ATUL N. CHOTAI

a writer – since 2014


કોઈમ્બતુરના ગરીબ કુટુંબના અરુણાચલમ મુરૂગાનંથમનું લાખો સ્ત્રીઓની જિંદગીમાં અનોખું યોગદાન

Arunachalam Muruganantham

Arunachalam Muruganantham

– આશુ પટેલ

અક્ષયકુમારની ફિલ્મ પેડમેન જે વ્યક્તિ પરથી બની છે તે અરુણાચલમ મુરૂગાનંથમ વિષે જાણવા જેવું છે. કોઈમ્બતુરનો મુરૂગાનંથમ ૧૯૭૯માં એક કોન્વેન્ટ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એના કારણે મુરૂગાનંથમના પરિવારની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. ત્રણ મહિનામાં તેની માતા પાસે પૈસા ખૂટી પડ્યા. મુરૂગાનંથમ અને તેની બે બહેનોએ મ્યુનિસિપલ સ્કૂલમાં ભણવા જવું પડ્યું. મુરૂગાનંથમ ગરીબી વચ્ચે મોટો થયો. તે યુવાન થયો એ પછી તેના લગ્ન થયા. એક દિવસ તેણે તેની પત્નીને કઈક છુપાવીને બાથરૂમમાં જતાં જોઈ. તેણે પત્નીને પૂછ્યું કે તું શું છુપાવીને જઈ રહી છે..?? ત્યારે પત્નીએ કઈ જવાબ ન આપ્યો પણ તેણે બહુ પૂછ્યું ત્યારે તેણે ખબર પડી કે તેની પત્ની પિરિયડમાં થઈ હતી અને સેનિટરી પેડને બદલે એક ગંદું કપડું વાપરવા માટે છુપાવીને લઈ જઈ રહી હતી.

મુરૂગાનંથમને આઘાત લાગ્યો. તે તેનું સ્કૂટર સાફ કરવા માટે પણ ન વાપરે એવા કપડાનો તેની પત્ની સેનિટરી પેડ તરીકે ઉપયોગ કરી રહી હતી.. પછી તેણે ખબર પડી કે ઘણી સ્ત્રીઓ એ રીતે સેનિટરી પેડને બદલે ગંદા કપડાનો ઉપયોગ માસિક સ્ત્રાવના દિવસો દરમિયાન કરતી હતી. મુરૂગાનંથમને સમજાયું કે મહિલાઓ બે કારણથી સેનિટરી પેડને બદલે કપડાનો ઉપયોગ કરતી હતી. એક તો સેનિટરી પેડનો ઉપયોગ તેમને આર્થિક રીતે પરવડતો નહોતો અને બીજું તેમને કપડું વાપરવાની આદત થઈ ગઈ હતી.

મુરૂગાનંથમે સસ્તી કિંમતના સેનિટરી પેડ બનાવવાનું નક્કી કર્યું. તેણે સેનિટરી પેડ બનાવવા માટે પ્રયોગ કરવા માંડ્યા. તેણે દેશી સેનિટરી પેડ બનાવીને તેની પત્નીને આપ્યું પણ તે નકામું સાબિત થયું. એ પછી તેણે ઘણા પ્રયોગો કર્યા. તેણે નવા નવા સેનિટરી પેડ બનાવીને મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને આપીને તેમના ફીડબેક માગ્યા. છેવટે બે વર્ષની મહેનત બાદ તેને સસ્તા સેનિટરી પેડ બનાવવામાં સફળતા મળી. તેણે બહુ સસ્તા મશીન બનાવ્યા જેનાથી તે સેનિટરી પેડ બનાવી શકે. મુરૂગાનંથમે તેના દેશી મશીનો થકી સેનિટરી પેડ ક્ષેત્રે ક્રાંતિ આણી દીધી છે. તેના મશીનો દેશના ૨૦૦ જિલ્લા સુધી પહોંચી ગયા છે અને હવે તો વિદેશોમાં પણ તેની નિકાસ થવા લાગી છે. મુરૂગાનંથમના મશીનથી બનેલા સેનિટરી પેડ માત્ર એક થી બે રૂપિયામાં વેચાય છે. જે સામાન્ય લોકોને પણ પરવડે છે.

