ATUL N. CHOTAI

a writer – since 2014


The most memorable meeting with Indian voice over artist Harishbhai Bhimani

Harish Bhimani

Harish Bhimani

Harishbhai Bhimani is a Gujarati person, native of kutch. We all know him as a voice of Time, of very famous serial Mahabharat. His voice as a Time is much loved by the people of India and abroad.

A memorable meeting with Harishbhai was transmitted on TV in Rajyasabha before some time. The video of this detailed meeting is available in three parts on you tube. The link is as below.

Part – 1

https://www.youtube.com/watch?v=Th_qBlweG2U


Part – 2

https://www.youtube.com/watch?v=cJwdaaxQNj0


Part – 3

https://www.youtube.com/watch?v=BHYLx-MQLbI

Advertisements


અમરેલીના સલડી ગામના યુવકે ૫૨૦ જેટલા પક્ષીઓનાં અવાજ રેકોર્ડ કર્યા છે

Viral Joshi - Amreli

Viral Joshi – Amreli

અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. પોતાના પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ – ૨૦૧૫ થી સન્માન કરાયુ છે. નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા તેમ છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક સાવ સસ્તું ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું છે  વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ ૨૦૧૫’ મા ભારતમા સૌથી નાની ઉંમરના ૨૨ વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને યંગ નેચરાલીસ્ટ એવોર્ડ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે. ભારતમા અત્યાર સુધીમાં આશરે ૧૨૦૦ જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી ૫૨૦ જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.


જિસ કે અપને ઘર શીશે કે હોતે હૈ વો દુસરો કે ઘર પર પથ્થર નહિ ફેકા કરતે..

Ashvin Joshi (Junior Rajkumar) Rajkot

Ashvin Joshi (Junior Rajkumar) Rajkot

એ કુમારભાઈ, જરાક એક બે ડાયલોગ તો સંભળાવો.. રાજકોટના અશ્વિનભાઈ અનંતરાય જોશી જયારે રસ્તા પર નીકળે ત્યારે પરિચીતો કે અપરિચિતો તેમને હિન્દી ફિલ્મોના ડાયલોગના બેતાજ બાદશાહ તરીકે જાણીતા અભિનેતા સ્વ.રાજકુમારના યાદગાર ફિલ્મી સંવાદનો સંભળાવવાની ફરમાઇશ જરૂર કરે.

૫૨ વર્ષીય અશ્વિનભાઈના ચહેરો હુબહુ રાજકુમારને મળતો આવે છે ૪૦ – ૪૫ વર્ષ પહેલા જયારે રાજકુમારની દિલ એક મંદિર ફિલ્મ રીલીઝ થઇ ત્યારે કોઈએ અશ્વિનભાઈને કહ્યું કે  યાર તું તો અસલ રાજકુમાર જેવો જ  દેખાય છે.. બસ, તે દીવસની ઘડીને અને કાલનો દીવસ. અશ્વિનભાઈએ ત્યારથી ક્યારેય પાછું વળીને  જોયું નથી. રાજકુમારની મુછની કટથી માંડી હેરસ્ટાઈલ અને ક્યારેક ગળે મફલર અને  એથીયે વિશેષ ચાહકો તેના પર આજેય કાર્બન છે એ રાજકુમારની સંવાદ, ડાયલોગ્સ બોલવાની છટા અશ્વિનભાઈએ સારી રીતે હસ્તગત કરી છે. રાજકુમારને તેમણે જે રીતે આત્મસાત  કર્યા  છે એ જોતાં તેઓ અશ્વિન મટી ગયા છે.

