ATUL N. CHOTAI

a writer – since 2014


વિસાવદરનાં ભલગામમાં એક અજીબ મુંગા જીવની અનોખી દાસ્તાન

Dog in Vishavadar

Dog in Vishavadar

જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાનાં ભલગામ (મોટા) ગામે એક અજીબ શ્વાને લોકોને અચંબામાં મૂકી દીધા છે. ગામમાં કોઇને ત્યાં મૃત્યુ થાય ત્યારથી લઇને મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ શ્વાન એક ઘરનાં સભ્યની માફક રહે છે. ગામમાં કોઇનું મૃત્યુ થાય ત્યારે મૃતકને ઘેર ગામલોકો ની સાથે આ શ્વાન પણ પહોંચી જાય છે અને તેના આપ્તજનોની માફક જ રડવા લાગે એ પાછું સ્મશાનયાત્રામાં પણ જોડાય, અંતિમ વિધી વખતે ચિત્તાની પાસેજ રહે. અગ્નિદાહ દેવાયા બાદ તેની આંખમાંથી મૃતકને જાણે અંજલિ આપતો હોય એમ અશ્રુધારા વહાવે અને પરિવારજનો સાથે જ પરત ફરી અન્યોની જેમ સ્નાન પણ કરે.છે  હવે તો ગામલોકો પણ જાણી ગયા હોઇ તેને ચા – પાણી, ખાવાનું આપે છે  મૃતકની ઉત્તરક્રિયા ન પતે ત્યાં સુધી આ કુતરું તેને ઘેર જ ધામા નાંખે છે અને ખુબીની વાત તો એ છે કે એક કુતરૂં પોતાની શેરીમાંથી બીજી શેરીમાં જાય તો ત્યાંનાં કુતરાં તેને ભસીને ભગાડી મુકતા હોય છે પણ આ શ્વાન મૃતકને ઘેર જાય તો એ શેરીનાં કુતરાં તેને ભસતા નથી તેર દિવસ માટે એ ત્યાં જ રહે છે તથા મૃતકનો ખરખરો કરવા માટે પાથરેલાં ગાદલાં પરજ તે બેસે છે જો કે તેર દિવસ બાદ મૃતકનાં પરિવારજનો મહાદેવનાં મંદિરે દિવો મૂકવા જાય ત્યારે તેની સાથે જાય છે અને ત્યાંથી પછી તે પાછું નથી ફરતું. માનવી પ્રત્યે અનોખી લાગણી ધરાવતા આ શ્વાનને હવે ગામલોકો પણ શેરીનાં કુતરાંની જેમ ક્યારેય હડધૂત નથી કરતા

Advertisements


જૂનાગઢનાં છોટુભાઇને વાનરો સાથે ગજબ ની મિત્રતા છે

Chhotubhai - Junagadh

Chhotubhai – Junagadh

જૂનાગઢમાં રહેતા છોટુભાઇ ને ગિરનારના જટાશંકર જતા લોકો લગભગ દીઠે ઓળખે છે. અડાબીડ જંગલ વચ્ચે જઇ વાનરોને બટેટા ખવડાવતા તેઓ નજરે ચઢતા હોય છે અને વાનરો પણ તેમના હાથમાંથી બટેટા લઇ પેટપૂજા કરતા જોવા મળે છે  વાનરો તેમના ખંભા પર તો કયારેક તેમના ખોળામાં બેસીને ગેલ કરતા હોય છે..  વાનરો સાથે છોટુભાઇની મીત્રતા ખરેખર પ્રેરણાદાયક છે


મહેસાણાના ચાંદણકી ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે

Single Kitchen in one Village

Single Kitchen in one Village

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એ એક એવું ગામ છે જ્યાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે  અને આ ગામના મોટાભાગના લોકો ૫૫ થી ૬૦ ની ઉમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ – પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે જેનાથી ઘરના અને વડીલો બંને ખુશ છે. આ ગામના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસર માં નિયમીત બંને ટાઇમ ગામ લોકો પોતાના સુખ – દુ:ખની વાતો કરતા કરતા ભોજન કરે છે. ગામનો સાક્ષરતા દર ૧૦૦ ટકા જેટલો છે. ગામના ૯૦૦ થી પણ વધુ લોકો બહારગામ રહે છે. તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.


