ATUL N. CHOTAI

a writer – since 2014


રાજકોટમાં આવેલી પોલીસ અશ્વ તાલીમ શાળા બ્રિટીશ અને રાજા રજવાડા વખતની છે

police horse training

police horse training

:: સંકલન ::
અલ્તાફ કુરેશી

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં માઉન્ટેન્ડ પોલીસ હેડ હવાટર ખાતે આવેલી પોલીસ અશ્વ તાલીમ શાળા અને આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબનો ઇતિહાસ રજવાડા અને બ્રિટીશ એજન્સી જેટલો પુરાણો છે. અહી ૩પ જેટલા અશ્વોનો રાખ-રખાવ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવે છે. પોલીસ તાલીમ શાળા અને હોર્સ રાઇડીંગ વિશે ઘણુ જાણવા જેવુ છે. આમ તો રાજા રજવાડા અને બ્રિટીશ એજન્સી વખતથી પોલીસ દળમાં અશ્વોનો ઉપયોગ કરવામાં આવે છે તે વખતે રાજા રજવાડા પોતાના સૈનિકોને અને બ્રિટીશ એજન્સીમાં પોતાના કર્મચારીઓને અશ્વસ્વારીની ખાસ તાલીમ આપવામાં આવતી હતી અને શહેરમાં પેટ્રોલીંગમાં કરવામાં આવતુ. ભારત દેશ આઝાદ થયા બાદ ભારત સરકારે આ અશ્વસ્વારીની કળાને જીવંત રાખવા માટે તાલીમ શાળામાં ફેરવી નાખી હતી. આ રીતે ગુજરાતમાં અમદાવાદ ખાતે અને રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા ઘોડેસ્વારીની તાલીમ આપવામાં આવે છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટના રેલવે સ્ટેશન પાસે જીલ્લા જેલની પાછળ આવેલી માઉન્ટેન્ડ લાઇનમાં પોલીસ તંત્ર દ્વારા ગુજરાત પોલીસ અશ્વદળ તાલીમ સ્કુલ કાર્યરત છે. આ તાલીમ શાળા બ્રિટીશ અને રાજા રજવાડા વખતની છે. આઝાદી પહેલાની આ તાલીમ શાળામાં ત્યારે પણ આ જ જગ્યાએ અશ્વ સવારીની તાલીમ આપવામાં આવતી અને આજે પણ અશ્વ સવારીની તાલીમ આપવામાં આવે છે. સૌ પ્રથમ આ ગુજરાત પોલીસ અશ્વદળ તાલીમ સ્કુલમાં ટ્રેઇન થયેલા ઘોડાઓ અને ઘોડેસ્વારો માટેની ઓલ ઇન્ડિયા ગેઇમ ટુર્નામેન્ટ યોજવામાં આવતી હતી ત્યારે આ તાલીમ સ્કૂલમાં પી.આઇ તરીકે જે. બી. ગોહિલ ફરજ બજાવતા હતાં અને તેને વિચાર આવ્યો કે આ અશ્વ સવારીની તાલીમ માત્ર પોલીસ જવાનોને તો આપવામાં આવે જ છે પરંતુ આ કળાની લોકોને જાણકારી મળે તે હેતુથી તેણે ર૦૦પ ની સાલમાં માઉન્ટેન્ડ પોલીસ હેડ કવાર્ટર ખાતે આર.ડી. ઝાલા હોર્સ રાઇડીંગ કલબની શરૂઆત કરી હતી અને હાલમાં આ આધુનિક સમયમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં પેટ્રોલીંગ માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે આ અશ્વસવારીને જીવંત રાખવા માટે લોકોને ઘોડેસવારી શીખાડવામાં આવે છે. આ અશ્વસવારી શું છે..?? અને ઘોડેસવારી કેવી રીતે કરવી જોઇએ..?? તેની તાલીમ આપવામાં આવે છે.