સરખા મળતા આવતા ચહેરાને હિન્દીમાં હમશકલ જેને અંગ્રેજીમાં લુએલાઈક કહે છે સેલિબ્રિટીના હમશકલને પણ થોડી ઘણી પ્રસિધ્ધી મળે છે. હિન્દી ફિલ્મોના ઘણા અભિનેતાઓના કેટલાક હમશકલોને પણ ફિલ્મમાં નાનો સરખો બ્રેક મળ્યો હોય છે પરંતુ હમશકલ પણ લોકપ્રિય બન્યો હોય અથવા તેની લોકપ્રિયતા લાંબી ચાલી હોય તેવું બહુ ઓછું બન્યું છે. સ્વ. રાજકુમાર વિષે અશ્વિનભાઈએ જણાવેલ કે રાજકુમારનું મૂળ નામ પદ્મભૂષણ હતું અને તેઓ ખુબ જ સ્વમાની અને ખુમારીવાળા કલાકાર હતા સ્વ. રાજકુમારના અવસાનને અત્યારે લગભગ દસેક વર્ષ જેટલો સમયગાળો થયો છે.

અશ્વિનભાઈએ પોતાના વીઝીટીંગ કાર્ડમાં પોતાની જુનિયર રાજકુમાર તરીકે જ ઓળખાણ આપે છે, પરંતુ તેના ચાહકો માટે તો તે કુમારભાઈ વધુ છે તેમની સાથે થોડા કલાકો ગાળીએ તો તેમના ચાહકોની સંખ્યા મોટી હોવાનો અંદાજ આવી જાય છે. પાકીઝા ફિલ્મ જ્યારે રાજ્કોટમાં રીલીઝ થયું તે વખતે કુમારાવસ્થાના અશ્વિનભાઈ રાજકોટના એક વખતના લોકપ્રિય અખબાર નુતન સૌરાષ્ટ્રમાં કમ્પોઝીટર હતા તે વખતે રાજકુમારે તેમને પૂછ્યું પણ ખરું ક્યા કરતે હો..?? એ વખતે રાજકુમારનો પણ ખરો દબદબો હતો. રાજકોટના રાજકુમારના હમશકલ રહેતા હોવાની વાત બધે ફેલાતી રહી રાજકોટ દૂરદર્શને પણ તેમને એક ચાન્સ પણ આપ્યો ને અશ્વિનભાઈ એ રાજકુમારનું ખોળિયું ધારણ કરી લીધુ

રાજકુમારના અવાજમાં બોલવાનું તમે કઈ રીતે શીખ્યા..?? એવા પ્રશ્નના જવાબમાં અશ્વિનભાઈ કહે છે કે રસ્તે નીકળું ત્યારે કોઈ ડાયલોગ બોલવાનું કહે ત્યારે તેને ખુશ રાખવા ડાયલોગ બોલવા એ મારું સ્ટેજ પ્રોગ્રામોનું રીહર્સલ છે. અશ્વિનભાઈ પહેલા કર્મકાંડ કરતા અને હજુ પણ કરે છે પરંતુ હવે તેઓ ધાર્મિક, સામાજીક પ્રસંગોમાં વધુ વ્યસ્ત રહે છે. જુનાગઢ માં શિવરાત્રીના મેળા વખતે અલખનો ઓટલો નામનું નિ:સ્વાર્થ ભાવે અને કોઈપણ દાનની અપેક્ષા વગર અન્નક્ષેત્ર પણ તેઓ પોતાના મિત્રો સાથે ચલાવીને સેવા પણ આપે છે. ઘણીવાર  અશ્વિનભાઈ ને લોકો રસ્તામાં તો ઠીક, ક્યારેક સ્મશાનમાં પણ લોકો ફરમાઈશ કરે તો  હું કહું કે ભાઈ આવા સમયે..?? ત્યારે ડાઘુનો ડાયલોગ સાંભળવાનો આગ્રહ રાખતા કહે, મરનાર તો મરી ગયા, તમતમારે થવા દો.. હમશકલ રાજકુમાર પોલીયો નાબુદી કે એઇડ્સ વિરોધી ઝુંબેશ જેવા ઘણા સરકારી અભિયાનોમાં પણ અન્ય અભિનેતાઓના હમશકલો સાથે ભાગ લે છે.  આનો યશ તેઓ અમદાવાદ પબ્લીસીસ્ટ શ્રી ચંદનભાઈ રાવલને આપે છે. ચંદનભાઈ પણ અશ્વિનભાઈ ને સજ્જન અને નિસ્વાર્થ ગણાવતા કહે છે કે તેમને જનજાગૃતિનો સંદેશો પહોચાડવા કેટલાક પૈસા મળશે એવો સવાલ ક્યારેય પણ પૂછ્યો નથી સાથે સાથે તેઓ વોડાફોન ગુજરાતના પ્રેમલભાઈ, મોન્ટીભાઈ તથા જુનાગઢ  ભવનાથના મનુભાઈ (ગોળાધરવાળા) અને  મોન્ટુ મહારાજ વગેરેનો પણ સાથ સહકાર માટે દીલથી આભાર માને છે.

