ATUL N. CHOTAI

a writer – since 2014


બરડા ડુંગર વિષેની માહિતી આપતી નિઃશુલ્ક ઈ-બુક

વહાલાં વાચકમિત્રો

પોરબંદર પાસે આવેલા બરડા ડુંગર વિષેની માહિતી આપતી એક નાની ઈ -બુક મેં સંકલીત કરી છે. જે તમારા સહુના વાંચન અને રેફરન્સ માટે છે જેને નીચેની લિન્ક દ્વારા નિઃશુલ્ક ડાઉન લોડ કરી શકાશે… આ બુક આપ સહુને જરૂર ઉપયોગી થશે એવી અપેક્ષા સહ…

Bardo Dunger E – Book By Atul Chotai

આપનો સહદયી

-અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ – ગુજરાત

પોરબંદર બરડા ડુંગર ઈ -બુક નિઃશુલ્ક ડાઉનલોડ અતુલ એન. ચોટાઈ (પત્રકાર અને લેખક) રાજકોટ – ગુજરાત બરડો ડુંગર અતુલ ચોટાઈ


An ancient and historical places of Porbandar & the mountain Bardo should be visited once.

Bardo Mountain - Porbandar

Bardo Mountain – Porbandar

Dear friends,

as we know that the land of our Saurashtra is the foundation of history. There are so many known, unknown, ancient or modern places in Saurashtra that we have not seen, some places are at odd locations and there are lack of basic facilities so we do not even think to go there.

We want to introduce you to the ancient, modern, religious and beautiful places around Porbandar and the mountain Bardo. We heartly provide you all the information like transportation, loading & boarding facilities as we want to provide you all the facilities and guidance by staying with you like a family member.

We generally arrange this tour during week ends & public holidays. You can join this tour personally, with family, with co-workers or with friends. Generally, this tour is arranged by bus, train, personal vehicle or by large Rickshaw. If the tourist has his own vehicle, he can join with it. The tourists should afford all the expenses themselves. We arrange this non professional tour to guide you properly and provide necessary facilities. The tourists should pay us rupees one hundred only as a registration charge per tourist which is not refundable in any circumstances.

A free of cost e-book can be downloaded by the link given below, describing details about the tour to the mountain Bardo

Bardo Dungar E – Book


Places of tour

Porbandar city (a single day)

(1) Sudama temple
(2) Kirti Mandir, the birth place of Res. Mahatma Gandhi
(3) Lord Satyanarayan temple
(4) Sandipani temple, organised by Res. Shri Rameshbhai oza
(5) Birds sanctuaroy.
(6) Jambuvan Cave (Ranavav)
(7) Rangbai Mata Chopati point-Oddar
(8) Shree Aryakanya Gurukul (If there is spare time)

Shanidev (Hathla) Darshan (Single day)

(1) Hinglaj Mata Temple-Verad
(2) Vir Manglavala’s Place-Bhutvad (Bhanvad)
(3) Ganesh templevGhumli
(4) Navlakha palace-Ghumali
(5) Ashapura Mata temple-Ghumali
(6) Shanidev temple-Hathla.

Remarks

(1) The places, mentioned above may be changed as per time, circumstances & number of tourists.

(2) The places, mentioned above are only for general information. The tour will be arranged as per the season & time.

(3) The final planning by the management, should be accepted by the tourists to join the tour.

One can contact Mr. Atulbhai Chotai (Journalist & Writer) of Rajkot  for more details about this tour. We request you to send your details to join this tour or to get more details by the link given below.

https://atulnchotai.wordpress.com/contact-us

પોરબંદર બરડા ડુંગર ઈ -બુક નિઃશુલ્ક ડાઉનલોડ અતુલ એન. ચોટાઈ (પત્રકાર અને લેખક) રાજકોટ – ગુજરાત બરડો ડુંગર અતુલ ચોટાઈ


