ATUL N. CHOTAI

a writer – since 2014


ઐતિહાસિક અને અનોખું મહત્વ ધરાવતી આ ટ્રેનની સફર કરવી તે પણ લ્હાવો છે..

gujarat small train

gujarat small train

ગુજરાતની બીલીમોરા – વઘઇ ટ્રેન એ સુંદરતા અને આદિવાસી વિસ્તારના વાંસની રોજિંદી હેરાફેરીથી ઓળખાતી ટ્રેન છે. જેણે તાજેતરમાં ૧૦૪ વર્ષ પુરા કર્યા છે. ૬૩ કિલોમીટર લાંબો ટ્રેક ધરાવતી આ ટ્રેન નેરોગેજ લાઈન છે. જે ડાંગના જંગલોમાંથી પસાર થાય છે. આ ટ્રેનનો રૂટ વલસાડના બીલીમોરાથી શરુ કરીને ડાંગ જિલ્લાના વઘઇ સ્ટેશન સુધીનો છે. આ રૂટમાં ગણદેવી, ચીખલી રોડ, રંકાવા, ધોળીકુઆ, અનાવલ, ઉનાઈ અને વાંસડા રોડ, કેવડી રોડ, કાલા આંબા અને ડુંગરડા સ્ટેશન આવે છે. આ ટ્રેનમાં બધા જ સ્ટેશને ટિકિટ બારીની સુવિધા નથી અને સુવિધા માત્ર વઘઇ, ઉનાઈ અને બીલીમોરા સ્ટેશન પર છે. ૬૩ કિલિમીટરનો ટ્રેક ધરાવતી આ ટ્રેન અંગ્રેજોના સમયમાં સયાજીરાવ ગાયકવાડે ૧૯૧૩ માં ચાલુ કરી હતી. આ ટ્રેન તે સમયે ગાયકવાડ સરકારની ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના શાસન હેઠળ હતી જે તે સમયના બરોડા રાજ્યના તાબા હેઠળ હતી. આ ટ્રેનનો મુખ્ય હેતુ આ વિસ્તારની પ્રજાનો સંપર્ક બરોડા રાજ્ય સાથે સતત રહે એ હતો. સ્વતંત્રતા પછી પશ્ચિમ રેલવેમાં આ રેલવેને મર્જ કરી દેવામાં આવી. પાંચ ડબ્બાઓ સાથે દોડતી આ ગાડી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને ૩ કલાક જેટલા સમયમાં બીલીમોરા થી વઘઈ અને વઘઈ થી બીલીમોરા પહોંચે છે.

૧૯૩૭ સુધી સ્ટીમ એન્જીનથી ચાલતી આ ટ્રેનને ત્યારબાદ ડીઝલ એન્જીનમાં દેવામાં આવી. ૧૯૯૪ માં જુના સ્ટીમ એન્જીનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર શો પીસ તરીકે મૂકી દેવામાં આવ્યું છે. ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેના મોટાભાગના નેરોગેજને બ્રોડગેજમાં ફેરવી દેવામાં આવ્યા છે. આ ટ્રેનને રસ્તામાં સાત જેટલા મોટા ક્રોસિંગ આવે છે પરંતુ એકપણ સ્ટેશને ગેટમેનની વ્યવસ્થા નથી. આની જગ્યાએ ટ્રેનમાં જ ગેટમેન હોય છે જે ટ્રાફિક પણ ક્લિયર કરે છે અને ગેટ પણ ઉતરીને બંધ કરે છે. આ ટ્રેન એક દિવસમાં બે ટ્રીપ લગાવે છે જેનો ઉપાડવાનો સમય નક્કી હોય છે પણ પહોચવાનો સમય નક્કી નથી હોતો. આ ટ્રેનમાં બેઠેલ ગાર્ડ જ ટિકિટ વહેંચે છે. આ ટ્રેનની ખાસિયત એ પણ છે કે એ વાંસડા નેશનલ પાર્કમાં રહીને પસાર થાય છે જ્યાં ચિત્તા, બિલાડી, અજગર, દીપડા, મોટી ખિસકોલીઓ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આવી ઐતિહાસિક અને અનોખું મહત્વ ધરાવતી ટ્રેનો આપણા ગુજરાતમાં છે એ ખુબજ આનંદની વાત છે..


વડોદરાના ડેસરમાં ઉપવાસમાં ખવાતા રાજગરાની ખેતી થાય છે

Rajigaro Farm in Desar

Rajigaro Farm in Desar

ઉપવાસ શરીર અને મનની શુદ્ધિ માટે ભારતીય સાંસ્કૃતિક ધાર્મિક પરંપરાની સાથે વણાઇ ગયેલી જીવન પદ્ધતિ છે. ઉપવાસનું નામ પડે એટલે જેને હળવું ધાન્ય કહી શકાય તેવો રાજગરો અવશ્ય યાદ આવે છે. ઉપવાસમાં ખવાતા રાજગરાની ખેતી વડોદરા જિલ્લાના એકમાત્ર ડેસર તાલુકામાં થાય છે.