આ તાલીમ સ્કૂલમાં હાલમાં અરબી, કાઠીયાવાડી અને મારવાડી એમ ૩પ જેટલા ઘોડાઓ છે. આ ૩પ ઘોડાઓને ટ્રેઇન કરવા માટે હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલ ટ્રેઇનર હોય છે તથા ચાર સાઇસ અને બે જેટલા સફાઇ કામદારો હોય છે. ટ્રેનર ઘોડાને ટ્રેઇન કરે છે જયારે સાઇસ ઘોડાને ટાઇમસર નીણ આપવું, માલીશ કરવું, પાણી આપવુ અને ઘાસની પથારી કરવી તેવી કામગીરી બજાવે છે અને સફાઇ કામદાર ઘોડાની જગ્યાની સફાઇ કરે છે. હાલમાં રાજકોટમાં નાઇટ પેટ્રોલીંગમાં પોલીસ દ્વારા ઘોડાનો ઉપયોગ થાય છે અને હાઇવે પેટ્રોલીંગ, સીમ પેટ્રોલીંગ તમામ પ્રકારના વીઆઇપી બંદોબસ્ત તથા મેળા બંદોબસ્તમાં પણ પોલીસ દ્વારા ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘોડેસ્વારી પોલીસ તો ઠીક પણ આર.ડી.ઝાલા હોર્સ રાઇડીંગ કલબમાં પોલીસ સિવાયના લોકોને પણ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ સવારે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્યા સુધી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ સ્કુલમાં તાલીમાર્થીઓને ત્રણ માસની તાલીમ આપવા આવે છે. આ તાલીમ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે ફરજીયાત છે.  વધુ માહિતી માટે આ તાલીમ સ્કૂલના બ્લોગ rdzalahorseridingclub.blogspot.in ની મુલાકાત લઇ શકાય છે.


ક્યારેક આકરા શબ્દો પણ કોઇની જિંદગીમાં સુખદ વળાંક લાવી દેતા હોય છે..

– આશુ પટેલ

એક છોકરાનું શરીર માયકાંગલું હતું. તેના સુકલકડી દેહની બીજા છોકરાઓ મજાક ઉડાવતા. તે સ્કૂલમાં જતો તો ત્યાં તેના સહાધ્યાયી છોકરાઓ પણ તેની મશ્કરી કરતા અને ઘણા તોફાની છોકરાઓ તેને મારતા કે ધક્કો મારીને પાડી દેતા. તે છોકરો ચૂપચાપ બધાનો માર ખાઇ લેતો. માર સહન ન થાય ત્યારે તે રડી પડતો. તેને રડતો જોઇને તોફાની છોકરાઓ તેની ઓર મજાક ઉડાવતા. તે છોકરો હંમેશાં ડરેલો જ રહેતો. તેને મારનારા છોકરાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા પણ તેને ડર લાગતો. તેને એવું લાગતું હતું કે તે ફરિયાદ કરશે તો તોફાની છોકરાઓ તેને વધુ મારશે. એવું માનવા માટે તેની પાસે કારણ હતું. એક વાર તેના સહાધ્યાયીઓએ તેને ફટકાર્યો ત્યારે તેણે કહ્યું હતું કે હું આપણા શિક્ષકને તમારા વિશે ફરિયાદ કરીશ. એ વખતે તેના સહાધ્યાયીઓએ તેને વધુ માર્યો હતો અને કહ્યું હતું કે શિક્ષક પાસે ફરિયાદ કરવા ગયો તો તારી ખેર નથી.

એક દિવસ તો તેને એટલો માર પડ્યો કે તેની સહનશક્તિની હદ આવી ગઇ. તે રડતો રડતો તેના પિતા પાસે ગયો. તેણે ફરિયાદ કરી કે બધા છોકરાઓ મને રોજ મારે છે. એ વખતે તે કિશોરાવસ્થામાં હતો. તેની ફરિયાદ સાંભળીને તેના પિતાએ તેને લાફો ઝીંકી દીધો. છોકરો તો હેબતાઇ ગયો પરંતુ લાફો ઝીંકી દીધા પછી તેના પિતાએ કહ્યું બીજા છોકરાઓ તને મારે છે તો તારી પાસે હાથ નથી આજ પછી કોઇએ તને માર્યો છે એવી ખબર પડશે તો હું તારી ધુલાઇ કરી નાખીશ

પિતાના એ શબ્દોએ ચમત્કાર કર્યો. તે છોકરો નિયમિત કસરત કરવા લાગ્યો. તેણે પોતાનું શરીર મજબૂત બનાવ્યું. તેને કોઇ મારવા આવે તો પહેલો ઘા તે કરી લેવા માંડ્યો. હવે બધા છોકરાઓ તેનાથી ડરવા લાગ્યા. તે છોકરાએ તેનું શરીર એવું બનાવી દીધું કે તે કુસ્તી લડવા લાગ્યો. તે કુસ્તીની સ્પર્ધાઓ જીતવા માંડ્યો અને ૨૯ વર્ષની ઉંમરે તે કુસ્તીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગયો આ વાત વિશ્વ વિજેતા કુસ્તી ચેમ્પિયન એમિલ ચાયાની છે, જે કિંગકોંગ નામથી જગમશહૂર બન્યો હતો. ક્યારેક કોઇના આકરા શબ્દો પણ માણસનું જીવન સુખદ રીતે બદલાવી નાખતા હોય છે. (મુંબઈ સમાચાર માંથી સાભાર)


