ATUL N. CHOTAI

a Writer


સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થવો જોઇએ : નરેન્દ્ર મોદી

Narendra Modi

Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસ ડે નિમિત્તે અમલદારોની એક બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે મારી મીટિંગોમાં મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણકે મને વારંવાર એ જોવા મળ્યું છે કે સત્તાવાર ચર્ચા ચાલતી હોય ત્યારે અધિકારીઓ સોશિયલ મીડિયાની સાઇટો જ ચેક કરતા રહેતા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ આત્મસ્લાઘા માટે નહીં કરવાની તેમણે હિમાયત કરી હતી. આજના દિવસોમાં હું એ જોઉં છું કે જિલ્લા સ્તરનાં અધિકારીઓ ખૂબ જ વ્યસ્ત હોય છે. મોટાભાગના ખૂબ જ વ્યસ્ત રહે છે કારણકે તેમનો બધો સમય સોશિયલ મીડિયાની સાઇટો જોવામાં જ ખર્ચાઇ જાય છે. એમ તેમણે જણાવ્યું હતું. સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થવો જોઇએ. પોતાની પ્રશંસા કરવા માટે નહીં, વિશ્ર્વ આજે ઇ – ગવર્નન્સથી મોબાઇલ ગવર્નન્સ તરફ આગળ વધ્યું છે એટલા માટે લોકોના કલ્યાણ માટે શ્રેષ્ઠ હેન્ડસેટ રાખવો જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું. સારાં કામ થઇ રહ્યાં હોવાની માહિતીનો ફેલાવો કરવા માટે સોશિયલ મીડિયાની સાઇટો જ મદદરૂપ બને છે, એમ તેમણે જણાવ્યું હતું. પોલિયોની રસી મૂકવાની તારીખો સોશિયલ મીડિયા દ્વારા અગર હું માહિતી આપું કે તેમણે કોઇ ખાસ તારીખે રસી મુકાવવા માટે આવવું ત્યારે એ મદદરૂપ બને છે, પરંતુ રસી મુકાવી સંબંધી કામ દરમિયાન ફેસબુક ઉપર મારી પોતાની તસ્વીરની હું પ્રશંસા કરતો હોઉં તો તો એની સામે પ્રશ્ન થાય (સિવિલ નોકરિયાતો દ્વારા થતા કામ સામે પ્રશ્ર્ન થાય) એમ વડાપ્રધાને જણાવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે હું અમલદારશાહીનો હિસ્સો નથી, કારણકે મને કોચિંગ ક્લાસ જવાની તક સાંપડી નથી. તેમણે ટયૂશન ક્લાસિસનો સંદર્ભ ટાંકતાં આમ જણાવ્યું હતું. સનદી નોકરીઓ માટે લાયક બનવા માટે ઘણા ભાવિ અમલદારો આવા ટયૂશન ક્લાસિસમાં જોડાય છે એમ વડાપ્રધાને હાસ્યની છોળો ઉડાડતાં જણાવ્યું હતું. (એજન્સી)

Advertisements


1 Comment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ..

Narendra Modi Interview News paper

Narendra Modi Interview News paper

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય અગાઉ  સેશલ્સમાં પોતાના ટૂંકા પ્રવાસ દરમિયાન ત્યાંના એક ન્યૂઝપેપર ‘ટુ ડે’ ને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેયર કરી હતી તે ન્યૂઝપેપર માં છપાયેલા આ ઈન્ટરવ્યૂમાં મોદીને તેમના ગુસ્સા, બીક, શોખ જેવા સવાલો પણ પૂછાયા હતા  તો  ચાલો જાણીએ આ સવાલોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું જવાબ આપ્યા…??   ઇન્ટરવ્યુ રસપ્રદ માહીતી આપણા સહુ વાચક મીત્રો માટે અહી રજુ  કરવામાં આવેલ છે

 

સવાલ નં-૧ : રજાઓ ગાળવા માટે તમારી સૌથી પસંદગીની જગ્યા કઈ છે..?

