ATUL N. CHOTAI

a writer – since 2014


એક્યુપ્રેશર વીટી દ્વારા તંદુરસ્તીની જાળવણી કરી શકાય છે..

acupressure ring

acupressure ring – demo picture

આજના ઝડપી યુગમાં તંદુરસ્તીની જાળવણી કરવી મુશ્કેલ અને ધ્યાન ના રાખીએ તો મોંધી પણ બને છે. આજે ઘણા પ્રકારની કસરત કરવી બધા માટે સરળ પણ નથી હોતી. ત્યારે આપ ઓફીસમાં ફ્રી હોય ત્યારે કે ઘરે ટીવી જોતા કે કોઈ કામ કરતા પણ આ એક્યુપ્રેશર વીંટી દ્વારા શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરી શકો છો.

આપણા શરીરના મોટાભાગના પોઇન્ટસ આપણા હાથ અને પગની આંગળીઓ સાથે જોડાયેલા હોય છે. આ એક્યુપ્રેશર વીંટી બન્ને હાથની દરેક આંગળીઓ ઉપર આઠ થી દશ વખત ફેરવવાની હોય છે. આપણા શરીરના આંગળીઓ સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓના એક્યુપ્રેશર પોઇન્ટસને તે સક્રીય કરશે. આ રીતે આપણને તે સ્વસ્થતાનો અનુભવ કરાવશે.

આ વીંટીના ઉપયોગથી રક્તના સુક્ષ્મ પરિભ્રમણને એક્યુપ્રેશર આપી કાર્યરત કરાય છે અને દરેક પ્રકારની નાની – મોટી તકલીફમાંથી રાહતની સાથે તંદુરસ્તીની જાળવણી પણ થઇ શકે છે. આ એક્યુપ્રેશર વીંટીની કિંમત ખુબ જ મામૂલી છે. જે મેળવવા માટે આપ અમોને નીચેના કોન્ટેકના પેઇજ દ્વારા આપનું પુરૂ નામ – સરનામું – ફોન નંબર – ઇમેઇલ સહીતની વિગતો સાથે અમારો સંપર્ક કરી શકો છો..

contact us with your complete details

 

cure your health without medicine acupressure ring


કુદરતી ઉપચાર દ્વારા રાહત દરે સારવાર આપવામાં આવે છે..

Chetanbhai Doshi

Chetanbhai Doshi

નેચરોપેથી એટલે વગર દવાએ સારવાર કરવાની કુદરતી ઉપચાર પદ્ધતિ. નેચરોપેથી એ માનવી દ્વારા તેના શારીરિક, માનસિક, નૈતિક અને અધ્યાત્મિક જીવનમાં કુદરત તેમજ પ્રકૃતિના સકારાત્મક સિદ્ધાંતો સાથે તાદાત્મ્ય કેળવવાની પ્રણાલી છે. નેચરોપેથીમાં મજબૂત આરોગ્ય, રોગ નિવારણ અને ઉપચારક તથા ફરી શક્તિ સંચયનું સામર્થ્ય રહેલુ છે. કુદરતી સારવાર દ્વારા ઉપચારમાં માત્ર રોગ જ નહીં, પરંતુ દર્દીના સમગ્ર શરીરની સારવાર થાય છે અને તેને ફરી ચેતનવંતુ બનાવાય છે. નેચરોપેથી ગંભીર અને લાંબા ગાળાની બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર કરે છે. એટલું જ નહીં, પ્રમાણમાં ઓછા સમયમાં સારવાર કરે છે.

આ પદ્ધતિમાં દબાવી દેવાયેલા રોગોને બહાર લવાય છે અને પછી તેને કાયમને માટે દૂર કરી દેવાય છે. નેચરોપેથી દર્દીના શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ તમામ પ્રકારે એક જ સમયે સારવાર કરે છે. જે લોકો ડૉક્ટરો બદલીને અને જાતજાતની દવાઓ ખાઇને થાક્યા હોય એવાં લોકો હવે નેચરોપેથીનો આશરો લેતા થયા છે.

સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત ના સૂત્રને ઘ્યાનમાં રાખીને રાજકોટના જાણીતા નેચરોપેથ કન્સલ્ટન્ટ શ્રી ચેતનભાઈ દોશી દ્વારા દરેક પ્રકારની શારીરિક-માનસીક બીમારીઓ, કોઈપણ જાતના દુખાવાઓની દવા કે આડ અસર વગર કુદરતી ઉપચારથી રાહત દરે સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સારવારમાં યોગા, પ્રાણાયામ, એક્યુપ્રેસર, આહાર-વિહારની પધ્ધતિ સહીતનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. દરેક લોકો વ્યક્તિગત રીતે પણ નક્કી કરેલા દીવસોમાં આ રાહત દરે સારવારનો લાભ લઇ શકે છે. જો પોતાના મિત્રવર્તુળ-ઓફિસ સ્ટાફ-સંસ્થાના માધ્યમ દ્વારા વધુ લોકોની સંખ્યા થાય તો આ રાહત દરે સારવાર રાજકોટના જે તે વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરેક સેન્ટરોમાં પણ આપવામાં આવે છે. તો આ રાહત દરે સારવાર મેળવવા માટે શ્રી ચેતનભાઈ દોશીનો મોબાઈલ નંબર ૯૩૭૪૧ ૯૩૬૧૫ (વોટ્સઅપ) ઉપર સંપર્ક કરી શકાય છે.  for patient naturopathy treatment by chetan bhai doshi rajkot gujarat india