સાઈકલોનો દેશ – કોપનહેગન

Cycling in Copenhagen

Cycling in Copenhagen

-ગીતા માણેક

ડેન્માર્કના કોપનહેગન શહેરમાં જેટલા માણસો વસે છે એનાથી વધુ સંખ્યા તો સાઈકલની છે. અહીં કુલ જેટલી કાર છે એનાથી પાંચ ગણી વધુ સાઈકલ છે. સાઈકલોના આ દેશમાં ૪૦૦ કિલોમીટરની લેન છે જેના પર ફક્ત અને ફક્ત સાઈકલ જ જઈ શકે છે. કાર કે અન્ય વાહનોના ચાલકોને આ લેનમાં પોતાનું વાહન ચલાવવાની પરવાનગી નથી. કોપનહેગનમાં તો બાળમંદિરમાં જતો બાબો કે બેબી પણ સાઈકલ ચલાવીને સ્કૂલે જાય છે. સાઈકલ ચલાવવાથી પર્યાવરણની રક્ષા તો થાય જ છે પણ સાથે-સાથે સ્વાસ્થ્ય પણ ટનાટન રહે છે એ ડેન્માર્કના લોકો બહુ સારી રીતે જાણે છે. સાઈકલ ચલાવવાથી હૃદયના રોગ, અમુક પ્રકારના કેન્સર, બ્લડપ્રેશર, મેદસ્વિતા અને ડાયાબિટીસ સાઈકલના દરેક પેડલે દૂર હડસેલાતા જાય છે. સાઈકલ એકદમ સસ્તું વાહન પણ છે, કારણ કે એમાં ડીઝલ કે પેટ્રોલ કશાયની જરૂર પડતી નથી. ડેન્માર્ક અને ખાસ કરીને એના કોપનહેગન શહેરમાં મોટા ભાગના લોકો અવરજવર કરવા માટે સાઈકલનો જ વપરાશ કરે છે. કોપનહેગનના નોકરી-ધંધો કે અભ્યાસ કરતા કુલ લોકોમાંના ૩૭ ટકા લોકો અવરજવર માટે માત્ર સાઈકલનો જ ઉપયોગ કરે છે. કોપનહેગનમાં તમને સૂટ-બૂટ પહેરેલો અધિકારી કે બિઝનેસમેન પણ સાઈકલ પર સવાર થઈને કામ પર જતો જોવા મળે છે. પર્યાવરણ અને પૈસાની સાથે-સાથે આરોગ્ય જાળવતું આ વાહન ડેન્માર્કના લોકોનું ફેવરિટ વાહન છે. કમસે કમ આ બાબતમાં ડેન્માર્કનું અનુકરણ કરવા જેવું ખરું..


