ATUL N. CHOTAI

a writer – since 2014


પોરબંદરનું લોઢિયા અંધજન પુસ્તકાલય ૫૬ વર્ષથી અંધજનોની જ્ઞાનપિપાસા સંતોષી રહયું છે..

braille lipi

braille lipi

પોરબંદર સહિત વિશ્વભરમાં કરોડો લોકો પોતાનો કિંમતી સમય સોશ્યલ મીડીયામાં પસાર કરે છે તો બીજી બાજુ તેને કુદરતે આંખની જયોતિ આપી નથી તેવા પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ લીપીની પુસ્તકોમાં પોતાનો સમય પસાર કરીને જ્ઞાન મેળવે છે ત્યારે ગાંધીભૂમિમાં ૫૬ વર્ષથી અંધજનોની જ્ઞાનપિપાસા સંતોષતું પોરબંદરના બિરલા રોડ ઉપર આશા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલું લોઢીયા અંધજન પુસ્તકાલય એક એવું પુસ્તકાલય છે કે જેમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના અન્ય રાજ્યોના પ્રજ્ઞાચક્ષુઓને પણ નિ:શુલ્ક પુસ્તકો મોકલવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

પોરબંદરના શ્રી અંધ સર્વોદય મંડળ સ્થાપિત લાધીબેન વાલજીભાઇ લોઢીયા અંધજન પુસ્તકાલય દ્વારા માત્ર પોરબંદર કે ગુજરાતના જ નહીં પરંતુ ભારતમાં વસતા અંધજનોને તેમને ઘેર બેઠા બ્રેઇલ પુસ્તકો પહોંચાડવાનું કાર્ય નિ:શુલ્ક કરે છે. જેને કારણે અંધજનો સાહિત્ય સાથે જોડાયેલા રહે છે અને તેમનો વૈચારિક વિકાસ અને ઘડતર થાય છે. ગુજરાત સમાચાર ના અહેવાલ મુજબ આ પુસ્તકોને પોસ્ટ તંત્રએ આપેલા ચોક્કસ પ્રકારના થેલામાં પેક કરીને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી પ્રજ્ઞાચક્ષુઓને ઘર બેઠા બ્રેઇલ પુસ્તક ઉપલબ્ધ થાય છે. જેમને આ પુસ્તકોમાંથી તેમની પસંદગીના પુસ્તકો પોસ્ટ દ્વારા મોકલાય છે. જે તેમણે ૧૫ દિવસમાં પરત કરવાના હોય છે.

ભારત સરકારના પોસ્ટ ખાતા દ્વારા આ સવલત સદંતર વિનામૂલ્યે મળી રહી છે. સને ૧૯૬૩ માં સ્થાપના બાદ આજે સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ સાધી ૧૧,૩૫૦ જેટલા પુસ્તકોનું બ્રેઇલકરણ કરી અંધજનોની સેવામાં મુકાયા છે. જેમાં બાળવાર્તા, બાળગીતો, નવલકથાઓ, નવલીકાઓ, સામાજીક, ધાર્મિક, ઐતિહાસિક, સંગીત તેમજ શૈક્ષણિક પુસ્તકોનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીજીના અનેક પુસ્તકોનું બ્રેઇલ લીપીમાં લખાણ થયું છે. પોરબંદરના આ અંધજન પુસ્તકાલય ખાતે પુસ્તકોનું બ્રેઇલીકરણ અંધ ભાઇ – બહેનો દ્વારા હસ્તલિખિત તૈયાર કરવામાં આવે છે અને નક્કી કરેલ મહેનતાણું આપીને કરવામાં આવે છે.


સૌરાષ્ટ્ર કચ્છની સમૃધ્ધ તથા વૈવિધ્ય સભર વન્ય પ્રાણી સૃષ્ટિ આપણા સહુની અમૂલ્ય ધરોહર છે

:: સંકલન ::
નિરાલા જોશી
પ્રાદેશિક માહિતી કચેરી,
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

 વેકેશનમાં ગુજરાત બહાર ફરવા જવાનો શોખ ગુજરાતીઓમાં બહુ જ પ્રચલિત થતો જાય છે. પૈસાદાર ગુજરાતીઓ તો વળી એક  ડગલું આગળ વધીને વિદેશ પ્રવાસ કરતા પણ થયા છે. દેશ અને દુનિયા જોવાનો તથા જાણવાનો આ શોખ ખૂબ જ પ્રશંસાપાત્ર છે. પરંતુ, જયાં સુધી આપણા વતનને આપણે પૂરે-પૂરૂં જોઇ ન લઇએ ત્યાં સુધી રાજય બહાર ફરવા જવાનો આ શોખ સમયની બરબાદીથી વધુ કૈં જ નથી. કુદરતપ્રેમી નાગરિકો રણથંભોર, જીમ કોર્બેટ, ભરતવન, કાન્હા પાર્ક, નંદન કાનન વગેરે જગ્યાઓએ જતા હોય છે, તેમને માટે ગુજરાતમાં પણ નેચર ડેસ્ટીનેશન્સ ઓછા નથી. રાજયના ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો પ્રકૃતિપ્રેમીઓ માટે નવલું નજરાણું સમા છે. સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રદેશ વૈવિધ્ય સભર વન્ય પ્રાણી સૃષ્ટિથી ખુબ જ સમૃધ્ધ છે અને આ સંપદાના સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૨ (બાવીસ) અભયારણ્યો આવેલા છે, જે પૈકીના ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૧૪ જેટલા અભયારણ્ય તો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જ આવેલા છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યની વન્ય સૃષ્ટિ સંબંધી જાણકારી અત્રે પ્રસ્તુત છે.

