ATUL N. CHOTAI

a Writer


ઉપલેટાના અજીમા ૧૨૬ વર્ષની જીવન સંધ્યાએ મતદાન કરવાનો અનોખો ઉત્સાહ ધરાવે છે

ajima - upleta

ajima – upleta

:: આલેખન ::
દર્શન ત્રિવેદી
પ્રાદેશિક માહિતી કચેરી
જયુબેલી બાગની અંદર,
રાજકોટ – ૩૬૦ ૦૦૧

અરે… બાપલિયા મતદાન તો કરવું જ પડે ને.. ઉપલેટામાં રહેતા ૧૨૬ વર્ષના અજીમા ચંદ્રવાડિયાને ચૂંટણી વિશે પૂછતા આવું ઉત્સાહપૂર્વક બોલી ઉઠે. રાજશાહી અને લોકશાહી, બન્ને શાસન વ્યવસ્થા જેમના જીવનનું ભાથું છે, એવા અજીમાં મસ્તમૌલા છે. સવાસો વર્ષની આયુ હોવા છતાં તમારી સાથે ફટાફટ વાતો કરે અને પોતાના અનુભવો જણાવે. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢીએ ૬૫ વ્યક્તિનો નોખો નોખો પણ એક, બહોળો પરિવાર ધરાવતા અજીમાંને તેમના જન્મ વિશે પૂછતા ફટ કરતા કહે કે છપ્પનિયા દુષ્કાળ વખતે હું ૮ – ૧૨ વર્ષની હતી. વિક્રમ સંવંત ૧૯૫૬ થી અત્યારના વિક્રમ સંવંત ૨૦૭૪ સુધીની ગણતરી કરતા અજીમા સહેજે સવાસો વર્ષનું આયખુ વટાવી ચૂક્યા છે. પણ તેઓ કહે કે લાખો વર્ષની થઇ છું. તેઓ ક્યારેય દવાખાને ગયા નથી.

પોતાના બાળપણમાં જ ૫૬ નો દુષ્કાળની પીડા વેઠી ચૂકેલા અજીમાને એ કારમા દિવસો હજુ પણ યાદ છે. આમ તો તેમની મોટા ભાગની સ્મૃતિઓ વિલોપ થઇ ચૂકી છે. પણ દુષ્કાળના દિવસો અંગે પેટભરીને વાતો કરે. એ દિવસોમાં પાણીની વ્યવસ્થા, ભોજન અને કામની બાબતોએ બખુબી જણાવે. આ ઉંમરે અજીમાની આંખે સૂરજ આથમી ગયો છે. પણ તેનો અનુભવ અને શાણપણ તેમની વાતોમાં સહજે છલકાય જાય. એટલે જ તેઓ આ વખતે પણ મતદાન કરવા માટે ભારે ઉત્સાહી છે. તેઓ એક સમયે પોરબંદર રાજવીને ત્યાં કામ કરતા હતા. જેને તેઓ આજે પણ રાણા સાહેબ તરીકે યાદ કરે છે. આઝાદીના સમાચારો નિરંતર મેળવ્યા છે. એટલે તેમના માટે લોકશાહીના ઉત્સવ સમા મતદાન વખતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાનું ભૂલતા નથી.

ઉપલેટામાં ચાર પ્રપોત્રો સાથે રહેતા અજીમા સવાર, બપોર અને સાંજે રોટલા, રોટલી અને દૂધ જમે છે. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય પૂછીએ તો તે કહે કે આ બાયુ (માતાઓ) ના આશીર્વાદ છે. તેઓ પોતાના સમયકાળ દરમિયાન દાયણ તરીકેનું કામ કરતા હતા. જટીલમાં જટીલ પ્રસુતિ સરળતાથી કરાવી દેતા. આસપાસના ગામોમાંના પરિવારો સુવાવડ સમયે અજીમાની સેવા લેતા હતા. એટલે અજીમાંને એવો દ્રઢવિશ્વાસ છે કે આ માતાઓના આશીર્વાદના કારણે તેમને દીર્ઘાયું પ્રાપ્ત થયું છે. અજીમાં સાથે વાતચીતમાં તેની સ્મૃતિમાં ખૂટતી કડી પ્રપોત્ર મારખીભાઇ જોડી આપે. આવા અજીમાં પણ લોકશાહીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવવાના છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આજની તારીખે ૩૭૨ શતાયુ મતદારો છે. તેમાં અજીમાં સૌથી મોટા છે. એટલે કે સમગ્ર રાજકોટના વડીલ અજીમા છે. રાજકોટ જિલ્લાના આવા વયોવૃદ્ધ મતદારો આજના યુવાપેઢી માટે પ્રેરણાદાયક બને છે.