પોરબંદર જિલ્લાના ટચુકડા ગામ રાણાબોરડીમાં પાણી મફત અપાય છે

Ranabordi Village - Porbandar

Ranabordi Village – Porbandar

આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલીકાઓ જ્યાં પીવાનું પાણી પૂરું નથી પાડતું ત્યાં પણ ટેક્સ વસૂલે છે તેમાં બંધારણીય રીતે વોટર ટેક્સ વસૂલી લે છે કોઈ જવાબદારી સ્વીકારતું નથી  તેથી ઉલટું ચિત્ર પોરબંદરના  રાણાબોરડી ગામનું  છે. અહીં દરેક ઘરને નળ દ્વારા પીવાનું પાણી અપાય છે અને તે પણ વિનામૂલ્યે..!! બીજા શબ્દોમાં કહીએ તો પૈસાનો ય પાણીવેરો ઉઘરાવાતો નથી. સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અને માંડ ૨૧૦૦ – ૨૨૦૦ ની વસતિ ધરાવતા આ ગામે નાગરિક સુવિધાઓ માટે કંઈક અનોખું કરી બતાવ્યું છે અને એ માટે ગામને અનેક એવોર્ડથી સન્માનિત પણ કરાયું છે. આજે તો ગુજરાતનાં ગામડાંઓમાં ચૂંટણીઓનાં કારણે આંતરિક ખટપટ વધુ અને પ્રજાકીય કામો ઓછા એવી સ્થિતિ છે ત્યારે રાણાબોરડી ગામ રણમાં મીઠી વીરડી જેવું સાબિત થઈ રહ્યું છે. વિનામૂલ્યે પાણી, સોલાર સ્ટ્રીટ લાઇટ, ગટરની સુવિધા, પાકા ક્રોન્ક્રિટ રોડ (સીસીરોડ), આરોગ્ય-શિક્ષણની પૂરતી સુવિધા ઊભી થયેલી છે જેની નોંધ હમણાં રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે. ગામના સરપંચપદે સાગાભાઈ જીવાભાઈ મોરી છે. ઈલેક્ટ્રિકલ એન્જિનીયર એવા સાગાભાઈએ સરકારી – ખાનગી નોકરી સ્વીકારવાના બદલે ગામમાં રહીને યથાશક્તિ કામગીરી કરવાનું નક્કી કરેલું છે. વ્યવસાયે ખેડૂત એવા આ સરપંચ પ્રગતિશીલ ખેડૂત તરીકે ચીનની યાત્રા પણ કરી આવ્યા છે. હમણાં ગામને નવી દિલ્હીમાં યોજાયેલા એક સરકારી સમારોહમાં રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભાનો એવોર્ડ અને રૃા. ૧૦ લાખનો પુરસ્કાર અપાયો છે. એવોર્ડ વિજેતા ગામના સરપંચ સાંગાભાઈ કહે છે કે અમારા ગામમાં આંતરિક એકતાના કારણે ચૂંટણીની ખટપટમાં કોઈ પડયું નથી. અમારું ગામ ‘સમરસ’ બનેલું છે. ૧૫ વર્ષથી અહીં ચૂંટણી યોજાઈ નથી. અમારા ગામે અગાઉ ૨૦૦૧, ૨૦૦૬, ૨૦૧૧ના વર્ષમાં ‘સમરસ ગ્રામ’નો એવોર્ડ, ૨૦૦૮માં ‘નિર્મલ ગ્રામ’ અને ૨૦૧૨માં સ્વર્ણિમ ગ્રામનો એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. રાણાબોરડી ગામે પીવાના પાણી માટે ઘેર ઘરે નળ આવેલા છે. જેમાં નિઃશુલ્ક પાણી પુરવઠો અપાય છે. એટલે કે એકપણ રૃપિયાનો પાણીવેરો ગ્રામ પંચાયત દ્વારા વસૂલાતો નથી. ગામમાં પાણીના બોર પણ હોવાથી સરકારી પાણીની યોજના ઉપર આધારીત રહેવું પડતું નથી. વળી બોરનું જે લાઇટ બીલ આવે છે તેની રકમ ગ્રામ પંચાયત પાસેથી લેવાને બદલે સરપંચ પોતે ખુદની રકમ ખર્ચીને ભરી દે છે. ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આધુનિક સુવિધા અપાઇ છે. ગામમાં વધુ વીજ પાવર ન બળે, વીજ બિલ ન આવે તે માટે સોલાર લાઇટો મૂકવામાં આવી છે. આમ રાત્રે ગામમાં સોલાર લાઇટો ઝળહળી અંધારા ઉલેચે છે. માત્ર ૨૧૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં આદર્શ ગામને છાજે તેવી તમામ સુવિધા છે. ગામમાં સીસી રોડ, શાળા, આંગણવાડી ઉપરાંત આરોગ્ય અને ગટરની પણ સુવિધા છે.


