ATUL N. CHOTAI

a Writer


પાણીના ઘૂટ માત્રથી તુર્પ્તી અર્પતા દેશી માટલાઓનો વૈભવ વિસરાતો જાય છે

natural water jug

natural water jug

સૌરાષ્ટ્ર – કચ્છમાં કાળઝાળ ગરમીના દિવસોમાં પાણીની તરસ સતત લાગ્યા જ કરતી હોય છે ત્યારે તરસ્યાની તૃષા છીપાવતા પરંપરાગત રીતે કુદરતી ટાઢક આપતા દેશી માટલાઓ આજના આધુનિક યુગમાં માત્ર ઘરની શોભા બની રહ્યાનું જણાય છે પાણીના પ્યાલાને બદલે પ્લાસ્ટિકના શીશા, બોટલ કે પાઉચમાં મળતા પાણીથી તરસ જરૂર છીપાવાઈ રહી છે જો કે દેશી માટલાઓ વાસ્તવમાં ઘર ઘરની શોભા બની રહે છે બદલાતી જીવનશૈલી વચ્ચે ઉનાળાના દિવસોમાં કાળઝાળ ગરમીમાં પાણીના માત્ર એક ઘૂટથી તૃપ્તિ આપતા દેશી માટલાઓનું ચલણ હજુ પણ અકબંધ રહ્યું છે પરંતુ એ માત્ર ઘર પૂરતું જ સીમિત રહયું છે. ઘરની શોભામાં પાણીયારામાં પડેલા માટલું અનેરો વધારો કરતુ હોય છે પરંતુ ઘર સિવાયના દુકાન ઓફિસ કે કારખાનાઓમાં માટલાનું અસ્તિત્વ રહયું નથી માટલાના સ્થાને વોટરકુલર પાણીના મિનરલ વોટર જાર અને શીશા લેવા લાગ્યા છે આજના આધુનિક યુગમાં ફ્રીજ, આર.ઓ. અને કુલરના જમાનામાં પારંપરિક માટલાઓનું અસ્તિત્વ વિલુપ્ત થઈ ગયું છે. ખાસ કરીને શહેરોમાંથી માટલા ગાયબ થઈ ચૂકયાં છે. જમીનની કાળી માટી સહિત ચીકણી માટીને ખુંદીને કુંભાર દ્વારા પરસેવો પાડી ચાકડા ઉપર બનાવવામાં આવેલ દેશી માટલાઓના પાણીના ઘુંટથી જે તૃપ્તિ મળે એ તૃપ્તિ આજના ફ્રીજ, આર. ઓ. સિસ્ટમથી મળી શકે નહી તેમ જાણકારો માને છે આજના બદલાતા સમયમાં દેશી માટલાઓનું સ્થાન પાણીના શીશા અને પાઊઁચે ખૂંચવી લીધાનું જણાય છે. ઉનાળાના દિવસોમાં પાણીના માટલામાં વરિયાળીની પોટલી રાખીને શીતળતા સાથે ગળામાં પડતા શોષનું શમન કરતુ હતું પરંતુ હવે ફ્રિજ કોલ્ડ વેરાઈટીની બોલબાલા વધી છે ઠંડા પીણાંની બોટલથી તરસ છીપાવવા જોવા મળે છે ઘરની શોભામાં પાણીયારામાં પડેલા માટલું અનેરો વધારો કરતુ હોય છે.