Advertisements


વિરપુર (જલારામ) માં વડિલો નિવૃત્તીના સમયનો સદ્ઉપયોગ કરી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરે છે

senior citizen

senior citizen

પરમ પૂજયશ્રી જલારામ બાપાની જન્મભૂમિ વીરપુર (જલારામ) એક સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. આ વિરપુર ગામના પાદરમાં એક ગાયોનો ગોંદરો આવેલ છે. આ ગોંદરામાં વિરપુર ગામના વડિલો કે જેઓ નિવૃત્ત છે તેઓએ આ ગોંદરામાં ૨૦ જેટલા વૃક્ષોનો ઉછેર કરેલ છે તથા વૃક્ષોને ફરતી બાજુ સીમેન્ટના પાકા ઓટા બનાવેલ છે. જેથી વૃક્ષોને પશુઓ નુકસાન ન કરી શકે. ઉપરાંત આ વડીલો કાયમી માટે વૃક્ષોને ગ્રામ પંચાયતના કુવામાંથી પાઇપલાઇન પાણી પણ આપે છે અને વૃક્ષોનું જતન કરે છે. હાલમાં વૃક્ષો નીચે ઘણા લોકો છાયડામાં બેસે છે અને ગાયો – ભેંસો પણ વૃક્ષોના છાયામાં બેસી ઘાસ ખાય છે આવનારી પેઢી માટે પણ આ વૃક્ષો ઉપયોગી બનશે. તેવા શુભ હેતુથી આ નિવૃત્ત વડિલો તેમની નિવૃત્તીના સમયનો સદ્ઉપયોગ કરી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરે છે. આ ઉપરાંત વિરપુર ગામમાં શ્રી જલારામ ગૌ સેવા કિર્તન મંડળીના ૫૦ થી વધુ સભ્યો વિરપુર તેમજ આજુબાજુના ગામડામાં જઇ સારા માઠા પ્રસંગે રાત્રીના કિર્તન કરે છે અને ફંડ એકઠુ કરે છે. આ ફંડમાંથી આખુ વર્ષ ગાયોને ઘાસ નાખે છે તેમજ ગોંદરામાં આવેલ ચબુતરામાં પક્ષીઓને ચણ નાખે છે. વિરપુર (જલારામ) ના વડીલોની આ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ આપણને સહુને એક નવો વિચાર આપે છે


Parmanandbhai Tanna has done many research and study about Matushri Virbaima

parmanand tanna - rajkot

parmanand tanna – rajkot

Parmanandbhai Tanna, Re. Rajkot has done many research and study about Matushri Virbaima. Parmanandbhai Tanna, resides in Rajkot is a retired government employee.He was born in Karanchi but his native is village Aamranbela of Morvi District.He has studied till B.A. & Singeet Visharad. He has deep faith on Re.Virbaima, the wife of great saint Jalarambapa. He had studied and done much research about her. Now, in his retired life, he does pious activity to give lectures with music on Re. Virbaima’s life. Anyone can contact him on address given below to get any information about Virbaima or to arrange pious lectures on her life.

Shri Parmanandbhai Tanna
“Rushikesh”, 6 – Gayakwadi Plot,
Opp. Railway Station, Rajkot – 360 001
Mobile 75671 61808
Time to contact

(10 am to 1 pm and 5 pm to 8 pm)


સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ટ્રેનનો પાવો 1880 માં ગોંડલમાં વાગ્યો હતો

Gondal Railway Station

Gondal Railway Station

ભારતીય રેલવેના જાજરમાન ગૌરવાન્વિત ઇતિહાસમાં ગોંડલ રેલવેનું અતિ મહત્ત્વનું પ્રદાન છે ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીએ યાતાયાત તેમજ જનપરિવહન માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલ કરી 189 માઇલના અંતરમાં મીટર ગેજ રેલવે ટ્રેક બિછાવી આજથી 135 વર્ષ પહેલા 18મી ડિસેમ્બર 1880 માં સૌ પ્રથમ ટ્રેન દોડતી કરી હતી જનતા માટે આ સમાચાર હર્ષની હેલી સમાન બની ગયા હતા ઇતિહાસમાં ડોકીયુ કરાવતા વિનોદભાઇ રાવલ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં રેલવે લાઇનો વીસ્તારવાનો સૌ પ્રથમ વિચાર ત્રણ વ્યક્તિને આવ્યો હતો જેમાં મુંબઇ પ્રાંતના ગર્વનર રિચાર્ડ ટેમ્પલ, ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવીને વિચાર આવ્યો હતો. આપણે રાજાશાહી તેમજ અંગ્રેજોને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી પરંતુ જે સમયે જે.સી.બી જેવા અર્થમુવર્સ કે યાત્રીક સાધન સરંજામની ઉપલબ્ધિ ન હતી ત્યારે દેશી રાજવીઓ અને અંગ્રેજોએ સાથે મળીને 2235  કિલોમીટર રેલવે ટ્રેક બિચ્છાવ્યા હતા