આપણા દેશ માટે તમારી પાસે થોડો ટાઇમ છે..??

:::: સંકલન ::::
ડો. શ્રી રમેશભાઈ ભાયાણી
ડાયરેકટર – લોક વિજ્ઞાન કેન્દ્ર,
રેસકોર્સની અંદર – રાજકોટ – ૩૬૦ ૦૦૧

Dr Rameshbhai Bhayani

Dr Rameshbhai Bhayani

આપણે કહીએ છીએ કે આપણી સરકાર કાર્યક્ષમ નથી, આપણે કહીએ છીએ કે આપણા કાયદા જુના પુરાણા છે, આપણે કહીએ છીએ કે મહાનગરપાલિકા ક્યારેય કચરો ઉપાડતી નથી, આપણે કહીએ છીએ કે ટેલીફોન કામ કરતા નથી, રેલ્વેનું તંત્ર એક મજાક છે, એરલાઈન વિશ્વમાં સૌથી ખરાબ છે અને ટપાલ તેના મુકામ સુધી ક્યારેય સમયસર પહોચતી નથી, આપણે કહીએ છીએ કે આપણો દેશ ખાડે ગયો છે, આપણે સતત આ બધી ફરિયાદ કરતા રહીએ છીએ પણ આ અંગે આપણે પોતે શું કરીએ છીએ..??

આપણે એક ખૂણે બેસી રહીએ છીએ છતાં આપણી આળપંપાળ થાય એવું આપણે ઈચ્છીએ છીએ અને સરકાર જ આ બધું કામ કરે નાખે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ પણ આપણું પોતાનું આ બાબત માં યોગદાન સંપૂર્ણપણે શૂન્ય હોય તે યોગ્ય છે..?? દરેક પ્રકારનું કામ સરકાર જ  કરે એવી આપણી અપેક્ષા છે ત્યારે ઠેર ઠેર કચરાના ઢગલા કરવાનું આપણે બંધ ન કરીએ કે રસ્તામાં પડેલ કાગળના ટુકડાને ઉપાડી ને કચરાપેટીમાં નાખવાની તસ્દી પણ આપણે ન લઈએ, રેલ્વે આપણને સ્વચ્છ પ્રસાધન રૂમ પુરા પડે એવું આપણે ઈચ્છીએ છીએ પણ આ પ્રસાધન રૂમો નો સારી રીતે ઉપયોગ કરી તેને સ્વચ્છ રાખતા આપણે શીખવું નથી,  ઇન્ડિયન એરલાઈન્સ આપણને ઉતમ ભોજન અને અદ્યતન શૌચાલયની વ્યવસ્થા પુરી પાડે એવું આપણે ઈચ્છીએ પણ તકનો લાભ ઊઠાવી નાની મોટી ચોરી કરવાની ટેવને આપણે છોડવી નથી બરોબર ને..?? આપણને ટ્રાફિક અંગેની ઘણી ફરિયાદો છે પણ આપણે પોતે જ ટ્રાફિક ના નીયમો નું કેટલું પાલન કરીએ છીએ..?? તે તો આપણને જ ખબર હોય ને..!!