સંત અને સુરાની ભૂમી કહેવાતા ગુજરાતના કાઠીયાવાડમાં અને ખાસ કરીને રાજકોટમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યકરો દ્વારા અનેક પ્રકારની સમાજોપયોગી સેવા આજે પણ થઇ રહી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ દર ઉનાળે પોતાની આસપાસના મુખ્ય રોડ અથવા મોટા ચોકમાં પાણીના પરબ ચલાવતી હતી આ પરબ પર અનેક લોકો નાંદનું ઠંડુ પાણી પીને કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી મુક આશીર્વાદ આપતા હતા. અગાઉ આવા પાણીના પરબો શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં વેપારીઓ દ્વારા દુકાનના પાટીયા પર પાણીની નાંદ મુકતા હતા. બજાર વિસ્તારમાં આવા પાણીના પરબેથી અનેક લોકો પાણી પીતા હતા સમય જતા હવે કયાંય આવા પરબો જોવા મળતા નથી. હવે આવી કાળઝાળ ગરમીમાં બહારગામ જતા અથવા બહારગામથી આવતા લોકોને ફરજીયાત પાણીના પાઉચ અથવા પાણીની બોટલો લેવાની ફરજ પડે છે. પાઉચ વેચતા વેપારીઓ ખાસ કરીને બસ સ્ટેન્ડ પર ડબલ કિંમતનું એક પાઉચ આપીને લોકોને લુટી રહ્યા છે જયારે પાણીની બોટલ પણ હવે મોંઘી મળે છે. અગાઉના જમાનામાં વડવાઓએ ભવિષ્યવાણી ભાખી હતી કે પરીયે પાણી વહેચાશે એ લોકવાયકા મુજબ હવે પાણી વેચાતું મળવા લાગતા હવે ધીરે ધીરે રાજકોટ સહિતના ગામોગામ આવી પાણીની પરબની સેવા વિસરાઇ જવા પામી છે. મતલબ કે હવે પાણીના પરબો કયાંય જોવા મળતા નથી. અગાઉના વર્ષોમાં જોવા મળતા પાણીના પરબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે જો કે કયાંક આ જલસેવા હજુ જોવા મળે છે…

Advertisements


વેકેશનમાં ખરા બપોરે રમવાના બદલે જૂનાગઢના બાળકોએ પાણીની પરબ શરૂ કરી

junagadh child

junagadh child

ધોમધખતો તાપ પડી રહયો છે સૂર્ય નારાયણ કોપાયમાન છે ત્યારે લોકોને તડકામાં પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. લોકોની તરસ છીપાવવા માટે જૂનાગઢના ત્રણ બાળકોએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. સામાન્ય રીતે વેકેશન પડે ત્યારે બાળકો રમવામાં કે ફરવામાં પોતાનો સમય કાઢતા હોય છે ત્યારે જૂનાગઢના આ ત્રણ બાળકોનું આ કામ ખરેખર અભિનંદનને પાત્ર છે. મળતી માહિતી પ્રમાણે જુનાગઢના બસ સ્ટેન્ડ પાછળ આવેલી સોસાયટીમાં બળબળતા તાપમાં નીકળતા લોકો માટે દીપ દયાની, વંશ લવાની અને હર્ષ નામના ત્રણ બાળકોએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ બાળકોએ બપોરે ૩ થી ૫ સુધી પાણીની પરબ શરૂ કરી છે. આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને અંકલ પાણી પીતા જાવ, આંટી પાણી પીતા જાવ, કહીને બોલાવી બોલાવી આ બાળકો લોકોને પાણી પીવડાવે છે. ત્રણ નાના બાળકોએ શરુ કરેલા પાણીની પરબ ઉપર લોકો પાણી પી ગરમીમાંથી રાહત મેળવે છે. આ જ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ આ બાળકોની સેવા જોઈ લોકો ચોંકી ઉઠ્યા છે. બાળકોની પરીક્ષા પૂર્ણ થઇ અને વેકેશનનો સદુપયોગ કરવાનો વિચાર આવતા તેમને પાણીના પરબની શરૂઆત કરી હતી. પોતાના ઘરેથી જ પાણી ભરીને લાવી અને આ બાળકો લોકોને પાણી પીવડાવે છે. આ કામમાં તેમના પરિવારજનો પણ તેમને મદદ કરે છે..


જામનગરના આ સદ્દગૃસ્થ છેલ્લા ચાર દાયકાથી અબોલ પશુ પંખી માટે આ રીતે પાણી પૂરું પાડે છે

Rasikbhai Ramavat

Rasikbhai Ramavat

જામનગરમાં છેલ્લા ચાર દાયકાથી નગરના એક સદગૃહસ્થ પીવાના પાણીની કુડી અને કુંડાઓ દરરોજ ભરીને મુક સેવકની જેમ અબોલ પશુ-પંખીઓના કોઠાને ટાઢક પહોચાડવાની મુકસેવા કરીને અનેરો રાહ ચીંધે છે તેઓ પ્લાસ્ટીકના કેરબા પાણીથી ભરી દરરોજ રેકડીમાં લઇ જઇ કુંડી-કુંડા ભરી અબોલ જીવની મૂક સેવા કરી રહ્યા છે.