મોતને મજાક બનાવીને પાટા ઉપર દોડતી અમૂલ્ય માનવ જિંદગી

People Crossing Railway Track

People Crossing Railway Track

માનવીનું જીવન અત્યંત કિમતી છે પરંતું જીવનને પણ મજાક સમજતા લોકો મોતની પણ પરવા કર્યા વગર કામ કરતા હોય છે. રેલવેના પાટા કોઈ જાહેર રસ્તા નથી હોતા પરંતુ માત્ર થોડોક સમય કે અંતર બચાવવા માટે રેલ્વેના પાટાનો જાહેર માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા દ્રશ્યો રેલ્વે ફાટકની આસપાસ આવેલા વિસ્તારો માટે સામાન્ય બનતા હોય છે. રેલ્વે ટ્રેકનો રસ્તા તરીકે ઉપયોગ કરવા સાથે તેને ખોટી રીતે ક્રોસ કરવાના કારણે સેંકડો અકસ્માતો થયા હોય છે પરંતુ કોઈપણ અકસ્માત માટે મોટાભાગે માત્ર તંત્રને જ  દોષ દેવામાં આવતો હોય છે. હકીકતમાં આવા લોકોને રેલવેના પાટા ઓળંગતા રોકવામાં નિષ્ફળ સાબિત થયેલ તંત્ર જેટલું જવાબદાર છે તેટલા જ જવાબદાર તેને ઓળંગનારા લોકો પણ છે..!!

રેલ્વે ના પાટા પર જોખમી રીતે દોડતી આ જિંદગીઓ એક ક્ષણીક ભૂલનો ભોગ બને છે તેઓ આ જોખમથી તેઓ નાસમજ પણ છે પરંતુ મોત સાથે જાણે સ્પર્ધા જામી હોય તેમ ટ્રેન જોઈ ફાટક પરથી ઉતરી જવાના બદલે તેની આગળ દોડવાનું જોખમ પણ તેઓ ખેડી રહ્યા છે. રેલ્વે સ્ટેશન ના વિસ્તારોમાં  આપઘાત અને લાઇન ક્રોસ કરતી વેળાએ ટ્રેન હડફેટે મોતને ભેટવાના બનાવો બનતા હોય છે. મુખ્યત્વે લોકજાગૃતિનાં અભાવે માનવ જીંદગી ટ્રેન નીચે કપાઈ જતી હોય છે. અકસ્માત અને આપઘાતનાં આવા બનાવો રેલ્વે પોલીસ માટે માથાનાં દુ:ખાવા સમાન બની રહયા છે. ટ્રેન હડફેટે આવ્યા બાદ ક્ષતિ વિક્ષિત થઇ ગયેલી લાશને ઉંચકવા માટે અને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે પોલીસને ભારે મુશ્કેલી નડતી હોય છે. વધતા જતા મોતનાં બનાવોને અટકાવવા રેલ્વે તંત્ર કે પોલીસ પાસે કોઇ યોગ્ય વિકલ્પ જોવા મળતો નથી. રેલ્વેનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લોકોમાં જાગૃતિ આવે તો જ વણથંભી મોતની આ વણજાર અટકી શકે છે. કેટલાક બનાવોમાં લોકો પોતાની નિષ્કાળજી ના કારણે મોતને ભેટે છે રેલ્વે સ્ટેશન ઉપર ફૂટ ઓવરબ્રીજ હોવા છતાં શોર્ટકટ મારવાની લ્હાયમાં ટ્રેન ક્રોસ કરતા મોતને ભેટે છે. આ સિવાય ટ્રેક ક્રોસ કરતી વેળાએ મોબાઇલનાં ગીત સાંભળવાનાં કારણે પણ ધ્યાન ન હોવાથી ટ્રેનનો પાવો ન સાંભળવા ને કારણે પણ માનવ જીંદગી હોમાઇ જતી હોય છે. ટ્રેનની હડફેટે આવતા લોકોને જો સમયસર સારવાર મળે તો તેમના જીવ બચાવી શકાય તેમ છે પરંતુ રેલ્વે ટ્રેક પર સાંકડા અને જાડી જાંખરાવાળા હોવાનાં કારણે ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સ તાત્કાલીક પહોંચી શકતી નથી ત્યારે આવા સંજોગોમાં રેલ્વેની એમ્બ્યુલન્સ વાન હોય તો ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડી શકાય તેમ છે. ભારતીય રેલ્વેએ ભારતના અર્થતંત્ર સહીત લોકોની સામાજીક જવાબદારી માટે જીવાદોરી સમાન છે પરંતુ દેશને ધબકતુ રાખનાર રેલ્વે તંત્ર હજુ પુરેપુરૂ સુદૃઢ ન હોવાના કારણે અને કાયદા નો અમલ કરાવવામાં ઉણુ ઉતરતુ હોવાના કારણે આ જીવાદોરી કેટલાય લોકો માટે મોતનુ કારણ બની છે

રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો રેલ મુસાફરી કરી રહ્યા છે આમ જોવા જઈએ તો સડક માર્ગ કરતા રેલ્વે મુસાફરી સરળ અને સસ્તી હોવા સાથે એટલી જ સલામતીભરી હોય છે કે લોકો હોંશે હોંશે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા છે પરંતુ આ રેલ્વે મુસાફરી કયારેક એટલી પણ સસ્તી બની જાય છે કે એમાં કોઈકની જીંદગી પણ સલામત રહેતી નથી. આ રેલ્વેમાં સુરક્ષા તેમજ તંત્ર સુચારૂ રીતે ચાલે તે અર્થે અનેક લોકો રેલ્વે કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેમજ કોઈ અનિચ્છિનીય બનાવને અટકાવવા તેમજ રેલ્વે અકસ્માતોને અટકાવવા માટે આર.પી.એફ. જેવા આખા વિભાગને ઉભો કરવામાં આવ્યો છે પરંતુ ઓછી મહેકમ અને આળસના કારણે આર.પી. એફ. વિભાગ પણ પોતાની પુરેપુરી ફરજ નિભાવી શકતુ નથી જેના કારણે મુસાફરો મનફાવે તેમ રેલ્વે પ્રિમાઈસીસ માં ફરતા હોય છે સામેથી ટ્રેન આવતી હોવા છતાં જાણે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તેમ કેટલાક તો ટ્રેનની આગળથી પસાર થઈ રેલ્વે ટ્રેક ક્રોસ કરતા હોય છે અને આવા બનાવો રેલ્વે સ્ટેશન ઉપર સામાન્ય બની ગયા છે. મુસાફરો કાયદાની ઐસી તૈસી કરી બિન્દાસ રીતે રેલ્વે ટ્રેક પર છલાંગ મારીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ડર અનુભવતા નથી આમ રેલ્વે તંત્રની કાયદાની અમલવારી કરાવવા પ્રત્યે ઉદાસીનતા, બેદરકારી અને મુસાફરોની નિર્ભયતા અને ઉતાવળ ના કારણે પણ રેલ્વેની હદમાં રેલ્વે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રેલ્વે પ્રશાસન દ્વારા આ બાબતની સૂચનાઓ આપવામાં આવે છે છતાં પણ મુસાફરો ગંભીરતા દાખવતા નથી અને તેમના જાન માલની સલામતીની ચિંતા કર્યા વગર બ્રિજનો ઉપયોગ કરવાના બદલે પાટા ઓળંગતા હોય છે જેના કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ઉપરાંત ટ્રેન ઉપડયા બાદ અને ટ્રેન ઉભી રહેતા પહેલા ટ્રેનમાં ચઢવા ઉતરવાની ઉતાવળ કરનાર કેટલાક કમભાગીઓ પણ રેલ્વે અકસ્માતનો ભોગ બની મોતને ભેટે છે.

રેલવે એક્ટ ૧૯૮૬ની ધારા ૧૪૭ મુજબ આવા રેલ્વે પાટા ક્રોસ કરનારને છ માસની સજા તેમજ ૧ હજારનો દંડની જોગવાઇ છે છતાં કાયદાનો અમલ કરાવનાર કોઇ ન હોય મુસાફરો કાયદાનો ભંગ કરતા જોવા મળે છે જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે. જાગૃત મુસાફરો આવા શોર્ટકટ શોધતા મુસાફરોને ટકોરે છે પરંતુ આવી ટકોરને મુસાફરો નજર અંદાજ કરતા હોય છે રેલવે મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે અંદાજે પંદર હજાર જેટલા લોકો રેલવેના પાટા ક્રોસ કરતા કપાઈ મરે છે. આ બધું આપણે પણ જોઈએ છીએ પણ કંઈ કરી શકતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી ભૂલો કરતા હોઈએ છીએ તો ચાલો જાગ્યા ત્યારથી સવાર સમજીને એક જાગૃત અને સમજુ નાગરિક તરીકે હવેથી આપણે પણ આ બાબતો નું ધ્યાન રાખીશું અને શક્ય હોય ત્યાં સુધી આપણી આંખ સામે આવી કોઈ ઘટના ના બને તેવો પ્રયાસ કરવાનો પણ સંકલ્પ લઈંશું..


ટીપે ટીપે ખેતી થાય નું સૂત્ર ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ સાર્થક કરે છે