રાજકોટના નિવૃત્ત ફૌજી લશ્કરના ભાવિ સૈનિકો તૈયાર કરી રહ્યા છે

Sureshbhai Amipara - Rajkot

Sureshbhai Amipara – Rajkot

દેશના ભાવિ સમાન યુવાપેઢીમાં પ્રજાની રક્ષા માટે સૈન્ય અને પોલીસદળમાં ભરતી થવા તૈયાર થાય તેમજ દેશભક્તિ, એક્તાની ભાવના પ્રબળ બને તે હેતુથી રાજકોટ રહેતા નિવૃત્ત ફૌજી સુરેશભાઇ અમીપરા છેલ્લા 15 વર્ષથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યુવાનોને નિ:શુલ્ક ફિટનેશ ટ્રેનિંગ આપી રહ્યા છે. 15 વર્ષમાં સૌરાષ્ટ્રમાં 10 હજારથી વધુ યુવકો તાલીમ મેળવી ચૂક્યા છે અને 2 હજાર યુવકોને આર્મીમાં ભરતી કરાવ્યા છે. નેશનલ બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લઇ ચૂકેલી રાજકોટની આરતી પાલ પણ નિવૃત્ત ફૌજી સુરેશભાઇ પાસે ફિટનેશ ટ્રેનિંગ લઇ રહી છે. મૂળ જામનગરના લાલપુર તાલુકાના આરીખાણા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ક્રિષ્નાપાર્કમાં રહેતા સુરેશભાઇ અમીપરા 19 સપ્ટેમ્બર 1985માં આર્મીમાં ભરતી થયા હતા. સૈન્યમાં ફરજકાળ દરમિયાન બોક્સિંગ, રનિંગ, જિમ્નાસ્ટિકની તાલીમ પણ મેળવી હતી. પંજાબમાં આતંકવાદીઓ સામેના ઓપરેશન તેમજ કારગીલ યુધ્ધ સમયે જમ્મુ – કાશ્મીરમાં 3 વર્ષ ઉપરાંત આસામ, એમ.પી.,આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફરજ બજાવી 31 ઓગસ્ટ 2001માં નિવૃત્ત થયા. તેઓ જયારે સૈન્યમાં હતા ત્યારે તેમનો માત્ર એકજ ધ્યેય હતો કે ગુજરાતી યુવકોમાં દેશભક્તિના ભાવના જગાવવી તેમજ તેમનામાં લશ્કર અથવા પોલીસદળમાં જોડાવાની ભાવના ઊભી થાય તેવું કંઇક કરવું છે. નિવૃત્તિ પછી તરત જ યુવકોને ખડતલ બનાવવા ફિટનેશની ટિપ્સ આપવાનું કાર્ય શરૂ કર્યું.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવાર – સાંજ તાલીમ આપી રહેલા નિવૃત્ત ફૌજી સુરેશભાઇ કહે છે કે આજની યુવા પેઢી ફાસ્ટ ફૂડ અને વ્યસનમાં ડૂબી રહી છે, યુવાનો જ દેશનું ભવિષ્ય છે, દેશની પ્રગતિમાં યુવાનોનું યોગદાન અમૂલ્ય છે, જો યુવાનો નબળા હશે તો દેશ મજબૂત કઇ રીતે બની શકે, ટ્રેનિંગમાં આવતા યુવકોને સ્વાસ્થ્ય માટે અતિ નુકસાનકારક ફાસ્ટફૂડ અને વ્યસનથી દૂર રહેવાની સલાહ પહેલાં અપાય છે. સૈન્ય,પોલીસમાં ભરતી થવા ઇચ્છતા યુવાનોને રનિંગ, સૂર્યનમસ્કાર, દોડ, લોંગ જમ્પ, હાઇ જમ્પની તાલીમ ઉપરાંત ખોરાકમાં લીલા શાકભાજી, કઠોળ, ફળ – ફ્રૂટ લેવાથી તંદુરસ્તી સારી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે તે સમજાવીને ફાસ્ટ ફૂડ, વ્યસનથી દૂર રહેવા સમજાવાય છે. નિવૃત્તિ પછી ચૌધરી હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાથી અનોખા અભિયાનનો પ્રારંભ કરનાર નિવૃત્ત ફૌજીએ સૌરાષ્ટ્રના અલગ – અલગ શહેર ગામડાંની સ્કૂલ – કોલેજોમાં પણ તાલીમ આપી છે. કોઇ પણ શૈક્ષણિક સંસ્થા બોલાવે ત્યારે વિદ્યાર્થીઓ નિ:શુલ્ક તાલીમ આપવા જાય છે. આજની પેઢી જંક ફૂડ તરફ વળી છે. નિવૃત્ત ફૌજી સુરેશભાઇના મતે વિદેશી ફૂડનો ચસકો દુશ્મન કરતા પણ ખતરનાક છે. દારૂ, સિગારેટ અને તંબાકુ જેવા વ્યસન કરતા પણ જંક ફૂડ વધુ નુકસાનકારક છે અાવા આહારથી ઉંમર વધવા સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. માતા – પિતાએ સંતાનોના આરોગ્ય માટે સચેત રહેવા સૂચન કર્યું છે તેમજ જ્યારે ભૂખ લાગે ત્યારે લીલા શાકભાજી, ખજૂર, સીંગ,દાળિયા, ચણા જેવો ખોરાક લેવો જોઇએ.


Sensei Rajesh Thakkar – THE MAN

Rajesh Thakkar - Chief Instructor - Rajesh Thakkar’s Karate Academy

Rajesh Thakkar – Chief Instructor – Rajesh Thakkar’s Karate Academy

Kyoshi Sensei Rajesh Thakkar was born to Santokben & Laljibhai Thakkar on 14th July 1959. Rajesh Thakkar is a person for whom it can be said that Karate is his life. He has dedicated his complete being to Karate. The mission of his existence is to spread the right values of life through teaching Karate-Do.

He began his Karate training at the age of 13 years under the able guidance of Shihan Pervez Mistry, the father of modern Karate in India. Rajesh Thakkar achieved his Black Belt from Sensei Mistry in 1979.

In 1984, he was awarded 4th Degree Black belt by Hanshi Sensei Meitoku Yagi, 10th Degree Black Belt and founder of OMGKA (Okinawan Meibukan Goju-Ryu Karate-Do Association) in Japan. He was also appointed the Chief Instructor and President of that style in India. He got his 5th Dan in 1990, 6th Dan in 1996 & 7th Dan in 2009 from Japan. He was also awarded the title KYOSHI in 2009 by Hanshi Sensei Meitatsu Yagi & Hanshi Sensei Meitetsu Yagi.