એશીયામાં સિંહોનું એક માત્ર રહેઠાણ ગીરનું જંગલ છે, જે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં આવેલું છે. એવી જ રીતે કચ્છના નાના રણમાં જંગલી ગધેડા અને મોટા રણમાં સુરખાબ પક્ષીઓના નિવાસસ્થાનો છે. તદઉપરાંત, અતિ અલ્પ સંખ્યામાં અને ભાગ્યે જ જોવા મળતું ‘‘ઘોરાડ’’ (ગ્રેડ ઇન્ડીયન બસ્ટર્ડ) ગુજરાતના કચ્છમાં જોવા મળે છે. જયારે વન્ય પ્રાણી અને પક્ષીઓની જાળવણી તથા સંવર્ધન માટે રાજય સરકારે સૌરાષ્ટ્રમાં ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો તથા ૧૪ (ચૌદ) અભયારણ્યો સ્થાપ્યા છે. સૌરાષ્ટ્રમાં ઘણાં પાંખા અને નાના વન વિસ્તારોમાં ૪૦ પ્રકારના પ્રાણીઓ અને અંદાજે ૪૨૫ પ્રકારના પક્ષીઓ મળી આવે છે. આમાં એશીયાઇ સિંહ અને જંગલી ગધેડા એટલે કે ઘુડખર વિશિષ્ટ છે, અને ભારતના અન્ય કોઇ સ્થળે તેની વસતી નથી. કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ હજારોની સંખ્યામાં માળા બાંધી બચ્ચાઓને ઉછેરે છે, તેવી જ રીતે પોરબંદરમાં પણ ફલેમીંગો મોટી સંખ્યામાં જોવા મળે છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોના સંચાલન અને કાર્યપધ્ધતિમાં થોડો તફાવત છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કોઇપણ વ્યકિતને પરવાના સિવાય દાખલ થવાનો કે ઢોર ચરાવવાનો અધિકાર મળતો નથી. જયારે અભયારણ્યોમાં સ્થાનિક લોકોને આવવા જવાનો તથા પશુઓને ચારવાનો હક્ક અપાય છે, સૌરાષ્ટ્રના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો નીચે મુજબ છે.

ગીર – રાષ્ટ્રીય ઉધાન અને અભયારણ્ય

એશીયાઇ પ્રકારના સિંહોનું એક માત્ર નિવાસ સ્થાન ગીરનું જંગલ સૌરાષ્ટ્રમાં આવેલું છે. આ ભવ્ય, રૂઆબદાર અને અત્યંત ઉમદા પ્રાણી અહીં વસે છે. ૧૯મી સદી પહેલાના કાળમાં ભારતનાં ઘણાં ભાગોમાં એશીયાઇ સિંહોની વસતી હતી, પરંતુ આંધળા શિકાર શોખોને કારણે સિંહોની નિર્દય રીતે કતલ થતી રહી અને ધીરે ધીરે એ પ્રાણી માંડ અલ્પ સંખ્યામાં ગીરના જંગલમાં બચવા પામ્યા છે. એક જમાનો એવો હતો કે ગીર, બરડો અને આલેક અને ગીરનાર એ બધા પ્રદેશો ગીચ જંગલોથી છવાયેલા હતા, અને વનનો રાજા સિંહ સેંકડો ચોરસ માઇલના વિસ્તારમાં મોજથી ટહેલતો હતો. જુનાગઢના નવાબે એ વખતે આ પ્રાણીની રક્ષા માટે કાયદો ઘડયો હતો. વિશેષમાં, ગીરમાં વસતા માલધારીઓ શાકાહારી હોવાથી, તેઓ સિંહના ભોજન સમા પ્રાણીઓ જેવા કે સાબર, હરણ, નીલગાય વગેરેનો શિકાર કરતા નહી. એટલે સિંહની વસતી અહીં ટકી શકી. અહીંયા ર૬૦ ચોરસ કિ.મી.માં રાષ્ટ્રીય ઉદ્યાન અને આશરે ૧૧૫૫ ચો.કિ.મી.માં અભયારણ્ય રચવામાં આવ્યું છે. ૧૯૭૪ની સાલમાં સિંહની વસતી ગણતરી થઇ, ત્યારે પ૩ નર, ૭૧ માદા અને પ૦ બચ્ચા નોંધાયા હતા. ૧૯૯૦ની વસતી ગણતરી વખતે આ સંખ્યા ૯૯ નર, ૧૨૨ માદા અને ૬૩ બચ્ચા જેટલે પહોંચી હતી. જયારે ર૦૧૦માં થયેલી વસતી ગણતરી મુજબ નર, માદા અને બચ્ચા મળી કુલ ૪૧૧ની સંખ્યા નોંધાઇ હતી, જે વધીને ગત વર્ષે ર૦૧૫માં થયેલી ગણતરી મુજબ પર૩ થવા પામી છે. ગીરના જંગલના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે સાસણમાં વન વિભાગ સંચાલિત રહેવા-જમવા માટેની વ્યવસ્થા છે. જેમાં અગાઉથી આરક્ષણ કરાવવું જરૂરી છે. સિંહ સદન (૦૨૮૭૭) ૨૮૫૫૪૦ – ૪૧ પર સંપર્ક કરવાની વધુ માહિતી મળી શકે છે. આ ઉપરાંત ખાનગી-હોટેલ અને રેસ્ટોરન્ટ આવેલા છે ચોમાસાની ઋતુના ચાર માસના સમયગાળામાં અભયારણ્ય અને ઉદ્યાન બંધ રહે છે. અહીં સિંહ ઉપરાંત, સાબર, નીલગાય, હરણ, કાળિયાર, દીપડો,ઝરખ, ચિત્તલ, ચૌસીંગા, ચિંકારા, જંગલી ભૂંડ, ઘોરખોદિયું, શાહુડી, વગેરે જેવા અલભ્ય પ્રજાતિના પ્રાણીઓ પણ જોવા મળે છે.