Trakuda Village Farming - Gondal

Trakuda Village Farming – Gondal

ગોંડલ : આશરે ૨ હજારની વસ્તી ધરાવતા ગોંડલ તાલુકાના નાનકડા એવા ત્રાકુડા ગામમાં ૭૬૬ જેટલા ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, તરબુચ, શાકભાજીની ખેતી કરીને આજીવિકા રડે છે. આ પૈકીના ૨૫૦થી વધુ કિસાનોએ ટપક સિંચાઇ અપનાવી જ્યારે બાકીના ખેડૂતોએ પણ આ પદ્ધતિથી ખેતી કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે  આમ સંપૂર્ણ ગામ પરંપરાગત વરસાદ આધારિત ખેતી કરવાને બદલે આધુનિક ટપક સિંચાઇ પિયત પદ્ધતિ અપનાવી એક આદર્શ ગામનું ઉદાહરણ બન્યું છે. ગોંડલ તાલુકાનાં ખેતીવાડી અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે કયારેક સારું ચોમાસુ ન થવાથી ખેડૂતોના ખેતરો સુકાઇ જતા હોય છે હજુ પણ આપણા અશિક્ષિત કિસાનો ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી ઘણી વખત ખેડૂતોને પૂરતા જ્ઞાનના અભાવે પણ આધુનિક પિયત પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી અને એટલે જ અમે અમારા તાલુકાના કોઇ એક ગામને સંપૂર્ણ ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરે તે માટેના પ્રયત્ન શરૂ કર્યા અને આ માટે અમે ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ પસંદ કર્યુ  ત્રાકુડાનાં ખેતરોમાં કૂવા, ખેત તલાવડીમાં પાણી હોય છે જેથી ખેડૂતોને પાણીની ચિંતા નથી પણ આ પાણી ખેતરોમાં પહોંચાડવાની સમસ્યા જ રહે છે. રાજ્ય સરકાર અને ખેત ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ત્રાકુડાના નાના અને સીમાંત ખેડૂતોને ટપક સિંચાઇ ૯૦ ટકા જેટલી ખાસ સહાય અપાઇ જયારે મોટા ખેડૂતોને ટપક સિંચાઇ માટે ૮૦ ટકા સહાય આપવામાં આવે છે. પ્રોત્સાહક યોજનાથી પ્રેરાઇને કોઇ એક – બે નહીં પરંતુ પૂરા ૨૬૬ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લીધી છે જયારે બાકીના ૫૦૦ જેટલાં ખેડૂતોએ પણ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લેવાનો સંકલ્પ કર્યો છે. આગામી ખરીફ સિઝનમાં સંપૂર્ણ ગામનાં ખેતરોને ટપક સિંચાઇ પદ્ધતિ અમલી બનાવી દેવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.


વીશ્વનું એક માત્ર ગુજરાતનું આ મંદિર જ્યાં કોઈ દાન પેટી જ નથી..

Jalaram Bapa - Virpur

Jalaram Bapa – Virpur

આજે જયારે દેશના મદિરોમાં કરોડોની મિલકત મળી રહી છે તેવામાં આપણા ગુજરાતનું જ એક એવું મંદિર છે જ્યાં કોઈ દાનપેટી જ નથી રાખવામાં આવી અને કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા જ નથી આટલું ઓછું હોય તેમ સૌરાષ્ટ્રના આ મંદિરમાં દરરોજ મળતી ખીચડીના પ્રસાદનો સ્વાદ આપ ક્યારેય પણ ભૂલી શકશો નહી આમ તો તમને સહુને ખબર પડી જ ગઈ હશે પણ તેમ છતાં તમને જણાવી દઈએ કે એમ અહીં વાત કરી રહ્યા છે સૌરાષ્ટ્રના વીરપુર ગામના જલારામ મંદિરની…

ભક્ત જલારામના મંદિરો દેશભરમાં જોવા મળે છે વીરપુરમાં અન્નદાન દ્વારા મહાદાનનો મંત્ર ગુંજતો કરનારા ભક્ત જલારામ બાપાનો જન્મ તારીખ ૦૪ નવેમ્બર ૧૭૯૯ માં થયો હતો. વિક્રમ સંવત ૧૮૫૬ ના કારતક સુદ સાતમનાં દિવસે જન્મેલા જલારામ બાપાના લગ્ન કોટડાપીઠા ગામની પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈમાં સાથે થયા હતાં. લોકકથામાં સચવાયેલા ઈતિહાસ પ્રમાણે ભગવાન સાધુ સ્વરૃપે આવી ભક્ત જલારામને જે લાકડી અને જોળી આપી ગયા હતાં. તે આજે પણ વીરપુર મંદિરમાં સચવાયેલી છે.

અમરેલી નજીક આવેલા ફતેપુર ગામમાં રહેતાં ભોજલરામ બાપા પાસે ભક્ત જલારામે દિક્ષા લીધી હતી. સંવત ૧૮૭૪ માં ચાર ધામની યાત્રા કર્યા બાદ તેઓ એ તારીખ ૧૮ નવેમ્બર ૧૮૨૦ ને સોમવારથી વીરપુરમાં સદાવ્રતનો પ્રારંભ કર્યો. સંવત ૧૮૮૬ માં સાધુસ્વરૃપે તેઓને ભગવાન મળ્યા હોવાનો ઈતિહાસ છે. સદાવ્રતને ૧૯૭ જેટલા વર્ષ પુરા થયા છે. પુ. જલારામ બાપાના જ્યાં મંદિરો હશે ત્યાં અન્નક્ષેત્ર ચાલતુ જ હશે. વીરપુરમાં જલારામ બાપાના અન્નક્ષેત્રની માફક અન્નદાનનો મહિમા દેશ દેશાવરના તમામ જલારામ મંદિરોમાં આજે પણ સચવાયેલો જોવા મળે છે.  તારીખ ૧૮ નવેમ્બર ૧૮૭૮ માં વીરબાઈમાંનો વૈંકુઠવાસ થયા બાદ તારીખ ૨૩-૦૨-૧૯૮૧ માં ભજન ગાતા ગાતા ૮૧ માં વર્ષે જલારામ બાપાએ દેહ છોડી દીધો હતો. ભુખ્યાને ભોજનનો મંત્ર આપનારા જલારામ બાપાની અન્નદાનની પ્રવૃતિ આજે અનેક શહેરોમાં ધમધમતી રહી છે