કુમારભાઈને ઝી ગુજરાતી ચેનલમાં પણ તક મળી છે એ તો ઠીક તેમના ત્રણ વિડીયો આલ્બમ પણ બહાર પડી ચુક્યા છે. આંગણે વાગ્યા રુડા ઢોલ ગુજરાતી ફિલ્મમાં તેમને મહેમાન કલાકારની ભૂમીકા ભજવવાની તક મળી હતી તથા હાલો માતાના મઢે, કોના બાપની દિવાળી જેવા આલ્બમોમાં પણ તેમણે કામ કર્યું છે અને હવે મારી હીરા નથી ઘસવા ફિલ્મમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા મળી હતી.  મંદીકાળમાંથી પસાર થતા હીરાના વેપારીની વ્યથા કથા વર્ણવતી આ ફિલ્મમાં રાજકુમારના હમશકલ શેઠનાં કારીગરોની ભૂમિકામાં પણ અમિતાભ બચ્ચન અને અમજદ ખાનના હમશક્લોએ ભજવી છે.

છેલ્લા લગભગ ત્રીસેક વરસથી જુનિયર રાજકુમાર તરીકે કામ કરતા કુમારભાઈનાં શ્રીમતી અને તેમની બે દીકરીઓ અને જમાઈઓ પણ તેમને રાજકુમાર તરીકે જોવે છે તેઓ એનાથી ખુબ ખુશ છે એમ અશ્વિનભાઈ જ્યારે અમને કહે છે ત્યારે લાગે છે કે ખરેખર રાજકુમારનો અવતાર તેમને સદી ગયો છે.  જુ. રાજકુમાર અશ્વિનભાઈ જોશીએ રાજકોટના પત્રકાર અને લેખક અતુલભાઈ ચોટાઈ તથા તેમની મીડિયા ટીમ ને સતત આગળ વધતા રહેવા માટે આશીર્વાદ આપ્યા હતા…

આવા સરળ અને મિલનસાર સ્વભાવના વ્યક્તિ અશ્વિનભાઈ જોશી હવે આપણી વચ્ચે રહયા નથી તેઓનું તારીખ ૦૭ – ૧૧ – ૨૦૧૬ ના રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. પણ લોકોના હૃદયમાં તેમનું સ્થાન હંમેશા માટે યાદગાર બની રહેશે..


સોમનાથ મંદિરે છ દાયકાથી એક જ પરિવાર દ્વારા થતો વાદ્યસુરનો અભિષેક

Makwana Family - Somnath

Makwana Family – Somnath

સોમનાથ દર્શન કરવા જાવ અને આરતિના એક કલાક પહેલાં મંદિરમાં મુખ્ય દ્વારેથી પ્રવેશશો તો શરણાઈના અને નોબતના આહલાદક સૂર તમારું ધ્યાન ખેંચ્યા વગર નહીં રહે. સોમનાથમાં ત્રણ ટાઈમ શરણાઈ-નોબતનો સૂર-અભિષેક થાય છે. સોમનાથમાં થતી ત્રણેય આરતિના એક કલાક પહેલાં પંદરેક મિનિટ શરણાઈ અને નોબત વાગે છે. ઉપરાંત, આરતિમાં પણ અન્ય વાજીંત્રો સાથે શરણાઈ-નોબત વાગે છે. દર્શન કરવા આવેલા કેટલાક યાત્રિકો શરણાઈ અને નોબતના સૂર સાંભળીને ત્યાં થોડીવાર ઊભા રહી જાય છે, પછી ભલે દર્શનમાં તોડી વાર લાગે.