રાષ્ટ્રીય સમુદ્રિ ઉદ્યાન

જામનગર નજીક મરીન નેશનલ પાર્ક આવેલું છે, જેમાં પીરોટન ટાપુ, નરારા રીફ, પોશીત્રા વગેરે  ૧૬ર ચોરસ કીલોમીટર જેટલા વિસ્તારમાં રાષ્ટ્રીય સમુદ્રિ ઉદ્યાન અને ર૯પ ચો. કિ.મી. રાષ્ટ્રીય  સમુદ્રિ અભયારણ્ય આવેલા છે. નાના મોટા ૪૨ જેટલા ટાપુઓમાં પથરાયેલા આ જળચર સૃષ્ટિનાં સંગ્રહસ્થાનની મુલાકાત પણ રસપ્રદ બને છે. એક પ્રકારની જીવાત પોતાના શરીરની આસપાસ રક્ષણ માટે એક જાતનો પદાર્થ બહાર કાઢે છે. જે જામી જતાં પરવાળા બને છે. એવા ઘણાં પરવાળા ભેગા થઇને ટાપુના વિસ્તારને વધુ મોટા બનાવે છે. અહીંયા સાચા મોતી પણ પાકે છે. અને જુદી જુદી ઓકટોપસ, જેલી ફીશ, સ્ટાર ફીશ, ડુગોગ, ડોલ્ફીન જેવી ૧૫૦૦ જેટલી જાતો મળી આવે છે. આ ઉપરાંત, જાતજાતની વનસ્પતિ, લીલ, વાદળી (સ્પોન્જ) વગેરે પણ અહીં થાય છે. અહીંની અલભ્ય દરિયાઇ જીવસૃષ્ટિની મુલાકાત એક યાદગાર સંભારણું બની જાય છે. અહીંનો દરિયાકાંઠો પણ વનરાજીથી ઢંકાયેલો છે, અને દરિયાની અંદર ઉગતી ચેર નામની વનસ્પતિ અહીં મોટા પ્રમાણમાં મળી આવે છે. જે દરિયાકાંઠાની જમીનનું ધોવાણ અટકાવે છે. અને આ વિસ્તારમાં રહેતા લોકોને બળતણ, ઢોરને ખોરાક વગેરે પુરો પાડે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં વન વિભાગની પૂર્વ મંજુરી મેળવીને મુલાકાત યોજી શકાય છે. વધુ વિગતો માટે વન વિભાગની કચેરીના ફોન નં (૦૨૮૮) ૨૬૭૯૩૫૭ પરથી મળી રહેશે.

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન

ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે આવેલ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અંદાજે ૩૪ થી વધુ ચોરસ કીલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. હરણના કુળનું આ કાળીયાર તેના કાળા ભૂખરા અને સફેદ રંગના કારણે તરત ઓળખાઇ જાય છે. તે આશરે ૧ર૦ સે.મી.ની લંબાઇ અને ૮૦ સે.મી. જેટલી ઉંચાઇ ધરાવે છે. કાળીયાર નરને બે શીંગડા હોય છે, જયારે માદાને શિંગડા હોતા નથી. ઘાંસીયા વિસ્તાર, પડતર જમીનો અને ખેતરો તેમને વધારે અનુકુળ આવે છે. ર૦૧૫ના વર્ષમાં થયેલી વસતી ગણતરી અનુસાર અંદાજે પ૩૦૦ થી વધુ કાળીયારની સંખ્યા રાજયમાં નોંધાઇ છે. આ ઉદ્યાનની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા આવાસની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. અગાઉથી આરક્ષણ માટે ભાવનગર ખાતેની કચેરીનો ફોન નંબર (૦૨૭૮) ૨૪૨૬૪૨૫ ઘુમાવવાથી વધુ વિગતો અને આરક્ષણ અંગની જાણકારી મળી રહેશે. આ તો થઇ રાષ્ટ્રીય ઉદ્યાનની વાતો… આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ૧૪ જેટલા અન્ય અભયારણ્યો પણ આવેલા છે.