ટાઢકે હવે સ્વરૂપ બદલ્યું : માટલાના સ્થાને બાટલા આવી ગયા..

mitesh ahir

mitesh ahir

– મિતેષ પી. આહીર
મો : ૯૭૨૫૦ ૫૫૨૯૯

ટાઢકે સ્વરૂપ બદલ્યુ છે. અત્યાર સુધી માટીના માટલા કે નાંદ દ્વારા ઠંડુ પાણી મેળવાતુ હતુ. પરંતુ શહેરોમાં હવે આ પ્રથા બદલાઇ ચુકી છે. માટીના માટલા કે નાંદના સ્થાને ચીલ્ડ વોટરના જગ ગોઠવાવા લાગ્યા છે. ખુબ સુગમ સરળ પડતી આ પેકેજ ડ્રીંકીંગ વોટર સપ્લાય સેવાને શહેરના ઓફીસ -દુકાન ધારકોએ ખુબ ઝડપથી સ્વીકારી લીધી છે. મીનરલ જેવા આ પ્રકારના શુધ્ધ અને ઠંડા પાણીના જગ ઓફીસ કે દુકાન સુધી નિમમિત રીતે પહોંચાડવામાં આવે છે. આમા મોટો ફાયદો એ રહે છે કે માટલાની જેમ પાણીના આવા જગ કે બાટલાને દરરોજ ધોવા વીછળવાની કડાકટુ રહેતી નથી. કેમ કે આ રીતનું ઠંડુ અને શુધ્ધ કરેલ પાણી પહોંચાડનારાઓ જ દરરોજે ખાલી જગ પરત લઇ જાય છે અને સાફ કરીને નવુ તાજુ પાણી ભરેલ જગ મુકી જાય છે. પરીણામે માટલા ધોવા વીછળવા કે પાણી ભરી જવાના કામ માટે કામવાળા રાખવાનો ખર્ચ પણ બચે છે.

સૌથી મોટો ફાયદો એ રહે છે કે આ પાણી સાદા પાણી કરતા થોડુ સેઇફ હોય છે. આ પાણીને સંપુર્ણ મીનરલ તો કદાચ ન ગણી શકાય.. તેમ છતા તેને શુધ્ધ કરવા આર.ઓ. પ્લાન્ટનો આશરો લેવાતો હોય છે. ૭૫ થી ૧૦૦ ટી.ડી.એસ. સુધીની પ્રક્રિયા કરવામાં આવે છેે. વળી લાંબો સમય ઠંડુ રાખવા પણ એટલી જ કાળજી ઉઠાવવામાં આવતી હોય છે. આ રીતનું પેકેજ ડ્રીંકીંગ વોટર સપ્લાય કરનારાઓના જણાવ્યા મુજબ પાણીને ઠંડુ કરવા ચીલીંગ પ્લાન્ટનો આશરો લેવામાં આવે છે. વોટર કુલીંગ પધ્ધતીથી રાત્રે જ પ્લાન્ટ પર પ થી ૬ ડીગ્રીએ પાણી ઠંડુ કરી જગ કે પેક બોટલોમાં ભરી લેવામાં આવે છે. બાદમાં સવારે ૮ થી ૧૦ ના સમયગાળામાં જે તે ઓફિસ કે દુકાન સુધી ડીલેવરી પહોંચાડવામાં આવે છે. દુકાન કે ઓફીસમાં મુકાયેલ આ જગમાં સાંજ સુધી પાણી ઠંડુ જ રહે છે. જો ઓફીસ કે દુકાન એ.સી. હોય તો બીજા દિવસ સુધી પણ પાણીમાં ઠંડક એવીને એવી જ જળવાઇ રહે છે.