જવાબ : પ્રશ્ન પૂછવા માટે આભાર. હકિકતમાં આ પ્રશ્નથી ઘણી બધી યાદો તાજી થઈ જાય છે. મારા જીવનમાં ૪૦થી વધુ વર્ષો સુધી, જયાં સુધી મેં કાર્યકારી પદ સંભાળ્યું ન હતું, હું સંગઠનાત્મક કામોમાં સામેલ હતો, જેના કારણે મને સંપૂર્ણ ભારતનો પ્રવાસ કરવાની તક મળી. દરેક જગ્યા પોત-પોતાની રીતે વિશિષ્ટ છે, નવા-નવા અનુભવ મળે છે અને આનંદ પ્રાપ્ત થાય છે.

સવાલ નં-૨ : એવા પુસ્તકો જેનાથી તમારા જીવનમાં પરિવર્તન આવ્યું હોય..?

જવાબ : જીવનના ઘણા તબક્કા છે. માત્ર એક તબક્કો બદલવાથી સમગ્ર જીવન નથી બદલાતું. જીવનની યાત્રા વિકાસની એક પ્રક્રિયા છે, તે સ્વાભાવતઃ માત્ર પરિવર્તન નથી, તેનાથી પણ વધારે કંઈક છે. અમારી સંસ્કૃતિમાં અમને શીખવાડાયું છે કે, અમે બધા ક્ષેત્રોના સર્વશ્રેષ્ઠ વિચારોને આત્મસાત કરીએ, વિભિન્ન ગ્રંથો, શાષાો, સન્માનિત સંતો અને અન્ય જાણકાર પુરુષો અને મહિલાઓ પાસેથી શીખીએ. હું ભાગ્યશાળી રહ્યો કે, મને આ અનુભવ મળ્યો, લોકોના વિવિધ વિચારોને સાંભળવાની તક મળી. મને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ છે. તેનાથી મને સકારાત્મક અને નવા વિચાર મળે છે અને સાથે-સાથે જ પ્રેરણાદાયક સંદેશ જે મારા મનને પ્રભાવિત કરે છે.

સવાલ નં-૩ : તમે તમારી જાતને આરામ કેવી રીતે આપો છો..?

જવાબ : કામ નિર્ધારિત સમયમાં સંપન્ન થાય અને પૂરી રીતે સંપન્ન થાય- તેનાથી મને સૌથી વધુ શાંતિ અને આરામ મળે છે. હું જાણું છું કે, પોતાની આસપાસનું વાતાવરણ બદલવું કે તેના માટે પ્રયત્ન કરવો આરામ કરવાની એક સામાન્ય રીત છે – પોતાના કામથી કેટલોક સમય વિરામ લેવો કે કામ કરવાના વાતાવરણને બદલવું. ઘણા લોકો એવું કરવાનું પણ પસંદ કરે છે. પોતાના અનુભવથી શીખે છે, હું ‘યોગ : કર્મસુ કૌશલં’માં વિશ્વાસ કરું છું. કામમાં ઉત્કૃષ્ટતા જ યોગ છે, આ લોકનીતિને આત્મસાત કરવાથી મને સંતોષ મળે છે. કાર્યથી સંતોષ મળે છે અને આ સંતોષથી ઘણો આરામ તેમજ શાંતિ મળે છે.

સવાલ નં-૪ : શું તમે જમવાનું બનાવી શકો છો..?

જવાબ : મારો મોટાભાગનો સમય કઠણાઈઓથી ભર્યો રહ્યો છે, એક જગ્યાએ ક્યારેય સ્થિર નથી રહ્યો અને મારી મરજી મુજબ મારું જીવન જીવ્યો છું. તેને લીધે મારે ખાવાનું બનાવવાનું શીખવું પડ્યું અને ધીરે-ધીરે તે એક આદત બની ગઈ. સ્વભાવતઃ હું કોઈ વસ્તુને સારી રીતે કરવાનું પસંદ કરું છું અને આ જ પ્રયાસ હું ખાવાનું બનાવતી વખતે પણ કરું છું! પરંતુ હવે ૧૫-૨૦ વર્ષ થઈ ગયા છે. તો પણ મેં એક વખત બનાવ્યું હતું, જયારે હું મારા ગૃહ રાજયનો મુખ્યમંત્રી હતો.