ઘુડખર અભયારણ્ય

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તરે અને કચ્છના દક્ષિણ ભાગમાં આવેલા મોટા રણમાં મળી આવતું ઘુડખર પ્રાણી તેની તેજ ગતિ અને હિંસક સ્વભાવ માટે જાણીતું છે. જંગલી ગધેડા તરીકે આ પ્રાણીને જોવુ તે એક લ્હાવો છે. ઘોડા અને ગધેડા બન્નેને મળતું આવતું ભુખરા રંગનું આ જાનવર કલાકના ૬૦ કી.મી.થી વધુ ગતિએ દોડી શકે છે. તેમજ પ૦ ડીગ્રી જેવા ઉગ્ર તાપમાનમાં તે ઘાસની શોધમાં ભટકતું રહે છે. આ પ્રાણીની રક્ષા અને વંશવૃધ્ધિ માટે સરકારે રણ કાંઠાના આશરે પાંચ હજાર ચોરસ માઇલ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા અને મોરબી જિલ્લાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થાય છે. ગત વર્ષે  ર૦૧૫માં થયેલી વસતી ગણતરીમાં આશરે ૪૫૦૦ જેટલા ઘુડખર નોંધાયા છે. આ અભયારણ્યની મુલાકાતની મંજૂરી અને જાણકારી (૦૨૭૫૪) ૨૬૦૭૧૬ નંબર પર સંપર્ક કરીને મેળવી શકાય છે. આ સિવાય કચ્છમાં ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, રણ અભયારણ્ય, જામનગર જિલ્લામાં ગાગા અભયારણ્ય, ખીજડીયા અભયારણ્ય, દરિયાઇ અભયારણ્ય, પોરબંદર જિલ્લામાં પોરબંદર અભયારણ્ય, બરડા અભયારણ્ય, રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ અને રામપરા અભયારણ્ય, અમરેલી જિલ્લામાં ગીર અભયારણ્ય, પાણીયા અને મીતીયાળા અને સુરેન્દ્રનગરમાં નળસરોવર અભયારણ્યનો સમાવેશ થાય છે. નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓ અને પર્યાવરણ વિશે રૂચિ દાખવનારાઓ આ બાબતોનો વિશેષ અભ્યાસ કરી શકે તે માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે,  સબંધિત જિલ્લાના વનખાતાની કચેરીનો સંપર્ક કરવાથી આ અંગેની માહિતી અને માર્ગદર્શન મળી શકશે.


માધવપુર (ઘેડ) ના લકવાગ્રસ્ત પણ હિંમતવાન યુવાન ખુમારીથી જીવન જીવે છે

Harsukh Vaja - Madhavpur

Harsukh Vaja – Madhavpur

હું શરીરથી લાચાર છું, હિંમતથી નહીં પોરબંદર પાસે આવેલા માધવપુર (ઘેડ) ના લકવાગ્રસ્ત પણ હિંમતવાન યુવાન હરસુખ વાજા નામના આ યુવાનના આ શબ્દો છે.  હરસુખ વાજાની માતા જમુબેન ગોવિંદ વાજાએ તેમના આ પુત્ર પર ગર્વ છે અને તેઓ કહે છે કે ક્યારેય અમારો હરસુખ લાચાર કે નિરાશ હોય તેવું તેણે જણાવા નથી દીધું અડધું શરીર જન્મથી લકવાગ્રસ્ત હોવા છતાં દૈનિક કાર્યો પોતે જ કરે છે તો વહેલી સવારથી મોડી રાત સુધી ચા ની લારી ચલાવી માં – દિકરાનો જીવન નિર્વાહ ચલાવે છે. રાત્રે અહીં જ સૂઈ જાય છે છતાં તેમની ચા ની લારી પણ અડધી રાત્રે જાઓ તોય ગરમ ચા બનાવી આપે. માધવપુરના મોટા ઝાંપા વિસ્તારમાં હરસુખભાઈ ની ચા ની લારી તેમજ કેબીન આવેલા છે. થોડી – અમથી ચિંતાથી બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને અનેક રોગ પાળતા લોકોએ હરસુખભાઈ પાસેથી પ્રેરણા લેવા જેવી ખરી..

શરીરથી નબળા પણ મનથી સશક્ત – તંદુરસ્ત અને ખુમારીભર્યું જીવન જીવતા આ યુવાનને લાખ લાખ સલામ..