છેલ્લાં ચાર દાયકાથી આ મૂકસેવા કરતા રસિકલાલ રામાવતની સેવા અને પ્રવૃત્તિની શહેરના અનેક જીવદયાપ્રેમીઓ સરાહના કરી રહ્યા છે. જીવન માટે હવા પછીની બીજી અતિ આવશ્યક જરૂરીયાત પાણીની છે, શ્વાસ માટે હવાનો વ્યાપક છે પરંતુ પાણી તો મેળવવુ પડે તેમાંય માણસો તો પાણી માંગીને, ભરીને કે સંગ્રહ કરી રાખીને મેળવી છે છે પરંતુ અબોલ પશુ, પંખીઓને પાણીની જરૂરીયાત હોય અને તેમાંય ધોમ ધખતા તાપમાં પાણી માટે ટળવળતા હોય તો દરેક સ્થળે તેમના માટે સુવિધા કેવી રીતે ઉપલબ્ધ બને..??  હા, કયારેક કયારેક ઢોર માટે કુંડી, અવેડા, પક્ષીઓ માટે પાણીના કુંડા સહિત જાહેર સ્થળોએ વ્યવસ્થા હોય છે. પરંતુ તેમાં નિયમીત પાણી ભરાય છે કેમ..?? તે પ્રશ્ન છે

ત્યારે આ સદગૃહસ્થ જેઓ છેલ્લા પાંચ દાયકાથી દ્વારકાથી આવી જામનગર સ્થાયી થયા છે અને છેલ્લા ચાર દાયકાથી શહેરના તમામ અવેડા, કુંડીને પાણીથી ભરવાની દરરોજ અવિરત સેવા કરનાર રસીકલાલ રામાવત (બાવાજી) ખરા અર્થમાં મુકસેવક બની રહ્યા છે જામનગરમાં પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં વધુમાં વધુ કુંડી, અવેડા, કુંડાઓ પાણીથી ભરવા તેઓ પોતાના નળ કે જાહેર નળમાંથી પાણીના નાના-મોટા કેરબા ભરી રેકડીમાં લઇ જઇને બધે જ પહોચીને તે પાણીથી ભરે છે આ માટે તેમણે કદી દાન પણ સ્વીકાર્યુ નથી શહેરના ગાંધીનગરના હાઉસીંગ બોર્ડમાં રહેતા આ સદગૃહસ્થના પરિવારમાં તેમના પુત્ર-પુત્રવધુ છે તેમના પુત્ર બ્રાસપાર્ટમાં મિસ્ત્રી તરીકે કામ કરે છે. રસીકલાલ પોતે તો આ સેવામાં રત રહે છે અને અબોલ પશુ-પંખીઓના કોઠે ટાઢક પહોચાડે છે જે સરાહનીય સેવા છે.

રસિકલાલ રામાવત જૈફ વયે પણ જરા પણ થાકયા વગર વહેલી સવારે ઘરેથી નીકળી પડે છે.  હાથ લારી ચલાવીને તેઓ જુદા જુદા વિસ્તારોમાં ફરે છે અને અબોલ જીવની તરસ છીપાવવા શહેરના તમામ અવેડાં, કૂંડીઓ અને કૂંડાઓ ભરી લે છે. આ સેવાપ્રવૃત્તિ માટે તેઓએ કયારેય કોઇ પાસેથી ફંડ ફાળાની અપેક્ષા રાખી નથી પરંતુ અનેક જીવદયા પ્રેમીઓ તેઓને સામેથી મદદ કરી રહયા છે. ચાર દાયકાથી ચાલતી આ સેવા પ્રવૃત્તિ શરીર સાથ આપે ત્યાં સુધી ચાલુ રાખવાની તેઓની ઇરછા છે.