વિરપુરના જલારામ બાપાનું આ મંદીર આખા જગતમાં તથા દેશ – વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. સાધુ વેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાનને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકા વીષે કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને આ ઝોળી અને ધોકો હાલ વિરપુરના જલારામ બાપાના મંદીરમાં હજુ પણ હયાત છે. ખરેખર ભગવાન ખરા ભક્તની કસોટી કરે જ. તેમ ઈશ્વરે પણ જલારામ બાપાની કસોટી કરી હતી તેઓ સાધુ વેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચી અને માતૃશ્રી વીરબાઇ માં ની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇ માં ને પણ દાનમાં આપી દીધા હતા આ મંદિરમાં એક ઘંટી પણ છે તે જ્યાં સુધી આ મંદિરમાં હશે ત્યાં સુધી આ મંદિરમાં કયારેય અન્નનો તોટો નહિ પડે આ મંદિરને આ ભગવાનનું વરદાન છે.

હકીકતમાં સૌ પહેલા વીરપુર એક સદાવ્રત હતું જે જલારામ બાપાએ જાતે ખોલ્યું હતું માત્ર ત્રીસ વર્ષની ઉમરે અનેક કસોટી વચ્ચે તેમને સદાવ્રત ચલાવ્યું પણ ખરું ત્યાં આવતા ગરીબોની આંતરડી તેનાથી ઠરતી અને આ પ્રથા આજે પણ ચાલુ છે આજે અનેક ભક્તજનોને મંદિર તરફથી જ કોઈપણ પ્રકારના પૈસા ચૂકવ્યા વગર મંદિરમાં બપોરે અને સાંજે જમવાનું પીરસવામાં આવે છે. વિશ્વનું આ એક માત્ર મંદિર હશે જ્યાં દાનપેટી નથી તેમ છતાં રોજના હજારો સાધુ – ભિક્ષુકો થતા યાત્રાળુઓ આ સદાવ્રતમાં પ્રેમથી ભોજન કરે છે. તો આપણે પણ જલારામ બાપાના સદાવ્રતનું ભોજન લઇ પાવન થઈએ. આજેય શ્રી જલારામ બાપા વીરપુરમાં વસે છે અને ભક્તોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી દર્શન આપે છે… જય જલારામ બાપા..