આપણા બહાનાં..?? આખું તંત્ર સડી ગયુ છે અને તેને બદલાવાની જરૂર છે પણ આ તંત્રને બદલશે કોણ..?? તંત્ર કોનું બનેલું છે…?? આપણી પાસે તે માટે સગવડીયો જવાબ છે એ તંત્ર પાડોશીઓ, અન્ય લોકો, અન્ય રાજ્યો, અન્ય જાતિઓ અને સરકારનું બનેલુ છે પણ અવશ્ય એ મારું કે તમારું બનેલું નથી..?? વ્યવસ્થાતંત્રને જયારે ખરેખર સકારાત્મક યોગદાન આપવાનો સમય આવે ત્યારે આપણે આપણી જાતને અને પરિવારને એક સલામત કોચલામાં બંધ કરી દઈએ છીએ અને દુર દુર નજર નાખી પ્રતિક્ષા કરીએ છીએ કે કોઈ શ્રીમાન નેકદિલ ઇન્સાન હાથમાં જાદુઈ છડી લઈને આવે અને આપણે માટે ચમત્કાર કરે ખરુંને..!!

વ્હાલા ભારતવાસીઓ.. આપણી આ પ્રકારની વીચારધારા અત્યંત ચીંતાપ્રેરક છે અને અંતરાત્માને ડંખે એવી પણ છે એ આપણે અંતદ્રષ્ટી કરવા પ્રેરે એવી છે. જોહન  એફ. કેનેડીએ તેમના દેશવાસીઓ ને એક આગ્રહભરી વિનંતી કરી હતી તેની હું અમને અહીં યાદ દેવડાવું છું દેશ તમારા માટે શું કરશે..??  એ સવાલ ન પૂછો પણ પણ તમે દેશ માટે શું કરશો..?? એ સવાલ તમારી જાતને પૂછો..??  ભારતના પૂર્વ રાષ્ટ્રપતી  ડો. એ પી જે અબ્દુલ કલામ સાહેબે એક પ્રસંગમાં આપેલા દસ મિનીટના આ સંદેશ દ્વારા આપણને ઘણી પ્રેરણા અને સમજણ આપી છે. જેને ખરેખર વિચારીને જીવનમાં ઉતારવાની જરુર હોય તેમ નથી લાગતું..?? (ભારતના પૂર્વ રાષ્ટ્રપતી સ્વ. ડો. એ પી જે અબ્દુલ કલામ સાહેબ ના એક વકતવ્ય માંથી સાભાર)


માંડવીના ધોકડા ગામે ૫૦૦ વર્ષથી કોઈ દૂધ વેચતું નથી

Dhokda Village - Kutchh

Dhokda Village – Kutchh

માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં અવારનવાર ઓચિંતો ભાવવધારો થાય છે ને ત્યારે મોંઘવારીથી કંટાળેલા લોકો વધુ મૂંઝાઈ જાય છે ત્યારે ડેરીઓવાળા પણ નફો રળવા ડીઝલ – પેટ્રોલની જેમ ભાવ વધારતા જ જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ધોકડા ગામમાં ૨૫૦ જેટલા પશુઓ છે છતાં ૫૦૦ વર્ષથી અહીં કોઈ દૂધ વેચતું નથી એટલું જ નહીં જેમને ત્યાં ઢોર – ઢાંખર ન હોય એમને મફત દૂધ અપાય છે. ધોકડા ગામના ઈતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળે છે કે આ ગામના પૂર્વજો સેદાણી નામના એક ઓલિયાના વચને બંધાયેલા છે તેથી ગામમાં કોઈ એમનું વચન તોડવાની હિંમત નથી કરતું કારણ કે અગાઉ જ્યારે પણ કોઈએ પૂર્વજોએ આપેલું વચન તોડવાની કોશિશ કરી છે ત્યારે નુકસાન ભોગવવું પડયું છે ૫૦૦ લોકોની વસતિ ધરાવતા આ ગામમાં ૨૫૦ જેટલાં પશુઓ છે છતાં દૂધ ન વેચવા ઉપરાંત બીજી પણ કેટલીક વિચિત્ર શરતો છે જેનું ગામ લોકો ચુસ્તપણે પાલન કરે છે. દૂધ ન વેચવા ઉપરાંત ગામની બીજી પણ ખાસિયતો છે જેમાં ડબલ માળનું કે છતવાળું મકાન કોઈ બનાવતું નથી કોઇ કયારેય પશુઓનો શિકાર કરતું નથી ઢોલિયાનો એટલે કે ખાટલાનો ઉપયોગ કોઈ કરતું નથી અને ઓલિયાના પરિવારનું પાલન પણ કર્યું. ગામના સરપંચ અને ગ્રામવાસીઓના જણાવ્યા પ્રમાણે વર્ષો પૂર્વે તેમના ગામની બાજુમાં સિંધથી આવેલા એક ઓલિયા ફકીરને લોકોએ ધોકડા, વાંઢ અને અન્ય ગામોના લોકોએ પોતાના ગામમાં રહેવા માટે વિનંતી કરેલી ને તે વખતે તેમણે કહેલું કે મારી પાંચ શરતો સ્વીકારો તો ગામમાં રહું  પરંતુ ગામ લોકોએ શરતો સ્વીકારી નહીં પરંતુ ધોકડા ગામના પૂર્વજોએ શરત સ્વીકારી તેથી તે ફકીર ધોકડા ગામમાં રોકાઈ ગયા આ વાતને આજે તો વર્ષો વીતી ગયા છે હવે એ ઓલિયા પણ નથી છતાં એમને આપેલું વચન આજે પણ ધોકડા ગામના લોકો પાળે છે.