સવાલ નં-૫ : તમારા મુજબ તમારા મુખ્ય ગુણ કયા-કયા છે..?

જવાબ : અમારી સંસ્કૃતિમાં અને અમારા પવિત્ર ગ્રંથો મુજબ એમ માનવામાં આવે છે કે, પોતાની અંદરનું જાણવું અને તેની શોધ કરવા કરતાં બહારની દુનિયાને જાણવી અને તેની શોધ કરવી અપેક્ષાકૃત સરળ છે અને એક વખત જો વ્યક્તિ પોતાના અંગત વ્યક્તિત્વ (સેલ્ફ) શોધી લે છે, તો તે પછી તેના માટે શીખવાનું કંઈ બચતું નથી અને તેના માટે તે જરૂરી પણ રહી જતું નથી કે તે પોતે એ બાબતો માટે આત્મપ્રશંસા કરે જે બધુ આ પ્રક્રિયામાં શીખ્યું છે. આજે પણ હું મારા અંગત વ્યક્તિત્વ (સેલ્ફ)ને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને પોતાના દોસ્તો અને શુભચિંતકોના માધ્યમથી તેને શોધતો રહું છું.

સવાલ નં-૬ : શું તમારો કોઈ શોખ છે..?

જવાબ : મને લોકોને મળવાનું પસંદ છે, અલગ-અલગ પ્રકારના લોકોને મળવું અને તેમના અનુભવોથી શીખવું પસંદ છે. મને એકાંતમાં પણ સમય વીતાવવાનું પસંદ છે.

સવાલ નં-૭ : ભારતમાં તમારી મનપસંદ જગ્યા કઈ છે..?

જવાબ : હિમાલય

સવાલ નં-૮ : તમારા સૌથી પસંદગીના રાજનીતિજ્ઞ કોણ છે..?

જવાબ : ભારતની એકીકૃત કરવા અને તેની એકજૂથતાના તેમના પ્રયાસો માટે મને સરદાર વલ્લભભાઈ પટેલ ઘણા પસંદ છે. મને ભગત સિંહ જેવા વીર લોકો ઘણા પસંદ છે, જેમણે આટલી નાની ઉંમરમાં દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. લોકોની ચેતના જગાવવા અને સ્વતંત્રતાના સંઘર્ષમાં તેમણે એકીકૃત કરવા માટે મહાત્મા ગાંધી મારા આદરણીય છે. એવા ઘણા અન્ય મહાપુરુષ તેમજ વીરાંગનાઓ છે જેમનો મારા જીવનમાં ઉંડો પ્રભાવ પડ્યો છે. આ દુનિયાને ઉત્તમ બનાવવાની પોતાની શોધમાં આપણે એ લોકો પાસેથી શીખવું જોઈએ.

સવાલ નં-૯ : તમારી સૌથી જૂની યાદ કઈ છે..?

જવાબ : મારી યાદો મારા ગૃહ રાજયના એક નાના શહેરમાં મારા પાલન-પોષણની છે, જયારે અમારો દેશ સ્વતંત્ર થયો હતો. હું ઘણા પૈસાદાર પરિવારનો ન હતો, એવા લોકોને પોતાના શરૂઆતના દિવસોની કઠણાઈઓ કાયમ યાદ રહે છે અને અન્ય યાદોમાં મને મારો એ સમય યાદ રહે છે, જયારે હું સ્થાનિક રેલવે સ્ટેશન પર મારા પિતાની ચાની દુકાન પર ચા વેચતો હતો. હું એ સમય પણ યાદ કરું છું, જયારે અમારો દેશ યુદ્ધ લડી રહ્યો હતો અને હું મુસાફરી દરમિયાન સૈનિકોને ચા પીવડાવતો હતો. એક યાદ એ પણ છે કે, મેં અને મારા મિત્રોએ એક ફૂડ સ્ટોલ સ્થાપિત કર્યો હતો અને તેનાથી થયેલી આવક અમે સ્થાનિક પૂર પીડિત લોકોની સહાયતા માટે દાનમાં આપી દીધી હતી.