મુરૂગાનંથમની સિદ્ધિની નોંધ વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝિને પણ લીધી અને ૨૦૧૪માં દુનિયાના ૧૦૦ સૌથી વધુ ઈન્ફ્લુએન્શિયલ પીપલની યાદીમાં તેનો સમાવેશ કર્યો હતો. એ પછી ૨૦૧૬ માં ભારત સરકારે તેને પદ્મશ્રી એવૉર્ડથી નવાજયો. ગરીબ કુટુંબમાંથી આવતા અરુણાચલમ મુરૂગાનંથમે કેટલાય લાખો સ્ત્રીઓની જિંદગીમાં યોગદાન આપ્યું અને સાથે સાથે પોતાનું આર્થિક સામ્રાજ્ય પણ ઊભું કર્યું. પેડમેન તરીકે પ્રખ્યાત બનેલા આ માણસ વિષે જાણીને ટ્વિંક્લ ખન્નાએ પતિ અક્ષયકુમારને તેના જીવન પરથી ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. જુદા વિચારો થકી માણસ અકલ્પ્ય કામ કરી શકે છે એનો પુરાવો અરુણાચલમ મુરૂગાનંથમ છે… (સૌજન્ય : મુંબઈ સમાચાર)

sanitary pad napkins man manufacturers muruganantham coimbatore arunachalam influential people padmashree award arunachalam muruganantham is a social entrepreneur from Coimbatore in tamilnadu india. he is the inventor of a low cost sanitary pad making machine and is credited for innovating grassroots mechanisms for generating awareness about traditional unhygienic practices around menstruation in rural india. his mini machines, which can manufacture sanitary pads for less than a third of the cost of commercial pads, have been installed in 23 of the 29 states of India. he is currently planning to expand the production of these machines to 106 nations. aasu patel mumbai samachar sukhno password column time magazine


ઝાલોદના વૃદ્ધા ૧૫ વર્ષથી નિ:શુલ્ક જળસેવા કરે છે

Nisulk Jal Seva

Nisulk Jal Seva

ઝાલોદના નાનસલાઇ ગામની વૃધ્ધ મહિલા છેલ્લા ૧૫ વર્ષથી નિ:શુલ્ક જળસેવા કરી રહી છે. એકલવાયુ જીવન જીવતી આ મહિલા લોકોને પાણી પીવડાવવા માટે પોતાના દરરોજ પાંચ કલાક ખર્ચે છે. વૃદ્ધા પોતાની આ સેવાને કારણે આસપાસના વિસ્તારોમાં જાણીતી બની છે. ઝાલોદ તાલુકાના નાનકડા નાનસલાઇ ગામમાં વૃધ્ધ મહિલા કમળાબેન પટેલ રહે છે તેઓના પતિ દશ વર્ષ પહેલા ગુજરી ગયા હતા કમળાબેન નાનસલાઇ પ્રાથમિક શાળાની આગળ આવેલી એક નાનકડી ઝુપડીમાં એકવાયુ જીવન ગુજારે છે સેવાભાવી હોવાથી છેલ્લા ૧૫ વર્ષથી ઉનાળાની ગરમીમાં અને નવરાશ ના સમયમાં ઘરનું કામકાજ પતાવી પાણીનો ઘડો અને લોટો લઇ જઇને નાનસલાઇ ગામના આવેલા પીકઅપ સ્ટેશન પાછળ બેસી રહે છે અને ત્યાંથી પસાર થતાં લોકોને પાણીની પરબની જેમ પાણીની સુવિધા આપી સેવા કાર્ય કરી રહ્યા છે. તેઓ દરરોજ દિવસ દરમિયાન પાંચ કલાકનો સમય કાઢી આવતા – જતાં લોકોને પાણી પીવડાવી સંતોષ માણે છે. કમળાબહેન વીશે જાણતા લોકોને તરસ લાગતાં તેઓ ખાસ કરીને કમળાબહેન પાસે જઇને પોતાની તૃષા શાંત કરે છે. આજે તો ઘણા લોકોએ પાણી ને વેચવાનો ધંધો બનાવી લીધો છે તેવા સંજોગોમાં આવી સેવા કરનાર કમળાબેન પાસેથી આપણે પણ કંઈક શીખવું અને સમજવું પણ જોઈએ એવું નથી લાગતું..??