ટીપે ટીપે ખેતી થાય નું સૂત્ર ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ સાર્થક કરે છે

Trakuda Village Farming - Gondal

Trakuda Village Farming – Gondal

ગોંડલ : આશરે ૨ હજારની વસ્તી ધરાવતા ગોંડલ તાલુકાના નાનકડા એવા ત્રાકુડા ગામમાં ૭૬૬ જેટલા ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, તરબુચ, શાકભાજીની ખેતી કરીને આજીવિકા રડે છે. આ પૈકીના ૨૫૦થી વધુ કિસાનોએ ટપક સિંચાઇ અપનાવી જ્યારે બાકીના ખેડૂતોએ પણ આ પદ્ધતિથી ખેતી કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે  આમ સંપૂર્ણ ગામ પરંપરાગત વરસાદ આધારિત ખેતી કરવાને બદલે આધુનિક ટપક સિંચાઇ પિયત પદ્ધતિ અપનાવી એક આદર્શ ગામનું ઉદાહરણ બન્યું છે. ગોંડલ તાલુકાનાં ખેતીવાડી અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે કયારેક સારું ચોમાસુ ન થવાથી ખેડૂતોના ખેતરો સુકાઇ જતા હોય છે હજુ પણ આપણા અશિક્ષિત કિસાનો ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી ઘણી વખત ખેડૂતોને પૂરતા જ્ઞાનના અભાવે પણ આધુનિક પિયત પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી અને એટલે જ અમે અમારા તાલુકાના કોઇ એક ગામને સંપૂર્ણ ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરે તે માટેના પ્રયત્ન શરૂ કર્યા અને આ માટે અમે ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ પસંદ કર્યુ  ત્રાકુડાનાં ખેતરોમાં કૂવા, ખેત તલાવડીમાં પાણી હોય છે જેથી ખેડૂતોને પાણીની ચિંતા નથી પણ આ પાણી ખેતરોમાં પહોંચાડવાની સમસ્યા જ રહે છે. રાજ્ય સરકાર અને ખેત ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ત્રાકુડાના નાના અને સીમાંત ખેડૂતોને ટપક સિંચાઇ ૯૦ ટકા જેટલી ખાસ સહાય અપાઇ જયારે મોટા ખેડૂતોને ટપક સિંચાઇ માટે ૮૦ ટકા સહાય આપવામાં આવે છે. પ્રોત્સાહક યોજનાથી પ્રેરાઇને કોઇ એક – બે નહીં પરંતુ પૂરા ૨૬૬ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લીધી છે જયારે બાકીના ૫૦૦ જેટલાં ખેડૂતોએ પણ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લેવાનો સંકલ્પ કર્યો છે. આગામી ખરીફ સિઝનમાં સંપૂર્ણ ગામનાં ખેતરોને ટપક સિંચાઇ પદ્ધતિ અમલી બનાવી દેવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.