ફ્રાંસની એક મહિલા ૪૦ વર્ષથી હનુમાનજીની પૂજા કરે છે

Mocha Hanuman - Porbandar

Mocha Hanuman – Porbandar

અમદાવાદ : રામાયણમાં ભગવાન રામના સેવક દૂત બનીને રાવણનો સંહાર કરવામાં મદદ કરનારા બળ અને બુધ્ધિના દેવ ગણાય છે વિવિધ દેવતાઓની પૂજા અર્ચના કરતા ભારત દેશમાં સૌથી વધુ મંદિરો હનુમાનજીના જોવા મળે છે. કારણ કે ભાગ્યે જ કોઇ ગામ કે શહેરોનો કોઇ વિસ્તાર જોવા મળે છે જયાં હનુમાનજીનું મંદિર ના હોય.પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે પોરબંદરના માધવપુર પાસે આવેલા મોચા ગામમાં ફ્રાંસની એક હનુમાન ભકત મહિલા છેલ્લા ૪૦ વર્ષથી હનુમાનજીનું મંદિર બનાવીને સેવા પૂજા કરે છે. માધવપુરથી દરિયા કિનારાના રસ્તે જતા મોચા ગામમાં આવે છે. દરિયા પાર હજારો કિમી દૂરથી આવીને મોચા ગામને કર્મભૂમિ બનાવનાર હનુમાન ભકત મહિલા જયારે ભારત આવ્યા ત્યારે માત્ર ૨૨ વર્ષના હતા. તેમણે વર્ષો પહેલા હિમાલય સહિત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યા પછી તેઓ પોરબંદર આવ્યા અને મોચા ગામમાં રોકાઇ ગયા હતા. સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીના મંદિરમાં પુજા અર્ચના કરતી નથી ત્યારે તેઓ ભારતની પ્રથમ મહિલા પણ છે હનુમાનજીના મંદિરમાં સેવા પૂજા કરે છે. આ વિદેશી મહિલા ખૂબજ ઓછું બોલે છે પોતે પ્રસિધ્ધિ કે પ્રચારમાં માનતા નથી. તેમણે વ્હાલા વતન ફ્રાંસને છોડીને ભારતમાં વસ્યા ત્યારે જાત જાતની અફવાઓ પણ ચાલતી હતી. કેટલાક ને તો ફ્રાંસ જેવા દેશની વિદેશી મહિલાએ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં જઇને વસવાટ કર્યો તેની શંકા કુશંકા પણ થતી હતી પરંતુ ૪૦ વર્ષ પછી સૌરાષ્ટ્રના ભાતિગળ જીવનમાં એટલા ઓતપ્રોત થઇ ગયા છે કે તેઓ અસ્સલ કાઠિયાવાડી લહેકામાં સરસ ગુજરાતી બોલી શકે છે. આ ગામમાં માતાજી તરીકે ઓળખાતા ફ્રાંસના આ મહિલા ભારતીય સંસ્કૃતિ અને વિચારોના વાહક બનીને લોકોને હનુમાનજીની ભકિત કરે છે. એટલું જ નહી તેઓ આજુ બાજુના પંથકના લોકોને વ્યસન મુકિતનો મેસેજ આપે છે. દર્શન કરવા આવતા નવ દંપતિઓને કુટુંબ નિયોજન અંગે પણ સમજાવે છે. તેઓ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ભણાવવા માટે મદદ કરે છે.બાળકોને સાત્વિક ભોજન મળે તે માટે બટુક ભોજન પણ ચલાવે છે. તેમના મંદિર અને આશ્રમની મુલાકાતે અનેક લોકો આવે છે.જો કે આ ફ્રાંસની આ મહિલા પોતાના દેશના સગા સંબંધીઓ સાથે આજે પણ સંપર્કમાં છે. તે અવાર નવાર પોતાના વતન દેશની મુલાકાત પણ લેતા રહે છે.