Sensei Rajesh Thakkar – THE MAN

Rajesh Thakkar - Chief Instructor - Rajesh Thakkar’s Karate Academy

Rajesh Thakkar – Chief Instructor – Rajesh Thakkar’s Karate Academy

Kyoshi Sensei Rajesh Thakkar was born to Santokben & Laljibhai Thakkar on 14th July 1959. Rajesh Thakkar is a person for whom it can be said that Karate is his life. He has dedicated his complete being to Karate. The mission of his existence is to spread the right values of life through teaching Karate-Do.

He began his Karate training at the age of 13 years under the able guidance of Shihan Pervez Mistry, the father of modern Karate in India. Rajesh Thakkar achieved his Black Belt from Sensei Mistry in 1979.

In 1984, he was awarded 4th Degree Black belt by Hanshi Sensei Meitoku Yagi, 10th Degree Black Belt and founder of OMGKA (Okinawan Meibukan Goju-Ryu Karate-Do Association) in Japan. He was also appointed the Chief Instructor and President of that style in India. He got his 5th Dan in 1990, 6th Dan in 1996 & 7th Dan in 2009 from Japan. He was also awarded the title KYOSHI in 2009 by Hanshi Sensei Meitatsu Yagi & Hanshi Sensei Meitetsu Yagi.

Rajesh Thakkar was a champion Karateka and was the National Champion in 1980. He has also participated and represented India at 3 World Tournaments. Since the past several years he has also been accompanying the Indian national teams to various International championships as a coach – cum – manager.

He has written two books on Karate in English (Dynamic Goju-Ryu in 1982 and The Art and Science of Karate-Do in 1993 with a second edition in 1997) and the latter has also been translated to Gujarati.

He has about 20 branch classes in addition to the main class where he himself teaches at Grant Road. He is one of those rare teachers who practice what they teach. He is also the type of teacher who studies deeply into his subject and always tries out new methods of teaching.

Sensei Rajesh Thakkar is a simple man who has kept a low profile despite a list of extraordinary achievements. What makes him great is not just his prowess in Karate, but also his noble character, his sublime approach towards life and the SPIRITUAL VALUES that he has been imbuing in his thousands of students since over 35 years as a teacher.

:: Contact ::
Shree Rajesh L. Thakkar –  Chief Instructor 

Rajesh Thakkar’s Karate Academy
A – 1, Sneha Sadan, 10 – N, Gamadia Road,
Breach Candy – Mumbai – 400 026

e – mail : rajeshthakkar14@gmail.com
Web : www.rajeshthakkarkarate.com


પોરબંદરના પછાત વિસ્તારની ઝુંપડપટ્ટીમાં વૃધ્ધા શકરીમાં અનોખું ઘોડિયા ઘર ચલાવે છે

Ghodiya Ghar

Ghodiya Ghar

માંની મમતા વિશે ઘણું કહેવાયું છે અને  ઘણું સાંભળવા મળે છે ત્યારે સુદામા નગરી પોરબંદરમાં આવેલ છેવાડાના પછાત વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતી નાના પરિવારની માં મોટી મમતા સાથે નિઃસ્વાર્થ ભાવે ઘોડિયાઘર ચલાવતી બાળકોનો ઉછેર કરે છે. મધ્યપ્રદેશમાં રહેતા સુમજીના ૬૫ વર્ષના પત્ની શકરીબેન છેલ્લા ૬ વર્ષથી પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરીના દંગામાં રહેતી અને મજુરીકામ કરતી પુત્રીના ઘરે રહેવા આવી હતી અને પુત્રી સહીત પરિવારજનો ફેકટરીમાં મજુરી અર્થે જાય ત્યારે દોહીત્રી – દોહીત્રને શકરીમાં સાચવતા – ઉછેરતા હતાં તે દરમ્યાનમાં એ જ વિસ્તારમાં અ્ન્ય પણ બે ડઝન જેટલા શ્રમીક યુગલો ફેકટરીમાં મજુરી કામે જતા હતા અને પેટીયું રળતા હતા. આથી સૌ પ્રથમ તો આજુબાજુના યુગલોના બે ત્રણ બાળકોને શકરીમાં પોતાની દીકરીના દીકરા દીકરીની જેમ દેખરેખ રાખીને નિઃસ્વાર્થભાવે ઉછેરવા લાગ્યા હતાં. બાળકોનો ખુબ જ વ્યવસ્થિત ઉછેર અને  સાર સંભાળ રાખતા શકરીબેન સુમજીના હાથ નીચે આજુબાજુનાં દંગાના બાળકો પણ હેવાયા બનીને મોટા થવા લાગતાં જોતજોતામાં તો દોઢથી બે ડઝન બાળકો અહીં સુમરીમાંના આશરે આવવા લાગ્યા  રેતીના કણ ગણાય પણ માંની મમતા ગણાય નહીં તે ઉક્તિ અહી સાર્થક થતી હોય તેમ દરેક બાળકને પોતાના સંતાનની જેમ જ પ્રેમ અને હુંફથી  શકરીમાં સાચવવા લાગ્યા બાળકો માટે પણ શકરીમાંનો ખોળો એટલે દુનિયાનું સલામત સ્થળ હોય તેમ રહેવા લાગ્યા સવારે મજુરીએ જતા દંપતિઓ પોતાના દોઢ બે વર્ષના બાળકને શકરીમાંના આશરે છોડી દે છે કોઈ તેના માટે નાસ્તો લાવે, તો કોઈ કપડા લાવે, કોઈ બાળકો માટે દુધ લાવે, તેવી રીતે કુદરતના ખોળે ઝુંપડપટ્ટીમાં જ ઘોડીયાઘર બની ગયું છે અહિયાં ઘોડીયું નહીં હોવાથી વૃક્ષની ડાળી ઉપર કપડા બાંધીને ઘોડીયું તૈયાર કરી તેમાં બાળકને ઝુલાવે, રડતા બાળકને રમકડું આપીને  છાના પણ રાખી દે છે અહીંયા બાળકોને સ્વેચ્છાએ પ્રેમથી સાચવતા શકરીમાં પાસે નથી પાક્કા રૃમ, નથી ઘોડીયા કે નથી કોઈ વ્યવસ્થા છતાં પણ પોતાના ઝુંપડામાં તથા ફળીયાનાં ઓટલા ઉપર વૃક્ષ નીચે બેસીને આ વૃધ્ધ માં ના જીવનમંદિરની આરતીમાં બાળકનાં જીવનસુરોનું ગુંજન અદ્ભૂત રીતે સાંભળવા મળે છે.