સલાયાનો ૫૦ જણનો પરિવાર એક રસોડે જમે છે

Joint Family -  Salaya

Joint Family – Salaya

માંડવી: આજના સમયમાં સૌને સ્વતંત્રતા જોઇએ છે  તેમાં પણ પરણ્યા બાદ તરત જ યુગલો અલગ થઇ જવા થનગનતા હોય છે પણ માંડવીના સલાયાનો ભટ્ટી પરીવાર આ બધામાં અનોખો છે  એક નહીં, બે નહીં પણ ત્રણ – ત્રણ પેઢીને એક્તાની દોરીમાં પરોવીને આ પરીવાર આજના બટકણા સંબંધોમાં પણ સંયુક્ત રહી રહ્યો છે. અહીં રોજ ૫૦ સભ્યની રસોઇ એક જ રસોડે બને છે અને તમામ એક પંગતે બેસીને જમે છે જે ખરેખર અનોખી નહીં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રેરણાદાયી ઘટના છે. માંડવી શહેરના સામાકાંઠે વસેલા સલાયાના વાઘેરચોકમાં ભટ્ટીમંઝિલમાં આ પરીવાર રહે છે જેમાં 13 પુરુષ અને 13 મહિલા સાથે નાના – મોટા 26 બાળક સાથે  કુલ ૫૦  સભ્ય હળીમળીને એક સાથે રહે છે. તમામની રસોઇ એક રસોડે બને છે, જેમાં વપરાતી સામગ્રી પર નજર નાખીએ તો દૈનિક 5 કિલો ચોખા, 8 કિલો ઘઉં, 7 કિલો બાજરો, 3 કિલો મગફાડા, 8 કિલો શાકભાજી, 2 કિલો ખાંડ, દૈનિક 6  લિટર દૂધ, ૫૦ ગ્રામ ચા તેમજ 400 ગ્રામ વાટેલો મસાલાનો વપરાશ છે. ડાઇનિંગ રૂમ નાનો હોવાથી  એક સાથે પંગતમાં ૫૦ લોકો સાથે બેસી શકે અેમ ન હોઇ, પહેલાં પુરુષો તથા બાદમાં મહિલા – બાળકો જમે છે. ભોજન સાથે પરીવારના સભ્યો વિચારોનું આદાન પ્રદાન પણ કરે છે. વડીલો દરેકના વિચારોને જાણે છે.