Rajesh Thakkar was a champion Karateka and was the National Champion in 1980. He has also participated and represented India at 3 World Tournaments. Since the past several years he has also been accompanying the Indian national teams to various International championships as a coach – cum – manager.

He has written two books on Karate in English (Dynamic Goju-Ryu in 1982 and The Art and Science of Karate-Do in 1993 with a second edition in 1997) and the latter has also been translated to Gujarati.

He has about 20 branch classes in addition to the main class where he himself teaches at Grant Road. He is one of those rare teachers who practice what they teach. He is also the type of teacher who studies deeply into his subject and always tries out new methods of teaching.

Sensei Rajesh Thakkar is a simple man who has kept a low profile despite a list of extraordinary achievements. What makes him great is not just his prowess in Karate, but also his noble character, his sublime approach towards life and the SPIRITUAL VALUES that he has been imbuing in his thousands of students since over 35 years as a teacher.

:: Contact ::
Shree Rajesh L. Thakkar –  Chief Instructor 

Rajesh Thakkar’s Karate Academy
A – 1, Sneha Sadan, 10 – N, Gamadia Road,
Breach Candy – Mumbai – 400 026

e – mail : rajeshthakkar14@gmail.com
Web : www.rajeshthakkarkarate.com


વલસાડના બાળકો બાળપણની રમતોને આજે પણ જીવંત રાખે છે

Child Game

Child Game

વર્તમાન સમયના હાઇ ટેકનોલોજીનાં યુગમાં નાના બાળકોનાં હાથમાં લેપટોપ, મોબાઈલ ફોન, કોમ્પ્યુટરની હાઇટેક ગેમનો મારો ચાલી રહ્યો છે ત્યારે વલસાડના નાના તાઈવાડ વિસ્તારના ભૂલકાઓએ વિસરાઈ ગયેલી બાળપણની રમતોને આજે પણ જીવંત રાખી છે. બાળપણની રોચક રમત ભમરડાની રમત રમી ભૂલકાઓ આનંદોલ્લાસમાં મસ્ત નજરે પડી રહ્યાં છે. (તસવીર : ચેતન મહેતા- વલસાડ)


સાહસીકતાનો પર્યાય પર્વતારોહણ

 :: આલેખન ::
ભરતસિંહ બી.પરમાર

પર્વતારોહક –  પ્રમુખ – સ્કાય હાઇ એડવેન્ચર કલબ,
રાજકોટ  – મોબાઈલ ૯૪ર૭ર રરરર૮

આપણે ત્યાં કહેવાયું છેકે.. કદમ અસ્થિર હોય તો તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને જાણે સાહસીવીરો અને શરીર સૌષ્ઠવનું મહત્વ સમજતા યુવાનો સાચી ઠેરવતા હોય છે. કોઇએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સપના સેવ્યા છે. તો કોઇએ કાંચનજના સુધી જઇ આવવાનું નક્કી કર્યુ છે. આપણામાંના જ એક, પણ આપણાથી અલગ એવી રીતે કે તેઓ સાહસ અને સિધ્ધીમાં માને છે. પોતાની આવી વિશિષ્ટ પ્રવૃતિથી તેમણે અનેક રેકોર્ડસ પણ પોતાના નામે કબ્જે કર્યા છે. જેમાં લીમ્કાબુક ઓફ નેશનલ રેકોર્ડસ, ઇન્ડીયા બુક ઓફ નેશનલ રેકોર્ડસ, એશીયા બુક ઓફ નેશનલ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ નેશનલ રેકોર્ડ ધરાવનાર વ્યકિત એટલે ગુજરાતના પર્વતારોહક અને આ લેખના લેખક.

પર્વતારોહણ એટલે શું..??  : પર્વત આરોહણની એક આગવી મજા હોય છે. પર્વતારોહણ કરવું એ સાહસ અને આનંદની પ્રવૃતિ છે. આરોહણ શબ્દ સરળ છે. આરોહણ એટલે ચડવું અને પર્વત પર ચડવુ એટલે પર્વતારોહણ શબ્દોમાં જેટલું સરળ છે. પર્વતારોહણને સમજાવવું એટલું જ એ કરવુ તમારી શકિત અને આવડત માંગી લેનારૂ છે. આ શકિત અને આવડત કેળવવા માટે તેની અલગ અલગ તાલીમી કોર્ષ પણ ડીઝાઇન કરવામાં આવ્યા છે. તેની તાલીમની પણ અનેરી મજા છે. પર્વતો ઉપર યોગ્ય ઢબે ચડવું અને ઉતરવું તે સારી એવી કાર્યકુશળતા અને સુઝબુઝ  માંગી લે છે. નાની-નાની ગ્રીપની મદદથી શરીરનું સંતુલન મેળવી ઉંચાઇ સુધી કુશળતાથી પહોંચતા તેનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવની અનુભુતી કહે છે. સામાન્ય રીતે ઉત્સાહી અને સાહસીક લોકો પર્વતારોહણનો માર્ગ અપનાવતા હોય છે.

