ATUL N. CHOTAI

a writer – since 2014


રાજકોટમાં નિ:શુલ્ક ટીફીન સેવા ૧૬ વર્ષથી અવિરત ચાલી રહી છે..

tiffin seva

tiffin seva

ગુજરાતમાં આજે ગામે ગામ અલગ – અલગ સંસ્થાઓ અને લોકો દ્વારા સેવાયજ્ઞો ચાલતા હોય છે. જેમાં આપણે વાત કરીએ છીએ રાજકોટના ૨ણછોડદાસજીબાપુ આશ્રમ દ્વા૨ા પરમ પૂજયશ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી ૨ણછોડદાસજી બાપુશ્રીનાં જીવન સિધ્ધાંતને ચિ૨તાર્થ ક૨ીને ૨ાજકોટમાં કોઈપણ વૃધ્ધ, નિ૨ાધા૨, શારિરીક ૨ીતે અશક્ત તથા સંતાનોથી ત્યજાયેલ વૃધ્ધ માં-બાપને ભૂખ્યા ના સૂઈ જવું પડે એ માટે શ્રી ૨ણછોડદાસજીબાપુ આશ્રમ દ્વા૨ા તેમના માટે ઘે૨ બેઠાજ બંને ટાઈમ ચાલે તેટલું પૌષ્ટીક અને શુધ્ધ ભોજનની નિ:સહાય લોકો માટેની નિ:શુલ્ક (મફત) ટીફીનની સેવા અને વ્યવસ્થા ક૨વામાં આવેલ છે.

શ્રી સદગુરૂ ટીફીન સેવા ૧૬ વર્ષથી અવિરત ચાલી રહી છે અને ૩૬પ દિવસ કોઈપણ સંજોગો કે વિધ્ન વચ્ચે પણ આ ટીફીન સેવા હંમેશા કાર્ય૨ત ૨હે છે. આ ટીફીન સેવામાં દ૨૨ોજ શ્રી સદગુરૂ પ્રસાદરૂપી ૨ોટલી, દાળ, ભાત, શાક તથા દ૨ ૨વિવા૨ે મિષ્ટાન તથા ફ૨સાણ આપવામાં આવે છે. પરમ પૂજયશ્રી ૨ણછોડદાસજીબાપુ આશ્રમ ફક્ત આવા લોકોની સેવા જ ઈચ્છે છે. માટે આપના ધ્યાનમાં આવા ગ૨ીબ, જરૂ૨ીયાતમંદ, નિ૨ાધા૨, અશક્ત, અપંગ, તથા સંતાનોથી ત૨છોડાયેલા વૃધ્ધ માં-બાપ હોય અને તેઓને ભોજનની આવશ્યક્તા હોય તો તેઓ પરમ પૂજય શ્રી ૨ણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ), શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, કુવાડવા ૨ોડ, ૨ાજકોટ-૩૬૦ ૦૦૩ ઉપર કાર્યાલયમાં સાંજે ૪ થી ૬ માં તેઓનાં નામ, સ૨નામા નોંધાવી જવા નમ્ર અપીલ ક૨વામાં આવે છે.

guredev ranchhoddas bapu sadguru ashram rajkot gujarat india provide free food for Old age persons Weak Neglected from offspring children parents Tiffin Food home service meal Totally, lentils, rice, vegetables


અમદાવાદની વી એસ હોસ્પીટલ માં હેમંતભાઇ પટેલ નિ: શુલ્ક ટિફિન સેવા આપે છે

Hemantbhai Patel - Free Tifin Service

Hemantbhai Patel – Free Tifin Service

અમદાવાદની  વી એસ હોસ્પીટલ માં સાંજના 6.30 વાગ્યે દર્દીઓ અને તેમના સગા એક માણસની આતુરતાથી રાહ જુએ છે અને આ માણસ એટલે કોઇ ડોક્ટર કે હોસ્પિટલના સ્ટાફ નથી પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી અવિરતપણે  નિ:શુલ્ક ટિફિન સેવા આપનાર માદલપુરના હેમંતભાઇ પટેલ છે. જે કાયમી ૨૫૦ જેટલા ટિફિન આપે છે. શરૂઆતમાં તો  તે માત્ર ખીચડી અને શાક જ આપતા હતા. તેમને મદદ કરવા માટે ડોક્ટરો અને હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ આવે છે. ૨૦૦૨ ના રમખાણ સમયે અમદાવાદ શહેરમાં જયારે કરફ્યૂ હતો  તે સમયે વી એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ અને તેમના સગા વહાલાઓને જમવાની તકલીફ પડતી હતી જેથી માદલપુરના હેમંતભાઇ પટેલે ૨૦૦૨ થી વીએસ હોસ્પિટલમાં દરદીઓ અને તેમના સગા માટે ટિફિન સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં તેમના મિત્રો સાથે મળીને ટિફિન સેવા શરૂ કરી હતી. અને ટોકન પણ લેતા હતા પરંતુ તેમણે હોસ્પિટલમાં કેટલાક એવા લોકો જોયા કે તેમની પાસે ટોકનના પણ પૈસા ન હોય જેથી તેમણે ફ્રી ટિફિન સેવા અપાય છે. હેમંતભાઇને ટિફિન સેવા બદલ વર્ષ ૨૦૦૯ માં આમીર ખાનના હાથે રિયલ હીરો નો અેવોર્ડ પણ મળ્યો છે. તેમજ ત્યાર બાદ હેમંતભાઇને જીયો દિલ સે એવોર્ડ અને પૂણે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે તેમને સન્માન્યા છે. હેમંતભાઇ કેટરર્સ છે તેથી  કાયમ જાતે જ જમવાનું બનાવીને હોસ્પિટલમાં આપવા જાય છે હેમંતભાઇનું કામ જોઇને હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સ પણ હેમંતભાઇને જ દાન કરે છે. હેમંતભાઇને  કેટલાક મિત્રો અને અન્ય લોકો પાસેથી મદદ મળી રહે છે. તેઓ સામેથી ક્યારેય મદદ માંગતા નથી. પરંતુ તેનું કામ જોઇને કેટલાક લોકો કરિયાણું પણ આપી જાય છે. હેમંતભાઇને ત્રણ વાર હાર્ટ એટેક પણ આવ્યો છે. છતાં પણ એક દિવસ પણ તેમણે ટિફિન સેવા બંધ રાખી નથી.  હેમંતભાઇ કોઇપણ જાતી કે ધર્મના ભેદભાવ વિના ટિફિન આ આપે છે