ખાસ પ્રકારના આ જગની અંદર રહેલ પાણીમાં ઠંડકતા જળવાઇ રહેવા પાછળનું કારણ એ હોય છે કે આ જગને ખાસ એ રીતેજ તૈયાર કરાયો હોય છે. જગના બે પડ વચ્ચે પફ કે થર્મોનું આવરણ મુકવામાં આવ્યુ હોય છે. જે જગની અંદરના પાણીને બહારના તાપમાનના સંપર્કમાં આવવા દેતુ નથી. આમ દસ થી બાર કલાક આરામથી પાણીને ઠંડુ રાખી શકાય છે. આવા કન્ટેનરોમાં બે રીતની સેવા પુરી પાડવામાં આવતી હોય છે. નળ વાળુ કન્ટેનર અથવા સાદો બાટલો. જો કે ભાવમાં બહુ ફર્ક પડતો નથી. નળવાળા જગના રોજના રૂ. ૨પ થી ૩૦ વસુલાતા હોય છે. જયારે નળ વગરના પેટ બાટલાના રૂ. ૨૦ થી ૨પ લેવાતા હોય છે. આવી સેવા શરૂ કરાવવા બસ જે તે પેકેજ ડ્રીંકીંગ વોટર સપ્લાયરને ઓર્ડર આપી દયો એટલે દરરોજ સવારે તમારી નોંધાવેલ ઓફીસ કે દુકાને આવા પાણીનો જગ રીક્ષા કે ટેમ્પો મારફત આવી જાય છે. દરરોજ ભરેલુ મુકી જાય અને ખાલી પરત લઇ જાય.

મોટેભાગે દુકાન ઓફીસોમાં નળવાળો જગ મંગાવવામાં આવતો હોય છે. ગ્લાસ પણ ડીસ્પોજેબલ ઉયોગમાં લેવાય છે. એટલે ગ્લાસ ધોવા વીછળવાની પણ જરૂર રહેતી નથી. બધુ જ કેટલુ આસાન.. એક સર્વે મુજબ રાજકોટમાં આવા પેકેજ ડ્રીંકીંગ વોટરના લગભગ ૪૦ થી ૫૦ પ્લાન્ટ ધમધમતા હશે. એટલે માની લ્યોને કે દરરોજ આવા ૪ થી પ હજાર જગ-બાટલાની હેરાફેરી તો ચોકકસ થતી હશે. ઉનાળામાં આ આંક ઉંચો રહે છે અને ઓફ સીઝનમાં નીચો રહે છે. માત્ર રાજકોટ જેવા મોટા શહેર જ નહીં હવે તો મોરબી, ગોંડલ, જસદણ, ધોરાજી જેવા નાના સેન્ટરોમાં પણ આવી પેકેજ ડ્રીંકીંગ વોટર સપ્લાયની સેવા શરૂ થઇ ચુકી છે. જે આસપાસના નાના ગામડાઓને પણ આવરી લેતી હોય છે.

શહેરમાં તો ચાની હોટલ કે ભેળ, પાણી પુરી, પાંઉભાજી જેવી ખાણી પીણીની રેકડીઓમાં પણ આવા નળવાળા પાણીના જગ ગોઠવાયેલા જોવા મળે છે. માત્ર દુકાન – ઓફીસોમાંજ નહીં હવે તો કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ આવી સેવા ચાલુ થઇ છે. ઘરે પણે આવા ચીલ્ડ પાણીના બાટલા મંગાવવામાં આવે છે. જો કે ઘરે નળવાળા જગના બદલે માત્ર સાદા બાટલા મંગાવવામાં આવે છે. કેમ કે ઘરે તો માટલા કે સ્ટીલની કોઠી આપણે વાપરતા જ હોઇએ છીએ તેમાં આવા પાણીના બાટલા ઠલવી ઉપયોગ કરાય છે.

ખાસ કરીને મોટા શહેરોમાં તો આ પાણી સેવા ખુબ ફુલી ફાલી છે. કોઇપણ માર્ગ ઉપર સવારના સમયે ઉભા રહો એટલે એકાદ છકડો રીક્ષા કે છોટા હાથી જેવુ મેટાડોર આવા પેકેજડ ડ્રીંકીંગ વોટરના જગ અને પેટ બાટલાઓથી લદાયેલું પસાર થતુ અચુક જોવા મળશે. આ પ્રકારી વોટર સપ્લાય સેવા ચલાવનારાઓ સેવા આપવામાં ખુબ નિયમિત હોય છે. નિયત સમયે અચુક પાણી પહોંચાડી જ દયે છે. આરોગ્યની દ્રષ્ટીએ પણ આ સેવાને આવકારવામાં આવી છે, કેમ કે આ પાણી આર. ઓ. પ્લાન્ટની મદદથી શુધ્ધ કરેલુ હોવાથી તેમાં અશુધ્ધી ન હોવાનો દાવો આવુ પાણી પહોંચાડનારાઓનો છે. જેથી ક્ષાર કે અશુધ્ધીના કારણે જે લોકોને પથરી થઇ જવાનો ભય રહેતો હોય કે પેટમાં દુઃખાવાની ફરીયાદ રહેતી હોય તેઓ માટે પણ આવુ શુધ્ધ પાણી સેઇફ ગણાવાય છે.