જેતપુર પાસે અંકુર હોટલમાં ચકલીઓની ચીચીયારી ગુંજે છે

Sparrow House - Jetpur

Sparrow House – Jetpur

જેતપુર :  આજે શહેરોમાં હાલ ચકલીઓ જ્‍યારે લુપ્ત થતી જાય છે ત્‍યારે ચકલીઓની ચીચીયારી ફરી કાયમ કરવા ધારેશ્વર વિસ્‍તારમાં આવેલ જૂની અંકુર હોટલના માલિક મનસુખભાઈ મલી (પટેલ) છેલ્લા ૫ વર્ષથી માળાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરે છે. ચકલી પ્રત્‍યેનો અગાધ પ્રેમને લીધે હોટલમાં સવારથી જ ચકલીઓની ચીચીયારીઓ ગુંજવા માંડે છે. અગાઉના સમયમાં વડીલો તેમના બાળકોને ચકી ચકાની વાતો સંભળાવતા અને બાળક ચકીને સૌ પ્રથમ ઓળખતા થતા તેનુ કારણ એ જ છે કે, ઘરમાં પંખા ઉપર, મીટરના બોકસ પર, ઘરમાં ટીંગાતા ફોટા પાછળ, ટયુબલાઈટ ઉપર સહિતની જગ્‍યામાં માળો બનાવતી તેથી બાળકના ધ્‍યાન પ્રથમ જ ચકી આવતી. આજના હરણફાળ ગતિ કરતા સમયમાં ઘરમાં ચકલીને માળો બાંધવા માટેની જગ્‍યા ગાયબ થઈ ગઈ છે. આલીશાન મકાનમાં ફોટોફ્રેમ લટકતી, ટયુબલાઈટ, મીટર બોકસ ગાયબ થઈ ગયા છે. પંખાની જગ્‍યા એ.સી.એ લઈ લીધી છે. તેથી ચકલીઓ ઘરમાં માળો બાંધી શકે તેવી જગ્‍યા રહી નથી. ફળીયામાં તેમજ આંગણામાં ઉગેલા વૃક્ષોનું નિકંદન નીકળી જતા શહેરનો વિસ્‍તાર વધી જતા ચકલી બિચારી ક્‍યાં જાય..? લોકોમાં એવી માન્‍યતા પ્રવર્તે છે કે ચકલીની પ્રજાતી લુપ્‍ત થતી જાય છે, પરંતુ ખરેખર તો એવુ છે કે વગડા દૂર થઈ શહેર બની જતા ચકલી લોકોથી દૂર ચાલી ગઈ છે અને મકાનોમાં માળા બાંધીને રહેતી ચકલી એ પોતાનું રહેઠાણ બદલી હાઈવે પર આવેલી હોટલોમાં રહેઠાણ બનાવ્‍યુ છે. આવી જ હાઈવે હોટલ જેતપુરના ધારેશ્વર પાસે રાજકોટ હાઈવે પર આવેલ જૂની અંકુર હોટલ છે. હોટલના માલિક મનસુખભાઈ પટેલ નો ચકલી પ્રેમ હોટલમાં પ્રવેશતા જ જોવા મળે છે. સામાન્‍ય રીતે પ્રવેશદ્વાર પર તોરણ બાંધેલ હોય છે પરંતુ અંકુર હોટલમાં ચકલીના માળાનું તોરણ જોવા મળે છે. મનસુખભાઈ પોતાના ગામથી વંથલી ૨૭ વર્ષ પહેલા જેતપુર આવી હોટલ શરૂ કરેલ. મનસુખભાઈને પહેલેથી જ અબોલ જીવ સાથે પ્રેમ હોય, હોટલની પાછળના ભાગે ચકલી તેમજ પારેવાઓને રહેવા માટે ૩૦ જેટલા વૃક્ષો વાવેલ છે. વૃક્ષો વચ્‍ચે મોટા કુંડા, ટીંગાડેલ છે જેથી ચકલી પાણી પી શકે સાથે સાથે ગરમીથી બચવા ન્‍હાય પણ શકે. મનસુખભાઈને તેમના ગામડે ખેતી હોય ખેતરમાં કુવામાં કબુતરો માળા બાંધે તે ખૂબ ગમતુ, કબુતરોની સાથે ખાસ કરી ચકલી પ્રત્‍યે વધુ લાગણી બંધાઈ હતી. મનસુખભાઇ સવારે ૧૦ વાગે એટલે રોટલા, રોટલી, ભાત, સેવ, બધુ ભેગુ કરી ચકલા માટે એક મોટો ત્રાસ તૈયાર કરી ચકલીઓને ચણ નાખવા માટે રોટલા – રોટલીનો ભુકો કરી ચકલી, કાબર, કબુતર સહિતના પારેવાઓને નાખતા. આ ક્રમ સાંજે પ વાગ્‍યે ફરી વખત રીપીટ કરવામાં આવતો ચકલીઓને આકર્ષવા મનસુખભાઇએ હોટલમાં ૭૦ થી ૮૦ જેટલા પુંઠા તેમજ માટીના માળાઓ મુકયા છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી લોકોને ચકલી પ્રત્‍યેનો પ્રેમ વધારવા તેમજ ઘરના આંગણામાં ચકલી ફરી વખત ચીં-ચીં કરતી થાય, ચકલી બચાવો અભિયાન શરૂ કરેલ છે. આજે પણ મનસુખભાઇ પટેલ ની હોટલમાં ૪૦૦ જેટલી ચકલીઓ ચીં -ચીં કરે છે. મનસુખભાઇ બહારગામ ગયા હોય તો તેની ગેરહાજરીમાં તેમના ભાઇ મનસુખભાઇ નો નિત્‍યક્રમ સાચવે છે.

મનસુખભાઇનો પરિવાર તેમના ચકલી બચાવો અભિયાનમાં  સંપુર્ણ સહકાર આપે છે. હોટલની સાથે – સાથે ઘેર પણ ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડા મુકી ચકલીથી આંગણુ ગુંજતુ કર્યુ છે. મનસુખભાઇ દર વર્ષે ૩ થી ૪ હજાર ચકલીના માળા વિનામૂલ્‍યે વિતરણ કરે છે. જેથી હોટલે આવતા ગ્રાહકો ચકલીની ચીંચીયારીઓથી આકર્ષીત થઇ ચકલીનો માળો લઇ જાય છે. મનસુખભાઇ લોકોને વિનંતી કરતા કહે છે કે તમે બીજુ કંઇ ન કરી શકો તો કઇ નહી પરંતુ માત્રને માત્ર તમારા ઘરમાં તમામ લોકો ચકલી પ્રત્‍યે પ્રેમ દર્શાવી આજની પેઢીને ચકલી શું છે. તે સમજાવવા પોતાના ઘેર જરૂર ચકલીના માળાની જગ્‍યા આપે. ચકલીઓએ તો ભોજના સ્‍વાદને લીધે તેમજ હોટલમાં એકદમ શુધ્‍ધ સાત્‍વીક ભોજન મળતુ હોય લોકો મુલાકાત લેવાનું ચુકતા નથી. ચકલીએ તો જુની અંકુર હોટલને પોતાની કાયમી રહેઠાણ બનાવી લીધુ છે તો આપ પણ ટેસ્‍ટ માણવા તેમજ ચકલીઓ વિશે વધુ જાણવા અને માળો મેળવવા મનસુખભાઇ પટેલ નો મોબાઇલ નં. ૯૯૭૯૨  ૪૫૦૧૫ ઉપર સંપર્ક કરી શકશો. (તસ્‍વીર – અહેવાલ  :  કેતન ઓઝા – જેતપુર)