સવાલ નં-૧૦ : તમારી સૌથી મોટી શક્તિ કઈ છે..?

જવાબ : શું મને સુપર પાવર વિશે વિચાર કરવો જોઈએ કે સુપ્રીમ પાવર વિશે..? મને લાગે છે કે આપણા બધા પર એ સર્વોચ્ચ શક્તિની કૃપા છે, આપણે બધા તેની અંદર છે. વો સર્વોચ્ચ શક્તિ શું છે…ના હું જાણું છું અને ના હું તમને તેનું વર્ણન કરી શકું છું.

સવાલ નં-૧૧ : જીવનમાં તમે સૌથી મહત્વપૂર્ણ પાઠ કયો શીખ્યો છે..?

જવાબ : મારી કઠણાઈઓમાંથી મેં શીખ્યું, મનથી કામ કરવું અને તેને પૂર્ણતઃ સંપન્ન કરવું.

સવાલ નં-૧૨ : તમારી સૌથી મોટી બીક કઈ છે..?

જવાબ : મારું જીવન એવું રહ્યું છે કે, ડર માટે મારા જીવનમાં કોઈ ખાસ જગ્યા નથી રહી. પરંતુ મારા મગજમાં એ હંમેશા ચાલતું રહ્યું છે કે મારા અંતિમ સમય સુધી હું કોઈની માટે બોજ ન બનું. મને એ શક્યતાઓથી બીક લાગે છે. (હું કોઈની ઉપર બોજ ન બની જાઉં.)

સવાલ નં-૧૩ : લોકોની કઈ આદતથી તમને સૌથી વધુ ગુસ્સો આવે છે..?

જવાબ : સ્વભાવતઃ મને ગુસ્સો નથી આવતો. ગુસ્સો કરવો મારી શૈલી નથી. પરંતુ હા, જેવું કે મેં પહેલા કહ્યું, જયારે કોઈ વ્યક્તિ પોતાનું સર્વશ્રેષ્ઠ નથી આપતો તો મને તે બાબત પસંદ નથી આવતી. અસફળતાથી ડરવું જોઈએ નહીં, પોતાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. બેવડા માપદંડ રાખનારા લોકો પણ મને પસંદ નથી. તમે જે છો, તે રહો તે ઘણું મહત્વપૂર્ણ છે.

સવાલ નં-૧૪ : જયારે તમે મોટા થઈ રહ્યા હતા ત્યારે તમે શું બનાવાના સપનાં જોયા હતા..?

જવાબ : હું એક એવા વાતાવરણમાં જન્મ્યો અને મોટો થયો જેમાં ગરીબ સપનાં પણ જોઈ શકતા ન હતા. એ જ સમયે મેં મારા અંતર્મનમાં અનુભવ કર્યો કે, દરેકે માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજા માટે પણ જીવવું જોઈએ. જોકે, મને મારા આગળના પથ વિશે જાણ ન હતી, જેના પર ચાલીને હું મારા અંદરના વિચારને સાકાર કરી શકતો હતો. હું એ જ પથ પર ચાલતો રહ્યો, જે પથ પર મારું ભાગ્ય મને લઈ જતું રહ્યું. જોકે, એક વાત જે નિરંતર બની રહી, તે એ કે બીજાની સેવા માટે જીવન જીવવાનું છે.

સવાલ નં-૧૫ : તમારી સૌથી પસંદગીની ફિલ્મ કઈ છે અને કેમ..?

