ATUL N. CHOTAI

a writer – since 2014


સિદ્ધપુરમાં આવેલું કાર્તિક સ્વામીનું મંદીર વર્ષમાં માત્ર સાત દિવસ જ ખુલ્લુ રહે છે

Kartik Swami Temple - Sidhhpur

Kartik Swami Temple – Sidhhpur

ધાર્મિક નગરી અને વિશ્વ પ્રસિધ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુરમાં અનેક દેવ મંદિરો આવેલા છે જેમાં બિંદુ સરોવર ખાતે આવેલ ભારતનું એક માત્ર કાર્તિકેય સ્વામીનું મંદીર આવેલું છે જેના દ્વારા કારતક સુદ આઠમથી પૂનમ સધી ફક્ત સાત દિવસ માટે વર્ષમાં એકજ વાર ખુલે છે. સરસ્વતી નદીના પટમાં બારસથી પૂનમ સુધી કાત્યોકનો લોક મેળો ભરાતો હોવાથી તેમજ કારતક માસમાં માતૃ શ્રાધ્ધનો અનેરો મહિમા હોવાથી આ સમય દરમિયાન આ મંદીરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ભગવાન શિવજીના બે પુત્રો કાર્તિક સ્વામી અને ગણેશજીની કથા સાથે જોડાયેલ આ મંદીરના કારતક માસમાં કાર્તિક સ્વામીના દર્શન કરવાથી ઉધ્ધાર અને મોક્ષ મળતો હોવાનું પ્રચલિત ધાર્મિક કથાને લઇને વર્ષમાં સાત જ દિવસ આ મંદીર ખુલ્લુ રહેતું હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. ભગવાન કાર્તિકના મંદિરો સમગ્ર વિશ્વમાં જવલ્લે જ જોવા મળે છે.જે પૈકીનું આ મંદીર સીદ્ધપુર માં આવેલું છે.


૩૬૦ બારી બારણાવાળું આ મકાન સિધ્ધપુર શહેરની ઓળખ સમાન છે

360 Windows House in Gujarat

360 Windows House in Gujarat

ગુજરાતના સિધ્ધપુર શહેરમાં આવેલું લોકવાયકા પ્રમાણે ૩૬૦ બારી બારણાવાળું મકાન એ સિધ્ધપુર શહેરની ઓળખ છે. આ મકાન ઈ. સ. ૧૯૩૮ માં કીકાભાઈ મહંમદઅલી નઝરઅલી ઝવેરીએ પોતે પોતાની આગવી સુઝ બુઝથી આ ઈમારત બંધાવેલી છે. આ જમાનામાં કોઈપણ ઈમારત ઈજનેર કે પ્લાન વગર બનતી નથી.

આ ઈમારત ઝવેરી કોટેજના નામથી ઓળખાય છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. આજના સમયમાં જોવા મળતી ઉંચી ઈમારતોના બારી બારણા ઉપર નજર નાખીએ તો કદાચ પાંચ, પચાસ કે સો બારી બારણાવાળુ મકાન જોયું હશે પણ કદાચ તમને એમ સાંભળવામાં આવે કે કોઈ મકાનના બારીબારણા મળી ૩૬૦ થાય તે વાત કદાચ માનવામાં નહીં આવે. આ મકાન સિવિલ રોડ ઉપર આવેલું છે અને સિધ્ધપુરની ઐતિહાસિક રોનકમાં અને જાહોજલાલીમાં વધારો કરે છે.


દર્દીઓને નિ:શુલ્ક ભોજનની સેવાની સરવાણી વર્ષોથી ચાલી રહી છે

Anarji Thakor

Anarji Thakor

સિદ્ધપુરના ૬૫ વર્ષના સેવાધારી વૃદ્ધ સિદ્ધપુરના સિવિલના દર્દીઓ અને સગાને છેલ્લા ૩૭ વર્ષથી નિરંતર દિવસમાં બે ટાઇમ નિ:શુલ્ક ભોજન પહોંચાડવાનું પૂણ્યકાર્ય કરી રહ્યાં છે તેમજ જનસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરુ પાડી રહ્યાં છે.

રામજન સેવા ટ્રસ્ટ રામજી મંદિર દ્વારા સિદ્ધપુરના સરકારી જનરલ દવાખાનામાં તેમજ આંખ વિભાગ તેમજ પ્રસુતિગૃહમાં તેમજ ગોકુળ હોસ્પિટલમાં દાખલ થનાર તમામ દર્દીઓને નિ:શુલ્ક મફત ભોજન આપવામાં આવે છે. જેમાં છેલ્લા ૩૭ વર્ષથી એટલે કે ૧ જુલાઇ ૧૯૭૭ થી સિદ્ધપુરના ૬૫ વર્ષના અનારજી સામાજી ઠાકોર દરરોજ સવાર સાંજ કોઇપણ સ્થિતીમાં શહેરમાં કરફ્યુ હોય કે અનારાધાર વરસાદ પડ્યો હોય આજ સુધી તમામ દર્દીઓને દરરોજ બે ટાઇમ ગરમાગરમ ભોજન પીરસીને સેવા કરી રહ્યાં છે.

રામજન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ડો. ચેતનભાઇ ઠક્કરે દર્દીઓનું રજિસ્ટર બતાવતાં જણાવ્યું હતું કે સરેરાશ મહિનામાં ૨૦૦૦ દર્દીઓને ભોજન ટ્રસ્ટ દ્વારા અનારજીની સેવા થકી પહોંચાડાય છે. જે સેવાયજ્ઞ આજપર્યત ચાલુ રહ્યો છે. રામજી મંદિરના બ્રહ્મલીન સંત કાન્તીદાસજી મહારાજની પ્રેરણા છેલ્લા ૩૭ વર્ષથી રોજ સવારે દાળ, ભાત, શાક, રોટલી તેમજ સાંજે ખીચડી, દૂધ, રોટલી, શાક દર્દીને ગરમાગરમ ખવડાવું છું. ભૂકંપ વખતે રોજમાં ૨૦૦ દર્દીને સવાર સાંજ ભોજન કરાવવાનો આનંદ આજે પણ યાદ છે. કરફ્યુમાં પણ દર્દીને ભોજન કરાવ્યું છે. કોઇ દર્દી ભૂખ્યો નથી સૂઇ ગયો જે બધાના આશીર્વાદથી આજે ૬૫ વર્ષે પણ આ સેવા ચાલુ રાખી શક્યો છે..