લગ્ન પ્રસંગ હોય કે કોઇ ધાર્મિક પ્રસંગ હોય પાણીની વિશાળ માત્રામાં જરૂરીયાત ઉભી થાય છે. ત્યારે શહેરોમાં હવે આવા પેકેજડ ડ્રીંકીંગ વોટર સપ્લાયરોને આ કામ સોંપી દેવાય છે. બસ તમારી જરૂરીયાત મુજબ ઓર્ડર લખાવી દયો એટલે પાણીવાળા તેમની સેવા આપવા હાજર થઇ જાય છે. જો કે અહીં પાણીના થોડા મોટા કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી છે પાણીની કહાણી… ગમે તેમ તોય આ પાણી વેચાતુ લેવુ પડે છે એ થોડી કમનશીબી જરૂર ગણાય. કોઇ આગમવાણી ભાખી ગયા છેને કે પાણી પણ પાવરે વેંચાશે. તે આજે સાચી પડી રહી છે.  હવે આ રીતે પાણી પણ પૈસા દઇને મંગાવવામાં આવી રહ્યા છે. ચા ની હોટલ હોય કે ખાણી પીણીની રેકડી હોય… આવા જાહેર સ્થળોએ તો માટલી કે માટલા કરતા આવા પ્લાસ્ટીકના જગ કે બાટલા જ સારા કેમ કે રોજે રોજ પાણી અને અને તેનો જગ બદલાતા તો રહે. અન્યથા માટીની માટલી કે માટલા જે તે હોટલ કે રેકડી ચાલક દ્વારા વિછળવાની બેદરકારી રાખવામાં આવે તો તેમાં કુરા (જીણી જીવાત) પડી જવાની પુરી શકયતા રહે છે. જયારે આવા કન્ટેનરોમાં કદાચ એ જોખમ ઓછુ રહે છે.

ઓફીસ કે ઘર શુધ્ધી પહોંચાડાતા આ પાણીની શુધ્ધતા અંગે કંઇ કહી ન શકાય. સપ્લાયરોનો તો દાવો હોય છે કે અમે સંપુર્ણ આર. ઓ. કરેલ શુધ્ધ પાણી જ પહોંચાડીએ છીએ. આ પાણી કયાંથી આવ્યુ અને કઇ રીતે શુધ્ધ થયુ તે જોવા જવાનો કોને સમય હોય છે. બસ આપણી ઓફીસ સુધી પાણીનો જગ કે બાટલા આવી ગયા એટલે પત્યુ..  પછી આગળની કોઇ ચિંતા કરતુ જ નથી. ત્યારે આવા સપ્લાયરો શુધ્ધતાની બાબતમાં કેટલી કાળજી લ્યે છે તે વાત તો ભગવાન ભરોસે જ રહે છે…


ભારતમાં નવા વર્ષની ઉજવણી વિવિધ રીતે થાય છે..

– વનિતાબેન રાઠોડ
આચાર્યા, શાળાનં – ૯૩,
રાજકોટ

હિન્દુઓનું નવુ વર્ષ એટલે દિવાળીનો બીજા દિવસ એટલે કે પડવો, બેસતુવર્ષ, નૂતન વર્ષની શરૂઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ, કાર્તિક માસનો પ્રથમ દિવસ કાર્તિક સુદ એકમ પરંપરા પ્રમાણે એક મહાઉત્સવની ઉજવણી સ્વરૂપે આ પર્વ ઉજવાયછે. મહારાષ્ટ્રમાં ગુડીપડવો તરીકે ઉજવાય છે.

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી વર્ષ પ્રતિપદાએ નવુ વર્ષ એપ્રિલ માસમાં પણ નવું વર્ષ ઉજવાય છે. મુસ્લીમ કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પ્રથમ માસ અને તેનો પહેલો દિવસ એટલે નવુ વર્ષ. પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. ૨૧ માર્ચ એ પતેતી કે નવરોઝ તરીકે ઉજવાય છે. નવા વર્ષની ઉજવણી માટેની તૈયારીઓ માટે ઘરની સફાઇ આગલા દિવસોથી શરૂ થાય. નવા વર્ષની ઉજવણીમાં નવા કપડા-નવી વસ્તુઓની ખરીદી, નવા વર્ષના દિવસે સગા સબંધી મિત્રોના ઘરે જવુ, અભિનંદન પાઠવવા, શુભકામનાઓ પાઠવવી, મીઠાઇ – ફરસાણ બનાવવામાં આવે છે. ઘર-ઇમારતોને શણગારવામાં આવે છે. બજારોમાં નવી રોનક આવે, રસ્તાઓ શણગારવા-સજાવવામાં આવે, ચોતરફ લાઇટીંગ અને ડેકોરેટીવ મટીરીયલ દેખાય છે.

