ATUL N. CHOTAI

a writer – since 2014


રાજકોટના ધનસુખભાઇ કછોટે રાજ્યમાં સૌથી વધુ ટ્રાફિક દંડ ઉઘરાવ્યો છે..

dhansukhbha kacchot

dhansukhbha kacchot

ઘણા લોકો પોતાની જીદના કારણે દુનિયામાં ઘણા પરિવર્તનો લાવતા હોય છે. રાજકોટમાં પાણી પછીની કોઇ મોટી સમસ્યા હોય તો તે છે ટ્રાફિકની.. ટ્રાફિક પોલીસ સાથે લોકોમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળે છે. જેથી અમુક પોલીસ અધિકારોએ ના છૂટકે કડક બનવું પડતું હોય છે. રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડના ચાબૂકથી ધનસુખભાઇ કછોટ નામના ટ્રાફિક કોન્સ્ટેબલે કન્ટ્રોલ કરવા પ્રયાસ કર્યો હતો. પોતાની કારકિર્દી દરમિયાન રાજકોટમાં ૧૧ વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ અઢી કરોડનો દંડ વસૂલી ઓગસ્ટ – ૨૦૧૭ ના રોજ તેઓ નિવૃત થયા છે.

ધનસુખભાઇ કછોટ વર્ષ ૧૯૭૯ માં પોલીસમાં કોન્સટેબલ તરીકે ભરતી થયાં હતાં. બાદમાં તેઓએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૦૬ થી તેઓ ટ્રાફિક શાખામાં ફરજમાં જોડાયા તેઓએ ટ્રાફિકનું ચૂસ્તપણે નિયમન થાય તે રીતે પોતાની કામગીરી કરી છે. ઘનસુખભાઇ કછોટ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના આગ્રહી છે. અત્યાર સુધી ખોટી રીતે વાહન ચલાવનારને કડક રીતે કાયદાનું પાલન કરાવેલ છે. ધનસુખભાઇએ સરકારી ચોપડે જોઇ જણાવ્યું હતું કે ૨૦૧૭ એટલે કે નિવૃતિના છેલ્લે વર્ષે પણ રેકોર્ડ બ્રેક દંડ વસૂલ્યો હતો. જેમાં ૧૦૩૨૧ જેટલા કેસ કરી ૧૧ લાખ જેવો દંડ વસૂલી લોકોને ટ્રાફિકના કાયદાનું ભાન કરાવ્યું હતું. ધનસુખભાઇની ટ્રાફિકની સેવાઓને પોલીસ વિભાગ અને લોકો હંમેશા યાદ રાખશે. dhabsukhbhai kachhot, retired traffic police constable rajkot gujarat record brack traffic penalty