પોરબંદર ની ખાજલી દેશ – વિદેશ માં પ્રખ્યાત છે

Khajli Udyog - Porbandarr

Khajli Udyog – Porbandarr

દરેક શહેરની એક આગવી ઓળખ વ્યંજનોમાં પણ રહી છે. સુરતની ઘારી અને ખમણ તો રાજકોટ ના પેંડા સૌ કોઈ માટે પ્રિય હોય છે વાત કરીએ તો પોરબંદર ની ખાજલી પણ દેશ – વિદેશ માં ભારે પ્રખ્યાત છે. પોરબંદર શહેરમાં દરરોજ અંદાજે ચાલીસ મણ જેટલી ખાજલીનું ઉત્પાદન થાય છે જેમાં મોરી, મસાલા વાળી અને મીઠી એમ ત્રણ પ્રકારની ખાજલી બનાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ ખાજલીની માંગ રહે છે પણ જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારોમાં ખાજલીની સૌથી વધુ માંગ રહે છે.

પોરબંદર નો  ખાજલી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે વર્ષોથી પોરબંદરની ખાજલી પ્રખ્યાત છે મેંદા અને ઘી માં થી બનતી ખાજલી અન્ય શહેરોમાં પણ બનતી હશે પરંતુ પોરબંદરની ખાજલીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે  જાણકારોના કહેવા મુજબ પોરબંદરના ભેજવાળા વાતાવરણને લઈને આ ખાજલી સ્વાદિષ્ટ બને છે. પોરબંદરમાં કોઈને ત્યાં મહેમાન આવ્યા હોય તો તેમને ચોક્કસ ખાજલીનું બોક્સ આપવામાં આવે છે તો અહીં અન્ય શહેરોમાંથી આવતા પ્રવાસીઓ હોય કે પછી કામ ધંધા અર્થે આવતા લોકો તેઓ પોરબંદર ની ખાજલી લેવાનું ચૂકતા નથી.

આ ખાજલી આપણા રાજ્ય ઉપરાંત અન્ય પ્રાંતમાં પણ જાય છે પોરબંદર પંથકના અનેક લોકો વિદેશમાં પણ વસવાટ કરે છે ત્યારે આ લોકો પોરબંદરથી ખાસ ખાજલી દુબઈ, કેનેડા, આફ્રિકા અને અમેરીકા જેવા દેશમાં પણ લઈ જાય છે આ રીતે પોરબંદરની ખાજલી અન્ય દેશોમાં પણ ભારે પ્રખ્યાત છે ત્યારે પોરબંદરનો બેકરી ઉદ્યોગ અને તેમા ખાસ ખાજલી સાત સમંદર પાર જાય છે જે પોરબંદર માટે ગૌરવ ની બાબત ગણાય છે


1 Comment

કન્યાઓને પણ યજ્ઞોપવિત આપવાની પરંપરા..