પંજાબીઓનું નવુ વર્ષ બૈશાખી, નાનકશાહી. કેલેન્ડરનો પ્રથમ દિવસ ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે. બુધ્ધ ધર્મમાં વિવિધ દેશોમાં વિવિધ દિવસોએ નવુ વર્ષ ઉજવાય. ત્રણ દિવસ સુધી ઉજવાતા નવા વર્ષનું પર્વ એપ્રિલ માસનાં પ્રથમ પુનમના દિવસથી ત્રણ દિવસ સુધી ઉજવાય છે. સીંધી લોકોનું નવુ વર્ષ એટલે ચેટીચાંદનો પર્વ. ચૈત્ર માસનાં બીજા દિવસે જુલેલાલનાં જન્મદિનનાં માનમાં ઉજવાય છે. ઇસાઇ લોકોનું નવુ વર્ષ વિશ્વભરમાં સ્વીકારાયેલું કેલેન્ડર મુજબ જાન્યુઆરીના પ્રથમ દિવસે ઉજવાય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં વિવિધ દિવસોએ નવા વર્ષની ઉજવણી વર્ષભરમાં અનેક દિવસોએ લોકોના ધર્મ મુજબ, પરંપરા મુજબ, માન્યતાઓ પ્રમાણે નવવર્ષ પર્વ ઉજવાય છે. જેમાં લોકોનાં ધર્મ મુજબ કે પ્રથા મુજબ પૂજા-પાઠ કે વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવે છે. લોકોના વિવિધ પ્રદેશની વિવિધતા પ્રમાણેનાં પહેરવેશ તે પ્રદેશ મુજબની વાનગીઓ તથા તેમના રૂઢી-ગત રીવાજો મુજબની ઉજવણી કરે છે. ઉગાદીના પર્વને નવા વર્ષ તરીકે ચૈત્ર માસનાં પ્રથમ દિવસે કર્ણાટક, તેલંગાણા અને આંન્ધ્રપ્રદેશમાં ઉજવામાં આવે છે. વિશુ તહેવાર નવા વર્ષ તરીકે કેરલમાં ઉજવાય તો બૈશાખી પંજાબ, સિકિકમમાં શીખ લોકો નવા વર્ષ તરીકે ઉજવે.

પહેલા બૈશાખ બેંગાલી નવા વર્ષ તરીકે પશ્ચિમ બંગાળામાં ઉજવાય. પુથાન્ડુ તમીલનાડુમાં તમીલ કેલેન્ડરનાં પ્રથમ માસનાં પ્રથમ દિવસે ઉજવાય. ઉત્તરપૂર્વ ભારતમાં બાહેગ બીહુ નવા વર્ષ તરીકે ઉજવાય. ઓડિસામાં મહા વિશુવા સંક્રાતિ ઉડિયા કેલેન્ડર મુજબ ૧૪ કે ૧૫ એપ્રિલના નવા વર્ષનાં પ્રથમ દિવસે ઉજવાય. જુડે શિત્તલ પણ મૈથીલી નવુ વર્ષ બિહાર તથા ઝારખંડમાં નવા વર્ષ તરીકે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંતનું નવુ વર્ષ ચૈત્ર માસનાં પ્રથમ દિવસે ઉજવાય છે. જે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રથમ દિવસ હોય છે. જે દિવસે ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તન થાય છે. તમીલનાડુમાં પોંગલ ૧૪ જાન્યુઆરીનાં નવુ વર્ષ ઉજવાય. કાશ્મીરી કેલેન્ડરમાં ૧૯ માર્ચનાં નવરેહના દિવસે નવુ વર્ષ ઉજવાય છે.

આમ ભારતનાં વિવિધ રાજ્યોમાં મૌસમ બદલાવ પ્રમાણે, તીથી મુજબ, નક્ષત્રો-ગ્રહોનાં સ્થાન બદલાવ મુજબ તો કયાંક પાકની લાગણીનાં અનુસંધાને નવા વર્ષની ઉજવણી થાય. જેમા સર્વ લોકો હર્ષ, ઉત્સાહ આનંદ-ઉમંગથી જોડાય છે. નવા વર્ષની ઉજવણીથી જીવનમાં નવો રંગ ઉમેરાય છે. જીવનમાં આંનદનાં નવા રંગોનો સંચાર થાય છે અને જીવન-ઉત્સાહ સંબંધોમાં નવી લાગણીઓનો વધારે થાય છે.


મળવા જેવા માણસ રામાનુજભાઈ નો પરિચય મેળવીએ…

D L. Ramanuj

D L. Ramanuj

રામાનુજભાઈ ગુજરાત રાજ્યના માહિતી ખાતામાં અમરેલી, પાલનપુર, રાજકોટ, ગાંધીનગર, જામનગર ખાતે ઘણા વર્ષો પોતાની ફરજો અને પત્રકારિત્વને લગતી પ્રશંશનીય સેવાઓ બજાવી થોડા સમય પહેલા નિવૃત થયા છે. પોતાની કાર્યશૈલીને લીધે એક કાર્યકુશળ કર્મયોગી અધિકારી તરીકેની છાપ ધરાવનાર રામાનુજભાઈના હુલામણા નામથી જાણીતા એક મિતભાષી અને હસમુખા અધીકારી તરીકેની લોક્પ્રીયતા મેળવી છે.