ગામડાંની મહિલાઓ અહીં તાલીમ લઈને રેડિયો જોકી બને છે

FM Radio Station in Manipur

FM Radio Station in Manipur

અમદાવાદ ના સાણંદ પાસે આવેલા મણીપુર ગામના આ રેડિયો સ્ટેશનને મહિલાઓ રૂડો રેડિયો તરીકે ઓળખે છે. સેવા એકેડમી નામની સંસ્થા દ્વારા આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવે છે. આ એકેડમીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ટ્રેનિંગ આપી લીડરશીપના ગુણ વિકસિત કરવાનો છે. તેના માટે મણિપુરમાં ટ્રેનીંગ સેન્ટર છે. અહીં રાજ્યભરની પસંદ થયેલી મહિલાઓને તાલીમ આપી ગામડાઓમાં અન્ય મહિલાઓને તે સેવા આપવા માટે પ્રેરિત કરવામાં આવે છે. તેની અંદર એક ખાસ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જે  છે કમ્યુનીકેશન  એક તો મહિલાઓ સારી રીતે લોકો સુધી તેમની વાત પહોંચાડે અને તેનાથી લોકોને ફાયદો થાય એમ બેવડા ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે આ રેડિયો સ્ટેશનનું નિર્માણ થયું છે. સેવા એકેડમીની સ્થાપના ઇલા ભટ્ટ દ્વારા કરવામાં આવી છે જેઓ હાલમાં ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર પદે છે  ઉપરાંત  તેમને અગાઉ પદ્મભુષણ એવોર્ડથી પણ સન્માનિત પણ કરવામાં આવ્યા છે.  ૨૦૦૯ ની સાલમાં સરકાર તરફથી લાયસન્સ 30 લાખ રૂપિયાના ખર્ચે સ્ટુડીયોનું નિર્માણ કરવામાં આવ્યું

આ રેડિયો દ્વારા ૧૦  કિલોમીટરની ત્રિજ્યામાં 90.4 એફએમ બેન્ડ પર ૪૦ ગામડાઓમાં પ્રસારણ જાય છે. મહિલાઓ દ્વારા જ સંપૂર્ણપણે સંચાલિત આ સ્ટુડીયો બાળકો, વડીલો, મહિલાઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ મનોરંજનના અલગ અલગ કાર્યક્રમો રજૂ કરે છે. સ્વાસ્થ્ય માટે તબીબોની ટીમ દ્વારા પ્રશ્ન જવાબના સેશનના માધ્યમથી લોકોની શંકાઓનું સમાધાન કરવામાં આવે છે. બાળકો માટે ખાસ કાર્યક્રમો અહીં પ્રોગ્રામ કરવામાં આવે છે. પ્રેરણારૂપ કિસ્સાઓનો ઉલ્લેખ તેમજ જાણીતા લોકોના ઇન્ટરવ્યૂ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મહિલાઓ માટે રસોઇ થી માંડીને અન્ય જરુરી માહિતીની ટિપ્સ પણ રજૂ કરવામાં આવે છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમા અન્ય ગામડાઓમાં વ્યસન મુક્તિ અને સ્વાસ્થ્યના અન્ય સકારાત્મક ઉદેશ્યમાં અહીંથી રજૂ થતી માહિતી લોકોને ફળી છે. પરિણામે ઘણા લોકોએ વ્યસન ત્યજ્યુ પણ છે તેમજ સ્વાસ્થ્યને લઇને જાગૃતિ આવી છે. આ માટે  મહિલાઓની ટીમ પ્રોગ્રામિંગ માટે રિસર્ચ કરે છે. લોકોના પ્રતિભાવ જાણે છે અને કાર્યક્રમથી તેમને શું ફાયદો થયો તેના વિશે માહિતી મેળવે છે. તે સિવાય તેમની માંગણીઓ પ્રમાણે કાર્યક્રમ ડિઝાઇન કરે છે. દરરોજ સવારે ૯  વાગ્યાથી ૧ વાગ્યા સુધી ચાર કલાક માટે કાર્યક્રમ રજૂ થાય છે. જેને બપોરના ચાર વાગ્યા પછી ફરી પ્રસારિત કરવામાં આવે છે. અહીં પસંદ કરાયેલી મહિલાઓને રેડિયો સિવાય કોમ્પ્યુટર, આઇટી અને અન્ય વોકેશનલ કોર્સની તાલીમ પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્રણ મહિનાની અંદર મહિલાઓને દરેક ટ્રેનિંગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ  ૧૦ – ૧૨   ધોરણ સુધીનો અભ્યાસ ધરાવે છે જે હવે ન માત્ર કોમ્પ્યુટરને સારી રીતે ઓપરેટ કરે છે પણ સ્ટુડીયોમાં સ્ક્રિપ્ટિંગ, એડીટિંગ અને વોઇસ ઓવર પણ આસાનીથી કરી શકે છે. ગામઠી ભાષાથી થતી રજૂઆતના લીધે લોકો સુધી સચોટ રીતે સંદેશો પહોંચે છે, તેમ સંચાલકોનું કહેવુ છે.