પર્વતારોહણના પ્રકારો : સામાન્ય રીતે પર્વતારોહણ કરવા પર્વતારોહક અલગ-અલગ પર્વતોની ગીરીમાળાઓમાં જતા હોય છે. ગુજરાતમાં પણ પર્વતારોહણ થાય છે. જેમાં ગુજરાતના પર્વતોમાં અગિ્નકૃત ખડક, જળકૃત ખડક અને વિકૃત ખડક જોવા મળે છે. જેમાં…

રોક કલાઇમ્બીંગ : પર્વતારોહક કુદરતી રોક (ખડક) પર ભૌગોલીક રીતે તેની ફોર્મેશન મુજબ રોક કલાઇમ્બીંગ કરવાનું પસંદ કરતો હોય છે. ગુજરાતમાં તેમજ ભારતમાં સૌથી વધુ અગ્નિકૃત ખડકો જોવા મળે છે અને તેનું આરોહણ કરવું પર્વતારોહક પાસે ખુબ જ સેફ અને સમતુલીત હોય છે. તેમાં અલગ-અલગ ફોર્મેશન જેવી કે (૧) ગ્લેશીશ ફોર્મેશન (ર) સ્લેબ ફોર્મેશન (૩) વોલ ફોર્મેશન (૪) ઓવર હેન્ગ ફોર્મેશન (પ) ચીમની ફોર્મેશન જોવા મળે છે. પર્વતારોહક ઋતુ મુજબ ફોર્મેશન મુજબ તેને ચડવાની પધ્ધતીનો ઉપયોગ કરી કલાઇમ્બીંગ કરી આરોહણ કરતો હોય છે. નાની-નાની ગ્રીપ, હેર લાઇન ફ્રેક, ફિંગર ફેંક, જામીંગ ટેકનીકસ, હેન્ડ જમીંગ, ફુટ જામીંગ, પાવર કલાઇમ્બીંગ જેવી વિવિધ પધ્ધતીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પર્વતારોહક માટે અગ્નિકૃત ખડકમાં કલાઇમ્બીંગ કરતી વખતે પોતાના શરીરની ખુબ જ એનર્જી વપરાય છે.

રોક કલાઇમ્બીંગમાં વપરાતા સાધનો : પર્વતોની સુંદરતા કુદરતની આપેલી એવી સંપતિ છે જેને ચડવા પર્વતારોહક ઘણા બધા સાધનોની મદદ લઇ આરોહણ કરે છે. જેમાં (૧) કલાઇમ્બીંગ રોપ, (ર) સીટ હાર્નનેસ (૩) કેરેબીનર (૪) મિટોન્સ (પ) હેલ્મેટ (૬) કલાઇમ્બીંગ સુઝ (૭) કલાઇમ્બીંગ શુટ (૮) ડીસેન્ડર જેવા સાધનો વપરાય છે. તેમજ આર્ટીફીશ્યલ કલાઇમ્બીંગમાં (૧) લેડર (ર) પીટોન્સ (૩) મિટોન્સ (૪) ઝુમાર (પ) ગ્રી-ગ્રી (૬) એસેન્ડર (૭) ટ્રોલી (૮) ચોક નટસ (૯) રેટલીંગ હોય જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

રેટલીંગ :  જે રીતે પર્વતારોહક રોક કલાઇમ્બીંગ કરી પર્વતોને ચડે છે. તે જ રીતે તેને ઉતરવાની પધ્ધતીને રેપ્લીંગ કહેવામાં આવે છે. સાધનોની મદદથી પર્વતો ઉપરથી સમયનો બચાવ કરી, ઉતરવાની ક્રિયાને રેપલીંગ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે. (૧) લોગ સીલીંગ રેપલીંગ (ર) સ્ટમક રેપ્લીંગ (૩) અમેરીકન રેપ્લીંગ

