષણો થાય છે અને ન્યુમોનિયા, અથવા રેસ્પિરેટરી સિસ્ટમ ફેઇલ થવાના કારણે તો ક્યારેક વધુ પડતા ઝાડા અને ઉલટી થવાના કારણે, શરીરમાંથી પાણી ઓછું થઇ જવાથી ડિહાયડ્રેશન થવાના કારણે, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલિત થવાના કારણે, કિડની ફેઇલ થવાના કારણે મૃત્યુ થાય છે. પરંતુ સમયસર આની સારવાર કરાવવાથી આ તાવથી મરણ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.

આયુર્વેદના દ્રષ્ટિકોણથી આ તાવનો વિચાર કરીએ તો આને કફજવાત જ્વર તાવ તરીકે ઓળખી શકાય. આ તાવમાં તાવ, અરુચિ, સાંધામાં પીડા, માથું દુખે, શરદી સળેખમ, શ્વાસ-દમ ચડવો, ઉધરસ, ઝાડો પેશાબની કબજિયાત, ટાઢ વાય, ઠંડી લાગે, શરીરમાં જડતા લાગે, આંખે અંધારા આવવાં અને સુસ્તી, ખોરાક ભોજન ઉપર અરુચિ વગેરે લક્ષણો અષ્ટાંગહ્યદય અને ભાવપ્રકાશમાં કફજવાત જ્વરનાં લક્ષણો આ રીતે બતાવ્યાં છે જે સ્વાઇન ફ્લુનાં લક્ષણો સાથે ઘણાં બધાં મળતાં આવે છે. અત્યારનો સમય  ઋતુ સંધિ કાળનો છે. શિયાળો વિદાય લઇ રહ્યો છે અને ઉનાળાનું આગમન થઇ રહ્યું છે આ સમયગાળો પણ  ઋતુ સંધિ કાળ  છે અને તદઉપરાંત આ હેમંત ઋતુની શરૂઆત છે. આ સમયગાળામાં શરીરમાં રહેલો કફ ખૂબ પ્રમાણમાં કોપે છે અને આ સમયે કફ વધુ કોપે તેવા ખોરાકો અને જીવન પધ્ધતિ આ તાવનું મુખ્ય કારણ બની જાય છે. મારા  દ્રષ્ટિકોણથી સ્વાઇન ફ્લુ કફજવાત જ્વર થી બચવા માટે નિચે મુજબની સાવચેતી રાખવી જોઇએ.

શું ના કરવું.. ??

(1) સ્વાઇન ફ્લુનો ભય રાખવો નહીં પરતું કાળજી અવશ્ય રાખવી. ભય રાખવાથી ઓજ ઘટે છે અને ઇંફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે (2) બપોરે ઉંઘશો નહીં (3) પચવામાં ભારે ખોરાકો  જેમકે જંક ફુડ, ફાસ્ટ ફુડ, મિઠાઇ, ફરસાણ અને શાક  ખાવાં નહીં (4) કોલ્ડ્રિંક્સ, બ્રેવરિજ, લસ્સી, છાસ, ફ્રિઝનું પાણી વગેરે પીવાં નહીં (5) વધુ પડતો પવન આવે તેવી જગ્યાએ ના જવું નહીં (6) મોડી રાત સુધી જાગશો નહીં (7) માનસિક અને શારીરિક શ્રમ એવોઇડ કરો

શું કરવું જોઇએ..??

(1) દેશી ગાયનાં ઘી ના બે બે ટીંપાં બન્ને નાકમાં દિવસમાં એકથી બે વાર નાખવાં (2) દેશી ગાયનું દુધ પીવું આથી ઓજ વધે છે (3) દેશી ગાયના ઘીનો અખંડ દિવો રાખવો (4) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું (5) શક્ય હોય તો આયુર્વેદમાં બતાવેલાં દિનચર્યા જીવન પધ્ધતિ નું પાલન કરવું (6) શક્ય હોય તો આયુર્વેદમાં બતાવેલાં આહાર  શું ખાવું શું ન ખાવું વગેરે નિયમોનુ પાલન કરવું (7) મગની દાળ અને રોટલી, મગની દાળની ખિચડી, જેવા સહેલાઇ થી પચી જાય તેવાં ખોરાક ખાવાં (8) વધુમાં વધુ  બે વખત જમવું, નાસ્તો બીલકુલ ના કરવો (9) રહેવાની અને કામ કરવાની જગ્યાએ ગુગળ અને લિમડાનાં પત્તાં નો ધુપ કરવો (10) રહેવાની અને કામ કરવાની જગ્યાએ જ્યાં જ્યાંથી પવન આવતો હોય તે તે જગ્યાએ લિમ્બડાની પત્તા સહિતની ડાળીઓ લટકાવવી અને દર ચોવીસ કલાકે બદલવી.