જેતપુરનું હરીઓમ ભોજનાલય ખરા અર્થમાં સેવાની સુવાસ પ્રસરાવી રહ્યું છે

Hariom Bhojnalay

Hariom Bhojnalay

:: અહેવાલ ::
કશ્યપ જોષી – જેતપુર
kkumarjoshi@gmail.com

રાજકોટ જીલ્લાના જેતપુર ખાતે ખોડપરા વિસ્તારમાં શેરી નં. ડી – ૭ માં આવેલું હરીઓમ ભોજનાલય માત્ર રૂ. ૧૦ માં ભુખ્યા લોકોને ભોજન પીરસી ખરા અર્થમાં સેવાની સુવાસ પ્રસરાવી રહ્યું છે. જોશી બાપાના આશ્રમ તરીકે ઓળખાતા આ ભોજનાલયમાં દરરોજ બપોરે અનેક ભૂખ્યા લોકોની જઠરાગ્ની માત્ર દશ રૂપરડીમાં ઠારવામાં સુરેશભાઇ લાખાણી, ગીતાબેન લાખાણી અને નન્કુબાપુ સહિતના સતત પ્રયત્નશીલ રહે છે. સાથે સાથે આ સેવાયજ્ઞમાં વિનુભાઇ બાવીષા, મહેન્દ્રભાઇ દોશી, અનિલભાઇ કાછડીયા અને સ્વ. શારદાબેન મનસુખભાઇ ગઢિયા જેવા દાતાઓ સહયોગ પણ પ્રાપ્ત થઇ રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે, દામજીભાઇ (કાળુભાઇ) જોશીએ પોતાના તમામ કામો પડતા મૂકી ભૂખ્યાની કળકળતી બળતી જઠરાગ્ની ઠારવા આરંભેલા સેવાયજ્ઞ થકી રોજ અનેક ગરીબ અને મધ્યવર્ગના લોકો ભરપેટ ભોજન આરોગી અંતરના આર્શિવાદ વરસાવી રહ્યા છે. આ અંગે કાળુભાઇ એ જણાવેલ કે, ભોજનના માસિક દાતા બનવા ઉપરાંત સ્વર્ગે સિધારેલા પૂણ્યાત્માઓની યાદમાં, લગ્ન, જન્મ કે અન્ય કોઇ તહેવારોની ઉજવણીમાં દેખાદેખી કરવાને બદલે જો લોકો આવા ભોજનાલાયોમાં બનતો આર્થિક સહયોગ આપતા થાય તો કરોડો પુણ્ય આ ધરતી પર જ મળતા જાય.


ધોરાજીમાં ગફારનાં લાલચટ્ટાક ભૂંગળા બટેટાનો સ્વાદ અનેરો છે

Gafarbhai Dhoraji

Gafarbhai Dhoraji

ખાણી પીણીનું નામ આવે એટલે સ્વાદનાં શોખીનો પાણી પાણી થઇ જાય છે. અને જાણીતા ખાણી પીણીનાં સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતાં નથી. એટલે જ તો ગુજરાતનાં વિવિધ શહેરો જુદી જુદી ખાણી પીણીની ચીજ વસ્તુઓ માટે જાણીતા છે. જેમ કે,સુરતનો લોચો, ભાવનગરનાં ગાંઠિયા, રાજકોટનાં પેંડા, અમદાવાદમાં પાણીપુરી.

આવી જ રીતે રાજકોટ જિલ્લાનાં ધોરાજી શહેરનાં ભૂંગળા બટેટા ખૂબ જ વખણાય છે. ભૂંગળા બટેટાનું નામ પડે એટલે લોકોનાં મોંઢામાં પાણી આવી જાય.અને તેમાં પણ ધોરાજીનાં ગફારભાઇનું નામ પડે એટલે લોકો હોંશે હોંશે ગફારભાઇનાં ભૂંગળા બટેટા ખાવા પહોંચી જાય છે. બટેટા ભૂંગળાનાં નાસ્તાનું ધોરાજી સહિત સૌરાષ્‍ટ્રભરમાં અનેક શહેરોમાં વેંચાણ થાય છે. પરંતુ ધોરાજીનાં ગફારભાઇનાં બટેટા ભૂંગળા ખાવાનો લ્હાવો કંઇક અલગ જ છે.

ધોરાજીનાં ગેલેકસી ચોક અને ત્રણ દરવાજા પાસે રેંકડી ઉભી રાખી બટેટા ભૂંગળાનો વેપાર કરતાં ગફારભાઇ સવાર થી સાંજ સુધીમાં અંદાજિત દોઢસો કિલોથી વધુ બટેટાનો વેપાર કરે છે. લાલચટ્ટાક લસણિયા બટેટા બનાવવાની ખૂબી ગફારભાઇ પાસે છે તેવી અન્ય કોઇ પાસે નથી. લોકોને મીઠા કરતા વધારે તીખુ અને ટેસ્ટી ખાવાનું વધારે પસંદ હોય છે. ગફારભાઇ લાલચટક બટેટા બનાવી સ્થાનિક લોકોને ખાવાનું ઘેલું લગાડ્યું છે તેની સાથે સાથે રાજકોટ, જૂનાગઢ તેમજ જેતપુરથી લોકો અહીં તીખા તમતમતા ભૂંગળા બટેટાનો સ્વાદ લેવા પહોચે છે.