અત્યારે ડેસર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં લાલચટાક રંગની જોગીની જટા યાદ એવા તેવા રાજગરો ભરેલા ડુંડવા લહેરાઇ રહ્યા છે એટલું જ નહીં ખેડૂતોએ રાજગરાના પાકની લણણી પણ શરૂ કરી દીધી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું વિભાજન કરી નવા બનાવાયેલા ડેસર તાલુકાના ઉપરવાસના વિસ્તારોમાં વર્ષોથી રાજગરાની ખેતી વંશ પરંપરાગત થાય છે. ડેસર પાસે ખેતર ધરાવતા ખેડૂત પિયૂષભાઇ પટેલે જણાવ્યું હતું કે ૯૦ દિવસના ટૂંકાગાળાનો રાજગરાનો પાક લીધા પછી તલનું વાવેતર શઇ શકે છે. રાજગરાના પાકનો સારો ભાવ મળે છે. કાપણી પછી રાજગરો ભરેલા ડુંડવાને ચારથી પાંચ દિવસ સુધી ખેતરમાં જ સુકવ્યા બાદ થ્રેસર વડે ડુંડામાંથી રાજગરો છૂટો પાડવામાં આવે છે. ખેડા અને પંચમહાલ જિલ્લા જોડાયેલા આ સરહદી તાલુકાના ખેડૂતો ઠાસરાના બજારમાં રાજગરાનો પાક વેચે છે અને વાવેતર માટે જરૂરી બિયારણ પણ ત્યાંથી જ ખરીદે છે.

રાજગરાની બાયોકેમીસ્ટ્રી અંગે જાણકારી આપતા ડૉ. મહેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આ ધાન્ય પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટ ધરાવે છે. તેમાં ઊર્જા આપવાની ન્યુટ્રીટીવ વેલ્યુને કારણે તે ઉપવાસીઓના શરીરને ટકવાની ક્ષમતા આપે છે. જેથી ઉપવાસીઓ ઉપવાસ વેળા રાજગરાનો આહાર કરીને શરીરની ઊર્જા ટકાવી રાખે છે. એટલું જ નહીં રાજગરાના પાકમાં ક્લાઇમેટ ચેન્જ પડકારોનો પ્રતિકાર કરવાની તાકાત રહેલી હોઇ ગરમી અને ઠંડીની અસર ઓછી થાય છે.


પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની કર્મભૂમિ નર્મદાના પવિત્ર કિનારે આવેલી છે

Dongreji Maharaj

Dongreji Maharaj

નર્મદા મૈયાના પવિત્ર કિનારે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની કર્મભૂમિ માલસર આવેલી છે. આ પુણ્યસ્થળ માલસર જવા માટે અમદાવાદ થી વડોદરા, ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. સીધી બસ બપોરે ૧ વાગે એસ.ટી. સ્ટેન્ડથી ઊપડે છે. સાંજે  ૬ વાગે પહોંચાડે છે. બાકી વડોદરા, ડભોઇ, શિનોરથી સગવડ મળે છે. શિનોરથી ૭ કિલોમીટર છે.

અહીં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજનો સેવાશ્રમ છે. અહીં નજીવા ચાર્જથી બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા અને એક વાર નાસ્તો આપવામાં આવે છે. સવારે ૫-૩૦ વાગે આરતી, પ્રાર્થનામાં યાત્રિકે હાજર રહેવાનું હોય છે. જો અહીં રહેવું હોય તો વ્યક્તિ વર્ષમાં ફક્ત એક માસ રહી શકે છે. જેનો નજીવો ચાર્જ લેવામાં આવે છે. અહીં અંગારેશ્વર મહાદેવનું ઐતિહાસિક સ્થળ આવેલું છે.

કચ્છી સેવાશ્રમમાં પણ સુંદર વ્યવસ્થા છે. બે ટાઇમ જમવાનું, બે ટાઇમ ચા આપવામાં આવે છે. સવારે ૭-૩૦ વાગે, સાંજે ૭-૦૦ વાગે આરતી, પ્રાર્થનામાં હાજરી આપવાની હોય છે. વર્ષમાં એકવાર અમુક રૂપિયાથી અહીં આરતી ઊતરવા દેવાય છે. અહીં સત્યનારાયણ મંદિર, પંચમુખી હનુમાન, અંબાજી મંદિર વગેરે સ્થળો પણ છે. જેમાં પંચમુખી હનુમાનમાં રહેવા, જમવાની વ્યવસ્થા છે.

પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની કર્મભૂમિ સત્યનારાયણનું મંદિર છે. દરેક જગા ખૂબ જ પવિત્ર વાતાવરણવાળી છે. વડ, આંબા, લીમડા, આસોપાલવ વગેરે લીલોતરીથી ખૂબ જ આનંદ આવે. નર્મદા મૈયાનાં ફક્ત દર્શનથી જ આપણાં પાપો નાશ પામે છે. કિનારાનાં અનેક પવિત્ર સ્થળોની મુલાકાત માટે ટેક્સીની વ્યવસ્થા હોય છે. અહીં શ્રાવણ અને ચૈત્ર માસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલતા જ હોય છે અને અહીંનું વાતાવરણ પણ પવિત્ર હોય છે. દરેક કુટુંબે વર્ષમાં એકાદ વખત આવા આધ્યાત્મિક પવિત્ર સ્થળની મુલાકાત મનની શાંતિ માટે લેવી જ જોઇએ.  માલસર પ.પૂ. ડોંગરેજી મહારાજના આશ્રમ અંગે ફોન નંબર ૦૨૬૬ – ૨૬૪૩૪૮ ઉપર વધુ વિગતો મેળવી શકાય છે

 


વડોદરાના ગિરીશભાઈ ભટ્ટને ચાર હજાર થી પણ વધુ લોકોની બર્થ ડે યાદ છે

Girish Bhatt - Vadodra

Girish Bhatt – Vadodra

પોતાના ફેમિલી મેમ્બર્સના બર્થ ડે યાદ રાખવા અને તેમને વીશ કરવાની ઇચ્છા ઘણા લોકો કાયમ પૂરી શકતા નથી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય ગિરિશભાઇ  ભટ્ટ પોતાના ફેમિલી મેમ્બર્સ તો ઠીક પણ એકવાર મળ્યાં હોય તેવા લોકોની બર્થ ડે પણ આસાનીથી યાદ રાખી શકે છે. તેઓ અત્યાર સુધી ૪૦૦૦  થી વધુ વ્યક્તિના બર્થ ડે યાદ રાખી શક્યા છે.

પોતાની આ ખાસિયત માટે તેમને ઘણા યુવાનો તારીખવાળા ભટ્ટકાકાના નામે જ ઓળખે છે. ગિરિશભાઇ ઘર બહાર નિકળે અને રસ્તામાં મળનાર જાણીતી વ્યક્તિની બર્થ ડે હોય તો તેને વીશ કરવાનું ચૂક્તા નથી અને સાથે જ આગામી દિવસોમાં જાણ હોય તો તેના પરિવારજનોની બર્થડે નો પણ ઉલ્લેખ કરવાનું ચૂક્તા નથી. તેમની બીજી ખાસિયત મહાનુભાવોના બર્થ ડે યાદ રાખવાની પણ છે. ફિલ્મોનો શોખ વધુ હોવાથી તેઓ બોલિવૂડના અનેક એક્ટર-એક્ટ્રેસની બર્થ ડે પણ તેમને મોઢે છે. તેથી ખૂબ નાના બાળકો મળે તો તેમની બર્થ ડે ની સાથે સંબંધિત બોલિવૂડ હસ્તીનું નામ પણ કહે છે.

બર્થ ડે જ નહીં તેઅો ઘટનાઓની તારીખો પણ આસાનીથી યાદ રાખે છે. દેશ, રાજ્ય અને વડોદરામાં બનતી ઘણી ઘટનાઓ તેમને યાદ છે. તેઓ કહે છે કે  ૧૯૯૧ થી મારી આ ક્ષમતા વિશેની સભાનતા આવી આ ખાસિયતને લીધે લોકો મને હંમેશાં યાદ કરતાં રહેતા તેથી હું વધુને વધુ યાદ રાખતો થયો હતો. જો કે આ ખાસિયતનો કોઇ આર્થિક ઉપયોગ ન થયો તેનો કોઇ અફસોસ નથી. તે કહે છે કે  ભગવાને ખાસિયત આપી છે પણ સાથે કિસ્મત પણ આપી છે. આપણું કામ કામ કરવાનું છે.. બાકી ઉપરવાળા પર છોડવું જોઇએ


બે હાથ વડે સ્ટંટ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરતો વિકલાંગ ડાન્સર