આઇસ એન્ડ સ્નો રોક કલાઇમ્બીંગ : આ પ્રકારનું પર્વતારોહણ અનુભવી અને તજજ્ઞ પર્વતારોહકો માટે યોગ્ય ગણાય છે. આઇસ એન્ડ સ્નો ક્રાફટમાં બરફની શીલાઓ પણ ચઢવાનું હોય છે.આ પ્રકારનું પર્વતારોહણ પડકારરૂપ ગણાય છે. કારણ કે પર્વતારોહણ દરમીયાન વાતાવરણની ઠંડી ઓકસીજનની માત્રાની કમી,ઉતુંગ શીલાઓ,ખસતી જતી હીમ નદીઓ,અનુભવ વગર ચડવી ખુબ જ અધરી પડતી હોય છે આ પ્રકારનું કલાઇમ્બીંગ ખુબ જ ટેકનીક અને સંયમથી કરવુ પડે છે. હીમાલયની ૫૫૦૦ કીલોમીટર લાંબી પર્વતમાળામાં વર્ષોથી અનેક સાહસવીરો પોતાની બહાદુરી દેખાડવા ચેલેન્જ કરે છે. તેમજ હીમાલયમાં આવેલ વિવિધ ગગનચુંબી ચોટીઓની ઉપર જઇ ભારતના તેમજ અન્ય વિશ્વભરના લોકો પોતાના રાષ્ટ્રધ્વજો લહેરાવી પોતે યુવાન અને સાહસી છે તેનો પરચો લોકો સમક્ષ દેખાડે છે. આઇસ એન્ડ સ્નો રોક કલાઇમ્બીંગમાં પર્વતારોહકોએ પોતાનો બધો જ સામાન સાથે લઇ એટલે કે અંદાજે ૩૫ કીલો લઇ પર્વતનું આરોહણ કરવાનું હોય છે. પર્વતોની ચઢાઇમાં જેમ જેમ ઉપર જાય તેમ તેમ ચઢાણ કપરૂ બનતુ જાય છે. સુવા માટે ટેન્ટ,સ્લીપીંગ બેગ, રાસન,આઇસ એક્ષ(બરફની કુહાડી) કલાઇમ્બીંગ રોપ,કેરેબીનર અને અન્ય ઇમયુપમેન્ટસ સાથે લઇ ચઢવાનુ હોય છે. બરફને ઓગાળી તેનુ પાણી તેમજ ચોકલેટ ખાઇ દિવસો પસાર કરવાના હોય છે. કોઇ વ્યકિત નથી તો કોઇ ગાડીઓ નથી હોતી વળી કોઇ પ્રદુષીત વાતાવરણ પણ નથી હોતુ કુદરતને ખોળે એટલે પર્વતારોહણ

પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થાઓ

ગુજરાતમાં સન ૧૯૬૧ નું વર્ષ યુવાનો અને સાહસવીરો માટે આર્શીવાદ સમાન હતુ સ્વ.ધ્રુવકુમાર પંડયાના યથાર્ય પ્રયાસથી ગુજરાતની પ્રથમ પર્વતારોહણ સંસથાની સ્થાપના કરવામાં આવી જેને ગુજરાત સ્ટેટ માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ ના નામકરણ સાથે ચાલુ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ કોર્ષ ચલાવવાનું નક્કી થયુ જેમ કે (૧) એડવેન્ચર કેમ્પ ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે (૨) બેઝીક રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૪ થી ૩૫ વર્ષના માટે (૩) એડવાન્સ રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૪ થી ૩૫ વર્ષના માટે (૪) કોચીંગ રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૮ થી ૩૫ વર્ષના માટે (૫) આર્ટીફીશ્યલ રોક કલાઇમ્બીંગ કોર્ષ ૧૮ થી ૪૦ વર્ષના માટે (૬) ગુજરાત ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૮ થી ૬૦ વર્ષના માટે (૭) હિમાલય ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૮ થી ૬૦ વર્ષના માટે (૮) કોસ્ટલ ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૪ થી ૩૫ વર્ષના માટે (૯) ડેઝર્ટ ભ્રમણ ટ્રેકીંગ કેમ્પ ૧૪ થી ૩૫ વર્ષના માટે ત્યાર બાદ તેનું બીજુ સેન્ટર જુનાગઢ મુકામે ચાલુ કરવામાં આવ્યું જેનુ નામ પંડીત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ સંસ્થા લાખા કોઠાની જગ્યા જુનાગઢ આવે છે. આ બન્ને સંસ્થા રાજયના યુવક સેવા,સાંસ્કૃતિ પ્રવૃતિ,ગાંધીનગરના નેજા હેઠળ કાર્યરત છે. આ ઉપરાંત નેશનલ તેમજ ઇન્ટરનેશનલ માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ, હિમાલય માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ દાર્જીલીંગ, વેર્સ્ટન હીમાલય માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ દાર્જીલીંગ, વેસ્ટર્ન હીમાલય માઉન્ટેન્યરીંગ ઇન્સ્ટીટયુટ મનાલી, નહેરૂ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેન્યરીંગ ઉતરકાશી

