ATUL N. CHOTAI

a writer – since 2014


ગુજરાત ના નિવૃત આઇપીએસ શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ નો આજે જન્મદિવસ

sanjay shrivastav

sanjay shrivastav

તારીખ ૨૦ – ૦૪ – ૧૯૬૩ ના રોજ જન્મેલ સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ ૧૯૮૭ ની સાલમાં આઈ.પી.એસ. બન્યા છે તેઓ એક જાંબાઝ અને કાર્યદક્ષ ઓફિસર છે અને તેમણે બી.ઈ (ઇલેક્ટ્રિક) ની ડીગ્રી લીધેલ છે તથા સુરતકલ – કર્ણાટક ખાતે કોમ્પ્યુટર અંગેનો અભ્યાસ કર્યો છે તેઓએ સાયબર લો ઉપર ગુજરાતીમાં આખું પુસ્તક પણ લખ્યું છે. જેમાં સાયબર લોની કલમો, જોગવાઇઓ તથા સજાઓની જાણકારી વીગતવાર આપી છે. આ પુસ્તક ગુજરાતના પોલીસ અધિકારીઓને સરળતાથી સાયબર લો સમજાય તે માટે લખેલ છે તથા ગુજરાત પોલીસની અમલી થતી ઘણી બધી આઈ.ટી. કમીટીમાં તેઓ સક્રિય સભ્ય તથા અલગ – અલગ હોદાઓ ઉપર પણ ફરજ બજાવી છે.

શ્રીવાસ્તવ સાહેબે સુરતમાં જોઈન્ટ પોલીસ કમિશનર, અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ગાંધીનગર અને કચ્છમાં એસ પી. તરીકે, ડી.જી. ઓફિસમાં આઈ.જી. તરીકે તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે કાબીલેદાદ કામગીરી કરી છે. રાજકોટના પોલીસ પરિવારો અને પ્રજાજનો આજે પણ તેઓએ માનભેર યાદ કરે છે. તેઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી – વડોદરા (યુવીએનએલ) ના આઈ.જી.પી. તરીકે પણ પ્રશંશનીય સેવા આપી વીજચોરી કરનારૉ ની શાન ઠેકાણે લાવી દેવા માટે જાણીતા બન્યા હતા. તેમણે દરેક જગ્યાએ પોલીસ વિભાગના કોમ્પ્યુટરાઈઝેશન તથા ટેકનીકલ બાબતોને મહત્વ આપી અપગ્રેડ કર્યું છે. પોલીસ વિભાગમાં તેઓએ નવી નવી ટેકનોલોજી અને સોફ્ટવેર લાવી પોલીસ સ્ટાફને જરૂરી તાલીમો પણ આપી છે. જેથી ટેકનીકલ બાબતોમાં કામ ઝડપી થઇ શકે. છેલ્લે અમદાવાદ પોલીસ કમીશનરના હોદા ઉપર તારીખ ૩૦ એપ્રિલ – ૨૦૨૩ ના રોજ નિવૃત થઈ ગયા છે.

હાલમાં પોલીસ વિભાગમાં ઘણી બધી આધુનીક્તાનો ઉપયોગ થાય છે જેમ કે વેબસાઈટ દ્વારા માહિતી, સોફ્ટવેર દ્વારા વહીવટી કામો સરળતા, સી.સી.ટી.વી. કેમેરા, જી. પી. એસ જેવી ઘણી ટેકનીકલ બાબતોને શ્રીવાસ્તવ સાહેબે જે તે વખતે પોલીસતંત્રમાં ઉપયોગ કરેલી છે. શ્રીવાસ્તવ સાહેબ જયારે ગુજરાતમાં ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં હતા ત્યારે તેણે ટેકનીકલ મદદ અને પોતાના અનુભવ દ્વારા સર્કીટ દ્વારા થતી વીજચોરી પકડી હતી અને સરકારનું બુધ્ધીપૂર્વક નુકશાન કરતા લોકોને સમાજમાં ખુલ્લા પાડ્યા હતા તેઓએ સુરતમાં પણ હોટેલ, સાયબર કાફે જેવા સ્થળોની એન્ટ્રી ઓટોમેટીક પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે સીધી જોડાઈ જાય તેવીપણ વ્યવસ્થા કરી છે. શ્રી સંજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ જેવા અધીકારી આપણા ગુજરાતના પોલીસ વિભાગ માટે ગૌરવ સમાન છે માટે તેઓ પણ પોતાના જીવનના આગામી વર્ષોમાં અપાર સફળતા અને લોકચાહના મેળવતા રહે તેવી અંતકરણપૂર્વક ની શુભેચ્છાઓ..

sanjay shrivastav birthday ips police commissar ahemdabad Gujarat


रामनवमी की आप सब को खूब – खूब बधाईया…

Shree Ram

Shree Ram

रामनवमी के दिन भगवान श्रीरामने बुराइयो से लड़ने के लिए पृथ्वी पर अवतार लिया था तो चलो हम सब अपने अंदरके रावण को मिटाकर इस दिन को सार्थक करे… रामनवमी की आप सब को खूब – खूब बधाईया…

 

अतुल एन चोटाइ
पत्रकार एवम लेखक
राजकोट – गुजरात


ગુજરાત પોલીસ સામે ફરિયાદ માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવી..

સામાન્ય રીતે જો આપણને કોઈ સમસ્યા અથવા કોઈ ત્રાસ આપતું હોય તો આપણે ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ સમક્ષ ફરિયાદ કરીએ છીએ. પરંતુ પોલીસ જ હેરાન કરતી હોય તો ફરિયાદ કરવી કોને..?? જો કે હવે આ સવાલનું નિવારણ લાવવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ૧૪૪૪૯ નંબર આપવામાં આવ્યો છે. ગુજરાતના નાગરિકો હવે ગેરવર્તણૂકની જાણ કરવા અથવા કોઈપણ પોલીસ કર્મચારી વિશે ફરિયાદ કરવા માટે ૧૪૪૪૯ નંબર ડાયલ કરી શકે છે. હાઈકોર્ટના આદેશ અનુસાર ગુજરાત પોલીસ દ્વારા આ હેલ્પલાઈન સક્રિય કરવામાં આવી છે. પોલીસ સામેની કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે આ નંબર પર કરી શકો છો. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન ૨૪x૭ કાર્યરત રહેશે. આ સાથે રાજ્ય સરકારે બીજા હેલ્પ લાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.જો કે હાલમાં ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન નંબર, ૧૦૬૪ ભ્રષ્ટાચાર નિવારણ માટે અત્યારે કાર્યરત છે. પોલીસ કન્ટ્રોલ રૂમ ૧૦૦ નંબર પર પણ મદદ મળી રહે છે. આ નંબર પર પોલીસ કર્મચારી વિશેની કોઈપણ ફરિયાદ સીધી ડીજીપી દ્વારા સ્થાપિત કંટ્રોલ રૂમમાં જશે, જે રાજ્ય પોલીસ વડા છે. હેલ્પલાઇન નંબર અને સંબંધિત વિશેષ કંટ્રોલ રૂમનું ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

complain againce police department gujarat 24×7 helpline number 14449 by gujarat government high court order