પરીવારના મોભી ઉમર હાજી ઇલ્યાસે કહ્યું હતું કે  અમારી ત્રણ પેઢીમાં કાકાઇ ભાઇઓ સહીતનો પરીવાર સાથે રહે છે  તેથી રસાલો એટલો મોટો છે કે, બાળકોના ક્યારેક નામ યાદ રહેતા નથી તેથી ઘણીવાર કોઇપણ નામના સંબોધન કરીને બોલાવીએ છીએ. 24 નાના – મોટા બાળક માટે પ્રસંગો પર ચંપલથી કરીને કપડાની ખરીદી દરેક માટે એક સાથે કરવામાં આવે છે. પરીવારની આવક મુજબ ખર્ચ કરીને બચત કરાય છે  જેથી પુત્ર – પુત્રીના નિકાહ કરવા હોય ત્યારે બચાવેલી પુંજી કામ આવી શકે રસોડાનો હવાલો સંભાળતા હાજિયાણી જીલુબાઇના માર્ગદર્શન મુજબ રસોઇ બનાવવા અને કપડાં ધોવા માટે દરેકનો ક્રમ મુજબ વારો આવતો હોય છે જેથી છુટ્ટીના અને બાકીના સમયમાં મહિલાઓ ભરત ગુંથણ જેવા કામો કરી શકે તેમજ ઘરકામનો ભાર પણ કોઇ એક પર ન આવી જાય  આટલા મોટા પરીવાર માટે જો પાતળી અને નાની રોટલી મહિલાઓ બનાવવા જાય તો પહોંચી શકે નહીં તેથી બપોરે અને રાત્રે સામાન્ય કદની રોટલીના સ્થાને બાજરાના રોટલા જેમ ઘઉંના જાડા રોટલા બનાવાય છે જેથી જલ્દીથી કામ થઇ શકે. 50 લોકોની રસોઇ માટે કાયમ લાકડા અને છાણાનો ઉપયોગ કરીને ચુલા પર જ રસોઇ બનાવાય છે. ગેસનો વપરાશ માત્ર ચા – દૂધ માટે કરાય છે મસાલો પીસવા પણ મિક્સર ગ્રાઇન્ડરની જગ્યાએ પથ્થર પર જ વલોણાથી બનાવાય છે. આ પરીવારની જેમ ભટ્ટી મંઝિલમાં રહેતા 20થી 25 બિલાડાનું જૂથ પણ જમવાના સમયે એક સાથે આવીને પોતાનો ખોરાક લે છે. જે ખરેખર નવાઇ પમાડે તેવી વાત છે.


ગુજરાતમાં આજે પણ ૪૨ લાખ જેટલા પરિવારો સાઇકલ ચલાવે છે

Bicycle Running

Bicycle Running

અમદાવાદ : ગતિશિલ ગુજરાતના મેટ્રો શહેરોમાં લક્ઝુરિયસ કારો અને લેટેસ્ટ મોડેલની બાઇકોની સંખ્યા વધી રહી છે. ઝડપી અવરજવર માટે વધુ એવરેજ અને સુવિધા ધરાવતાં ટુ -ફોર વ્હિલરો વધ્યાં છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં સાઇકલનો ઉપયોગ કરનારો વર્ગ આજેય છે. રાજ્યમાં આજે પણ ૪૨ લાખ જેટલા પરિવારો સાઇકલ ધરાવે છે. આજની ઝડપી યુગમાં શહેરોમાં એક થી બીજા સ્થળે જવા માટે કારો – બાઇકોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે આજે ઘણાં તો સાઇકલ ચલાવવામાં પણ  નાનપ અનુભવી રહ્યાં છે આમ છતાંયે સાઇકલોનો જાણે દબદબો જળવાઇ રહ્યો છે. છેલ્લી વસ્તી ગણતરીના આંકડા આધારે ગુજરાતમાં આજેય ગ્રામ્ય વિસ્તારોમાં ૧૯.૫૯ લાખ અને શહેરી વિસ્તારોમાં ૨૨.૮૧ લાખ પરિવારો સાઇકલનો ઉપયોગ કરે છે. આખાયે ગુજરાતમાં અમદાવાદ એવું શહેર છે કે જયાં ૬.૮૯ લાખ પરિવારો આજેય સાઇકલનો ઉપયોગ કરે છે જયારે ડાંગમાં સૌથી ઓછાં ૬૯૧૪ પરિવારો પાસે સાઇકલ છે. ઝડપી યાતાયાતના યુગમાં આજેય ઘણાં એવાં લોકો છે કે  જેમને પેટ્રોલનો ખર્ચ પોષાતો નથી એટલે જ સાઇકલ તેમના માટે આશિર્વાદરૃપ બની રહી છે. ખાસ કરીને ગામડાંઓમાં તો લોકો સાઇકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. આમ સાઇકલનો ઉપયોગ કરનારો વર્ગ પણ છે. આ કારણોસર જ સાઇકલનો ઉપયોગ યથાવત રહી શક્યો છે  આજે રસ્તાઓ પર લાખો કાર, બાઈક ઠલવાયા છે ત્યારે સાયકલ ચલાવીને જતો વ્યકિત્ત અલગ તરી આવે છે.