જેમનું આખું નામ છે. ડી. એલ. રામાનુજ. તેમની વિષે વધુ માહિતી મેળવીએ તો તેઓ મૂળ ધારી (અમરેલી) નાં વતની છે અને બી.એ., બી.જે.એમ.સી. ની ડીગ્રી ધરાવે છે. રામાનુજભાઈ કલાપ્રેમી વ્યક્તિ હોવાથી પોતાના શોખ માટે તેઓ વ્યસ્તતાની વચ્ચે પણ સમય કાઢી લે છે. તેઓ મિતભાષી હોવાથી બહોળું મિત્રવર્તુળ અને શુભેચ્છકો ધરાવે છે. રામાનુજભાઈનો મોબાઇલ નંબર ૯૮૯૮૦ ૩૭૯૯૬ ઉપર સંપર્ક કરી શકાય છે.


રાજકીય દખલગીરીથી પણ આપણને આઝાદી મળવાની જરૂર છે..

આપણો ભારત દેશ એ બિનસાંપ્રદાયિક અને કૃષિપ્રધાન દેશ છે. આપણાં દેશના વીર સપૂતોએ આપેલા મોંઘેરા બલીદાનો ને લીધે આપણે સહુ આજે સુખેથી – શાંતીથી રહી શકીએ છીએ. આઝાદી મળ્યા પછી આપણે ઘણું આગળ વધ્યા છીએ પણ આપણી વહીવટી બાબતોમાં થતી રાજકીય દખલગીરીથી આપણો ધાર્યો વિકાસ થઈ શકતો નથી. બંધારણના નિયમ મુજબ આજે આપણા દેશ તથા રાજ્યોની ઘણી મહત્વની જગ્યાઓ ઉપર લોકોના પ્રતિનિધિ વતી રાજકીય લોકોને સ્થાન આપવામાં આવતું હોય છે અને આ રીતે સ્થાન મેળવેલા મોટાભાગના આગેવાનો લોકોનું કામ ઓછું અને પોતાનું કામ વધારે કરતા હોય છે અને આ લોકોને સરકારી કામગીરીમાં પણ કાઈ ખબર પડતી હોતી નથી અને પોતાની ઓફિસ ઉપર લોકોને આ સાહેબો મળતા પણ નથી હોતા લોકોના જરૂરી કામો કરવામાં નાટક કરતા આ આગેવાનો પોતે પણ કામ કરતા નથી અને બીજાને પણ કરવા દેતા નથી હોતા વહીવટી કાર્યોમાં પોતાનું હિત સચવાય, તેનો સ્વાર્થ પૂરો થાય, તેનો અહંમ સંતોષાય તો જ લોકોના કામો થાય નહીંતર ગમે તેવા સાચા અને સારા કામોને કોઈપણ બહાના હેઠળ ટલ્લે ચડાવી દેવામાં આવતા હોય છે.

આજે આપણા દેશના સંચાલનમાં રાજકીય લોકોની ઘણી મહત્વની ભૂમિકા હોય છે. રાજકારણમાં આજે સ્વચ્છ લોકો ઘણા ઓછા જોવા મળે છે. રાજકારણમાં આગળ વધવા ખોટા સાચા કામો થતા હોય છે અને આપણે જોઈએ પણ છીએ કે રાજકીય લોકોને કોઈ નીતિ નિયમો નડતા નથી. આજ વિચારધારાથી પ્રેરાઈને અસામાજીક તત્વો રાજકારણમાં જોડાય છે.  જેને લીધે આપણા દેશનો ધાર્યો વિકાસ થઇ શકતો નથી..

આપણા દેશ – રાજ્ય કે સંસ્થાના સંચાલનોમાં આપણા બંધારણ મુજબ કદાચ રાજકીય આગેવાનોની ભૂમિકા જરૂરી હશે પણ ખરી રીતે તેની કોઈ જરૂર હોય એવું લાગતું નથી. આ બધી વ્યવસ્થાનું સુંદર સંચાલન આપણી વહીવટી પાંખ દ્વારા થતું હોય છે જો કે ઘણીવાર વહીવટી વડાઓ પણ પોતાની સલામતી અને લાભને ખાતર પોતાની આખો બંધ કરી લેતા હોય છે અને વહિવટી પાંખની પોસ્ટીંગ રાજકીય આગેવાનોની અનુકૂળતા મુજબ થતી હોય છે અને આ આગેવાનો પાછલા બારણેથી પોતાની ઈચ્છા મુજબનું શાસન ચલાવતા હોય છે. આ ઉપરાંત રાજકીય કામકાજો – વી. આઈ. પી. સરભરા જેવા કામકાજો પાછળ આપણા વહિવટી અને કુશળ લોકો રોકાયેલા જોવા મળે છે. જેને લીધે પણ લોકોના ઘણા મહત્વના કામો થતા નથી હોતા જો આપણે અને આપણા અધિકારીઓએ આવા રાજકીય આગેવાનોને કાયમી અનુકૂળ થઇ ને રહેવાનું હોય તો તે આપણી કમનસીબી પણ ગણાય છે અને આ પ્રકારની શાસન પદ્ધતિ આપણી લોકશાહીની ગરિમાને ઝાંખપ પણ લગાડે છે.