Aryakanya Gurukul Janoi

Aryakanya Gurukul Janoi

યજ્ઞોપવિત એ આપણા એક પવિત્ર સંસ્કાર છે આ સંસ્કાર આજે અમુક જ્ઞાતિમાં જ લેવામાં આવે છે અને  એમાં પુરુષોએ જ આ સંસ્કાર ધારણા કરવાની હોય છે.પણ પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળની સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે  બળેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા ૭૫ વર્ષોથી ચાલતી આવે છે


પોરબંદરના શીલ ગામના આ બાળકો ને ઝેરી સર્પ સાથે દોસ્તી છે

Snake Friends Porbandar

Snake Friends Porbandar

આજના સમયમાં લોકો સાપને જોતા જ તેમનાથી દૂર ભાગવા લાગે છે એમાં પણ બાળકો તો દેડકા, ઉંદર અને સાપથી તો થરથર ધ્રુજવા લાગે છે પરંતુ પોરબંદર પાસેના માધવપુર (ઘેડ) પાસે આવેલા શીલ ગામમાં લોકોને આશ્ચર્યમાં મુકી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે આ ગામમાં રહેતા અને શાકભાજી નો વેપાર કરતા સુરેશભાઈ ભરડાને એક પુત્ર અને એક પુત્રી છે જેમાં સંજના ઉમર છ વર્ષ અને દેવ ઉમર ચાર વર્ષ આ બન્ને બહેન – ભાઈ આખો દિવસ પોતાના ઘરે સાપ સાથે રમે છે અને દિવસ પસાર કરે છે અને આ કોબ્રા જેવો લાગતો સાપ પણ આ ભાઈ – બહેનનો અનોખો મિત્ર બની ગયો છે. સાપને તેઓ પોતાના માથા પર પણ બેસાડે છે તે પણ કોઈપણ જાતના ભય વગર..  આ બાળકોની સાપ સાથેની દોસ્તી સાથે એક સેવાકીય કાર્ય પણ કરી રહ્યા છે કેમ કે આ બાળકો પોતાના મિત્ર એવા સાપને લઈને આજુ બાજુ માં યોજાતા મેળા – મંડપોમાં પહોંચી જાય છે અને ત્યાં પોતાનું અને સાપની દોસ્તીનું પ્રદર્શન યોજે છે જેથી લોકો આ જોવા માટે ઉમટી પડે છે અને આશ્ચર્યમાં મુકાઈ જાય છે ત્યારબાદ લોકો તેમને પૈસા આપે છે પરંતુ આ નાના બાળકો આ પૈસા પોતાના ઘરે નથી લઈ જતા એ તો ગૌશાળામાં જ આપી દે છે આ રીતે અનોખી ગૌ સેવા પણ કરતા જોવા મળી રહ્યા છે.


પોરબંદરની ચોપાટી ઉપર મોટી સંખ્યામાં પક્ષીઓને નિયમીત ચણ નાખવામાં આવે છે

Birds food Help  - porbandar

Birds food Help – porbandar

સામાન્ય રીતે આપણા ધર્મમાં દાન – પુણ્યનું મહત્વ રહેલું છે જેમાં કબુતરને ચણ, ગાયોને નીરણ અને શ્વાનને રોટલી કે રોટલો ખવડાવીને લોકો પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પોરબંદરની ચોપાટી ઉપર મોટી સંખ્યામાં કબુતરો આવતા હોય તેમને નિયમિત લગભગ ૭૦ કિલો જેટલી જુવાર અને દાળીયા નાખવામાં આવે છે તો અહીં ટહેલતા બગલાઓ તો ગાંઠીયાના શોખીન છે અને તેઓ પણ રોજ 30 કિલો જેટલા ગાઠીયા ઝાપટી જાય છે. પોરબંદર શહેરમાં સવાર પડતાની સાથે લોકો ચોપાટી પર વોકિંગ કરવા નીકળી જાય છે અને પક્ષીઓ પણ તેમનો સમય થતાની સાથે હજારોની સંખ્યામાં ચોપાટી ગ્રાઉન્ડ પર આવી જાય છે અને તેમની સામે ફૂટપાથ પર આવેલી લારીઓમાં દાળીયા, જુવાર, ગાઠીયા જેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને સવારમાં વોકિંગમાં નીકળતા લોકો પક્ષીઓને ચણ નાખવાનું નથી ચૂકતા અને પક્ષીઓ પણ લોકોના મિત્ર બની ગયા હોય તેમ પક્ષીઓની વચ્ચે જઈને ચણ નાખે તો પણ પક્ષીઓ કોઈપણ જાતના ડર વગર ચણતા જોવા મળે છે. પોરબંદરની ચોપાટી ઉપર મોટી સંખ્યામાં કબુતરો અને બગલાઓ નિયમિત આવે છે જેમાં બગલાઓ તો ગાઠીયાના શોખીન હોય તેમ ગાઠીયા ખાતા જોવા મળે છે અને કબુતરને દાળીયા – જુવાર પણ બહુ પ્રિય છે અને લોકો દ્વારા પણ દાળીયા અને જુવાર લારીઓમાં થી ખરીદી નિયમીત પક્ષીઓને ચણ નાખવામાં આવે છે  ઉપરાંત કેટલાક સેવાભાવીઓ દ્વારા પાણીના કેટલાક ખાસ કુંડા પણ મુકવામાં આવ્યા છે


મોડપર ગામે આવેલો ૩૫૦ વર્ષ જૂનો કિલ્લો શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમુના સમાન છે