દવાના પ્રયોગો :
( બતાવેલ તમામ પ્રયોગનાં માપ એક વ્યક્તિ માટે છે) (1) કપૂર , ઇલાયચિ, લવીંગ અને લસણ સરખા પ્રમાણમાં લઇ ચૂર્ણ પાઉડર બનાવી તેની પોટલી બનાવો અને તેને વારંવાર સૂંઘવી (2) ૧૫ તુલસીનાં પાન ૪ ગ્રામ ત્રિકટુ ( સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપર સરખા ભાગે) અથવા ફક્ત ૮ ગ્રામ સૂંઠ પાવડર બે લીટર પાણીમાં નાખી દોઢ લીટર પાણી રહે ત્યાં સુધી  ઉકાળો અને પછી તેને ગરમ રહે તેવા વાસણમાં ભરી રાખો અને જ્યારે પીવું હોય ત્યારે ગરમ ગરમ પીવું (3) ૧૫ તુલસીનાં પાનનો રસ, ૪ ગ્રામ હળદર અને ૪ ગ્રામ ત્રિકટુ (સૂંઠ કાળાં મરી અને લીંડીપીપર સરખા ભાગે) એક થી બે ચમચી મધ મેળવી દિવસમાં એક વાર સવારે લેવું.  આ પ્રયોગ અવશ્ય કરવો (4) દસમૂળ ક્વાથ ૫૦૦ ગ્રામ, ભારંગ્યાદિ ક્વાથ ૫૦૦ ગ્રામ  અને ત્રિકટુ (સૂંઠ કાળાં મરી અને લીંડીપીપર સરખા ભાગે)  ૧૦૦ ગ્રામ બધું ભેગું કરી તેમાંથી ૧૦ ગ્રામ પાવડર (અંદાજીત એક ચમચી ) લઇ ૧૬૦ એમ. એલ ( અંદાજીત એક ગ્લાસ ) પાણીમાં ૧૨ કલાક પલળવા દો ત્યાર બાદ તે પાણી ચોથા ભાગનું રહે ત્યા સુધી ઉકાળી ગાળી દિવસમાં એક વાર લેવું (5) અરડુસી ૧૦૦ ગ્રામ ભોય રીંગણી ૧૦૦ ગ્રામ ગળો ૧૦૦ ગ્રામ  હળદર ૧૦૦ ગ્રામ  જેઠી મધ ૨૫ ગ્રામ કાળા મરી ૨૫ ગ્રામ બધું ભેગું કરી તેમાંથી ૧૦ ગ્રામ પાવડર (અંદાજીત એક ચમચી ) લઇ ૧૬૦ એમ. એલ (અંદાજીત એક ગ્લાસ ) પાણીમાં ૧૨ કલાક પલળવા દો ત્યાર બાદ તે પાણી ચોથા ભાગનું રહે ત્યા સુધી ઉકાળી ગાળી દિવસમાં એક વાર લેવું (6) અરડુસી ૧૦૦ ગ્રામ, ભોંય રીંગણી ૧૦૦ ગ્રામ, ગળો ૧૦૦ ગ્રામ, હળદર ૧૦૦ ગ્રામ, સૂંઠ ૧૦૦ ગ્રામ, સુદર્શન ચૂર્ણ ૧૦૦ ગ્રામ, જેઠીમધ ૨૫ ગ્રામ, કાળા મરી ૨૫ ગ્રામ, હળદર ૨૫ ગ્રામ બધું પાઉડર બનાવી ભેગું કરી તેમાંથી ૫ ગ્રામ (અંદાજીત અડધી  ચમચી) દિવસમા બે વાર નોંધ :  ઉપાય નં ૧ , ૨ અને ૩ અવશ્ય કરવા બાકીનામાં થી ગમેતે એક ઉપાય કરવો. આમ છતાં સ્વાઇન ફ્લુ થાય અથવા તેવુ લાગે ત્યારે તો ફક્ત સૂંઠનું પાણી પી ને ઉપવાસ કરવામાં આવે અને સાથે સાથે આયુર્વેદના નિષ્ણાત પાસે સારવાર કરાવવાથી સરસ પરિણામ આવે છે.