આજે આપણા દેશમાં દરેક ઠેકાણે રાજકીય દખલગીરી હવે સામાન્ય બની ગઈ છે અને હવે આ દખલગીરી જાહેર સંસ્થાઓમાં અને ખાનગી બાબતો પણ થવા લાગી છે. આપણે તનતોડ મહેનતથી ઉભી કરેલ સંસ્થાઓમાં પણ થોડાક સ્વાર્થ અને અદેખાઈ ખાતર આપણે રાજકીય આગેવાનો ને સ્થાન આપી દઈએ છીએ અને જે મોટાભાગે આપણા માટે નુકસાનકારક સાબીત થતું જોવા મળે છે. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા વહીવટી વડાઓને રાજકીય લોકો સાથે કામ કરવા માટેની ઘણી જરૂરી સૂચનાઓ આપી હતી જે આપણા દેશના હિત માટે એક આવકારદાયક બાબત ગણી શકાય..

આજે જયારે આપણે આઝાદીની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણા દેશ – સંસ્થા કે સમાજની પ્રગતી માટે રાજકીય દખલગીરીથી પણ આપણને આઝાદી મળવાની જરૂર જણાય છે. સરકાર હસ્તકની વહીવટી બાબતો માંથી રાજકીય દૂષણ કાઢવા માટે તો કદાચ બીજો આઝાદી સંગ્રામ લડવાની જરુર પડે તેમ છે પણ આપણે જાગ્યા ત્યારથી સવાર સમજી આપણા લેવલે રાજકીય લોકોને બને ત્યાં સુધી આપણા કામકાજો થી દૂર રાખવા તે જ અત્યારના સંજોગોમાં આપણું – સમાજનું અને દેશનું હિત ગણાય માટે બહુજન હિતાય, બહુજન સુખાય ની ભાવનાને ધ્યાને લઈને એક સુંદર અને સ્વચ્છ વ્યવસ્થા ઉભી કરવામાં ચાલો આપણે સહુ સાચા અર્થમાં સહભાગી બનીએ….. જયહિંદ

સહુ વાચક મિત્રો ૭૧ માં પ્રજાસતાક પર્વ ની  ખુબ – ખુબ શુભેછાઓ…

 

– અતુલ એન. ચોટાઈ
પત્રકાર અને લેખક
રાજકોટ – ગુજરાત


પરફેકટ ફિટિંગ અને સારી સર્વિસ માટે એકવાર ટોપસન ટેઇલરની મુલાકાત લેવી જોઇએ..

ramesh naresh kamothi

ramesh naresh kamothi

રાજકોટના ભીલવાસ ચોકમાં રોકડીયા હનુમાન મંદિર પાસે સન ૧૯૮૦ થી ટોપસન ટેઇલર કાર્યરત છે. ઓકટોબર – ૨૦૧૮ થી તેઓએ ટોપસન કલોથ એન્ડ સ્ટીચના નામથી તેમના નવા શો-રૂમનો શુભારંભ કરેલ છે. ટોપસન કલોથ એન્ડ સ્ટીચમાં ગ્રાહકોને શુટીંગ, શર્ટીંગ, જીન્સ, કુર્તા, પાયજામા, શુટ, શેરવાની, પઠાણી, સફારી સહિતની જેન્ટસ વેરાયટીમાં એકલકલુઝિવ રેન્જ જોવા મળી શકે છે.