ભારતીય રેલ્વે વિષે જાણવા જેવું…

Indian Railway

Indian Railway

ભારતમાં રેલવે શરૂ થયાને ૧૬૨ વર્ષ પુરા થઇ ગયા છે  રેલવે ભારતના કરોડરજ્જુ સમાન છે આજના સમયમાં રેલવે એક સ્થળથી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન બન્યું છે રેલવેના કારણે નાગરિકો આરામદાયક અને સલામતરીતે હરી ફરી શકે છે વિશ્વમાં સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકીના એક તરીકે ભારતીય રેલવે નેટવર્કને ગણવામાં આવે છે ૭૫૦૦ સ્ટેશન અને ૬૫૦૦૦ કિલોમીટરના રૂટ ઉપર ૧૧૫૦૦૦ કિલોમીટરનું રેલવે નેટવર્ક છે. રેલવે દ્વારા દરરોજ ૨૫ મિલિયન યાત્રીઓ મુસાફરી કરે છે જ્યારે વાર્ષીક આધાર પર નવ અબજથી વધુ લોકો ભારતીય રેલવેમાં યાત્રા કરે છે.  ભારતીય રેલવે વિશ્વમાં સૌથી મોટા નેટવર્ક પૈકી એક છે. ભારતમાં ધણા સ્થળો ઉપર પોતાના લોકોમોટીવ અને કોચ બનાવનાર ફેક્ટરીઓ આવેલી છે ભારતીય રેલવેમાં મલ્ટીગેજ નેટવર્ક છે ભારતીય રેલવેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે કર્મચારીઓની સંખ્યા આશરે ૧.૪ મિલિયન જેટલી છે. રોલિંગ સ્ટોકની વાત કરવામાં આવે તો ભારતીય રેલવે ૨૨૯૩૮૧ નૂર વેગન ધરાવે છે જ્યારે ૬૯૭૧૩ પેસેન્જર કોચ ધરાવે છે. જ્યારે ૯૨૧૩ લોકોમોટીવ ધરાવે છે ટ્રેનમાં ૫ ડીઝીટ નંબરીંગ વ્યવસ્થા છે. ભારતીય રેલવે ૧૦૦૦૦થી વધુ ટ્રેનો દોડાવે છે  ૧૯૬૦ બાદથી ભારતીય રેલવે ઉપર લગભગ તમામ ઇલેક્ટ્રીફાઈડ સેક્શનમાં ૨૫૦૦૦ વોલ્ટ એસી ટ્રેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં ૨૦મી જાન્યુઆરી ૧૮૬૩ના દિવસે પ્રથમવાર અમદાવાદથી સુરતની ટ્રેન શરૂ કરવામાં આવી હતી તેને હવે ૧૫૨ વર્ષ પુરા થયા છે આંકડા દર્શાવે છે કેરેલવેમાં દરરોજ ૨.૩૦ કરોડ લોકો મુસાફરી કરી રહ્યા છે. રેલવેએ સંરક્ષણ સામગ્રીને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રેલવેમાં હાલ ૧૩ લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ભારતીય રેલવેમાં ૧૨૫૦૦ જેટલી ટ્રેનો છે અને ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલા લોકો દરરોજ મુસાફરી કરે છે. ભારતની પહેલી પેસેન્જર ટ્રેને  ઈ.સ. ૧૮૫૩ માં બોરી બંદરથી ઠાણે વચ્ચે સફર કરી હતી આ ટ્રેનમાં ૧૪ બોગીઓમાં ૪૦૦ યાત્રીઓએ ૪૦ કિ. મી. નું અંતર ૧ કલાક અને ૧૫ મિનિટમાં પુરૂ કર્યુ હતું. ટ્રેનમાં સામેલ ત્રણ ડબ્બાના નામ સિંધ, મુલતાન અને સાહિબ રખાયા હતા. મુંબઈ ના બોરી બંદર સ્ટેશનનું પુનઃ નિર્માણ બાદ વિકટોરીયા ટર્મીનસ બન્યુ હતું અને પછીથી છત્રપતિ શિવાજી ટર્મીનસ તરીકે પ્રખ્યાત થયુ.