Kamlesh Patel

Kamlesh Patel

પોતાના જીવનમાં જન્મજાત અથવા આકસ્મીક રીતે શરીરના અંગો ગૂમાવી વિકલાંગ બનેલો માણસ માનસિક રીતે પડી ભાંગે છે. ત્યારે તેનું જીવન તેના માટે બોજરૂપ બની જાય છે પરંતુ વિકલાંગતા આવવા છતાં આત્મ વિશ્વાસથી અને હિંમતભેર તેનો સામનો કરવાથી જીવનમાં જરૂર સફળતા મળે છે. આવું જ કંઈ કમલેશ પટેલના જીવનમાં થતા તેણે પોતાની વિકલાંગતાને જીવનનો પ્લસપોઈન્ટ બનાવી દેશનો નં ૧ વિકલાંગ ડાન્સર બનવાનું બિરદ મેળવ્યું છે. બંને પગે વિકલાંગ આ યુવાન સમાજના વિકલાંગો માટે મોટું ઉદાહરણ છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો રહેવાસી કમલેશ પટેલ એ પોતાની પાંચ વર્ષની નાની વયે બંને પગે લકવાનો શીકાર બનતાં તેના બંને પગ હંમેશા માટે કામ કરતાં બંધ થઈ ગયા હતાં. ત્યારે પોતાના પગોથી વિકલાંગ બનેલો કમલેશ પટેલ તેના જીવનમાં પોતાનો પરિવાર, સમાજ અને દેશ માટે કંઈક  કરવાનું વિચારી તેણે પોતાના શરીર પર આવી પડેલી ખામીને સ્વીકારી લઈ વિકલાંગતાને જીવનનો પ્લસ પોઈન્ટ બનાવી એક મહાન ડાન્સર બનવા માટે તેણે પોતાના જીવનમાં તમામ મહેતનતો કરી છે. ઓલપાડ તાલુકા ખાતે એક પ્રસંગમાં સ્ટેજ શો કરવા આવેલ કમલેશ પટેલે દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં તેણે પોતાની સફળતા વિશે આપેલી કેટલીક જીવનમાં નોંધવા જેવી બાબત મુજબ નથીંગ ઈસ ઈન પોસીબલ એન્ડ એવરીથીંગ ઈસ પોસીબલને તેણે પોતાનો જીવનમંત્રી બનાવી જિંદગી પર આવતી તમામ મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કર્યો છે.

એક ડાન્સરને ડાન્સ કરવા માટે પગ બંને પગ જોઈએ  છે પણ કમલેશ પટેલ પાસે તો પગ જ નથી. તો શું થયું ભગવાને તેને મનુષ્ય જન્મ આપી મોટો ઉપકાર કર્યા બદલનું ભગવાનનો ઋણી હોવાનું માની તેણે જીવનમાં આગળને આગળ વધવા મહેનત કરી છે.  કમલેશે આત્મવિશ્વાસ થકી આજે જીવનમાં કંઈક બની ચૂક્યો છે. અત્યાર સુધીમાં તે ૨૦૦૦ થી વધુ ડાન્સના પ્રોગ્રામ કરી ચૂક્યો છે. વિકલાંગ ડાન્સર તરીકે ભારત અને વિદેશમાં પોતાનો ડાન્સ થકી તેણે મોટી નામના કમાવવા સાથે તેને રાષ્ટ્રપતિ ચંદ્રક અને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનીત કરાયો છે.


વડોદરામાં દર બેસતા વર્ષે રાજા વિક્રમાદિત્યની પૂજા કરવાની અનોખી પંરપરા

Vikramaditya King

Vikramaditya  King Temple

જેમનુ નામ ગુજરાતી વર્ષને અપાયુ છે તે રાજા વિક્રમાદિત્યની દર નવા વર્ષે પૂજા કરવાની અનોખી પરંપરા વડોદરામાં ચાલતી આવી છે. શહેરના ચાર દરવાજા વિસ્તારના કેટલાક નાગરીકો બેસતા વર્ષે માંડવી દરવાજા નીચે રાજા વિક્રમાદિત્યની પૂજા કરે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી કેલેન્ડરમાં વિક્રમ સંવત તરીકે વર્ષની ગણતરી કરવામાં આવે છે.

વિક્રમ સંવત નામ રાજા વિક્રમાદિત્યના નામ પરથી અપાયુ છે. એવુ મનાય છે કે વિક્રમ રાજા માતાજીના પરમ ભક્ત હતા. વડોદરાના માંડવી પાસેના સુપ્રસિધ્ધ અંબા માતાના મંદિરમાં માતાજીની સ્થાપના કરવામાં આવી ત્યારે વિક્રમાદિત્ય પણ વડોદરામાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમણે માંડવી દરવાજા નીચે જ દેહ ત્યાગ કર્યો હતો. માંડવી દરવાજા નીચે વિક્રમ રાજાનુ એક નાનકડુ મંદિર આવેલુ છે.તેમાં કેટલાક નાગરીકોએ બેસતા વર્ષના દિવસે વિક્રમ રાજાની પૂજા કરવાની પરંપરા જાળવી રાખી છે.