Modpar Fort - Porbandar

Modpar Fort – Porbandar

પોરબંદર  : પોરબંદરથી ૩૫ કિ.મી. દૂર મોડપર ગામે  બરડા ડુંગર ઉપર આવેલો ૩૫૦ વર્ષ જૂનો કિલ્લો  અત્યારે અત્યંત જીર્ણશીર્ણ હાલતમાં  છે  ઇ.સ. ૧૮૦૦ ના પ્રારંભે એટલે કે ૩૫૦ વર્ષ પહેલા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ભાણવડના ગરાસીયા મોડજી જાડેજાએ આ કિલ્લો બનાવ્યો હતો. પોરબંદરના રાણાની સરહદ જયાંથી શરૃ થાય છે તેની તદ્દન નજીક મોડજી જાડેજાએ આ કિલ્લો તૈયાર કર્યો હતો. જેનું મહત્વ પણ અનેરૃં હતું. આ  કિલ્લામાં વિવિધ વિભાગો આ કિલ્લામાં કલાત્મક કોતરણીવાળી વિવિધ જગ્યાઓ આવેલી છે. સંપૂર્ણ ભારતીય સ્થાપત્ય મુજબનો આ કલાત્મક કિલ્લો વિવિધ જગ્યાઓ ધરાવે છે જેમાં શસ્ત્રાગાર, કોઠારરૃમ, દુશ્મનો ઉપર હુમલો કરવા માટે ફાયરીંગની જગ્યા, કાળકોટડી, જુદા જુદા બેરેક, કેદીઓને પૂરવા માટેના અલગ – અલગ રૃમ, ભોજન બનાવવા માટે રસોડા, જાહેરમાં માર્ગદર્શન આપવા માટે અટારી અને મેદાન ઉપર બેઠક, પીવાના પાણીના સંગ્રહ માટે પાતાળા કૂવા જેવી અનેકવિધ સુવિધાઓ અહીંયા મોડજી જાડેજાએ તૈયાર કરાવી હતી ગઢવાળા મોડપર તરીકે ઓળખાતા મોડપર ગામ સામેના આ ઐતિહાસિક કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહીં પરંતુ સીમાડાની રક્ષા માટે કરવામાં આવતો હતો. ઇતિહાસવિદ નરોતમ પલાણે ઉમેર્યું હતું કે જામસાહેબ અને રાણાસાહેબના જામનગર અને પોરબંદરની સરહદ વચ્ચે સીમાડાની રક્ષા માટે આ કિલ્લાનો ઉપયોગ જામનગર સ્ટેટ દ્વારા થતો હતો. પોરબંદરના મહારાણાએ આશીયાપાટ નો કિલ્લો બનાવ્યો હતો આથી તેની સામે મોડજીએ જામનગરની રક્ષા માટે બન્ને સરહદ વચ્ચે રખેવાળી કરવા આ મોડપરનો કિલ્લો બનાવ્યો હોવાનું પણ ઇતિહાસમાં જાણવા મળે છે ઇ.સ. ૧૮૫૭માં સર્જાયેલા વિપ્લવમાં પોરબંદર અને જામનગરના આંદોલનકારીઓને આ કિલ્લામાં પુરી દેવામાં આવ્યા હતા તેની યાદને તાજી કરતા ઇતિહાસવિદ નરોતમ પલાણે જણાવ્યું હતું કે એ બળવા સમયે એક અલગ જ આંદોલનનો માહોલ ઉભો થયો હતો જેથી વિરોધ કરનાર સ્વાતંત્ર્યવિરોને સૌરાષ્ટ્રના મધ્યકાલીન પરંપરા મુજબના છેલ્લા ગણાતા આ કિલ્લામાં પુરી દેવાયા હતા દ્વારકાના વાઘેરોએ બંડ પોકારતા ‘બેટમાં બડવો’ નામનું એક પુસ્તક પણ લખાયું છે ત્યારે તેમાંના અનેક આંદોલનકારીઓને પણ આ કિલ્લામાં પુરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. મોડપર ગામના આ કિલ્લાનો રહેવા માટે કયારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ ૧૮ મી સદીના આરંભે બનાવાયેલા આ કિલ્લામાં સૈનિકો સિમાડાની રક્ષા માટે ફરજ બજાવવા હાજર રહેતા હતા જેથી તથા શસ્ત્રાગાર અને દારૃગોળાનો વિપુલ ખજાને સંગ્રહવામાં આવતો હતો. કેદીઓને પુરવા માટેના બેરેક ઉપરાંત ફાયરીંગ કરવા માટેની અલગ અલગ ત્રિકોણાકાર જગ્યાઓને જોતા આજે પણ રોમાંચિત બની જવાય છે. મોટી માત્રામાં હથિયારોનો સંગ્રહ કરવા સહિત દેશી દારૃ ગોળાને ભરવા માટેની કામગીરી અહીંયા સૈનિકો કરતા તેમ પણ જાણવા મળે છે. જયારે બરડા ડુંગર ની મુલાકાતે જવાનું થાય ત્યારે આ કિલ્લા  મુલાકાત જરૂર લેવી