તાલીમ કોર્ષના સર્ટીફીકેટની આજના યુવાનોની જરૂરીયાત

ભારતના યુવાનો આજે પોતાના અભ્યાસ દરમ્યાન વિવિધ શિક્ષણતર પ્રવૃતીઓ કરતા હોય છે તેમાં પણ પર્વતારોહણનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપરોકત ઇન્સ્ટીટયુટમાં પર્વતારોહણની સખત અને સાહસ ભરેલી તાલીમ લીધા બાદ સંસ્થા તરફથી જે તે કોર્ષની સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. જે આજના યુવાનોને નોકરી મેળવવા ખુબ જ ઉપયોગી છે. ભારત સરકાર તેમજ રાજય સરકારની વિવિધ શાખાઓ આ સર્ટીફીકેટના ગુણ ગણવામાં આવે છે. જેમ કે (૧) પોલીસ ડીપાર્ટમેન્ટ (ર) આર્મી ડીપાર્ટમેન્ટ (૩) ફાયર બ્રિગેડ ડીપાર્ટમેન્ટ (૪) એન.એસ.જી. કમાન્ડો ડીપાર્ટમેન્ટ (પ) સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટ (૬) રેલ્વે ડીપાર્ટમેન્ટ (૭) રેસ્કયુ ડીપાર્ટમેન્ટ (૮) નેવી ડીપાર્ટમેન્ટ (૯) એરફોર્સ ડીપાર્ટમેન્ટ જેવા અનેક ખાતાઓમાં ખુબ જ અગત્યના પુરવાર થાય છે.


ભારતીય ધરતી પર પ્રથમ વન ડે અમદાવાદમાં રમાઇ હતી

First One Day

First One Day

૨૫ નવેમ્બર ૧૯૮૧..  ૩૨ વર્ષ અગાઉનો આ દિવસ ભારતીય ક્રિકેટ તેમજ અમદાવાદ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આ ૧૨૫મી પરંતુ ભારતીય ધરતી ઉપર રમાયેલી

તે સૌ પ્રથમ વન ડે મેચ. હાલ બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વેની જેવી ગણના છે તેવી જ સ્થિતિ તે સમયે ભારતીય ટીમની હતી. ૪૬-૪૬ ઓવરની આ વન ડે મેચમાં ઇંગ્લેન્ડના સુકાની કિથ ફ્લેચરે ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માત્રે આમંત્રણ આપ્યું હતું. સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં ક્રિસ શ્રીકાંત, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, કિર્તી આઝાદ, મદનલાલ, સૈયદ કિરમાણી, રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, દિલીપ દોષી જેવા પ્લેયર્સનો સમાવેશ થતો હતો. ઇંગેલેન્ડની ટીમમાં ગ્રેહામ ગૂચ, જયોફ બોયકોટ, ઇયાન બોથમ, માઇક ગેટિંગ, ડેરેક અંડરવૂડ, બોબ વિલિસ જેવા સ્ટાર્સનો સમાવેશ થતો હતો. ભારતની શરૃઆત નબળી રહી હતી અને ઓપનર્સ સુનીલ ગાવસ્કર, ક્રિસ શ્રીકાંત ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પાછા ફર્યા હતા. દિલીપ વેંગસરકરના ૮૫ બોલમાં ૪૬ અને કિર્તી આઝાદના ૫૮ બોલમાં ૩૦ રનની સહાયથી ભારત ૭ વિકેટે ૧૫૬ રન નોંધાવી શક્યું હતું. ઇંગ્લેન્ડને આ લક્ષ્ય વટાવવામાં કોઇ સમસ્યા નડી નહોતી અને તેણે ૪૩.૫ ઓવરમાં પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ માટે માઇક ગેટિંગે સૌથી વધુ ૬૮ બોલમાં ૪૭ રન નોંધાવ્યા હતા. ભારત માટે રોજર બિન્નીએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી.

નવરંગપુરા સ્ટેડિયમનું ૧૯૫૦માં ભૂમિપૂજન કરાયું હતું જયારે ૧૯૬૫માં ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતના ચાર્લ્સ કોરિયાએ આ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી છે. ચાર્લ્સ કોરિયા અગાઉ જવાહર કલા કેન્દ્ર, નેશનલ ક્રાફટ્સ મ્યુઝિયમ, ભારત ભવન જેવા બિલ્ડિંગ પણ ડિઝાઇન કરી ચૂક્યા છે. ભૂતપૂર્વ મેયર શેઠ ચિનુભાઇ ચિમનભાઇ, નરોત્તમ કે ઝવેરી, માર્તંડરાય શાસ્ત્રી, જયંતિલાલ કુસુમગર, જીતેન્દ્ર ઠાકોર, હરિપ્રસાદ ઠાકોર, રમણલાલ પરીખે આ સ્ટેડિયમના નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. નવરંગપુરા સ્ટેડિયમ ખાતે આ પછી એકપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન થયું નથી.