જવાબ : સમાન્ય રીતે મને ફિલ્મો તરફ આકર્ષણ નથી રહ્યું. પરંતુ હું મારી યુવાનીમાં ફિલ્મો જોતો હતો, જિજ્ઞાસાથી, એવી જિજ્ઞાસા જે માત્ર યુવાવસ્થામાં થાય છે. તો પણ માત્ર મનોરંજન માટે ફિલ્મો જોવી મારો સ્વભાવ ક્યારેય નથી રહ્યો. તેને બદલે, હું ફિલ્મોમાં બતાવાયેલી વાર્તાથી જીવન માટે શીખ શોધતો હતો. યાદ છે, એક વખત હું મારા શિક્ષકો અને કેટલાક મિત્રો સાથે આરકે નારાયણના પુસ્તક પર આધારિત જાણીતી હિંદી ફિલ્મ ગાઈડ જોવા ગયો હતો અને ફિલ્મ જોવા પછી મારી મિત્રો સાથે આ ફિલ્મ વિશે ઉંડી ચર્ચા થઈ હતી. મારો તર્ક હતો કે, આ ફિલ્મમાં મુખ્ય બાબત એ દર્શાવાઈ છે કે, અંતમાં દરેક પોતાની અંતરાત્માથી જ નિર્દેશિત થાય છે. પરંતુ ત્યારે હું ઘણો નાનો હતો, મારા મિત્રોએ મારી વાતને ગંભીરતાથી ન લીધી!

સવાલ નં-૧૬ : તમારા પોતાના જીવન પર બનેલી ફિલ્મમાં તમે કોને ઈચ્છશો જે તમારી ભૂમિકા નિભાવે..?

જવાબ : દરેકનો પોત-પોતાનો વિચાર હોય છે. આપણે એ વાતની ઈચ્છા શા માટે કરીએ કે મરી ગયા પછી લોકો મને યાદ રાખે? જો તેમને કંઈ યાદ રાખવાનું પણ હશે તો આપણા કામો, બીજા માટે અપાયેલું આપણું યોગદાન રાખવું જોઈએ. જો તમે તમારા જીવનમાં યોગ્ય કામ કર્યું છે તો જે એ કાર્યને આગળ લઈ જશે તે જ મારા જીવનની ભૂમિકા નિભાવી રહ્યો હશે અને પોતાના જીવનની પણ!

સવાલ નં-૧૭ : જો તમે ભૂતકાળમાં જઈ શકો તો ક્યાં જવા ઈચ્છશો..?

જવાબ : આ ઘણો જ જૂનો સવાલ છે. દરેકને પોતાનું બાળપણ સૌથી વધુ પસંદ હોય છે, દરેક એ જ સમય યાદ કરે છે; એ ભોળપણ, એ મુક્ત જીવન, તળાવમાં તરવું, ગલીમાં રમવું!

સવાલ નં-૧૮ : જો તમારા ઘરમાં આગ લાગી હોય તો એ કઈ એક વસ્તુ છે જેને તમે બચાવવા માંગશો..?

જવાબ : મારી સ્વાભાવિક પ્રતિક્રિયા એ જોવાની હશે કે આગ આસપાસના ક્ષેત્રમાં ક્યાં સુધી ફેલાઈ છે. મને લાગે છે કે જો હું એવું કરવામાં સક્ષમ થઈ ગયો તો પોતાની રીતે જ ઘણી બધી વસ્તુઓ બળતી બચી જશે.

સવાલ નં-૧૯ : જો તમારા રાતના ભોજન પર ત્રણ વ્યક્તિ, મૃત કે જીવિત, ને આમંત્રિત કરવાના હોય તો એ કોણ-કોણ હશે..?

જવાબ : સ્વભાવથી, હું એક એવો વ્યક્તિ છું જે આધ્યાત્મિક પ્રયોજનો માટે ઉપવાસ રાખું છું. અતઃ આ પ્રવાસમાં, જો હું આ પ્રવાસમાં આ પ્રકારના કોઈ વ્યક્તિને મળું છું, મારી પહેલી પસંદ હશે, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ અને મહર્ષિ રમણ જેવા મહાન વ્યક્તિત્વવાળા. આ બધા પરમ આત્માવાળા મહાપુરુષો છે, જેમને રાતના ભોજનની જરૂર નથી

સવાલ નં-૨૦ : તમારું પસંદગીનું સુવાક્ય..?

જવાબ : મારું પસંદગીનું સુવાક્ય છે – ‘સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે. (Courtesy : Akila Daily)