પાકિસ્તાનની સરહદને અડીને માનવી માટે લગાવેલી વાડ પણ પક્ષીઓને રોકી શકતી નથી

Pakistan Border

Pakistan Border

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદો હંમેશાં એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે પણ એક પ્રમાણમાં સારા કહી શકાય તેવા સમાચાર આ સીમાડેથી આવી રહ્યા છે. માણસો માટે ભલે આ સીમા લગભગ નો મેન્સ ઝોન હોય પણ કચ્છ અને પાકિસ્તાનના આકાશમાંથી ઉડાઉડ કરતા સાક્ષાત દેવદૂત સમા પંખીઓ માટે કોઈ સીમાડા નથી. બન્ને દેશો વચ્ચે લાગેલી સરહદરૂપી કાંટાળી વાડ ઓળંગવા આ પંખીઓને કોઇ વિઝા કે પાસપોર્ટની પણ જરૂર પડતી નથી.  અહીં ફેન્સીંગ જરૂર છે પરંતુ તેની નીચે પાણીના અવર જવર માટે જે રસ્તો બનાવ્યો છે તેમાંથી બતક અને અન્ય પક્ષીઓ આરામથી ગણતરીની સેકન્ડમાં બન્ને દેશોની વચ્ચે સફર કરે છે.

ભારત પાકિસ્તાનમાં કચ્છ અને સિંધમાં જે વિસ્તાર આવેલો છે તેમાં સિંધ તરફનો વિસ્તાર કચ્છની સરખામણીએ ઉંચો છે અને ત્યાંથી નદીઓના વહેંણ પણ આવેલા છે. મીઠા પાણીની નદીઓના વહેંણ દરીયામાં ન જતા રહે તેના માટે પાકિસ્તાને ટાઇડલ લીંક બનાવી જેને ત્યાંના સ્થાનીક લોકો અલ્લાહ બંધ તરીકે ઓળખે છે. પરંતુ કુદરતનો કહેર કહો કે ગમે તે ભૂકંપને કારણે દરિયા તરફ જતું પાકિસ્તાની નદીઓનું પાણી કચ્છ તરફથી ઉંચુ થઇ જતાં તેનો પ્રવાહ પલટાઈને પાકિસ્તાન તરફ થઇ જવા પામ્યો છે. કચ્છના ખાવડા નજીકના ઇન્ડિયા બ્રીજ પાસેની સરહદી સલામતી દળની વિઘોકોટ ચોકીથી આશરે દશેક કિલોમીટર દૂર શકુર તળાવ આવેલું છે. મોટા રણવિસ્તારમાં ફેલાયેલા આ શકુર લેકમાં પેલીકન સહિતના દેશ વિદેશના પંખીઓને કલરવ કરતાં જોવાં મળે છે.

કચ્છના જાણીતા પક્ષીવિદ શ્રી નવીન બાપટના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી શિયાળાની ઋતુ દરમ્યાન કચ્છના નખત્રાણા તાલુકાના ધીણોધર ડુંગર પાસે આવેલા છારીઢંઢ ખાતે પક્ષીઓ આવતા હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી અહી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જ્યારે સીમા પરના શકુર તળાવમાં પક્ષીનું આવાગમન વધી જવા પામ્યું છે.