રાજકોના ભીલવાસ ચોકમાં રોકડીયા હનુમાનના મંદિર પાસે આજથી ૪૧ વર્ષ પહેલા મુળ જુનાગઢ જીલ્લાના બીલખાના વતની કેશવલાલ કામોઠીએ એક નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી. આજે તેમના બે પુત્રો નરેશભાઇ અને રમેશભાઇએ પોતાની મહેનતથી ટોપસન ટેઇલરનો પ્રથમ શો-રૂમ સન ૨૦૧૫ ની સાલમાં આ જ ચોકમાં અંબિકા આર્કેડમાં શરૂ કર્યો હતો. પોતાના મળતાવડા સ્વભાવ અને સારી સર્વિસને લીધે આજે તેઓ બહોળો ગ્રાહકવર્ગ અને મિત્રવર્તુળ ધરાવે છે. તો પરફેકટ ફિટિંગ અને સારી સર્વિસ માટે એકવાર ટોપસન ટેઇલરની મુલાકાત જરુર લેવી જોઇએ. વધુ વિગતો માટે ટોપસન કલોથ એન્ડ સ્ટીચ, પ્રથમ – બીજો માળ, અંબિકા આર્કેડ, નકલંક ડેરીની સામે, રોકડીયા હનુમાન-ભીલવાસ ચોક, રાજકોટ – ૩૬૦ ૦૦૧ ખાતે નરેશભાઇ અને રમેશભાઇ કામોઠીને તેમના મોબાઇલ નંબર ૯૩૭૪૧ ૬૪૫૭૦ અને ૯૪૨૭૧ ૬૬૫૮૫ તથા ઇ-મેઇલ kamothiramesh@yahoo.com ઉપર સંપર્ક કરી શકાય છે.

 

 

Topson Tailors & Selection for variety of Gents Suiting, Shirting, Jeans, Kurta, Pajama, Suit, Sherwani Pathani, Safari, etc.

Shri Nareshbhai and Rameshbhai Kamothi of Bilkha of Junagadh District has made Rajkot there Karmabhumi. They have established Topson Tailors & Selection in 1980 in Rajkot near Jansatta Press Chowk. They have earned name & fame in stiching of Suit, Sherwani, Pathani etc. They have developed huge clientale & Friend circle with their stiching skill & wonderful clothing style.They have very friendly customer committed timely delivery and approach. There motto is customer satisfaction and mission is to provide latest and famous clothing to their customer.

So Hurry… and take a visit….

Contact for Topson Tailors and Selection, 1st Floor, Jay Ambica Arcade, Opp. Naklank Dairy, Near Rokadiya Hanuman Temple, Bhilvas Chowk, Rajkot – 360 001 (Gujarat) Cell No : 93741 64570, 94271 66585 email :  kamothiramesh@yahoo.com


કોઇપણ અગત્યના ડોકયુમેન્ટનું લેમીનેશન ખોલાવવા માટે જય ઝેરોક્ષનો સંપર્ક થઇ શકે છે..

રાજકોટમાં લીમડા ચોક પાસે જય ઝેરોક્ષ એન્ડ લેમીનેશન આ વ્યવસાયમાં ૪૦ વર્ષથી જાણીતુ નામ છે. જે દરેક જાતના અગત્યના ડોકયુમેન્ટ કોઇપણ જાતની કેમીકલ પ્રોસેસ વગર આધુનીક ટેકનોલોજીના માધ્યમથી ગેરંટીપૂર્વક ખોલવાનું કામ છેલ્લા ૧૫ વર્ષથી કરે છે.

જય ઝેરોક્ષના સંચાલક જયેશભાઇ કિંગરના જણાવ્યા મુજબ ઘણીવાર કોઇપણ વ્યકિત પોતાનું ડોકયુમેન્ટ કાયમી સચવાઇ રહે તેવા હેતુથી લેમીનેશન કરાવી નાખે છે પણ જયારે સરકારી કામકાજો, બેન્ક લોન, સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ, રાષ્ટ્રીય બચતપત્રો, બેન્ક એફ.ડી., કિશાન વિકાસ પત્ર વગેરે ડોકયુમેન્ટને જો લેમીનેશન થઇ ગયા હોય તો તે જે તે ઓફીસો દ્વારા ચલાવાતા નથી. આવા સમયે આવા પ્રકારના ડોકયુમેન્ટનું લેમીનેશન ખોલાવવું ખુબજ જરૂરી તેમજ અનીવાર્ય બની જાય છે.

તો આવા અગત્યના ડોકયુમેન્ટનું લેમીનેશન ખોલાવવા માટે સૌરાષ્ટ્ર – કચ્છમાં એકમાત્ર જય ઝેરોક્ષ એન્ડ લેમીનેશન, કચ્છ ખાવડાવાળાની સામે, પંચનાથ મંદીર ચોક, લીમડા ચોક પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૧ , મો. ૯૪૨૭૨ ૫૪૩૪૨ (વોટસઅપ) તેમજ મો. ૯૨૬૫૭ ૪૫૨૭૧ અને ઈ-મેઈલ kingerjayesh2@gmail.com ઉપર સંપર્ક કરી શકાય છે.

Removing of lamination (Delamination) of legal documents and other documents which are useful in our day to day life has become easy..

lamination in the documents like Bank’s fix deposit, Kishan Vikas Patra, national saving certificate during withdraw.

Shri Jayeshbhai Kinger, Jay Zerox & Laminations, Opp. Kutchh Khavdawada, Near Panchnath Temple, Limda Chowk, Rajkot -360 001(Gujarat) Mobile No : 94272 54342 and 98256 77787.