૧૯૫૧માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને પૂજા શરૃ થઈ ત્યારથી શરણાઈ અને નોબત વાગે છે. છેલ્લી ત્રણ ત્રણ પેઢીથી સાજીંદાઓ ત્યાં શરણાઈ નોબત વગાડે છે. સોમનાથમાં હાલ મુકેશ નથુભાઈ મકવાણા શરણાઈ વગાડે છે. તેમના પિતા નથુભાઈ મકવાણા હાલમાં જ નિવૃત્ત થયા છે અને પિતાજીનું સ્થાન હવે મુકેશે સંભાળ્યું છે. નથુભાઈ મકવાણાએ ૧૯૯૦થી ૨૦૧૪ સુધી એટલે કે ૨૪ વર્ષ શરણાઈ વગાડી. નથુભાઈ જણાવે છે કે સોમનાથનું બાંધકામ થતું હતું ત્યારે મારા પિતાજી કાનજીભાઈ કરશનભાઈ મકવાણાએ પાયાના મુહુર્ત વખતે શરણાઈ વગાડી હતી. ૧૯૫૧માં સોમનાથની પૂજા શરૃ થઈ ત્યારથી બાપુજી મંદિરમાં શરણાઈવાદક તરીકે રોજ સેવા આપતા હતા. તેમણે ૧૯૫૧થી ૧૯૯૦ સુધી એટલે કે સળંગ ચાલીસ વર્ષ સુધી મંદિરમાં રોજ શરણાઈ વગાડી હતી. પિતાજીની નિવૃતિ બાદ હું શરણાઈવાદક તરીકે ૧૯૯૦થી મંદિરમાં જોડાયો હતો. હવે મારો પુત્ર મુકેશ સેવા શરણાઈ વગાડે છે. એવી જ રીતે નોબત વગાડવામાં પણ ચુડાસમા પરિવાર મંદિર સાથે ૧૯૫૧થી સંકળાયેલો છે.

રણછોડભાઈ ચુડાસમા ૧૯૫૧થી મંદિરમાં નોબત વગાડતા હતા. તેમની નિવૃત્તિ બાદ તેમના ભત્રીજા બુધાભાઈ ચુડાસમા નોબત વગાડે છે. બુધાભાઈ જણાવે છે કે છેલ્લા ૧૪ વર્ષથી હું નોબત વગાડું છું. ૧૯૫૧થી રણછોડકાકા વગાડતા હતા. હવે એ પરંપરા હું આગળ વધારૃ છું. આમ, મંદિરનો જિર્ણોધ્ધાર થયો ત્યારથી સોમનાથ મંદિરમાં શરણાઈ-નોબત વગાડવાની પરંપરા છેલ્લા ૬૩ વર્ષથી છે અને પેઢી દર પેઢી છે. સોમનાથમાં સવાર, બપોર અને સાંજના રાગને અનુરૃપ શરણાઈ-નોબત વાગે છે. સવારે ભગવાન શિવના પ્રભાતિયા વાગે છે. બપોરે શિવજીના ચોઘડીયા વગાડાય છે. જેમાં રાગ ભિમપલાસ અને બહાર વગાડવામાં આવે છે. સાંજે માંગલિક આરતિની રાગાવલી છેડવામાં આવે છે. સોમનાથમાં જામનગરના જામસાહેબના આગ્રહથી શરણાઈ નોબતની સંગીતસેવા શરૃ થઈ હતી. જામસાહેબ અને કુંવરબાનો આગ્રહ હતો કે સોમનાથમાં શરમાઈ અને નોબત વાગે તેથી એ વખતે તેમણે સંગીત મર્મજ્ઞા આત્મારામજીને સોમનાથમાં મુક્યા હતા. નથુભાઈ તેમની પાસે રાગદારી શીખ્યા હતા.